Get The App

શહેરમાં ગંદકી ફેલાવતા 12 આસામી પાસેથી રૂ. 38 હજારનો દંડ વસુલાયો

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
શહેરમાં ગંદકી ફેલાવતા 12 આસામી પાસેથી રૂ. 38 હજારનો દંડ વસુલાયો 1 - image


- સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાપાલિકાના જુદા જુદા વિભાગે કામગીરી હાથ ધરી 

- ટ્રક-ટ્રેકટરના 17 ફેરા કરી 36.19 ટન કચરાનો નિકાલ કરાયો : રખડતા ઢોર પકડવા, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ સહિતની કામગીરી હાથ ધરાઈ  

ભાવનગર : ભાવનગર શહેરના મોતીતળાવ સહિતના કેટલાક વિસ્તારમાં આજે શુક્રવારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાપાલિકાના જુદા જુદા વિભાગે કામગીરી હાથ ધરી હતી, જેમાં ગંદકી ફેલાવતા કેટલાક આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. 

મહાપાલિકાએ સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજે શુક્રવારે સફાઈ સહિતની કામગીરી હાથ ધરી હતી, જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના વી.આઈ.પી.થી મોતીતળાવ નાળા અને ત્યાંથી કુંભારવાડા રેલવે ફાટક તરફનાં રસ્તે જાહેરમાં રોડ પર ગંદકી/ન્યુસન્સ ફેલાવતા કુલ ૧૨ આસામી પાસેથી ગંદકી કરવા સબબ રૂ. ૩૮,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વી.આઈ.પી. થી મોતીતળાવ નાળા અને ત્યાંથી કુંભારવાડા રેલવે ફાટક તરફનાં રસ્તે બાકી રહેતા ભાગમાં બંને સાઈડ આજુબાજુના વિસ્તારમાં તમામ વિભાગોની સંયુક્ત ડ્રાઇવ યોજી કુલ ૯ જેસીબી, ૧૨ ટ્રક તેમજ ૩ ટ્રેકટર તથા ૩૪ સફાઇ કામદારો દ્વારા કચરો, બાવળ, ઝાડી ઝાંખરા, પ્લાસ્ટીક વિગેરે એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવેલ અને ડીવાઇડર તેમજ રસ્તા ઉપરના ગાંડા બાવળ, બિનજરૂરી વનસ્પતીઓ વિગેરે દુર કરવાની તેમજ ખાડાઓના પૂરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવાની, બોક્ષ ડ્રેઇન સાફ કરવાની, નાળા વિસ્તારમાં ઉગી નીકળેલ ઝાંડી-ઝાંખરા, બાવળ, વનસ્પતીઓ, કચરો દુર કરવાની તથા એસ્ટેટ વિભાગેથી દબાણ હટાવની અને પશુ ત્રાસ નિયંત્રણ વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

સફાઇ ઝુંબેશની કામગીરી દરમિયાન ટ્રક ના કુલ ૧૨ અને ટ્રેક્ટરના કુલ ૧૫ ફેરા કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત કુલ ૩૬.૧૯ ટન જેટલો કચરો, બાવળ, ઝાડી ઝાંખરા, પ્લાસ્ટીક, સી એન્ડ ડી વેસ્ટ, ખરાબો વિગેરે એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરના તમામ વોર્ડમાં મુખ્ય તેમજ આંતરીક રસ્તાઓની, રહેણાંકીય એકમોની, જાહેર સ્થળોની આસપાસ સઘન સફાઇ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં કુલ ૭૮૮ સફાઇ કામદારોની સાથોસાથ શ્રમદાન માટે ૯૪૩ શહેરીજનો જોડાયા હતા, જેમાં અંદાજીત કુલ ૯૦.૩૦ ટન કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવેલ અને આ કામગીરી માટે અંદાજીત ૩૧૫૨ કલાક શ્રમદાન આપવામાં આવેલ છે તેમ મનપાએ જણાવેલ છે. 


Google NewsGoogle News