Get The App

આજથી 2 દિવસ ભાવનગરમાં સ્પોર્ટસ કાર્નિવલનો ધમધમાટ

Updated: Sep 21st, 2022


Google NewsGoogle News
આજથી 2 દિવસ ભાવનગરમાં સ્પોર્ટસ કાર્નિવલનો ધમધમાટ 1 - image


- નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત આજે સવારે સાયકલોથોન કાર્યક્રમ 

- ફીટ ઈન્ડીયા શપથ, સ્પોર્ટસ, સાંસ્કૃતિક ગીતોની પ્રસ્તૃતિ સહિતના કાર્યક્રમનુ આયોજન : લોકો વિનામૂલ્યે કાર્યક્રમ માણી શકશે 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત આવતીકાલે ગુરૂવારે સવારે સાયકલોથોન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. સાંજે સ્પોર્ટસ કાર્નિવલ કાર્યક્રમનો પ્રારંભ થશે. સ્પોર્ટસ કાર્નિવલ કાર્યક્રમ બે દિવસ ચાલશે, જેમાં રમત-ગમત સહિતના જુદા જુદા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ભાગ લેશે. આ કાર્યક્રમ લોકો વિનામૂલ્યે માણી શકશે. 

નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત આવતીકાલે ગુરૂવારે સવારે ૬.૩૦ કલાકે સાયકલોથોન કાર્યક્રમ યોજાશે. સાયકલ રેલી રૂપાણી સર્કલથી શરૂ થશે અને સરદારનગર, સંસ્કાર મંડળ, વિલીંગ્ટન સર્કલ, પાણીની ટાંકી, સેન્ટ્રલ સોલ્ટ, આતાભાઈ ચોક થઈ ફરી રૂપાણી સર્કલ પરત આવશે. આ સાયકલ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાશે. આ કાર્યક્રમમાં મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહેશે. ત્યારબાદ આવતીકાલે ગુરૂવારે સાંજે પ.૩૦ કલાકે  ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ મેદાન ખાતે સ્પોર્ટસ કાર્નિવલનો પ્રારંભ થશે. આગામી તા. રર અને ર૩ સપ્ટેમ્બરે સ્પોર્ટસ કાર્નિવલનુ આયોજન કરવામાં આવેલ છે. બે દિવસ સાંજે પ.૩૦ થી ૮.૩૦ દરમિયાન એન્થમ, શ્લોક, ઉદઘાટન, ફીટ ઈન્ડીયા શપથ, આર.જે., સ્પોર્ટસ, સાંસ્કૃતિક ગીતોની પ્રસ્તૃતિ, યોગ, કરાટે, ઝુમ્બા ડાન્સ, મશાલ, મેસ્કોટ, મ્યુઝીક બેન્ડ રેલી, બોડી બિલ્ડર પ્રસ્તૃતિ, નૃત્ય, લોકનૃત્ય, રાસ, ગરબા, ગરબા લાઈવ, રાષ્ટ્રગીત વગેરે કાર્યક્રમ યોજાશે. 

સ્પોર્ટસ કાર્નિવલ વિનામૂલ્યે રાખવામાં આવેલ છે તેથી તમામ લોકોને સ્પોર્ટસ કાર્નિવલમાં ભાગ લેવા ભાવનગર મનપાએ અનુરોધ કર્યો છે. સ્પોર્ટસ કાર્નિવલમાં આશરે રૂ. ૧૦ લાખનો ખર્ચ થશે અને તેના માટે રાજ્ય સરકાર ગ્રાન્ટ ફાળવશે તેમ કમિશનરે ઉપાધ્યાયએ જણાવેલ છે. સ્પોર્ટસ કાર્નિવલમાં બાળકોથી લઈ વૃધ્ધ સુધી તમામ લોકો ભાગ લઈ શકશે અને જુદી જુદી રમત રમી શકશે. યુનિવર્સિટીના મેદાનમાં સ્પોર્ટસ કાર્નિવલને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળશે. 


Google NewsGoogle News