ચીકન-મીટ ખાવાથી માનવ શરીર માટે જોખમ
- લોકો એન્ટિબાયોટિક્સ સામે રેઝિસ્ટન્ટ કેળવી રહ્યા છે એેટલે કે તેમને અસર નથી થતી
- સંવેદના : મેનકા ગાંધી
- કોઇને ખબર નથી કે પોલ્ટ્રી ઉદ્યોગ શા માટે કેટામાઇન વાપરે છે. શું પશુને જીવતા કતલખાને લઇ જવા માટે તે વપરાય છેે? અથવા તો ગ્રાહક તેને ખાધા પછી સંતોષ અનુભવે તેના માટે વપરાય છે તે ખબર નથી પડતી
મેડિકલ સર્જરી અને અન્ય મેડિકલ ક્ષેત્રે એનેસ્થેટિક તરીકે વપરાતી દવા એટલેકે કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડથી મેડિકલ વર્લ્ડ પરિચીત છે. મનોરંજન માટેની પાર્ટીઓમાં હેલુસિનોજીક એનેસ્થ્ટિક ( જે ડેટ રેપ એટલેકે બંને પક્ષની સંમતિ સાથેના રોમાન્સ અને સેક્સ માટે વપરાય છે) ઉપયોગ થાય છે. આપણા દેશમાં તેના પર પ્રતિબંધ છે કેમકે તે પાર્ટી ડ્રગ તરીકે વપરાય છે. કમનસીબી એ છે કે આ ડ્રગ પરના તાજેતરના પ્રતિબંધના કારણે વેટરનરી હોસ્પિટલોને મોટું નુકશાન થઇ રહ્યું છે. કેમકે હવે અમે જ્યારે કોઇ પ્રાણી પર ઓપરેશન કરીએ છીએ ત્યારે વધુ મોંઘું એનેસ્થેટિક વપારવું પડે છે.
તમામ ડ્રગની જેમ આ ડ્રગની પણ આડ અસરો જોવા મળે છે જેમકે છાતી અને ગળામાં બળતરા થવી, મોંઢા પર સોજો આવવો, કોઇ ચીજ ગળતાં તકલીફ થવી, બોલતાં તકલીફ થવી વગેરે. કેટલીક વાર ભૂખ ના લાગવી કે ઉલટી જેવી અસરો પણ જોવા મળે છે. તે કિડની પર પણ અસર કરી શકે છે.
શરીરને તે અનેક રીતે નુકશાન કરી શકે છે. કેટલીક વાર તેની આડ અસર માણસને ડિપ્રેશનમાં ધકેલી દે છે. બાળકોને તે અવાર નવાર આપવામાં આવે તો લાંબા સમય સુધી બ્રેન પ્રોબલેમ કરી શકે છે. નવજાત બાળકપર પણ તેની અસર થઇ શકે છે. જો સતત ત્રીજી વારની પ્રેગનન્સીમાં પણ એનેસ્થેસિયા આપવામાં આવે તેા આવી અસર જોવા મળે છે. કેટામાઇન ઇન્જેક્શન મારફતે તેે પ્રવાહીમાં મિક્સ કરીને કે નાક વાટે આપી શકાય છે. તમે જે ચીકન ખાવ છો તેના મારફતે પણ તે આપી શકાય છે. અમેરિકાના ગ્રાહકોના સંગઠનોેએ ૨.૮ અબજ ડોલરનું વેચાણ ધરાવતી ત્રીજા નંબરની સૌથી મોટી ચીકન કંપની સામે કેસ કર્યો છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ફૂડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન સર્વિસે ૬૯ પોલ્ટ્રીમાંથી લીધેલા સેમ્પલોમાંથી ૮૨ ત્તત્વો શોધી કાઢ્યા હતા. જેમાં કેટામાઇનણ એન્ટીબાયોટિક્સ, રસાયણિક ખાતરના અંશો, ગ્રેાથ હોર્મોન વગેરે નો સમાવેશ થતો હતો. આ રિપોર્ટ બાદ કંપની સામે ફરિયાદ કરાઇ હતી.
