લાલપુર નજીક બાવળમાં છૂપાવેલો 2.77 લાખનો વિદેશી દારૂ પકડાયો

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
લાલપુર નજીક બાવળમાં છૂપાવેલો 2.77 લાખનો વિદેશી દારૂ પકડાયો 1 - image


શંકાસ્પદ છોટાહાથી તપાસતા ભૂસાનાં બાચકાંમાં હતો દારૂ!

છેક રાજસ્થાનથી લાવવામાં આવેલા વિદેશી દારૂ અને બિયરનાં જથ્થાનું ક્ટીંગ થાય એ પહેલાં પોલીસ ત્રાટકી, બૂટલેગર અને સપ્લાયર સહિતના શખ્સોની શોધખોળ

જામનગર: લાલપુર તાલુકાના સસોઈ ડેમ તરફ જવાના માર્ગે બાવળની ઝાડીમાં એક છોટા હાથીને સંતાડવામાં આવ્યું છે, અને ભૂસાના બાચકાની નીચે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને આયાત કરવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે લાલપુર પોલીસે મોડી રાત્રે ટોર્ચના અજવાળે દરોડો પાડયો હતો, અને માતબર ઇંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો તેમજ છોટા હાથી વગેરે કબજે કરી લીધા છે.

 લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફે પૂર્વ બાતમીના આધારે સસોઈ ડેમ તરફ જવાના માર્ગે મોડી રાત્રે ટોર્ચ લાઈટ સાથે પહોંચી જઈ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન બાવળની જાળીમાં સંતાડેલું જીજે.-૨૪ એક્સ ૬૦૮૧ નંબરનું છોટા હાથી મળી આવ્યું હતું. જેની તલાસી લેતાં તેમાં ઉપર ભુસાના બાચકા ભરેલા હતા, પરંતુ તેને હટાવીને નિરીક્ષણ કરતાં નીચેથી ૫૧ જેટલા બોક્સ મળી આવ્યા હતા, જેની અંદર બિયરના ૧૨૯૬ નંગ ટીમ તથા ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કુલ ૨,૭૭,૩૭૦ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને છોટાહાથી સહિત રૂપિયા ૬,૨૭ લાખનીની માલમતા કબજે કરી લીધી છે.

આ દારૂ  રાજસ્થાન તરફથી આયાત થયો હોવાનું અને છોટાહાથી પાટણ પાસિંગનું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કોઈ બુટલેગર દ્વારા દારૂ આયાત કરીને સંતાડવામાં આવ્યો હતો, અને તેનું કટીંગ થાય તે પહેલા જ લાલપુર પોલીસની ચટુકડી ત્રાટકી હતી, અને મુદ્દા માલ કબજે કરી લીધો છે જે દારૂ નો જથ્થો મૂકી જનાર તેમજ મંગાવનાર બુટલેગરોને લાલપુર પોલીસ શોધી રહી છે.



Google NewsGoogle News