Get The App

સર્જનાત્મકતા કેળવવા માટે ઓશોનો ક્રાંતિકારી માર્ગ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
સર્જનાત્મકતા કેળવવા માટે ઓશોનો ક્રાંતિકારી માર્ગ 1 - image


- એક તાજગી ભર્યો નૂતન માર્ગ જે તમારા જીવનનો બોજ હલકો કરી દેશે...

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- મગજમાં સચવાતી બે પ્રકારની યાદો વિશે ઓશોની સચોટ તલસ્પર્શી છણાવટ

- સત્ય ઘટનાની યાદો અને મનોવૈજ્ઞાાનિક અસર પાડતી માનસિક યાદો

ઓશોના વિચારો તદ્દન તાજગીસભર નૂતન હતા, એટલે જ એમના સમયગાળામાં એ વિચારો અત્યંત ક્રાંતિકારી અને વિદ્રોહજનક લેખાતા હતા. ખાસ કરીને સેક્સ પરના તેમના અતિ મૌલિક વિચારોનો સ્વાભાવિક રીતે જ ખૂબ વિરોધ થતો હતો. ક્રીએટિવિટી - સર્જનાત્મકતા વિશેના તેમના વિચારો પણ તમને બેઘડી વિચાર કરતા કરી મુકે તેવા છે.

આજથી લગભગ પચ્ચીસેક વર્ષ અગાઉ સર્જનાત્મકતા વિશે ઓશોનું પુસ્તક 'ભિીચૌપૈાઅ'  પ્રકાશિત થયું હતું. પ્રસ્તાવનામાં જ ઓશો લખે છે કે સર્જનાત્મકતા એ અસ્તિત્વનો સૌથી મોટો વિદ્રોહ છે. તમારે સર્જન કરવું હોય તો બધા બંધનો ત્યજવા જોઇએ, નહીં તો તમારી સર્જનાત્મકતા નકલ સિવાય બીજું કાંઇ નહીં હોય. 

ટોળાશાહીનું મનોવિજ્ઞાાન અસર્જનાત્મક છે. તમે સર્જક તો જ થઇ શકો જો તમે એક સ્વતંત્ર વ્યક્તિ હો એક ટોળાશાહીના વિચારના ભાગરૂપે તમે સર્જન નહી કરી શકો. સર્જનાત્મક એ વ્યક્તિગત સ્વાતંત્ર્યની સુગંધ છે. એક સર્જક વ્યક્તિમાં આંતરદ્રષ્ટિ હોય છે. અગાઉ કોઇએ જે કદી જોયું નથી, એ તે જોઇ શકે છે. અગાઉ કોઇએ સાંભળ્યું નથી, તે એ સાંભળે છે. - ઓશોના મતે આને સર્જનાત્મકતા કહેવાય.

સર્જનાત્મકતાનો અર્થ છે નવીન, નવીનતાવાળું, અસલ. સર્જનાત્મક એટલે તાજું, અજાણ્યું. તમારે એના માટે મોકળા મનના ખુલ્લા રહેવું પડે, ભેઘ્ય રહેવું પડે.

તમારા હૃદયમાં એક ગીત છે, જે હજી ગાવાનું બાકી છે. તમારી પાસે એક નૃત્ય છે, પણ એ નૃત્ય અદ્રશ્ય છે અને એ ગીત - અરે, તમે પણ હજી જેને નથી સાંભળ્યું. એ ખૂબ ઊંડે છૂપાયેલું છે, ક્યાંક તમારા અંતઃસ્તલના ગર્ભમાં. તેને તમારે સપાટી પર લાવવાનું છે, એ જ 'સ્વ' ની પ્રત્યક્ષતા છે. અને એજ સર્જનાત્મકતા છે.

સર્જનાત્મકતા પ્રાપ્ત કરતા પહેલા તમારી સમક્ષ ઊભા થતા ચાર પ્રશ્નોની, ચાર અવરોધોની ઓશોએ આ પુસ્તકમાં વિશદ છણાવટ કરી છે.

'યાદ શક્તિ અને કલ્પના શક્તિ' શીર્ષક હેઠળના પ્રકરણમાં તેમણે બે અલગ અલગ પ્રકારની યાદશક્તિની લંબાણપૂર્વક સમજ આપી છે અને તેમાંથી કયા પ્રકારની યાદશક્તિને કેમ પડતી મુકવી તેની પણ સરળરીતે સ્પષ્ટતા કરી છે. કેવળ સર્જનાત્મકતા માટે જ નહીં, કિંતુ માણસે મનની શાંતિ માટે અને મનનો ભાર ઓછો કરવા માટે પણ કેટલીક ઘટનાઓને પોતાના મગજમાંથી (દેશવટાની જેમ) મગજવટો આપવો અનિવાર્ય છે.

ઓશો કહે છે, તમે મને સમજ્યા જ નથી. પણ એ સ્વાભાવિક છે. મને સમજવો અશક્ય છે. કારણ કે મને સમજવા માટે તમારે તમારી સ્મૃતિ, યાદશક્તિ ગુમાવવી પડે. મને સમજવામાં તમારી સ્મૃતિ નડતર છે. તમે ફક્ત મારા શબ્દો સાંભળો છે અને પછી તમારા ભૂતકાળની સ્મૃતિ પ્રમાણે તે શબ્દોનું અર્થઘટન કરો છે. તમે વાસ્તવમાં નહીં હો તો મને નહીં સમજી શકો. મળવું શક્ય તો જ બને જો તે ક્ષણે તમે મારી સાથે જ હો; નહીં તો તમે શારીરિક રીતે હાજર છો, પણ માનસિક રીતે ગેરહાજર.

