Get The App

ડ્રગ ટેસ્ટીંગમાં ડોગનો ઉપયોગ ખોટો અને બિનજરૂરી

Updated: Mar 29th, 2021


Google NewsGoogle News
ડ્રગ ટેસ્ટીંગમાં ડોગનો ઉપયોગ ખોટો અને બિનજરૂરી 1 - image


- સંવેદના : મેનકા ગાંધી

- ડોગ પર બિનજરૂરી પ્રયોગો અટકાવીને ટેસ્ટીંગના નામે અપાતી યાતનાઓ બંધ કરવી જોઇએ

- ડોગને બહુ યાતનામાંથી પસાર થવું પડે છે. જેમકે તેમને વર્ષો સુધી પીંજરામાં કેદ રહેવું પડે છે. કેટલીક વાર તેમનું સ્વર યંત્ર કાપી નાખવામાં આવે છે.  તેમને કોઇ ઇજા પહોંચે તો તે ભસી ના શકે કે કોઇ અવાજ બહાર ના કાઢી શકે...

કોઇ ચોક્ક્સ કારણો ના હોવા છતાં દવાઓના ટેસ્ટીંગમાં  દાયકાઓથી ડોગનો ઉપયોગ થાય છે. ડોગ પર ટેસ્ટીંગ કરવાથી કોઇ ડ્રગ માન્ય ગણાતું નથી

વૈજ્ઞાાનિક સંશોધનો સાથે સંકળાયેલો સમુદાય વર્ષોથી એમ કહેતો આવ્યો છે કે વૈજ્ઞાાનીક પ્રયોગો માટે ડોગ (કૂતરૂં) કોઇ રીતે ઉપયોગી પ્રાણી નથી. દવાઓ બનાવતી કંપનીઓ સાથે સંકળાયેલા વિજ્ઞાાનીઓ પણ એમ કહેવા મથી રહ્યા છે તે માનવ શરીર માટે ઉપયોગી એવા કોઇ  ડ્રગની ચકાસણી માટે ડોગ ઉપયોગી નથી.

૩૦ વર્ષ પહેલાં મેં પર્યાવરણ મંત્રાલયમાં ભઁભજીઈછ ઉભી કરી હતી. આ એક એવું સેન્ટર હતું કે જ ે ભારતમાં પ્રયોગો માટે કયા પ્રાણી વપરાય છે તેની નોંધ રાખતું હતું. આ સેન્ટર પ્રયોગો માટેના પ્રાણીઓનો વિકલ્પ શોધી આપતું હતું. પરંતુ કમનસીબે તેમાં ટોચના વિજ્ઞાાનીઓને મુકવાના બદલે ચીલાચાલુ વિજ્ઞાાનીઓ અને ડાયરેક્ટરો મુકીને આખા સેન્ટરને અર્થહીન તેમજ બિન ઉપયોગી બનાવી દીધું હતું. તે વારંવાર મિટીંગો યોજીને એકની એક વાતની ચર્ચા કરે છે અને મહત્વના ડ્રગ્સની ફાળવણીમાં મોડું કરે છે.

ભારતમાં ડ્રગ્સના ટેસ્ટીંગ અને સંશોધન માટે ડોગનો ઉપયોગ કરવો કે નહીં તે માટેની સૌ પ્રથમ કોન્ફરન્સ હૈદ્રાબાદ ખાતે ૨૦૧૭ના ઓક્ટોબરમાં યોજાઇ હતી. આ કોન્ફરન્સ પીપલ ફોર એનિમલ્સ ઇન્ડિયા અને લંડન સ્થિત સાયન્ટિફીક રિસર્ચ એજન્સી ક્રૂઆલીટી ફ્રી ઇન્ટરનેશનલ મારફતે યોજાયો હતો જેનો મૂળ આશય લેબોરેટરીમાં ડોગ પર પરિક્ષણ દરમ્યાન ઉભી થતી સૈધ્ધાંતિક અને પ્રેકટીકલ સમસ્યાઓ પર ધ્યાન આપવાનો હતો. ડોગ પર ટેસ્ટીંગ કરતી ભારતની ૧૬ કંપનીઓએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

