Get The App

ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં ફરી 2030 કયુસેક પાણીની આવક

Updated: Jun 25th, 2022


Google NewsGoogle News
ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં ફરી 2030 કયુસેક પાણીની આવક 1 - image


- અમરેલી પંથકમાં સારો વરસાદ પડતા ભાવનગરને ફાયદો 

- શેત્રુંજી ડેમની સપાટી 21.3 ફૂટે પહોંચી : ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ નહી પડતા ગરમી વધી 

ભાવનગર : છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ સારો વરસાદ પડતો નથી તેથી લોકો અકળાયા છે. વરસાદ નહી પડતા ગરમી અને બફારાનુ જોર વધી રહ્યુ છે. અમરેલી જિલ્લાના કેટલાક તાલુકામાં સારો વરસાદ પડતા ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં પાણીની ફરી આવક શરૂ થઈ હતી તેથી ડેમની સપાટીમાં થોડો વધારો થયો છે. 

ભાવનગર અને બોટાદ જિલ્લાના એક પણ તાલુકામાં આજે શનિવારે વરસાદ નોંધાયો નથી. ડેમ વિસ્તારમાં પણ વરસાદ પડયો નથી તેમ સરકારી સુત્રોએ જણાવેલ છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સારો વરસાદ પડયો હતો, જેના પગલે ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. શુક્રવારે મોડીરાત્રીના સમયે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ર૦૩૦ કયુસેક પાણીની આવક હતી. આજે શનિવારે બપોરના ર કલાકે શેત્રુંજી ડેમમાં પાણીની આવક બંધ થઈ હતી. પાણીની આવક થતા શેત્રુંજી ડેમની સપાટી થોડી વધી છે. હાલ શેત્રુંજી ડેમની સપાટી પ૧.૭૦ મીટર એટલે કે ર૧.૩ ફૂટ પહોંચી હોવાનુ સિંચાઈ વિભાગના કન્ટ્રોલ રૂમના સુત્રોએ જણાવેલ છે. શેત્રુંજી ડેમ ૩૪ ફૂટે ઓવરફલો થાય છે તેમ ડેમ હજુ આશરે ૧૩ ફૂટ ખાલી છે તેમ કહી શકાય. શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે અને આ ડેમના પ૯ દરવાજા છે. ગત વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફલો થતા પ૯ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. 

હાલ સારો વરસાદ નહી પડતા લોકોમાં નિરાશા છે. ખેડૂત સહિતના લોકો સારા વરસાદની આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. વરસાદ નહી પડતા ગરમી અને બફારો વધ્યા છે. આજે શનિવારે ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ર૭.૬ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૪૯ ટકા અને પવનની ગતી ૧૮ કિલોમીટર નોંધાઈ હતી. આકાશમાં વાદળો થાય છે પરંતુ વરસાદ નહી પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


Google NewsGoogle News