વિશ્વનું પહેલું એનિમલ ફ્રેન્ડલી કેમ્પસ
- મોઇનાબાદની કે.જી.રેડ્ડી કોલેજ ઓફ એન્જીન્યરીંગ પાસેથી બોધપાઠ લેવો જોઇએ
- સંવેદના : મેનકા ગાંધી
- IIT Delhiએ તાજેતરમાં ઇન્સ્ટિટયૂટ ડોગ હેન્ડલરની જગ્યા માટે અરજીઓ મંગાવી હતી. આ પોસ્ટ માટેનો પગાર મહિને ૪૫,૦૦૦ અને ઉમેદવાર વેટરનરી ડૉક્ટર હોવો જોઇએ...
પંજાબના પતિયાલામાં આવેલી થાપર ઇન્સટીટયુટ એન્ડ ટેકનોલોજીના અનુષ્કા,અભિષેક,સાર્થક,ગર્વિતા અને રીષભે કેટલાક મહિના પહેલાં મારી પાસે એનિમલ વેલફેર ગૃપ ઉભું કરવા માટે માર્ગદર્શન માંગ્યું હતું. યુનિવર્સિટીના કેમ્પસમાં સર કરેલા તેમના ગૃપનું નામ Puppers Helpers Tiet હતું. આ પરથી મને એક આઇડયા આવ્યો હતો કે દરેક કોલેજના કેમ્પસમાં આવા એનિમલ વેલફેર ગૃપ શરૂ કરવા જોઇએ. મારી પાસે એક બીજી અનુષ્કા વકિલ બનવા ઇન્ટર્નશીપ આવી હતી તેને મેં આ પ્રોેજેક્ટની ઇન્ચાર્જ બનાવી દીધી હતી. જો કોઇએ આવું એનિમલ ગૃપ શરૂ કરવું હોય તો તેને સંપર્ક કરી શકે છે. (ઇ મેલઃ anushkapfacampus@gmail.com) તેની પાસે હાલમાં ૩૦ કોલેજોના કેમ્પસ છે અને મારો ટાર્ગેટ ૫૦,૦૦૦ યુનિટોનો છે.
દરમ્યાન હું દિલ્હીમાં વિધ્યાર્થીઓ દ્વારા ચલાવાતા સમાજ સેવાનું કામ કરતી સંસ્થા Enactus સંસ્થાના સંપર્કમાં આવી હતી. તેમણે પોતાની જાતે દિલ્હીની દરેક કોલેજમંા એનિમલ વેલફેર સેન્ટર ઉભું કર્યું હતું. આ ગૃપ પોતાને દેશી તરીકે ઓળખાવતું હતું. ઇનાક્ટસ મોતીલાલ નહેરૂ કોલેજના પ્રેસિડેન્ટ લક્ષીતા સંભાળતા હતા. તેમનો ઇમેલ નોંધી લો.enactusmlnc@gmail.com). પ્રાણીઓની સારવાર, તેમનું અડોપ્શન અને પ્રચાર બાબતે આ લોકો અદ્ભૂત કામ કરે છે.
કોરોના કાળમાં ભારત ભરમાં હજારો વિધ્યાર્થીઓ પશુઓને ખવડાવવાનું કામ કરી રહ્યા છે.કેટલાક લોકો એ જોવા હોસ્ટેલમાં રહ્યા છે કે વસાહતના લોકો પ્રાણીઓને બરોબર ખવડાવે છે કે નહીં તે ચેક કરે છે. જિંદાલ યુનિવર્સિટીના સ્ટાફે જ્યારે કેમ્પસના પ્રાણીઓને બહાર કાઢી મુક્યા ત્યારે ૬૦૦ જેટલા વિધ્યાર્થીઓએ યુનિવર્સિટીને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ સત્તાવાળાઓ સામે વિરોધ શરૂ કર્યો હતો. અંંતે સત્તાવાળાઓને ઝૂકવું પડયું હતું.