વિશ્વભરમાં દર વર્ષે બે લાખ જેટલા ડોગનો ઉપયોગ નવા ડ્રગ  અને કેમિકલના  ટેસ્ટીંગ માટે કરાય છે. પ્રિ ક્લીનિકલ ટ્રાયલ માટે મોટા ભાગે ઉંદર સિવાયના પ્રાણીઓમાં ડોગ વપરાતા થયા છે.  જેના પર ડ્રગની માનવ શરીર ઉપયોગ પહેલાં ડોગ પર તેની અસર( ટોક્સીસીટી અને ફાર્માકોકાયનેટીક્સ એટલેકે શરીરમાં ડ્રગની મુવમેન્ટનો અભ્યાસ તેમાં શરીર તે કેવી રીતે ડ્રગ શોષે છે, અસર કેવી થાય છે વગેરે પરના અભ્યાસનો સમાવેશ થાય છે) કેવી થાય છે તેનો અભ્યાસ કરાય છે. આવા ટેસ્ટીંગમાં ફાર્માસ્યુટીકલ્સ,એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્સ વગેરેનો સમાવેશ થાય છે. એનિમલ ટેસ્ટીંગ તરીકે સામાન્ય રીતે  બહુ તોફાની નહીં અને  સાઇઝમાં નાના હોવાના કારણે બીગલ્સ પ્રકારના ડોગ વપરાય છે. જેમના પર ટેસ્ટીંગ કરવાનું છે એવા ડોગને ટેસ્ટીંગ પુરું ના થાય ત્યાં સુધી બહુ યાતનામાંથી પસાર થવું પડે છે. જેમકે તેમને વર્ષો સુધી પીંજરામાં કેદ રહેવું પડે છે. કેટલીક વાર તેમનું સ્વરયંત્ર કાપી નાખવામાં આવે છે. એટલે તેમને કોઇ ઇજા પહોંચે તો તે ભસી ના શકે કે કોઇ અવાજ બહાર ના કાઢી શકે.  યાતના ભોગવતા આવા ડોગની વેટરનરી ડોક્ટરો તપાસ પણ નથી કરતા. તેમને પેઇન કીલર પણ નથી અપાતું. જ્યારે તેમને છોડવામાં આવે છે ત્યારે સ્ટ્રેસ ભર્યા વાતાવરણના કારણે તેમના હાર્ટ પહોળા થઇ ગયા હોય છે અને તે અનેક રોગોના શિકાર થયા હોય છે. તે બહુ ગભરાયેલા હોય છે અને માણસથી ડરતા હોય છે. લોબોરેટરીના બહાર તેમને ફરી પુનર્વાસ કરવા બહુ મુશ્કેલ હોય છે. 

કોઇ ચોક્ક્સ કારણો ના હોવા છતાં દવાઓના ટેસ્ટીંગમાં  દાયકાઓથી ડોગનો ઉપયોગ થાય છે. ડોગ પર ટેસ્ટીંગ કરવાથી કોઇ ડ્રગ માન્ય ગણાતું નથી. ડોગ પર ટેસ્ટીંગ કરવાથી વિજ્ઞાાનીઓને કોઇ ઉપયોગી ડેટા નથી મળતા કે સંશોધનમાં  ઉપયોગી પણ નથી બનતા. જો ડોગ પરના ટેસ્ટીંગનું મહત્વ ના હોય તો પછી શા માટે તેનેા ટેસ્ટીંગમાં ઉપયોગ થાય છે? હકીકતતો એ છે કે ડોગ પરના ટેસ્ટીંગના આગ્રહના કારણે  ૧૯૫૦ના દાયકામાં પેનીસીલીન માર્કેટમાં મોડી આવી હતી કેમકે તેના ટેસ્ટીંગમાં ડોગ મોતને ભેેટયા હતા. જ્યારે તેમને બાજુ પર રાખીને માણસ પર ટેસ્ટીંગ શરૂ કરાયા પછી માણસનો જીવ બચાવી શકતી પેનેસીલીન માર્કેટમાં આવી હતી. વર્ષોથી વિજ્ઞાાનીઓ એમ માનતા આવ્યા હતા કે તમામ સસ્તન પ્રાણીઓમાં એક સમાન ચેતા તંત્ર, શ્વસન તંત્ર, નર્વસ સિસ્ટમ વગેરે એક સમાન હોય છે. જોકે માનવ શરીરમાં જે રીતે ડ્રગ શોષાય છે, શરીરમાં વહે છે, ચયા પચયની ક્રિયા થાય છે એવું અન્ય પ્રાણીઓમાં જોવા નથી મળતું.