હું તમને સત્ય ઘટનાની યાદો જતી કરવા નથી કહેતો, એ તો મૂર્ખામી છે. તમારી સત્ય ઘટનાઓની યાદો તો જોઇએ જ. તમને તમારૃં નામ યાદ હોવું જોઇએ. તમારા પિતાજી-માતાજી કોણ છે તમારી પત્ની-બાળકો કોણ છે અને તમારૃં સરનામું પણ યાદ હોવું જોઇએ.

સ્મૃતિ એટલે માનસિક યાદો. જ્યારે તમને કોઇ ઘટનાની મનોવૈજ્ઞાાનિક અસર થતી હોય ત્યાં પ્રશ્ન ઊભો થાય છે. આ બન્ને વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયત્ન કરો. 

ઓશોએ આ સંદર્ભમાં એક સચોટ દાખલો આપ્યો છે.

ધારો કે ગઇકાલે કોઇએ તમારૃં અપમાન કર્યૂં. આજે એ માણસ ફરી તમારી સામે આવ્યો. સત્ય ઘટનાની યાદ એ છે કે, આ માણસે ગઇકાલે મારૃં અપમાન કર્યૂં હતું. પણ માનસિક યાદ એ છે કે આ માણસને જોતાં જ તમે ગુસ્સે થાવ. એને જોતા જ તમે ઉકળી ઉઠો.

આવી પરિસ્થિતિમાં તમે મગજના બીજા દ્વાર બંધ કરી દો છો, જે વાસ્તવમાં તમારે ખુલ્લા કરવા જોઇએ.

આવા સંજોગોમાં તમારે અલગથી એવું વિચારવું જોઇએ કે એ માણસ કદાચ માફી માંગવા આવ્યો હોય કે મને માફ કરો. એને કદાચ એની ભૂલ સમજાઇ હોય. તેને કદાચ અભાનતામાં કે ભાન ભૂલેલી હાલતમાં કરેલું પોતાનું વર્તન હવે સમજાયું હોય. તેને તમારી સાથે ફરી ફ્રેન્ડશિપ કરવી હોય પણ તમે તો લાગલા ઉકળી જ પડો છો. તમે ગુસ્સામાં છો અને તેની સાથે ઘાંટા પાડીને વાત શરૂ કરો છો.

તમને તેનો અત્યારનો ચહેરો નથી દેખાતો. તમે એ જ ચહેરાની અસરમાં છો, જે તમે કાલે જોયો હતો. પણ કાલ એ કાલ હતી. હવે કાલ નથી રહી, આજે આજ છે. વર્તમાન છે, કાલ ભૂતકાળમાં સરકી ગઇ છે. નર્મદા, તાપી, સાબરમતીમાં પછી તો કેટલું બધુ પાણી વહી ગયુ? એ પેલો માણસ હવે નથી રહ્યો. ચોવીસ કલાકમાં તો ઘણો ફેર પડી ગયો છે અને તમે પણ એના એ જ વ્યક્તિ નથી રહ્યા.

સત્ય ઘટનાવાળી યાદ કહે છે, આ માણસે ગઇકાલે મારૃં અપમાન કર્યૂં હતું. પણ આજે એ ''મારૃં'' બદલાઇ ગયું છે અને એ માણસ પણ બદલાઇ ગયો છે, તેથી જાણે કે તે બનાવ જે બે  વ્યક્તિઓ વચ્ચે બન્યો તેની સાથે હવે તમને કોઇ નિસ્બત જ નથી. એમ વિચારશો તો પછી માનસિક રીતે તમે સ્વતંત્ર છો. તમારે એમ કહેવાની જરૂર નથી કે, મને હજી ગુસ્સો આવે છે.

ગઇકાલવાળી અપમાનની ઘટના યાદ છે. પણ તેની મનોવૈજ્ઞાાનિક અસર (ઁજઅબર્રર્નયૈબચન ચકકીબાર્ચૌહ) રહી નથી. જો આમ થશે તો પછી તમે એમ નહીં કહો કે હજી મને તેના પર ગુસ્સો છે.  તમે હળવા ફૂલ બની જશો. તમારા માથા પરનો ભાર, તમારા મસ્તક પરનો બોજ અચાનક જ ગાયબ થઇ જશે અને ભારવિહિનતાનો ગજબનો અહેસાસ તમને થશે...

ઓશોએ આનાથી પણ વધારે ચોટદાર એક ઘટના આ જ સંદર્ભમાં ટાંકી છે. આ ઘટના તથાગત ભગવાન બુધ્ધના જીવનની છે.

એક માણસ આવીને બુધ્ધના મોં પર થૂંક્યો. તે ખૂબ ગુસ્સામાં હતો. એ જમાનામાં પણ પાખંડી ધર્મગુરૂઓ હતા. બુધ્ધ, ધર્મગુરૂઓ ક્રોધિત થાય એવી વાતો કરતા હતા. પેલો માણસ બ્રાહ્મણ હતો. તેને બુધ્ધની આવી વાતોથી ખૂબ ગુસ્સો ચઢ્યો હોવાથી એ બુધ્ધ પાસે જઇ તેમની પર થૂંક્યો હતો.

બુધ્ધે શાંતિપૂર્વક પોતાના ખેસથી મોં લૂછી નાંખ્યું અને પછી પેલા બ્રાહ્મણને પૂછ્યું: તારે બીજું કાંઇ કહેવું છે.?

ભગવાન બુધ્ધનો પટ્ટશિષ્ય આનંદ ખૂબ ગુસ્સે ભરાયો તે એટલો ગુસ્સામાં હતો કે તેણે બુધ્ધને કહ્યું, ''આ માણસને સીધો કરી દેવાની મને મંજૂરી આપો. હવે બહું થયું, તેનો આ વર્તાવ હું સહન નથી કરી શકતો.

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News