વેજીટેબલ જીલેટીન કેપસ્યુઅલ બનવા લાગી છે..
- સંવેદના : મેનકા ગાંધી
નવા સંશોધનના કારણે ખોરાક માટે પ્રાણીઓની કતલ અટકશે અને તેમના પર યાતના નહીં ગુજારાય
વિશ્વમાં ૪૦૦ મિલિયન જેટલા વેજીટેરીયન અને વિગન લોકો છે. હવે જ્યારે વેજીટેબલ જિલેટીન બનાવતી કંપની આવી છે ત્યારે તે કોઇ પણ શંકા રાખ્યા વગર કેપસ્યુઅલ ગળી શકશે...
લાખો લોકો કેપસ્યુઅલ એટલા માટે નથી ખાતા કે તેનું જીલેટીન ગાય અને ડુક્કરના હાડકાના માવામાંથી બનાવાય છે. જીલેટીન એટલે કેપસ્યુઅલનું કવર.
ખોરાકમાં લેવાની ચીજોના મોરચે નવા સમિકરણો રચાઇ રહ્યા છે. જોકે તેની વર્તમાન સિસ્ટમમાં કોઇ ફેરફાર નહીં થાય પણ જે કંઇ થશે તે અંતે તો પૃથ્વીને બચાવવા જ થઇ રહ્યું છે. પ્રાણીઓના માંસની જગ્યાએ સેલ મલ્ટીપ્લાય કરીને તૈયાર કરેલું માંસ આવી રહ્યું છે.જેના કારણે ખોરાક માટે પ્રાણીઓની કતલ અટકશે અને તેમના પર યાતના નહીં ગુજારાય. એવીજ રીતે દુધ બાબતે થઇ રહ્યું છે. એવીજ રીત મરઘી વિનાના યોલ્કસ એક કંપનીએ બનાવ્યા છે. આવો આજે જીલેટીન પર વાત કરીયે.
છેલ્લા પાંચ વર્ષથી હું સરકાર પાસે એવો કાયદો લાવવા મથું છું કે ક્ેપસ્યુઅલનું જીલેટીન શાકાહારી હોવું જોઇએ. મારા જેવા લાખો લોકો કેપસ્યુઅલ એટલા માટે નથી ખાતા કે તેનું જીલેટીન ગાય અને ડુક્કરના હાડકાના માવામાંથી બનાવાય છે. જીલેટીન એટલે કેપસ્યુઅલનું કવર. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (ઘભય્ૈં) અનેક કમિટી બનાવી હતી. અનેક પ્રેઝન્ટેશન બનાવાયા હતા. અનેક મુદ્દે ચર્ચા થઇ હતી અને અંતે એવું નક્કી થયું હતું કે દરેક કેપ્સ્યુઅલ શાકાહારી હોવી જોઇએ. પરંતુ પછી તરતજ જિલેટીન ઉદ્યોગ વાળા સક્રીય થઇ ગયા હતા. જીલેટીન લોબી પ્રેસ વાળાને છાપવા મેટર આપવા લાગી હતી કે સરકાર દવાઓનો ભાવ વધારી દેવા માંગે છે. શાકાહાર વાળી કેપસ્યુઅલના વિરોધમાં જિલેટીન લોબીએ તેનો પાવર બતાવ્યો હતો. તેમણે એવું ચલાવે રાખ્યું હતું કે શાકાહારી કેપસ્યુઅફેરફાર લ મોંધી પડે જેથી દવાઓના ભાવો વધી જાય. આ બધી વાતો ખોટી હતી છતાં તે જીત્યા હતા. સરકારે એવો ઓર્ડર પાસ કર્યો હતો કે ચૂંટણીઓ પાસે હોવાથી આવા કોઇ ફેરફાર શક્ય નથી. ફરી મારે એક ડે એક ઘૂંટવો પડશે. આ કામ પાંચ વર્ષ પાછળ ધકેલાઇ ગયું હતું.મને આથી બહુ દુખ થયું હતું. જીલેટીન પદાર્થમાં કોઇ સ્મેલ નથી હોતી, તેનો કોઇ કલર નથી હોતો. પ્રાણીઓની ચામડી,હાડકાં,અને અંદરની માંસ પેશીઓને એસિડ કે આલ્કલાઇનમાં સાફ કરાય છે. ગાય અને ભૂંડના અંગોનો ઉપયોગ થાય છે. જીલેટીન ગરમ પાણીમાં ઓગળે છે. તેનો ઉપયોગ ચોકલેટ, ડેઝર્ટ, કેક બનાવવામાં વપરાય છે. ઓછી ફેટ વાળા ફૂડમાં તે ફેટ વધારવા વપરાય છે. તેનો ઉપયોગ સ્વિટ, ચોકલેટ,ડેઝર્ટ, કેક, જેલીસ વગેરે બનાવવમાં થાય છે. ફૂડ ્અને બિવરેજીસ જીલેટીનનું સૌથી મોટું માર્કેટ છે. ત્યારબાદ ન્યુટ્રાસ્યુટીકલ્સ(ડાયટરી સ્પ્લીમેન્ટ), ફાર્માસ્યુટીકલ્સ, ફોટોગ્રાફી અને ફેસક્રીમ,હેર સ્પ્રે,નેલ પોલીશ જેવા કોસ્મેટીક્સના માર્કેટનો વારો આવે છે. જેના કારણે આવી પ્રોડક્ટ થોડી મોંઘી પણ પડે છે. જીલેટીનના વિકલ્પ તરીકે અગાર-અગાર, પેક્ટીન, સ્ટાર્ચ વગેરે વપરાય છે.