 આમ છતાં એક સામાન્ય ઓપીનિયન એવો બની ગયો છે કે માનવ જાતના રોગોને નિવારવા માટેના ડ્રગનું ટેસ્ટીંગ પ્રાણીઓ પર થાય છે. આ રીતે પ્રાણીઓનો ફાળો ટેસ્ટીંગમાં મોટો છે.  આ પરથી એ હકીકત જોવા મળે છે કે રિસર્ચના નામે પ્રાણીઓ પર થતા પ્રયોગો સાવજ  નિર્થક છે. જેને વેસ્ટ પણ કહી શકાય. આ રીતે ડ્રગ ટેસ્ટીંગમાં ડોગનો ઉપયોગ ખોટી રીતે થઇ રહ્યો છે તે ફલીત થાય છે. એટલેજ પ્રાણીઓ પર ટેસ્ટીંગ કરીને બીન જરૂરી યાતના પહોંચાડવા સામે વિરોધ ઉભોે થઇ રહ્યો છે.

માનવ અને પ્રાણી એમ બે વિવિધ જાત હોવા છતાં માનવ શરીરમાં વપરાતા ડ્રગનું ટેસ્ટીંગ પ્રાણીઓ પર કરાઇને તેમને મોતને ઘાટ ઉતારાય છે. ડોગ પરના ટેસ્ટીંગ તો સાવજ અર્થહીન સાબિત થયા છે. 

ડ્રગ ટોક્સિસીટીની ચકાસણી ડોગમાં થઇ શકે છે. યુનિવર્સિટિ ઓફ કનીક્ટીકટમાં ૧૯૮૨માં થયેલા અભ્યાસ અનુસાર કોમન મેડિસીનમાં વપરાતું બેન્ઝોડાયોઝેપાઇન માનવ કરતા ડોગમાં અડધા ડોઝમાં અપાય છે. જેનાથી ડોગમાં ચયાપચયની ક્રિયા બહુ ઝડપથી થાય છે. જેના કારણે તે માનવ શરીરમાં કોઇ ટોક્સીક ઇફેક્ટ કરે છે તે સાબિત થઇ શકતું નથી.  ડિપાર્ટમેન્ટ ઓફ ઇલીઓનીસે કરેલા એક  અભ્યાસ અનુસાર ઇટલીના નેરવીઆનો મેડિકલ સાયન્સીસે કરેલા અભ્યાસ અનુસાર ભરૂઁ૩છ ીહડઅસી દરેક પ્રાણીમાં  જોવા મળે છે. જે ડ્રગ ટોક્સીસીટી ના અભ્યાસ માટે ઉપયોગી બની રહે છે. ૯૦ ટકા ડ્રગના ચયા પચયમાં આ એન્ઝાઇમ મદદરુપ બને છે. આમ માનવ શરીર પર કેવી અસર થાય છે તે જાણી શકાતું નથી.

દરેકના શરીરમાં મોલીક્યુઅલ ડીફરન્સ જોવા મળે  છે  માટે પ્રાણી શરીર પરના પ્રયોગો માનવ જાત માટે ઉપયોગી નિવડતા નથી. મારી ટીમે જે બીગલ્સ પર પ્રયોગો કર્યા છે અને હજુ જીવતા છે તેવાને બચાવ્યા છે. કોઇ પણ કારણ વગર તેમના પર યાતના ગુજારાય છે. એકાદ મુદ્દો પણ એવો નથી કે જેના કારણે વિજ્ઞાાનીઓ તેમનેા ઉપયોગ કરે. કોઇ વિરોધ માટે આગળ નથી આવતું.  કેટલાક સંગઠનો ડોગ પર ગુજારાતી યાતના સામે અવાર નવાર વિરોધ નોંધાવે છે પરંતુ કોઇ સાંભળવા તૈયાર નથી. હવે સરકાર અને અધિકારીઓએ સમજવાની જરૂર છે કે લોકોના ટેક્સના પૈસાથી બીન જરૂરી પ્રયોગો અટકાવીને પ્રાણીઓને ટેસ્ટીંગના નામે અપાતી યાતનાઓ બંધ કરવી જોઇએ.


Google NewsGoogle News