ભાવનગર અને બોટાદ જિલ્લામાં જુગટૂં ખેલતા 16 શખ્સ ઝડપાયા
- ખુંટવડા, પાલિતાણા ટાઉન, ઢસા અને પાળિયાદ પોલીસના દરોડા
- પોલીસે રોકડ, ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
પ્રથમ દરોડાની મળતી વિગત મુજબ મહુવા તાલુકાના બીલા ગામે પ્લોટ વિસ્તારમાં લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા રામ ઝીણાભાઈ રાઠોડ, સંજય શંભુભાઈ ખીમાણિયા, સુરેશ લક્ષ્મણભાઈ બાબરિયા, સંજય મનજીભાઈ બાબરિયા, રમેશ કાળુભાઈ સોલંકી અને અતુલ દુલાભાઈ ખીમાણિયા નામના છ શખ્સને મોટા ખુંટવડા પોલીસે પકડી પાડયા હતા. બીજા બનાવમાં પાલિતાણાના વાડીયા ગામે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સ અમિત અરજણભાઈ ડાભી, ભાવેશ હિંમતભાઈ નાથાણી અને હરી ભીખાભાઈ ગોટીને પાલિતાણા ટાઉન પોલીસે રોકડ, ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા બનાવમાં બોટાદ તાલુકાના સરવા ગામે ઉપલા પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગારની બાજી માંડીને બેઠેલા પુંજા ભાણાભાઇ વાઘેલા, કાળુ પિતાંબરભાઇ ડાભી, સુમીત રૂપાભાઈ પરમાર, કિશન હકાભાઈ વાઘેલા અને મનિષ અમરાભાઈ વાઘેલા નામના પાંચ જુગારીને પાળિયાદ પોલીસે ઝબ્બે કર્યા હતા. ચોથા બનાવમાં ગઢડાના જૂનાવદરથી લીંબડીયા જવાના માર્ગ પર ઢસા પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા દિલીપ ખીમજીભાઈ ડાભી, શાંતી વેલજીભાઈ ડાભી નામના બે શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.