કંપની પોતાની ચીકન ૧૦૦ ટકા કુદરતી વાળા લેબલ સાથે વેચતી હતી. કંપની પોતાના લેબલ સાથે તે વિવિધ ડિસ્ટ્રીબ્યુટરોને વેચતી હતી જે લોકો તેના પર પોતાની કંપનીનું લેબલ મારીને વેચતા હતા. આ પ્રોડક્ટ નાનામાંં નાની હોટલો સુધી જતી હતી. હવે ભારત પણ આ ચીકનને આયાત કરી રહ્યું છે.કોઇને ખબર નથી કે પોલ્ટ્રી ઉધ્યોગ શા માટે કેટામાઇન વાપરે છે. શું પશુને જીવતા કતલખાને લઇ જવા માટે તે વપરાય છેે? અથવા તો ગ્રાહક તેને ખાધા પછી સંતોષ અનુભવે તેના માટે વપરાય છે તે ખબર નથી પડતી. કેટલાંક પેાલ્ટ્રી ફાર્મ એન્ટીબાયોટિક્સનો વપરાશ ઘટાડવા તૈયાર નથી કેમકે તે માને છેકે એન્ટિબાયોટિક્સ વગર વિશ્વભરમાં લોકો એન્ટિબાયોટિક્સ સામે રઝિટન્સ કેળવી રહ્યા છે. એેટલેકે તેમને એન્ટિબાયોટિક્સની અસર નથી થતી. સામાન્ય ઇન્ફેક્શન પણ મટી શકતું નથી અને ડોક્ટર પાસે કોઇ દવા નથી હોતી. સંશોધન કરનારાઓેએ નોંધ્યું છે કે કતલખાનાઓમાં પ્રાણીઓ પર વપરાતા એન્ટિબાયોટિક્સ મુખ્ય ખલનાયક છે. સેેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને ૨૦૧૩ના અહેવાલમાં જણાવ્યું છે કે પ્રાણીઓમાં વપરાતા એન્ટિબાયોટિક્સ પૈકી ૧૮ એન્ટિબોયોટિક્સ રઝીસ્ટન્સ મેળવી ચૂક્યા છે.
કેટામાઇન એકલો જ ખલનાયક નથી અન્ય ૮૨ તત્વો એવા છે કે જે જોખમી છે. જેમાં ૧૧ જેટલા એન્ટિબાયોટિક્સનો પણ સમાવેશ થાય છે. માણસના હાડકાના માવા પર સીધી અસર કરતાં ક્લોરોમ્ફીનીકોલ એન્ટિબાયોટિક્સ મટનમાં મળી આવ્યું છે. પ્રાણીઓ પર વાપરવા તેનો પ્રતિબંધ છે છતાં તે ખોરાકમાં અપાય છે. માનવ જાત માટે મહત્વની એન્ટિબાયોટિક્સ એમોક્સિસિલીન હજુ પ્રાણીઓને આપવા માન્યતા નથી મળી છતાં તો પોલ્ટ્રી ફાર્મમાં વપરાય છે.
અન્ય તત્વોમાં ડેસિથાયલિન સિપ્રોફ્રોક્સેસિન માનવ જાત માટે મહત્વની એન્ટિબાયોટિક્સ છે, પ્રેડનિસોન સ્ટીરોઇડ છે, સોજા દુર કરવા વપરાતી કેટ્રેાપ્રોફીન, દુખાવા માટે વપરાતી બુટોરફિનોલ મળી આવ્યા છે. અબામેસિટીન અને ઇમાસિટીન નામના રસાયણિક ખાતરના તત્વો પણ મળી આવ્યા છે. ચિકન ફાર્મમાં જેના પર પ્રતિબંધ છે એવા સિન્થેટિક ગ્રોથ હોર્મોેનના બે તત્વો મેલેન્જીસ્ટ્રોલ ઓસિટેટ અને રેક્ટોપેમાઇન મળી આવ્યા હતા. જે પેનસીલીનનો વપરાશ કાયદા પ્રમાણે શૂન્ય હોવો જોઇએ તેના તત્વો પણ મળી આવ્યા હતા.ચિકનને અપાતા સ્ટિરોઇડ, સોજા ઉતારતી દવાઓ અને પ્રતિબંધિત એન્ટિબાયોટિક્સ વગેરે ગ્રાહકોના પેટમાં જાય છે.જેના કારણે લોકો બિમાર પડે છે.
