રાજુલા પંથકમાં આગેવાનના પુત્ર સહિત 17 શખ્સો જુગાર રમતા ઝબ્બે

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
રાજુલા પંથકમાં આગેવાનના પુત્ર સહિત 17 શખ્સો જુગાર રમતા ઝબ્બે 1 - image


વડલી ગામે ચાલતા જુગારધામ પર દરોડો

પોલીસે રૂા.૧.ર૭ લાખની રોકડ અને ૭ લાખનાં મોબાઈલ સહિત ૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજુલા: રાજુલા તાલુકાના વડલી મુકામે જન્માષ્ટમીના તહેવારોમાં જુગાર ધામ પકડાયું હતું જેમાં ૧૭ આરોપીઓ પાસેથી રૂા.૧,૨૭,૩૬૦ રોકડ તેમજ અલગ અલગ કંપનીના મોબાઈલ મળી રૂા.૮,૨૯૩૬૦નો જુગાર પકડી પાડયો હતો. આ જુગારધામમાં સહકારી ક્ષેત્રના બે વરિ આગેવાનોના પુત્રોનો પણ સમાવેશ થાય છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના વડલી મુકામે વિશાલભાઈ બાબુભાઈ ધાખડાના મકાનમાં જુગાર હોવાની મળતા રાજુલા પોલીસે રેડ પાડી હતી. જેમાં વિશાલ બાબુભાઈ ધાખડા શૈલેષ ધીરુભાઈ ધાખડા રણજીત બિચ્છુભાઇ ખુમાણ વિશાલ મનુભાઈ ચૌહાણ હસુભાઈ ખુમાણ રણજીતભાઈ હકુભાઈ કોટીલા નરેન્દ્રભાઈ ચંપુભાઈ કોટીલા મહેશભાઈ બાબાભાઈ કોટીલા નીરજભાઈ અનુભાઈ ખુમાણ જય કરણભાઈ ધીરુભાઈ ધાખડા નિલેશભાઈ બાબાભાઈ કોટીલા બાલુભાઈ ભીખાભાઈ વાઘ શૈલેષભાઈ કેશુભાઈ દુધરેજીયા અશોકભાઈ પુંજાભાઈ ધાખડા અજયભાઈ રમેશભાઈ ધાખડા રવિરાજભાઈ ભરતભાઈ ધાખડા અશોકભાઈ મનુભાઈ ધાખડા સહિત ૧૭ આરોપીઓ પકડી પડયા હતા.

જેમાં ૧૨૭૩૬૦ રોકડા અને ૭૦૦૦૦૦ ના મોબાઈલ સહિત આઠ લાખનો જુગાર પકડી પાડયો હતો. આ ૧૭ આરોપીઓમાં સહકારીક્ષેત્રના બે નામાંકિત આગેવાનોના પુત્રોનો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News