Get The App

ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં 15 જુગારી પકડાયા

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં 15 જુગારી પકડાયા 1 - image


વિંજલપર અને ગોરાણા ગામે પોલીસનો દરોડો

ત્રણ મહિલાઓ પણ ઝપટે ચડી, બે જુગારી નાસી છૂટવામાં સફળ, રૂા. ૨ લાખથી વધુનો મુદામાલ કબ્જે લઇને કાર્યવાહી

જામ ખંભાળિયા: ખંભાળિયાના વિંજલપર અને કલ્યાણપુરના ગોરાણા ગામે પોલીસે દરોડો પાડીને ત્રણ મહિલા સહિત ૧૫ જુગારીઓને રૂા.૨ લાખથી વધુનાં મુદામાલ સાથે પકડી પાડયા હતાં.

ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમી મળતા મળતા ફરેરા સીમ વિસ્તારમાં મધ્યરાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સમયે પોલીસે દરોડો પાડીને તીનપત્તી જુગાર રમી રહેલા જેસા પરબત ચાવડા, બાબુ પબા ગોજીયા, શૈલેષ ઠાકરશી જેઠવા, રમણીક છગનભાઈ જગતિયા અને કારૂ દેવશી ગોજીયા નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા. તેમની પાસેથી રૂા. ૭૯,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ સ્થળે સવધીબેન ઉર્ફે મધુબેન પીઠા કંડોરીયા, હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન ધનજીભાઈ પરમાર અને મનીષાબેન રામજીભાઈ મોકરીયા નામના ત્રણ મહિલાઓ પણ જુગાર રમતી હોવાનું જાહેર થયું છે. આ દરોડા દરમ્યાન પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો લખુ મેર અને વિરમદળ ગામનો રામદે વજુ કરમુર નામના બે શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. 

જ્યારે કલ્યાણપુરથી આશરે ૨૦ કિલોમીટર દૂર ગોરાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા કેશુ સૂકા ગોરાણીયા નામના ૪૦ વર્ષના શખ્સ દ્વારા નાલ ઉઘરાવીને ગંજીપતા વડે રમાતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે  દરોડો પાડયો હતો. આ દરોડામાં પોલીસે કેશુ સૂકા ગોરાણીયા, રણજીત રામદે ગોરાણીયા, માલદે દુલા મોઢવાડિયા, દેવા નવઘણ કારાવદરા, કાના હરદાસ ઓડેદરા, લખમણ ભીખા ગોરાણીયા અને કરસન ઉર્ફે કાનો વિરમ કારાવદરા નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂા. ૧,૨૬,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી. 


Google NewsGoogle News