ભાવનગરમાં 22 મીથી ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પો : સેમીનાર, બી-ટુ-બી મીટિંગ યોજાશે
- સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
- મેગા ફેરમાં 10 ડોમ અને 250 થી વધુ સ્ટોલ : નાણાંકીય અને શૈક્ષણિક સંસ્થાઓ પણ થશે સહભાગી
શહેરના જવાહર મેદાન ખાતે તા.૨૨થી ૨૫ ડિસેમ્બર દરમિયાન વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ અન્વયે યોજાનાર આ મેગા ફેરમાં કુલ ૧૦ ડોમ અને ૨૫૦થી વધુ સ્ટોલ હશે. સ્ટોલ બુકીંગ કરાવનારાઓ પૈકી પ્લાસ્ટિક, કેમિકલ, એગ્રો બેઈઝ-ફૂડ પ્રોડક્ટ, પ્રસિઝન કાસ્ટીંગ, સેનેટરી વેર વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. જ્યારે ટ્રેડ વિભાગમાં ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીકલ્સ, બિલ્ડીંગ મટીરીયલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જુદીજુદી નાણાંકીય સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ ફેરમાં સહભાગી થનાર છે. આ ઉપરાંત, આ ચાર દિવસ દરમિયાન વેપાર-ઉદ્યોગને લગતા વિવિધ વિષયો અંતર્ગત માર્ગદર્શન સેમિનાર અને બી-ટી-બી મીટિંગનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ ફેર દરમિયાન કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો તથા સરકારના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓને નિમંત્રિત કરાયા છે.