ભાવનગર જિલ્લામાં શ્રાવણિયો જુગાર રમતા 29 શખ્સ પકડાયા

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
ભાવનગર જિલ્લામાં શ્રાવણિયો જુગાર રમતા 29 શખ્સ પકડાયા 1 - image


ધંધુકાના રંગપુર ગામે એક શખ્સ પકડાયો, ત્રણ જુગારી ફરાર

બોટાદમાં બે સ્થળે જુગારના દરોડામાં છ ગેમ્બલરની ધરપકડ, રોકડ-ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો

ભાવનગર: ભાવનગર જિલ્લામાં પોલીસે અલગ-અલગ છ દરોડા પાડી શ્રાવણિયો જુગાર રમતા ૨૯ પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા. આ ઉપરાંત બોટાદ અને ધંધુકાના રંગપુર ગામે જુગારની બાજી માંડીને બેઠેલા ૭ જુગારીને પોલીસે રંગેહાથ પકડી પાડયા હતા. જ્યારે ત્રણ શખ્સ નાસી છૂટયા હતા.

પ્રથમ બનાવની મળતી વિગત મુજબ તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામે ચોકમાં ગેટની લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા બાબુ માધાભાઈ ગોહિલ, નિલેષ પોપટભાઈ ડાભી અને તુલસી મકાભાઈ મકવાણા નામના ત્રણ શખ્સને અલંગ પોલીસે રોકડ, ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.

બીજા બનાવમાં ભાવનગર શહેરના બોરતળાવ, મફતનગર, બહુચર માતાના ચોકમાં સ્ટ્રીટલાઈટના અજવાળે હાથકાપનો જુગાર રમતા વિરમદેવસિંહ મંગળસિંહ સરવૈયા, જયદીપ મહેશભાઈ ખંડવી, ગૌતમ ત્રિકમભાઈ મકવાણા, પ્રદીપ ધનજીભાઈ ખડવી, નિરવ રમેશભાઈ મકવાણા અને ધર્મેન્દ્ર નટુભાઈ ચૌહાણ તેમજ ત્રીજા બનાવમાં બોરતળાવ, મફતનગર, ભગવતી ચોકમાં સ્ટ્રીટલાઈટના અજવાળે હાથકાપનો જુગાર રમી રહેલા કરણ કનકભાઈ ધાંધલ, વિષ્ણુ વજુભાઈ ખસિયા, જયેશ ગોરધનભાઈ ઠેભાણી, નવિન ભરતભાઈ ધારાણી અને ધર્મેન્દ્ર સુરસંગભાઈ જેજરિયા તથા ચોથા બનાવમાં બોરતળાવ, મફતનગર, ખોડિયાર ચોક, કૂવા પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે હાથકાપના હારજીતની બાજી માંડીને બેઠેલા અરવિંદ ઈશ્વરભાઈ મેળકિયા, ઘનશ્યામ હીરાભાઈ સોલંકી અને કાર્તિક પ્રતાપભાઈ રાઠોડ નામના ત્રણ શખ્સને બોરતળાવ પોલીસે ઝડપી લઈ ત્રણેય સ્થળેથી રોકડ, ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કરી ૧૪ જુગારી સામે અલગ-અલગ ત્રણ ફરિયાદ દાખલ કરી હતી.

પાંચમાં બનાવમાં ભાવનગર તાલુકાના કોળિયાક ગામે તીનપત્તીના જુગારની બાજી માંડીને બેઠેલા જયેશ ચીથરભાઈ પરમાર, દિલીપ મોહનભાઈ ગોહિલ, જેન્તી લાલજીભાઈ કુકડિયા, રાહુલ દયાળભાઈ પરમાર, ધર્મેન્દ્ર શામજીભાઈ પરમાર, વિનોદ મુળજીભાઈ પરમાર અને હરજી વેલજીભાઈ પરમાર નામના સાત ગેમ્બલરને ઘોઘા પોલીસે ઝબ્બે કર્યા હતા.

છઠ્ઠા બનાવમાં મોટા ખુંટવડા ગામે તીનપત્તીનો જુગાર રમતા સંજય મંગાભાઈ પરમાર, ભરત કેશુભાઈ ચાવડા, સંજય ભૂપતભાઈ માંજુસા, મેહુલ ભરતભાઈ પરમાર અને સંજય રમેશભાઈ વાઘેલા નામના પાંચ જુગારીને મોટા ખુંટવડા પોલીસે રોકડ, ગંજીપાના સાથે પકડી પાડયા હતા.

સાતમાં બનાવમાં બોટાદના ઢાંકણિયા રોડ પર ઈલેક્ટ્રીક લાઈટના અજવાળે જુગાર રમતા કુમાર મધુભાઈ સાથળિયા, રાહુલ ઉર્ફે વાંકો ગીરધરભાઈ ચેખલિયા અને વિજય રમેશભાઈ સોલંકી તેમજ આઠમાં બનાવમાં ઢાંકણિયા રોડ, બાપા સીતારામ સોસાયટીમાંથી સુનિલ ચંદુભાઈ વારવીડિયા, સંજય રાજુભાઈ વણોદિયા અને રાહુલ ઉર્ફે દાઢી પ્રકાશભાઈ વાસુકિયા નામના શખ્સોને બોટાદ પોલીસે જુગાર રમતા ઝડપી લઈ અલગ-અલગ બે ફરિયાદ નોંધી હતી.

નવમાં બનાવમાં ધંધુકાના રંગપુર ગામે ચૌહાણ ચોકમાં જાહેર રસ્તા ઉપર તીનપત્તીનો જુગાર રમતા ભૂપત રાયભણભાઈ સાકરિયા નામના શખ્સને ધંધુકા પોલીસે ઝડપી લીધો હતો. પોલીસના દરોડામાં જીતુ છનાભાઈ ચૌહાણ, નિર્મળ હરીભાઈ ચૌહાણ અને સંજય ચતુરભાઈ ચૌહાણ નામના ત્રણ જુગારી નાસી જતાં ચારેય શખ્સ સામે પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.



Google NewsGoogle News