પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 10 ચાલકોની ધરપકડ

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 10 ચાલકોની ધરપકડ 1 - image


અનધિકૃત રીતે વાહન પાર્ક કરનારા અને નશો કરી વાહન ચલાવનાર સામે પોલીસ કાર્યવાહી

પોરબંદર: પોરબંદર શહેર અને જીલ્લામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને આડેધડ વાહન ચલાવનારા,ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરનારા અને નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરીને દસશખ્શોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાગાબાપાના આશ્રમ પાછળ રહેતો મુર્ગન કુપન આચાર્ય,ખારવાવાડની મીઠી મસ્જીદ પાસે રહેતો લાલજી ઉર્ફે કાળો બુધ્ધુ ટોડલમલ,છાંયાના વૈશાલીનગરમાં રહેતો હરીશ ભીખુ મકવાણા દારૂ પીધેલી હાલતમાં મોપેડ લઇ અલગ-અલગ વિસ્તારોમાંથી નીકળતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી.બોખીરામાં આવેલા નારાયણનગરમાં રહેતો અજય ભરત રાણાવાયા લીમડાચોક વિસ્તારમાંથી એકટીવા લઈને કાવા મારતો નીકળતા પોલીસે પકડી પાડયું હતો.છાંયા નગરપાલિકા કચેરી સામે રહેતો વસીમમોહમદ હુસૈન સુમરા પ્યાગો રીક્ષા લઈને કાવા મારતો એસ.વી.પી.રોડ પરથી નીકળતા પોલીસે ધરપકડ કરી હતી.રાણાવાવના સૈયદ ફળિયામાં રહેતા યુનુસ ઈબ્રાહીમ વિશળે સુદામાચોકમાં ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા પાર્ક કરતા પોલીસે ધરપકડ કરી છે.છાંયા મહેર સમાજ સામેની ગલીમાં રહેતા જીજ્ઞોશ કિશોર સાણથરાએ પોતાના કબ્જાવાળી સી.એન.જી.રીક્ષા સુદામાચોકના સીટી બસ સ્ટેન્ડ સામે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી.નવી ખડપીઠ પાસે રહેતા રાકેશ હિતેષ સોલંકીએ પોતાના કબ્જાવાળી ફ્ટની લારી હનુમાનગુફા પોલીસચોકી પાસે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા ધરપકડ થઇ છે.મુળ મધ્યપ્રદેશ તથા હાલ રાણાવાવ રહેતો મુકેશ અબ્લા જમરા દારૂ પીધેલી હાલતમાં બોલેરો લઇ નીકળતા પોલીસે તેની ધરપકડ કરી હતી.ભાણવડ નજીક મોખાણા ગામે રહેતા કિરણ અરજન મોરીએ પોતાની સ્વીફ્ટ કાર ગોઢાણા ગામના બસ સ્ટેશન પાસે ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા પોલીસે પકડી પાડયો હતો.


Google NewsGoogle News