Get The App

મોતીતળાવ રોડ પર ગંદકી ફેલાવતા 26 આસામીને રૂ. 2.05 લાખનો દંડ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
મોતીતળાવ રોડ પર ગંદકી ફેલાવતા 26 આસામીને રૂ. 2.05 લાખનો દંડ 1 - image


- સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાપાલિકાનુ સફાઈ અભિયાન યથાવત 

- ટ્રક-ટ્રેકટરના 18 ફેરા કરી 31.10 ટન કચરાનો નિકાલ કરાયો : રખડતા ઢોર પકડયા, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ કરાઈ 

ભાવનગર : ભાવનગર મહાપાલિકા દ્વારા આજે બુધવારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. આ કામગીરી દરમિયાન મોતીતળાવ રોડ પર ગંદકી ફેલાવતા ર૬ આસામીને રૂ. ર.૦પ લાખનો દંડ ફટકાર્યો હતો. ટ્રક-ટ્રેકટરના ૧૮ ફેરા કરી ૩ર.૧૦ ટન કચરાનો નિકાલ કરાયો હતો. 

સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજે બુધવારે મહાપાલિકાના સોલિડ વેસ્ટ, ડ્રેેનેજ સહિતના વિભાગે કામગીરી હાથ ધરી હતી, જેમાં શહેરના મોતીતળાવથી વી.આઈ.પી. અને કણબીનાં સ્મશાન તરફના રસ્તે જાહેરમાં રોડ પર ગંદકી/ન્યુસન્સ ફેલાવતા કુલ ૨૬ આસામી પાસેથી ગંદકી કરવા સબબ રૂ. ૨,૦૫,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રસ્તે બંને સાઈડ આજુબાજુના વિસ્તારમાં તમામ વિભાગોની સંયુક્ત ડ્રાઇવ યોજી કુલ ૪ ક્રેઇન, ૪ જેસીબી અને ૪ ટ્રક તેમજ ૬ -ટ્રેકટર તથા ૪૫ સફાઇ કામદારો દ્વારા કચરો, બાવળ, ઝાડી ઝાંખરા, પ્લાસ્ટીક વિગેરે એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ડીવાઇડર તેમજ રસ્તા ઉપરના ગાંડા બાવળ, બિનજરૂરી વનસ્પતીઓ વિગેરે દુર કરવાની તેમજ ખાડાઓના પૂરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવાની, બોક્ષ ડ્રેઇન સાફ કરવાની, નાળા વિસ્તારમાં ઉગી નીકળેલ ઝાંડી-ઝાંખરા, બાવળ, વનસ્પતીઓ, કચરો દુર કરવાની તથા એસ્ટેટ વિભાગેથી દબાણ હટાવાની અને પશુ ત્રાસ નિયંત્રણ વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. 

સઘન સફાઇ ઝુંબેશની કામગીરી દરમિયાન ટ્રકના કુલ ૮ અને ટ્રેક્ટરના કુલ ૧૦ ફેરા કરવામાં આવ્યા હતા, જેમા અંદાજિત કુલ ૩૨.૧૦ ટન જેટલો કચરો, બાવળ, ઝાડી ઝાંખરા, પ્લાસ્ટીક,ખરાબો વિગેરે એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. તમામ સઘન સફાઇ ઝુંબેશની કામગીરીમાં કુલ ૩૫૭ સફાઇ કામદારોની સાથોસાથ શ્રમદાન માટે ૧૩૯ શહેરીજન જોડાયા હતા, જેમાં અંદાજીત કુલ ૬૭.૬૦ ટન કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો  અને આ કામગીરી માટે અંદાજીત ૧૪૨૮ કલાક શ્રમદાન આપવામાં આવેલ છે.


Google NewsGoogle News