Get The App

રજા ટૂંકાવી, કાલે સાંજે 6 વાગે ચીફને મળવા આવી જાવ

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
રજા ટૂંકાવી, કાલે સાંજે 6 વાગે ચીફને મળવા આવી જાવ 1 - image


- પરિવાર સાથે હરિદ્વાર ગયેલા અમિતને ફોન પર બીગ બોસનો સંદેશો મળ્યો

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-4

- બીગ બોસે કહ્યું, તમે બાહોશ જાસૂસ છો, તમારું ઈસ્લામાબાદ પોસ્ટિંગ કરાયું છે

- ઈસ્લામાબાદ રવાના થવા માટે બીગ બોસે અમિતને, ૩ અઠવાડિયાનો સમય આપ્યો..

જહાંગીરને આવી ખોટી માહિતી અમિત આપતો રહ્યો. અને શ્રીકુમાર ભારતીય દૂતાવાસમાં એક સામાન્ય કારકુન જ હોવાની વાત એના મનમાં 

ઠસાવી દીધી. જહાંગીરે આ બધી બાતમી અમિતના બંગલે જાસૂસી કરવા આવતા પાકિસ્તાની જાસૂસોને આપી. પરિણામ એ આવ્યું કે શ્રીકુમારનું નામ ૈંજીૈં ના વોચ લિસ્ટમાંથી કાઢી  ંનંખાયું...! એ પછી પાક.જાસૂસોએ એરમેન શ્રીકુમારની હેરાનગતિ કરવાનું બંધ કરી દીધું હતું.

બંગલા બહાર ઊભેલા ચોકિયાતો તરફ હળવુ સ્મિત કરી અમિતે દૂતાવાસની દિશામાં કાર હંકારી....

થોડી સેકન્ડોમાં અમિતે પાછળ નજર કરી તો કાળા કલરની કાર તેનો પીછો કરી રહી હતી. તેની કારની પાછળ લગોલગ એ કાળી કાર આવતી હતી. પણ ઝીણા એવન્યૂ તરફ જવા માટે જમણી તરફ વળાંક લેતી વખતે અમિતે કારના 'સાઈડ મિરર' ેમાંથી પાછળ નજર કરી તો જાસૂસી કરતી કાળી કાર હવે તેની પાછળ નહોતી.

રોજેરોજ અમિતનો આ રીતે પીછો કરવાનું કંટાળાજનક કામ છોડીને પાકિસ્તાની જાસૂસો કદાચ સીધા ભારતીય દૂતાવાસ પહોંચીને બીજું કોઈ પડકારજનક જાસૂસી કામ હાથ પર લેવા બીજા રસ્તે વળી ગયા હશે, તેમ વિચારતો અમિત જૂની એક ઘટનાના વિચારમાં સરકી ગયો.....

દિલ્હીથી અચાનક ઈસ્લામાબાદનું... પોસ્ટિંગ કઈ રીતે થયું, એ ઘટના અમિતના મનમાં દ્રઢ રીતે અંકિત થઈ ગઈ હતી. એ વાત ફરી અમિતના માનસપટ પર જીવંત થઈ...

ગુરૂવારની સાંજ ઢળતી હતી. પત્ની અને મિત્રો સાથે અમિત હરિદ્વારમાં રજાઓનો આનંદ માણતો હતો. બીજે દિવસે મળસ્કે ૫.૩૦ વાગે ગંગાઘાટ પરની અલૌકિક આરતી માટે વહેલા ઊઠી શકાય તે માટે બધા હોટલની રૂમમાં જઈ વેળાસર સૂઈ જવાના આશયથી છૂટા પડવાની તૈયારી કરતા હતા તેવામાં જ અમિતને દિલ્હીથી ફોન આવ્યો.

દિલ્હીમાં એજન્સીના કંટ્રોલરૂમના ઈન્ચાર્જે એજન્સીના વડાનો સંદેશો આપતા કહ્યું, રજાઓ ટૂંકાવી તમારે આવતીકાલે સાંજે ૬ વાગે ચીફને તેમની ઓફિસમાં મળવાનું છે.

ચીફના આવા સંદેશાથી અમિત મૂંઝવણમાં મૂકાઈ ગયો. રજાઓ ટૂંકાવી તાકીદે દિલ્હી પહોંચીને ચીફને મળવા જવાના અચાનક આવી પડેલા આ સંદેશા પાછળનું કારણ અમિતની સમજમાં ન આવ્યું ચીફ મને તાત્કાલિક મળવા બોલાવે એવી કોઈ મોટી ગફલત, બેદરકારી કે ગલતિ તો કરી નથી, પછી આવો સંદેશો શા માટે ? તેના સાથી કર્મચારીઓ કે સિનિયરે ચીફને તેની વિરૂધ્ધ કોઈ ફરિયાદ કરી હોય તેવી સંભાવના પણ નહોતી, એજન્સીમાં અમિતની છાપ એક બાહોશ અને ચકોર જાસૂસ તરીકેની હતી. 

અમિત થોડો નર્વસ એટલા માટે થઈ ગયો કે એજન્સીના હાલના ચીફને આ પહેલી જ વખત મળવાનું થવાનું હતું. અમિતથી પાંચ રેન્ક ઉપર ચીફનો દરજ્જો હતો એટલે કોઈ અગત્યના મુદ્દે ચીફ તેને ચર્ચા માટે બોલાવે તેવી શક્યતા પણ નહોતી, થોડી દહેશતમાં મૂકાઈ ગયેલા અમિતે તેના સિનિયરને ફોન કરીને ચીફના સંદેશાની વાત કરી. પરંતુ સિનિયરને પણ આ અંગેની કોઈ જ માહિતી નહોતી, આથી અમિત વધારે ગુંચવાયો.

