ભાવનગરના જીએસટી કૌભાંડમાં નાસતા-ફરતા 2 શખ્સની ધરપકડ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
ભાવનગરના જીએસટી કૌભાંડમાં નાસતા-ફરતા 2 શખ્સની ધરપકડ 1 - image


- મૂળ ભાવનગર અને હાલ મુંબઈ રહેતા કૌભાંડીઓ આખરે ઝડપાયા

- લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે અલકા ટોકીઝ પાસેથી ઉઠાવી લીધા

ભાવનગર : ભાવનગરમાં જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવી મોટું કૌભાંડ આચરવાના ચકચારી કેસમાં નાસતા-ફરતા બે શખ્સને એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઉઠાવી લીધા છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ મહમદઅજીમ ઉર્ફે અજીમ ઉર્ફે મચ્છી અને ઉવેશ ઉર્ફે ભુરો નામના બે કૌભાંડી શહેરના અલકા કોટીઝ સામે રોડ ઉપર ઉભા હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દોડી જઈ મહંમદ અજીમ ઉર્ફે મચ્છી ઈબ્રાહિમભાઈ ગનિયાણી (ઉ.વ.૨૮, રહે, હાલ ફ્લેટ નં.૨૦૫, બીજો માળ, નવજીવત સોસાયટી, ઓરીયન્ટ હોટલની બાજુમાં, સેન્ટ્રલ, મુંબઈ, મહારાષ્ટ્ર, મુળ મકાન નં.૦૫, બિલાલ મસ્જિદની પાછળ, શિશુવિહાર સર્કલ, ભાવનગર) અને ઉવેશ ઉર્ફે ભુરો અબ્દુલ રજાકભાઈ ઈન્દોરવાલા (ઉ.વ.૩૮, રહે, હાલ ફ્લેટ નં.૨૦૫, બીજો માળ, નવજીવત સોસાયટી, ઓરિયન્ટ હોટલની બાજુમાં, સેન્ટ્રલ, મુંબઇ, મહારાષ્ટ્ર, મુળ ફ્લેટ નં.૩૦૩, સ્ટાર પ્લાઝા, શિશુવિહાર સર્કલ, ભાવનગર) નામના બે શખ્સને ઝડપી લઈ નિલમબાગ પોલીસે સોંપી દેવામાં આવ્યા હતા.


Google NewsGoogle News