ભાવનગર પોલીસ બેડાના 10 પીએસઆઈ ત્રણ મહિનાની તાલીમ માટે કરાઈ મોકલાયા
- પોલીસ વિભાગ દ્વારા લેવાતી ખાતાકીય પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર
- કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બને, ક્રાઈમ રેટમાં ઘટાડો નોંધાય તે માટે અપાતી તબક્કાવાર ટ્રેનિંગ
પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બને અને ક્રાઈમ રેટમાં ઘટાડો નોંધાય તે માટે તબક્કાવાર ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને સાઈબર ક્રાઈમ અને ખાતાકીય પરીક્ષાઓ આપીને ઉત્તિર્ણ થયેલા અધિકારીઓને ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડમી કરાઈ ખાતે વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તેવામાં પોલીસ તંત્રમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા ખાતાકીય પરીક્ષા આપી ઉત્તિર્ણ થયેલા અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર બનેલા અધિકારીઓને બે તબક્કામાં કરાઈ ખાતે કાયદો અને વ્યવસ્થા સહિતની ટ્રેનિંગો આપવામાં આવતી હોય છે. ડાયરેક્ટ સિલેક્ટ થયેલા અધિકારીઓને છ માસની કરાઈ ખાતે ટ્રેનિંગ આપવામાં આવે છે. આ અધિકારીઓ છ માસની ટ્રેનિંગ પ્રાપ્ત કરી પોલીસ તંત્રમાં અલગ અલગ પોલીસ મથકોમાં પોસ્ટિંગ પ્રાપ્ત કરે છે અને પોતાની ફરજો અદા કરતા હોય છે. મોડ-૨માં ફરજો બજાવતા પોલીસ કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા આપીને ઉત્તીર્ણ થયેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બે તબક્કામાં કરાઈ ખાતે ટ્રેનિંગ હોય છે. જ્યારે ભાવનગર પોલીસ બેડામાં પોસ્ટિંગ પામેલા ૧૦ પોલીસ સબ ઈન્સ્પેક્ટર હાલ બીજા તબક્કાની ત્રણ માસની કાયદો અને વ્યવસ્થાની ટ્રેનિંગ કરાઈ ખાતે લઈ રહ્યા છે. ૧૦ પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રથમ તબક્કાની ત્રણ માસની ટ્રેનિંગ પ્રાપ્ત કરી ભાવનગર ખાતે પોસ્ટિંગ પામ્યા હતા. અને બીજા તબક્કાની ટ્રેનિંગ કરાઈ ખાતે લઈ રહ્યા છે. ટ્રેનિંગ પૂર્ણ થઈ આ ૧૦ પોલીસ સબ ઈન્સ્પેક્ટર પોતાની પુનઃ ફરજ પર હાજર થઈ વધુ મજબૂતીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ પર નજર રાખી સંભાળશે. પોલીસ સબ ઈન્સ્પેક્ટરોને કરાઈ ખાતે કાયદો અને વ્યવસ્થા સાઈબર ક્રાઈમની સાથોસાથ નવા કાયદાઓ અંગેનું જ્ઞાાન અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ભાવનગર પોલીસ તંત્રના ૧૦ પોલીસ સબ ઈન્સ્પેક્ટર હાલ કરાઈ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેમજ ત્રણ માસની ટ્રેનિંગ પૂર્ણ કરી પોત પોતાના પોલીસ મથકોમાં પોતાની ફરજો સંભાળી લેશે તેની સાથે સાથ ભાવનગર પોલીસ તંત્રને ટ્રેનિંગ પામેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર દ્વારા કાનૂની વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે તેમ ભાવનગર જિલ્લા પોલીસ વડા ડો.એસ.પી હર્ષદ પટેલે જણાવ્યું હતું.
કરાઈ ખાતે ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર
પીએસઆઈ વિજયકુમાર વિક્રમભાઈ ધ્રાંગુ (એલ.સી.બી. શાખા), પીએસઆઈ અલ્કેશકુમાર ગજાનંદભાઈ બ્રીદ (બોરતળાવ પોલીસ સ્ટેશન),પીએસઆઈ મનીષકુમાર ગંગારામભાઇ મકવાણા (ઘોઘારોડ પોલીસ સ્ટેશન), પીએસઆઈ ચંદુલાલ પીઠાભાઈ રાઠોડ (બોરતળાવ પોલીસ સ્ટેશન), પીએસઆઈ સંજયસિંહ અજીતસિંહ ઝાલા (મહુવા ટાઉન પોલીસ સ્ટેશન), પીએસઆઈ મહિપતસિંહ છત્રસિંહ ચુડાસમા (વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન), પીએસઆઈ રવિન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ સોલંકી (મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી-મહુવા), પીએસઆઈ હરેશકુમાર શ્યામબરન તિવારી (દાઠા પોલીસ સ્ટેશન), પીએસઆઈ વિક્રમસિંહ ચંદુભા જાડેજા (લીવ રિઝર્વ-પોલીસ હેડ ક્વાર્ટર, ભાવનગર હાલ એટેચ એસ.એમ.સી.) અને પીએસઆઈ મુસ્તુફાભાઇ જબ્બારભાઇ કુરેશી (બોરતળાવ પોલીસ સ્ટેશન)નો સમાવેશ થાય છે.