આખી રાત અજંપામાં વીતી. બીજે દિવસે પ્રાતઃકાળે બધા ગંગા આરતીમાં ગયા, જો કે અમિતનું મન આરતીમાં નહોતું. બીગ બોસ સાથેની સૂચિત મીટિંગના વિચાર જ તેના મનમાં ઘોળાયા કરતા હતા.

આરતી બાદ બધા સત્વરે દિલ્હી જવા રવાના થઈ ગયા. સાંજે પાંચના ટકોરે અમિત એજન્સીના વડા મથકે પહોંચી ગયો. બીગ બોસ તેમના કામમાં વ્યસ્ત હોવાથી અમિતને તેમણે છેક સાંજે ૭ વાગે મળવા બોલાવ્યો.

નવા બોસને પહેલી જ વાર મળવાનું થતું હોવાથી અમિત મનમાં થોડી ગભરાટની લાગણી સાથે બોસની વિશાળ ચેમ્બરમાં પ્રવેશ્યો.બોસે તેને બેસવા ઈશારો કર્યો. બોસના મોટા ડેસ્કની સામે મુલાકાતીઓ માટેની ખુરશીમાં અમિત બેઠો. તેની બાજુની ખુરશીમાં એજન્સીના એક સિનિયર અફસર જતિન સાઠે બેઠેલા હતા.

બોસે અમિત સામે નજર ઠેરવતા કહ્યું, રજાના દિવસે તમને ઓફિસમાં બોલાવવા પડયા તે બદલ સોરી, પણ એક સારા ન્યૂઝ આપવાના હોવાથી મને થયું કે તમને રૂબરૂ બોલાવીને જ હું એ ન્યૂઝ આપું. તમારે ત્રણ અઠવાડિયામાં જ પાકિસ્તાન જવાની તૈયારી કરી લેવી પડશે.

બોસની વાત સાંભળી અમિત વધારે મૂંઝવણમાં મૂકાયો. આ ન્યૂઝનો કેવો પ્રતિભાવ આપવો એની અમિતને સમજ ન પડી. દરેક ઓફિસરને વિદેશમાં પોસ્ટિંગ મળે તેવી ઈચ્છા રહેતી હોય છે  પણ ઈસ્લામાબાદનું પોસ્ટિંગ તો એક દુઃસ્વપ્ન છે અને જે અફસર સિનિયરોની નજરમાંથી ઊતરી ગયો હોય તેવાને ઈસ્લામાબાદ જેવી જગ્યાએ સામાન્ય રીતે ધકેલાતા હોય છે.

પણ મને સુખદ આશ્ચર્ય ત્યારે થયું જયારે બોસે વાત આગળ વધારતા ઉમેર્યૂં, '' મને એવી માહિતી મળી છે કે તમે જાસૂસીના કામમાં અત્યંત કુશળ અને બાહોશ છો. વિદેશમાં જાસૂસી માટેના સ્ત્રોત (સોર્સ) ઊભા કરવામાં તમે માહેર છો. જો મારી આ માહિતી સાચી હોય તો તમારી આ બાહોશી ઈસ્લામાબાદમાં ખૂબ કામમાં આવશે. કારણ ત્યાં ચીલાચાલુ રીતરસમથી જાસૂસી કરવાનું કામ બહુ જોખમી છે. 

તમારા એન્યૂઅલ સી.આર. જોતા તેમા ંતમારા એક સિનિયરે રિમાર્ક કરેલી છે કે તમે એવા બાહોશ જાસૂસો પૈકીના એક છો, જેમની પ્રજાતિ હવે લુપ્ત થઈ રહી છે. વળી આવી રિમાર્ક લખનાર અફસરને હું ઓળખું છું, કોઈ નક્કર વજુદ વગર એ કોઈના આ રીતે વખાણ કરે તેવા નથી.

 અમિત વધુ મૂંઝવણમાં મૂકાયો.મનોમન મોટી ગડમથલચાલી કે,  તેનામાં આટલો બધો વિશ્વાસ મૂકનાર ચીફ પ્રત્યે અહેસાનમંદની લાગણી વ્યકત કરવી કે પછી જયાં કોઈ જવા તૈયાર નથી એવા ઈસ્લામાબાદમાં પોસ્ટિંગ કરવા બદલ બીગ બોસ સમક્ષ સંતાપ કે ઊકળાટ ઠાલવવો. 

પણ બોસે તેની પાસે બીજો કોઈ વિકલ્પ બાકી રાખ્યો નહોતો. 

તારે ઈસ્લામાબાદ જવું છે કે નથી જવું? એવું બોસે નહોતું પૂછયું. વળી ત્રણ અઠવાડિયામાં ઈસ્લામાબાદ જવા આડે તારે કોઈ વ્યક્તિગત સમસ્યા તો નથી ને ? એવું પણ બોસે તેને પૂછયું નહોતું.

આથી ઊલ્ટું, બોસે તેની કામગીરીના વખાણ કર્યે રાખતા, હવે અમિત માટે ઈસ્લામાબાદ જવા સિવાયનો કોઈ માર્ગ બચ્યો નહોતો.

બોસે વાત આગળ વધારતા અમિતને કહ્યું,'' પાકિસ્તાનમાં કામ કરી ચૂકેલા અફસરોનું કહેવું છે કે ત્યાંના માણસોને ફોડી બાતમી મેળવવાના સ્ત્રોત ઊભા કરવાનું, સાદી સરળ ભાષામાં કહીએ તો ઈસ્લામાબાદ જઈ ત્યાંના કોઈ માણસને ભારત માટે જાસૂસી કરવા તૈયાર કરવાનું કામ બહુ જ જોખમી છે.

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News