ધોરાજીમાં ધમધમતી જુગાર ક્લબમાં જુગટુ રમતા 11 શખ્સો ઝડપાયા

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
ધોરાજીમાં ધમધમતી જુગાર ક્લબમાં જુગટુ રમતા 11 શખ્સો ઝડપાયા 1 - image


જૂગાર ક્લબનાં સંચાલક અને મકાન માલિકની પોલીસ દ્વારા શોધખોળ

બહારપરા વિસ્તારમાં દરોડો પાડી રૂા.૧૮૩૫૦૦ની રોકડ રકમ અને મોબાઇલ ફોન કબજે કરાયા, ૧૨ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી

ધોરાજી: ધોરાજી બહારપુરા મોરી મસ્જિદ પાસે ધમધમતી જુગાર ક્લબ પર રાજકોટ રૂરલ એલસીબીએ રેડ પાડી હતી. જેમાં ૧૧ આરોપી પકડાયા હતા જ્યારે મુખ્ય 

સંચાલક શખ્સની શોધખોળ હાથ ધરાઈ હતી. સ્થળ પરથી રૂ.૩.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. 

એલસીબીની ટીમ ધોરાજી સિટી વિસ્તારમાંથી પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, બહારપુરામાં મોરી મસ્જિદ પાસે રહેતો મોહસીન ઈબ્રાહીમ કલીવાલા 

પોતાન કબ્જા ભોગવટાના મકાનમાં સલીમ શેખ સાથે મળી તીનપત્તીનો જુગાર રમાડે છે.બાતમી વાળા સ્થળે દરોડો પાડતા સલીમ વલી શેખ (રહે. ધોરાજી 

ખ્વાજા દરગાહ પાછળ), લતીફ અબ્બાસ ચખાલી (રહે. ચીસ્તીયા કોલોની ધોરાજી), વસીમ વલી શેખ (રહે. ધોરાજી ખ્વાજા  દરગાહ પાછળ), અસ્ફાક અશરફ 

દેરડીવાલા (રહે. અલીનગર કોલોની ધોરાજી), આમીર સલીમ ધાંચી (રહે. ધોરાજી વોકરા કાંઠે), મહંમદનદીમ હનીફભાઈ ગરાણા (રહે. લાલશાહ બાપુની દરગાહ 

પાસે ધોરાજી), ફારૂક બોદુ મલેક (રહે. જુના ઉપલેટા રોડ રાધેનગર ધોરાજી), અનવર ઓસમાણ ખોરાણી (રહે. ધોરાજી હાથીખાના વોકળા કાંઠે), ઈમરાનભાઈ 

ઈબ્રાહીમભાઈ નોટીયાર (રહે. કુંભારવાડા ભગત શેરી ધોરાજી), કરણ વાલજી પરમાર  અને તોસીફ તુફેલ ચામડીયા  એમ ૧૧ જુગારી મળી આવ્યા હતા. આ 

તમામની એલસીબી ટીમે ધરપકડ કરી હતી. જ્યારે મકાન માલિક અને ક્લબ સંચાલક મોહસીન કલીવાલા હાજર ન મળી આવતા તેની શોધખોળ શરૂ કરવામાં 

આવી છે.

જુગારના પટ્ટમાંથી એલસીબીએ રૂ.૧,૮૩,૫૦૦ની રોકડ, રૂ.૧,૫૦,૦૦૦ના ૯ મોબાઈલ ફોન, મળી કુલ રૂ.૩,૩૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ૧૨ આરોપી સામે 

ધોરાજી સિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. 


Google NewsGoogle News