હણોલ ગામે લાકડીના ફટકા ઝીંકી યુવાનનું મોત નિપજાવનાર 2 શખ્સ રિમાન્ડ પર
- ખૂન કેસમાં જુબાની આપ્યાની દાજ રાખી
- 6 શખ્સે એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી યુવાનને માર મારી નાસી છૂટયા હતા
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર,પાલીતાણાના હણોલ ગામના મૂળ વતની અને હાલ સુરતના કામરેજ ખાતે રહેતા અજયભાઈ વાલજીભાઈ સરવૈયાએ પાલીતાણા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,અજયભાઈનાં મોટાં ભાઇ જગદીશભાઈના મિત્ર દિલીપભાઇના ખુન કેસમા જગદીશભાઈએ જુબાની આપેલ હોય જે ખુન કરવાવાળાની વિજયભાઇ આલ તરફેણ કરતા હોય અને જગદીશભાઈને સુરત ખાતે ટાંટીયા ભાંગી નાખવા બાબતેની ઘમકી આપી હતી. આ જુબાની થી ઉશ્કેરાયેલા વિજય આલ, અશ્વીન સાદુળભાઇ આલ, કુલદિપ આલ,ગોપાલ આલ
બે અજાણ્યા શખ્સે અગાવથી ગુનાહીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી રચી લાકડીઓ સાથે આવી જગદીશભાઈને લાકડીઓવતી માથાના ભાગે તથા શરીરના ભાગે જીવલેણ ઇજાઓ કરી જગદીશભાઈનુ મોત નીપજાવ્યું હતું. આ બનાવો અંગે અજયભાઈએ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં છ શખ્સ વિરૂધ્ધ ઇ પી કો ૩૦૨,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦ (બી),૧૩૫ મુજબ ફરિયાદ નીઘવતા પોલીસે વઘુ તપાસ હાથ ઘરી છે. આ ધટના સંદર્ભે પાલીતાણા પોલીસે છ શખ્સો પૈકી વિશાળ આલ અને અશ્વિન આલ નામના શખ્સની પાલીતાણા પોલીસે ધરપકડ કરી હતી.બંને શખ્સને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.