સૌથી ખરાબ કેસ તો આઇઆઇટી મદ્રાસનો હતો. આ એક એવું સ્થળ હતું કે જ્યાં બે ડાબેરી જૂથો કામ કરતા હતા. એક જૂથ તેનો ટાઇમ સરકારની ટીકાઓ કરવામાં પસાર કરતું હતું તો બીજું પ્રાણીઓ માટે નફરત વધારવાનું કામ કરતું હતું. સરકારના ઓર્ડર, કેમ્પસનો સ્ટાફ અને વિધ્યાર્થીઓના વિરોધ વચ્ચે આ લોકો એક ખૂણામાં ડોગ મરી જાય ત્યાં સુધી બાંધી રાખતા હતા. આવું આ લોકો એટલા માટે કરતા હતા કે તે કેમ્પસમાંના હરણોને બચાવવા માંગતા હતા. પછી આ હરણને તે લોકો ડોગના બિસ્કીટ ખવડાવતા હતા અને બિસ્કીટનું પ્લાસ્ટિકનું રેપર ગમે ત્યાં ફેંેંકી દેતા હતા. જેને હરણ ખાતા અને મોતને ભેટતા હતા. જોકે કોર્ટનો ઓર્ડર આવ્યો એટલે તે ઝૂક્યા હતા પરંતુ ત્યાં સુધી તેમણે ડોગને યાતના આપવાનું ચાલું રાખ્યું હતું.
આ સંસ્થાએ મોઇનાબાદની કે.જી.રેડ્ડી કોલેજ ઓફ એન્જીન્યરીંગ પાસેથી બોધપાઠ લેવો જોઇએ.આ કોલેજનું કેમ્પસ વિશ્વનું પહેલું એનિમલ ફ્રેન્ડલી કેમ્પસ છે. તેમણે આ કેમ્પસનો ઉપયોગ જાહેરખબર માટે પણ કર્યો છે. છોડી મુકેલા અને રખડતા પ્રાણીઓ માટેના શેલ્ટર પણ આ કેમ્પસમાં બાંધ્યા છે. મોટા ભાગના યુવાનો પ્રાણીઓ પર આચરાતી ક્રૂરતાના વિડીયો સોશ્યલ મિડીયા પર જોતા હોય છે. પરંતુ આ કોલેજે વિધાાર્થીઓમાં પ્રાણીઓ પ્રત્યે અનુકંપા જાગે એટલે ટેકનીકલ સબ્જેક્ટ ઉપરાંત એનિમલ સેન્ટરની સાર સંભાળનો વિષય પણ રાખ્યો છે.
પ્રાણીઓ પર ગુજારાતા અત્યાચારને વિડીયો જોઇને વિધ્યાર્થીઓમાં અનુકંપા ઉભી થઇ છે. આ કોલેજના કેમ્પસમાં સસલાં વાનર ડોગ, હરણ વગેરે છૂટથી ફરતા જોવા મળે છે. ઇન્સટીટયુટના કે. ક્રિશ્નારેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રાણીઓ પ્રત્યેના પ્રેમથી સમાજમાં બદલાવ આવશે અને વિધ્યાર્થીઓ તેમના ઘેર જઇને મેસેજ પ્રસરાવી શકે છે. પ્રાણીઓ પર પ્રેમ રાખવાથી ફીલ ગુડ અને ડુ ગુડનો મેસેજ પ્રસરાવી શકાય છે. પ્રાણીઓ સાથે સારો વ્યવહાર એ વિધ્યાર્થીઓની જવાબદારી છે. મોહમ્મદ ઝબી ખાન નામના કોલેજના વિધ્યાર્થીએ જણાવ્યું હતું કે કેમ્પસના પ્રાણીઓને ખવડાવવા તેમજ સારવાર માટે અમે વારા રાખ્યા છે. જ્યારે પ્રાણી સાજું થઇ જાય છે ત્યારે અમે તેને એડોપ્શન માટેના ટેન્ટમાં રાખીએ છીએ કે યોગ્ય વ્યક્તિને સોંપીએ છીએ.
મુંબઇની કે.જે. સોમૈયા કોલેજ ઓેફ મેનેજમેન્ટ સ્ટડીઝ, અમદાવાદની સેન્ટઝેવિયર્સ કોલેજ અને પૂણેની સિમ્બાયોસીસ ઇન્સટીટયુટ ઓફ મિડીયા એન્ડ કોમ્યુનિકેશનના વિધ્યાર્થીઓ તેમના કોલેજ કેમ્પસમાં ફરતા પ્રાણીઓની ખવડાવવાની તેમજ વેક્સીનેશન માટેની જવાબદારી ઉઠાવે છે. અવારનવાર વેટરનરી ડોક્ટર તેમની તપાસ માટે આવે છે. આવા પ્રાણીઓને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ફરવા દેવાય છે. સિમ્બાયોસીસમાંતો ક્લાસ રૂમોમાં ફરવા દેવાય છે. ઇન્સટીટયુટના ડાયરેક્ટર વિધ્યા યેરવેડેકરે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ લાગણીઓની સમસ્યા, સંબંધોની સમસ્યા અને સ્ટ્રેસથી અટવાયા હોય છે ત્યારે તેમને પેટ (પાળેલા) થેરાપી-એનિમલ લવની થેરાપી બહુ કામ આવે છે.