એવું પણ નથી કે માણસ માટે વપરાતા એન્ટી બાયોટિક્સ ચીકનના મટનમાં મળી આવ્યા છે. આ અગાઉ ન્યુયોર્ક ટાઇમ્સે એક અભ્યાસને ટાંકીને લખ્યું હતું કે ચીકનના મીટમાંથી લેવાયેલા સેમ્પલમાંથી ટાયલિનોલ મળી આવ્યું હતું જેમાં ત્રીજા ભાગનું એન્ટિહિસ્ટેમાઇન બેનાડ્રીલ હતું. જે ચીનથી આવે છે. આવીજ એક પ્રોડક્ટમાં પ્રોઝેક અને એન્ટિહિસ્ટેમાઇન હાઇડ્રોકિસીઝીન મળી આવ્યું હતું. અમેરિકામાં સૌથી વધુ પોલ્ટ્રી પ્રોડક્ટનું વેચાણ કરતી કંપની મરધાના પગમાં જેન્ટામાઇસિન એન્ટિબાયેટિક્સના ઇન્જેક્શન આપતા પકડાઇ ગઇ હતી.
૨૦૧૩માં અમેરિકાએ એફડીએના નવા કાયદા અમલી બનાવ્યા હતા. પરંતુ શું તેથી ચિકનને એન્ટિબાયોટિક્સ આપવામાં કોઇ ફેર પડયો છે ખરો?જવાબ ના છે. હકીકત એ છે કે એન્ટિબાયોટિક્સનો વપરાશ વધ્યો છે. તેના વપરાશનું લેબલ બદલાયું છે. તે ગ્રોથ પ્રમોટર્સના નામે અપાય છે.( એટલેકે એન્ટિબાયોટિક્સ અને હોર્મોન્સ). તેને રોગ અટકાવવા માટે વપરાતી દવા તરીકે અપાય છે. સમાચાર સંસ્થા રોઇટરે બહાર પાડેલા એક સંશોધનાત્મક અહેવાલ અનુસાર એફડીએ મારફતે ગાઇડ લાઇન્સ બહાર પાડી હોવા છતાં પોલ્ટ્રી ઉદ્યોગ કાયદાની ઐસી-તૈસી કરીને એન્ટિબાયોટિક્સ, હોર્મોન્સ, રસાયણીક ખાતરો વગેરે છૂટથી વાપરે છે. ભારતમાં પ્રખ્યાત થઇ રહેલી ફ્રાઇડ રેસ્ટોરાં ચેઇન પણ મરધાં ઉછેર માટે એન્ટિબાયોટિક્સ વાપરતા પકડાઇ હતી.
એવું પણ સંશોધન થયું છે કે ચીકનનો ગ્રોથ વધે એટલે ઇનઓર્ગેનિક આર્સેનીક વાપરે છે. જે અંતે માનવ શરીરમાં પ્રવેશે છે. જ્યારે કેટામાઇન વાળા મીટને આલ્કોહોલ સાથે (દારૂ સાથે) ખવાય છે ત્યારે તેના શરિરમાં આવતા ફેરફાર માત્ર આલ્કોહોલના કારણે નથી હોતા પણ મીટમાં રહેલા ઘાતક તત્વોના કારણે પણ હોય છે. મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે મોટી ફાર્માસ્યુટીકલ કંપનીઓના પોતાના વેટરનરી ડિવિઝન હોય છે. જેમાં તે પ્રાણીઓેના ઉછેર માટે હોર્મોન્સ, એન્ટીબાયોટિક્સ વગરે બનાવતા હોય છે. આ લોકો ક્યારેય પોતે શું ખોરાક આપે છે તેની જાહેરાત નથી કરતા. જ્યાં સુધી કોઇ સમસ્યા ઉભી ના થાય ત્યાં સુધી સમાચાર માધ્યમો પણ કોઇ રિપોર્ટ નથી લખતા. જોકે માનવ જાત સામે ગંભીર જોખમ છે તે ભૂલવું ના જોઇએ...