Get The App

સગીરા ઉપર બળાત્કારના ગુનામાં શખ્સને 20 વર્ષ સખત કેદની સજા

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
સગીરા ઉપર બળાત્કારના ગુનામાં શખ્સને 20 વર્ષ સખત કેદની સજા 1 - image


- ખરેડના શખ્સે ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું

- ભોગ બનનારને 20 હજારનું વળતર આપવા મહુવા કોર્ટે હુકમ કર્યો

ભાવનગર : મહુવા તાલુકાના ખરેડ ગામના શખ્સે પોણા બે વર્ષ પૂર્વે સગીરાને ધમકી આપી બળાત્કાર ગુજાર્યાની ઘટનામાં મહુવા કોર્ટે દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૨૦ વર્ષ સખત કેદની સજા, રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને ૨૦ હજારનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના ખરેડ ગામે રહેતો જયસુખ રવજીભાઈ બાંભણિયા (ઉ.વ.૨૩) નામના શખ્સે ગત તા.૨-૧૦ના રોજ નોરતા જોવા ગયેલી એક ૧૪ વર્ષીય સગીરાને રસ્તામાં આંતરી બાઈક ચડાવી દેવાની ધમકી આપી તેણીનું અપહરણ કરી વાડીએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત ગત તા.૧૫-૧૧-૨૦૨૨ના રોજ પણ તેણીના ખેતરે જઈ મોઢું દાબી દઈ ચીકુડીની નીચે લઈ જઈ દુષ્કર્મનો શિકાર બનાવતા સગીરા ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે ભોગ બનનારની માતાએ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૬૩, ૩૭૬ (૨) (જે) (એન), ક્રિમીનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ ૨૦૧૮ની કલમ ૩૭૬ (૩) અને પોક્સો એક્ટની કલમ ૪, ૬ મુજબ ગુનો નોંધી જયસુખ બાંભણિયાની ધરપકડ કરી હતી.

દરમિયાનમાં અંગેનો કેસ મહુવાના ચોથા એડીશનલ સેશન્સ જજ અને જજ, એફટીએસસી (પોક્સો) કોર્ટ અતુલકુમાર એસ. પાટીલની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ કેસરની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી આરોપી જયસુખ બાંભણિયાને આઈપીસી ૩૬૩ મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી સાત વર્ષ સખત કેદની સજા, ૧૦ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસ કેદની સજા, આઈપીસી ૭૧ તથા જનરલ ક્લોઝીસ એક્ટની લકમ ૩૬ તથા પોક્સો એક્ટની કલમ ૪૨ સાથે વાંચતા પોક્સો એક્ટની કલમ ૬ મુજબના ગુનામાં ૨૦ વર્ષ સખત કેદની સજા, ૧૦ હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસ કેદની સજા ફટકારી હતી. તેમજ ભોગ બનનારને પુનઃ વસન માટે, શારીરિક-માનસિક વ્યથા સબબ ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ ૩૩ (૮) મુજબ, સીઆરપીસી કલમ ૩૫૭ (એ) મુજબ આરોપીએ ભરેલા દંડની રકમ રૂા.૨૦,૦૦૦નું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.


Google NewsGoogle News