Get The App

પોણા 5 વર્ષની બાળા ઉપર બળાત્કાર ગુજારનાર શખ્સને 20 વર્ષની સખત કેદ

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
પોણા 5 વર્ષની બાળા ઉપર બળાત્કાર ગુજારનાર શખ્સને 20 વર્ષની સખત કેદ 1 - image


- શેરીમાં રમી રહેલી બાળકીને સિક્કો આપવાના બહારને ઘરમાં બોલાવી હવસનો શિકાર બનાવી

- દોઢ વર્ષ પૂર્વેની ચકચારી બનાવમાં કોર્ટે દાખલારૃપ સજાનો હુકમ કર્યો

ભાવનગર : ભાવનગરમાં દોઢ વર્ષ પૂર્વે પોણા પાંચ વર્ષની એક માસૂમ બાળા ઉપર હવસખોર શખ્સે બળાત્કાર ગુજાર્યાની ચકચારી ઘટનામાં ભાવનગર કોર્ટે બળાત્કારીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. બળાત્કાર જેવી ગંભીર ઘટનામાં કોર્ટે આફતગ્રસ્તને પૂરા ન્યાયની સાથે સમાજમાં દાખલારૃપ સજાનો હુકમ કર્યો હતો.

જાણવા મળતી વિગત અનુસાર શહેરના હાદાનગર, મોમાઈલ માતાજીની દેરી પાસે, ગોપાલનગરમાં રહેતો રૃકેક ઉર્ફે પ્રમ વજાભાઈ ઉર્ફે વજેસંગભાઈ ગાભય (ઉ.વ.૨૬, રહે, મુળ બાકરોલ, કુમારશાળા, વલ્લભવિદ્યાનગર, જિ.આણંદ) નામનો શખ્સ ગત તા.૨૨-૧૧-૨૦૨૨ના રોજ એક ચાર વર્ષ અને ૧૦ માસની માસૂમ બાળા શેરીમાં રમી રહી હતી. ત્યારે તેને સાદ પાડી સિક્કો આપવાના બહાને તેના ઘર લઈ ગયો હતો. ત્યાં હવસખોરે દીકરી સમાન માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે બળાત્કારી શખ્સ રૃકેશ ગાભય વિરૃધ્ધ બોરતળાવ પોલીસમાં આઈપીસી ૩૭૬ (એબી), પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ મુજબ ગુનો નોંધાતા પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ આજે મંગળવારે ભાવનગરના ત્રીજા એડી. સેશન્સ જજ પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જયેશભાઈ પંડયાની અરસકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરેને ધ્યાને રાખી આરોપી રૃકેશ ઉર્ફે પ્રેમ ગાભયની સામે ગુનો સાબીત માની આરોપીને કસુરવાન ઠેરવી પોક્સો એક્ટની કલમ ૪ના ગુનામાં ક્રિ.પ્રો. કોડની કલમ ૨૩૫ (ર) અન્વયે ૧૦ વર્ષ સખત કેદની સજા, રૃા.૫૦૦નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા, પોક્સો એક્ટની કલમ ૬ના ગુનામાં ક્રિ.પ્રો. કોડની કલમ ૨૩૫ (ર) અન્વયે ૨૦ વર્ષ સખત કેદની સજા, રૃા.૫૦૦નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

વિક્ટીમ કોમ્પેશન સ્કીમ હેઠળ ભોગગ્રસ્તને 3 લાખ વળતર અપાશે

ચકચારી બળાત્કારના કેસમાં ભાવનગરના ત્રીજા એડી. સેશન્સ જજ પ્રજાપતિએ પોતાના ચુકાદામાં એવો પણ હુકમ કર્યો હતો કે, દંડની રકમમાંથી સીઆરપીસી કલમ ૩૫૭ હેઠળ વળતર ચુકવવાનો હુકમ કરવો જરૃરી બને છે. પરંતુ આરોપીની આર્થિક પરિસ્થિતિ જોતા તેની પાસેથી દંડ વસૂલી તેમાંથી ભોગ બનનારને વળતર ચુકવવાનો હુકમ કરવો યોગ્ય જણાતો ન હોવાથી ગુજરાત સરકારની વિક્ટીમ કોમ્પેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવુ વધુ યોગ્ય જણાય આવે છે. જેથી ક્રિ.પ્રો. કોડની લકમ ૩૫૭ (એ) અન્વયે ભોગગ્રસ્તને તેની આર્થિક અને સામાજિક સ્થિતિ જોતા તેણીને ત્રણ લાખ રૃપિયાનું વળતર ચુકવવાની ભલામણ સાથે આ ચુકાદાની નકલ જિલ્લા લીગલ ઓથોરીટીને મોકલી આપવા હુકમ કરાયો છે.


Google NewsGoogle News