ભાવનગર જિલ્લામાં જુગાર રમતા 16 શખ્સ ગિરફ્તાર
- બોરતળાવ, મોટા ખૂંટવડા પોલીસે દરોડા પાડયા
- પોલીસે રોકડ રકમ,જુગાર રમવાનું સાહિત્ય કબજે કર્યું
બોરતળાવ પોલીસ સ્ટાફ ગત રાત્રિના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આખલોલ જકાતનાકા પાસે આવેલ સ્વપ્ન સાકારની દીવાલ પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા છ શખ્સ ચંદુ લાલજીભાઈ ઠોળિયા, ભાગ્યેશ રાજેશભાઈ મકવાણા, દિનેશ રામજીભાઈ મારુ, ધવલ પ્રવીણભાઈ શેઠ, ભરત કાનજીભાઈ ચૌહાણ અને હિંમત જીવણભાઈ વેલારીને રોકડા સાથે લઈ તમામ વિરુદ્ધ જુગારધારની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બીજા બનાવમાં મોટા ખૂંટવડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહુવા તાલુકાના બેલમપર ગામમાં આવેલ તરેડ જવાના રસ્તે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ૧૦ ઇસમો ઉકા દુલાભાઈ ચાવડા, જયંતિ દુદાભાઈ ગોહિલ, નરશી બીજલભાઇ ડોડીયા, લાલજી દુદાભાઈ ગોહિલ, વિઠ્ઠલ ભીમાભાઇ બારૈયા, ભરત ગોબરભાઇ ગોહિલ, અરવિંદ દુદાભાઈ ગોહિલ, કેશા ભીમાભાઇ બારૈયા, અમરશી કથડભાઈ સોલંકી અને મનુ નાથાભાઈ સોલંકી ( રહે. તમામ બેલમપર, તા. મહુવા ) ને રોકડા રૂપિયા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.