ભાવનગર લોકસભા બેઠક પર પાંચ વર્ષમાં 10.58 % સ્ત્રી, 9.64 % પુરૂષ મતદારો વધ્યા
- લોકશાહીના ભાગ્યવિધાતા : વર્ષ- 2019 ની ચૂંટણીમાં 17.34 લાખ મતદારો હતા, 5 વર્ષમાં 1.75 લાખ વધ્યા
- 5 વર્ષમાં ભાવનગર લોકસભા બેઠક પર 87,927 સ્ત્રી મતદારો, 87,131 પુરૂષ મતદારો વધ્યા
વર્ષ-૨૦૧૯ના એપ્રિલ માસમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કુલ ૧૭,૩૪,૧૨૪ મતદારો નોંધાયા હતા. જેમાં ૯,૦૩,૭૯૨ પુરૂષ મતદારો જ્યારે ૮,૩૦,૨૯૯ સ્ત્રી મતદારાનો સમાવેશ થાય છે. જયારે પાંચ વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યામાં સરેરાશ ૧.૭૫ લાખ મતદારાનો વધારો થયો છે. વર્ષ-૨૦૧૯ની સ્થિતિએ પાંચ વર્ષ દરમિયાન સરેરાશ ૧૦.૦૯ ટકાના વધારા સાથે કુલ મતદારો ૧૯,૦૯,૧૯૦ મતદારો નોંધાયા છે. જેમાં ૯.૬૪ ટકાના વધારા પુરૂષ મતદારોની સંખ્યામાં ૮૭,૧૩૧નોંવધારો નોંધાયો છે. સાથે જ આ ચૂંટણીમાં કુલ ૯,૯૦,૯૨૩ પુરૂષ મતદારો નોંધાયા છે. જ્યારે ગત ચૂંટણીની સરખામણીએ ૧૦.૫૮ ટકાના નોંધપાત્ર વધારા સાથે સ્ત્રી મતદારોની સંખ્યામાં ૮૭,૯૨૭નો વધારો નોંધાયો છે. સાથે જ આ વખતેે સ્ત્રી મતદારોની સંખ્યા વધીને ૯,૧૮,૨૨૬એ પહોંચી છે.તો, આ વખતે ૪૧ અન્ય મતદારો પણ નોંધાયા છે. જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહત્વપૂર્ણ છે કે, આ વખતે પુરૂષોની સરખામણીએ સ્ત્રી મતદારોની સંખ્યામાં વધારો થયો છે.