ભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 16 લાખનો દારૂ પકડાયો

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
ભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 16 લાખનો દારૂ પકડાયો 1 - image


- શહેર જિલ્લામાં 30 ચેક પોઇન્ટ ઊભી કરાઈ હતી

- 31 ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસે હાથ ધરેલી ડ્રાઇવમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 48 અને 296 એન.સી.કેસ કરાયા

ભાવનગર : ભાવનગર શહેર-જિલ્લામાંથી દારૂની ડામી દેવા ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ૩૧ મી ડિસેમ્બરને અનુલક્ષીને યોજવામાં આવેલી ખાસ ડ્રાઇવમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાંથી રૂપિયા ૧૬ લાખ ઉપરાંતનો દેશી તેમજ વિદેશી દારૂ ઝડપી લઇ ૩૪૬ જેટલા કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડ્રિંક એન્ડ ડ્રાઇવના ૪૮ તેમજ મોટર વ્હીકલ એક્ટના ૨૯૬ જેટલા કેસમાં દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એસ.પી. ડો.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ સહિતની બદી ડામવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ગત તા. ૨૩ થી ૩૧ ડિસેમ્બર સુધી પ્રોહીબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસની ડ્રાઇવ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસે દેશી દારૂના ૩૧૧ તેમજ વિદેશી દારૂના ૩૫ કેસ મળી કુલ ૩૪૬ જેટલા પ્રોહીબિશનના કેસ કરી રૂ. ૧૬,૧૨,૨૬૯ ની કિંમતનો દેશી તેમજ વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં ૦૮ ગણનાપાત્ર કેસનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત વાહન ચેકિંગ ઝુંબેશ દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવવા બદલ ૪૮ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો તેમ જ ૨૪૬ જેટલા એન.સી. કેસમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કુલ રૂ. ૯૬,૧૦૦ નો દંડવસૂલ કરવામાં આવ્યો હતો.



Google NewsGoogle News