યુનિવર્સિટીના અલગ અલગ 4 કામો માટે વિભાગ દ્વારા 14 કરોડની ગ્રાન્ટ મંજૂર

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
યુનિવર્સિટીના અલગ અલગ 4 કામો માટે વિભાગ દ્વારા 14 કરોડની ગ્રાન્ટ મંજૂર 1 - image


- રૂસાની ગ્રાંટનો બીજો હપ્તો હજુ બાકી છે

- સીસીટીવી કેમેરા, ઇન્ટરનેટ નેવા, બેડમીન્ટન કોર્ટ ઉપરાંત વિવિધ બિલ્ડીંગો અને ભવનોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરાશે

ભાવનગર : ભાવનગર યુનિવર્સિટીની સુરક્ષા અને બલ્ડીંગોના વિકાસ માટે શિક્ષણ વિભાગમાંથી ૧૪ કરોડ અલગ અલગ ચાર કામો માટે મંજૂર કરાયા છે જેના થકી બિલ્ડીંગો અદ્યતન ફાયર સેફ્ટી તો સીસીટીવી કેમેરાથી સુરક્ષા સજ્જ કરાશે. ઉપરાંત ઇન્ટરનેટ સહિત બેડમીન્ટનનો નવી કોટ તૈયાર થશે.

એમ.કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા રૂસાની ગ્રાન્ટ અડધી વપરાય ચુકી છે. દરમિયાન શિક્ષણ વિભાગની બેઠકમાં ભાવનગર યુનિવર્સિટીના વિકાસ અર્થે સમગ્ર કેમ્પસના સીસીટીવી કેમેરાના સર્વે બાદ જરૂર પ્રમાણે નવા કેમેરા નાખવા ઇન્ટોલેશન સંસાધનો સાથેની વ્યવસ્થા ઉભી કરવા એક કરોડની જોગવાઇને મંજૂરી મળેલ છે તો આ ઉપરાંત એમએચઆરડી, એનએમઇઆઇસીટી પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટરનેટ સેવાને સજ્જ કરવા લીઝડ લાઇન પ્રોજેક્ટ અંગે ૧૫ લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. તો બેડમીન્ટન કોટ માટે ત્રણ કરોડ જેવી રકમ મંજૂર થઇ છે. આ સાથે યુનિવર્સિટીના જુદા જુદા બિલ્ડીંગો-ભવનોમાં ફાયર સેફ્ટીને નવા નિયમો સાથે જોડવા અને તે પ્રમાણેની સુવિધા વિકસાવવા ૯.૨૫ કરોડની જોગવાઇ કરાઇ હોવાનું જણાયું છે. જો કે, ભવનો અને બિલ્ડીંગોમાં કેટલા સુધારા વધારા કરવા તે અંગેની કવાયત યુનિ. દ્વારા આરંભાઇ છે અને ફાઇનલ એસ્ટીમેન્ટ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જો કે, હાલ ટેન્ટેટીવ ૯.૨૫ કરોડની મંજૂરી વિભાગ દ્વારા અપાય હોવાનું જણાયું છે. આમ અલગ અલગ ચાર કામો માટે ૧૪ કરોડની મંજૂરી શિક્ષણ વિભાગે આપી છે અને આગામી દિવસોમાં આ રકમ આવ્યેથી જરૂરીયાતવાળા આ કામોને ઓપ આપવાની પ્રક્રિયા પણ શરૂ કરાશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.



Google NewsGoogle News