આ પદાર્થો મોંઘા પડતા હોઇ કંપનીઓ જીલેટીનનો ઉપયોગ કરે છે. પરંતુ ૨૦૧૫માં શરૂ થયેલી કંપની ગેલઝેને એનિમલ ફ્રી જીલેટીન શોધી કાઢી હતી. તેના કો-ફાઉન્ડર મોલીક્યુલર બાયોલોજીસ્ટ નિક ઓઝુનવો અને બેક્ટેરીયલ પેથોલોજીસ્ટ ભણેલા એલેકેસ લોરેસ્ટેની હતા. તેમના મનમાં એકજ પ્રશ્ન રહેતો હતો કે શા માટે મેડિસીનમાં સિન્થેટીક બાયોલોજીનો વપરાશ કેમ નથી કરાતો. આપણે હવે ડુક્કરને મારીને તેના પેનક્રીયાસમાંથી ઇન્સ્યુલીન કાઢવાની જરૂર નથી પડતી.
ગેલ્ટર (અગાઉ તે ગેલઝન તરીકે ઓળખાતી હતી) કેલિફોર્નીયાની કંપની છે. આ કંપનીઓએ પ્રાણીઓ વિનાની જીલેટીન મુકીને મૂળ જીલેટીન માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો હતો. વિગન બ્યુટી માર્કેટમાં તે ઉપયોગી થઇ પડી હતી. ૨૦૧૮માં તેને ભઈઉ બ્યુટી ઇનોવેશન એવોર્ડ પણ મળ્યો હતો. ભઈઉ એટલે કોસ્મેટીક એક્ઝીક્યુટીવ વુમન. જેમાં ૮,૫૦૦ જેટલા બ્યુટી ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ છે જે માર્કેટમાં કઇ બેસ્ટ છે તે શોધે છે.
સાનફ્રાન્સિસ્કો સ્થિત આ કંપનીને એનિમલ ફ્રી જિલેટીન માટેની મોટી ડિમાન્ડ મળવા લાગી હતી. પ્રાણીઓમાં કોલેજન (સાંધામાંનો માવો) તૈયાર કરીને તેને માઇક્રોબમાં ફેરવીને ગેલઝેન કંપનીએ સલામત, એનિમલ ફ્રી અને કિફાયત ભાવનું પર્યાવરણમાં મદદરૂપ એવી પ્રોડક્ટ બજારમાં મુકી હતી. ગેલઝેને પોતાની વેબસાઇટ પર ક્રૂઆલીટી ફ્રી જીલેટીન એમ લખ્યું હતું. પ્રાણીઓમાંથી કાઢેલા જીલેટીનના કારણે આર્થિક સમસ્યાઓ, પર્યાવરણની સમસ્યાઓ અને નૈતિકતાની સમસ્યાઓ ઉભી થતી હોય છે. ગેલઝન કંપનીમાં ઘણાએ રસ બતાવ્યો હતો અને રોકાણ પણ કર્યું હતું.
મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે તે જે પ્રોડક્ટ મોંમા નાખીને ચગળતા ઉપરના સ્વિટ લેયરનો આનંદ ઉઠાવે છે તે હકીકતે ડુક્કરની અંદરની ચામડી છે એવી ખબર પડે તો તે આવી પ્રોડક્ટ ક્યારેય ના ખરીદે. જો આ લોકો માંસાહારી હોય તે પણ આવી પ્રોડક્ટ ના ખાય. તે માત્ર ધાર્મિક કારણોસર નહીં પણ પ્રાણીઓના રોગના કારણે આરોગ્ય માટે પણ ખતરનાક છે.
શાકાહારી અને વિગન માર્કેટ વધી રહ્યું છે. વિગન માટે દરેકનો વિકલ્પ શોધાય છે. હાલમાં જીલેટીનનું માર્કેટ અંદાજે ત્રણ અબજ ડોલરનું છે. (હાલમાં એક કિલોનો ભાવ ૮ ડેાલર છે). એટલેજ કિંમતની દ્રષ્ટીએ પણ વિકલ્પ શોધાતો હતો.
એપ્રિલ ૨૦૧૮માં એનિમલ ફ્રી કોલેજન શોધાયું ત્યારે (શ-ર્ભનનચયી) ૨૦૨૦ સુધીમાંં તેની જોઇતી ક્વોન્ટીટી મળી રહે તેવો પ્લાન કરાયો હતો.
આમ પ્રાણીઓમાંથી મેળવાતા ખાદ્ય પ્રોટીન વગેરે જુનવાણી ભરી વાત બની જશે એમ લાગતું હતું. જો જીલેટીનનો વિકલ્પ આપતી કંપનીઓ એક સાથે પોતાનો માલ બજારમાં મુકવા તૈયાર થાય તો ૨૦ વર્ષ પછી લોકો એમ કહેવા લાગે કે આપણે શા માટે દવા તરીકે પણ બકરા કે અન્યનું માંસ ખાતા હતા?
વિશ્વમાં ૪૦૦ મિલીયન જેટલા વેજીટેરીયન અને વિગન લોકો છે. હવે જ્યારે વેજીટેબલ જીલેટીન બનાવતી કંપની આવી છે ત્યારે તે કોઇ પણ શંકા રાખ્યા વગર કેપસ્યુઅલ ગળી શકશે.વેજીટેબલ જીલેટીન બનાવતી કંપનીનો સંપર્ક તમારે કરવો હોય તો ..Email : info@geltor.com