Get The App

ગઢડા પંથકમાં જુગાર રમતા 13 પત્તાપ્રેમી પોલીસની ઝપટે ચડયાં

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ગઢડા પંથકમાં જુગાર રમતા 13 પત્તાપ્રેમી પોલીસની ઝપટે ચડયાં 1 - image


ગઢડા અને હામાપર ગામે પોલીસે રંગમાં ભંગ પાડયો

બોટાદમાં પત્તા ટીંચતા બે શખ્સને એલસીબીની નાસતા-ફરતા સ્કવોડની ટીમે ઉઠાવી લીધા

ભાવનગર: ગઢડા પંથકમાં અલગ-અલગ બે જગ્યાએ મંડાયેલી જુગારની બાજીમાં પોલીસે દરોડો પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડી ૧૩ પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા. આ ઉપરાંત બોટાદમાં એલસીબીની નાસતા-ફરતા સ્કવોડની ટીમે પત્તા ટીંચતા બે શખ્સને ઉઠાવી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા શહેરના શીરવાણિયા પ્લોટ વિસ્તારમાં રહેતો દીપક મનુભાઈ ચાઉ નામના શખ્સ મકાન પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે કેટલાક શખ્સો તીનપત્તીના જુગારની બાજી માંડીને બેઠા હોવાની બાતમીના આધારે ગઢડા પોલીસે દરોડો પાડી પ્રકાશ પરશોત્તમભાઈ રાઠોડ, દીપક મનુભાઈ ચાઉ અને દલા ભવાનભાઈ મારૂ નામના શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. જ્યારે ભોલુ હિંમતભાઈ પરમાર નામનો જુગારી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ચારેય શખ્સ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજા એક દરોડામાં ગઢડા પોલીસે હામાપર ગામે પ્રાથમિક શાળા પાસે કિરીટ પ્રેમજીભાઈ બાવળિયાના મકાન પાસે જાહેર લાઈટના અંજવાળે તીનપત્તીનો જુગાર રમતા કિરીટ પ્રેમજીભાઈ બાવળિયા, નિલેશ વિનુભાઈ મકવાણા, ફરશુરામ ઉર્ફે લાલજી ઉમેશભાઈ યોગાનંદી, રમેશ પાસાભાઈ ઓળકિયા, રમેશ વિરજીભાઈ વણોદિયા, હરદેવ પોપટભાઈ વઢેળ, નિજામ હાજીભાઈ ચૌહાણ, ખોડા રાહાભાઈ ચાવડા અને નાનુ હીરાભાઈ ભુખરિયા નામના નવ શખ્સને રોકડ, ગંજીપાના સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં બોટાદ શહેરના સાળંગપુર રોડ, વણકરવાસમાં મકવાણાના વંડા પાસે મધરાત્રિના સમયે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા ડોલર ડાયાભાઈ ચાંચિયા અને જયરાજ રમેશભાઈ ચૌહાણ નામના શખ્સોને બોટાદ એલસીબીની નાસતા-ફરતા સ્કવોડની ટીમે ઝડપી લઈ બન્ને શખ્સ સામે બોટાદ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.


Google NewsGoogle News