ઇન્સટીટયુટના વિધ્યાર્થીઓએ આ કેમ્પસને ડોગનું આશ્રય સ્થાન બનાવી દીધું છે. હેલ્પીંગ હેન્ડસ ફોર એનિમલ નામની એનજીઓ (HHFA)સાથે રહીને કેમ્પસના ડોગની સંભાળ રખાય છે. કેમ્પસમાં ૫૦ જેટલા કૂતરા રહે છે . વિધ્યાર્થીઓ તેમને રોજ ખવડાવે છે. કેટલાક ડોગને વિધ્યાર્થીઓેે દરવાજા પર રહેવાની સિક્યોરીટીની તાલીમ પણ આપી છે. હકીકતે તે IIM Indore અન્ય ઇન્સટીટયુટને પ્રાણીઓની સેવાનો રાહ ચીંધી રહી છે.
IIT Delhi એ તાજેતરમાં ઇન્સટીટયુટ ડોગ હેન્ડલરની જગ્યા માટે અરજીઓ મંગાવી હતી. આ પોસ્ટ માટેનો પગાર મહિને ૪૫,૦૦૦ અને ઉમેદવાર વેટરનરી ડોક્ટર હોવો જોઇએ. જેનું કામ કેમ્પસમાંના ડોગનું ધ્યાન રાખવાનું છે. એક વિધ્યાર્થીએ કહ્યું છે કે મને આ પગલાંથી ગૌરવ છે કે IIT Delhi એ પૃથ્વી માત્ર માનવ જાત સિવાય અન્ય જીવો માટે પણ છે તે બતાવી દીધું છે. ડોગ હેન્ડલર્સની નિમણૂકથી ડોેગ લવર્સ અને ડોગ હેટર્સ એમ બંનેની સમસ્યા નિવારાશે.
કોરોના દરમ્યાન જ્યારે વિધ્યાર્થીઓ તેમના ઘેર ગયા ત્યારે કોલેજ સત્તાવાળાઓ સિક્યોરિટીની મદદ લઇને ડોગને ખાવાનું આપતા હતા. દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના કેમ્પસમાં ૨૦ સ્પોટ એવાં છે કે જ્યાં ડોગ, નિલગાય,મોર વગેરે આવે છે.આ સ્પોટ પર વિધ્યાર્થીઓ ખાવાનું મુકે છે.કોરોના કાળમાં જ્યારે પ્રાણીઓને ક્યાંય ખોરાક નહોતો મળતો ત્યારે આ સ્પોટ પર તેમને ખાવાનું મળી રહેતું હતું.
સંશોધકોએ નોંધ્યું છે કે જે લોકો પ્રાણીઓ પર અત્યાચાર કરે છે તેમનામાં અન્ય માણસ પર હિંસા કરવાની પ્રકૃતિ હોય છે. એવું પણ નોંધાયું છે કે કોઇ પણ ક્રાઇમ કરનારાની પ્રોફાઇલ જોશો તો તે પ્રાણીઓ પર અત્યાચાર કરનાર જણાશે. એટલેજ આપણે વહેલી તકે આપણી વૃત્તિ બદલવી જોઇએ. વિધ્યાર્થીઓ માટે મહત્વનું એ છે કે તેમની આસપાસ ડોગ, કેટ વગેરે હશે તો તેમનું બલ્ડ પ્રેશર કાબુમાં રહેશે અને તે હિલીંગ ટચ મેળવી શકશે. Puppers Helpers પાસે હાલમાં ૬૦ વોલિયન્ટીયર્સ . તે એક સત્તાવાર ક્લબ છે અને તેનું સંચાલન એક શિક્ષક કરે છે. મને આ લોકોની કામગીરીથી સંતોષ થાય છે.