એન્ટિબાયોટિક્સની જગ્યાએ મેગોટસ થેરાપી આવશે
- સંવેદના : મેનકા ગાંધી
- વધુ ને વધુ લોકો એન્ટીબાયોટિક્સની અસર વિહોણા બની રહ્યા છે તેના કારણે ઇજાના ધા રૂજાતા નથી
- ૨૦૨૧ના અંત સુધીમાં મેગોટ્સ જાતે બનાવી શકાય એવી સ્ટર્ટર કીટ રીસર્ચરો બનાવી રહ્યા છે તેના કારણે દૂર ગામડામાં રહેતા લોકોને પણ તે ઉપયોગી બની શકે
- લાર્વા બેક્ટેરિયાને મારે છે. તે ધામાં જઇને નેચરલ એન્ટી બાયોટિક્સ તૈયાર કરે છે અને ઘાને બેક્ટેરિયાથી રક્ષણ આપે છે તેમજ હીલીંગ પૂરું પાડે છે
વધુ ને વધુ લોકો એન્ટીબાયોટિક્સની અસર વિહોણા બની રહ્યા છે તેના કારણે ઓપરેશન કે અન્ય કારણોસર થયેલી ઇજાના ઘા રૂજાતા નથી એટલે દર્દીના બચવાના ચાન્સ ઓછા રહે છે. જેના કારણે સર્જનો હજારો વર્ષ જુની હિલીંગ ટેકનોલોજી મેગોટ થેરાપી કે બાયો સર્જરી તરફ તરફ વળ્યા છે. જેમાં જીવતા અને વાઇરસ વિનાના મેગોટ્સને ઇજાગ્રસ્ત ભાગ પર લગાડવામાં આવે છે. જે ઘાને સાફ કરે છે અને હિલીંગને વેગ આપે છે.
માણસ કે પ્રાણીના ખુલ્લા ઘા પર માખીઓ ઇંડા મુકે છે. આ ઇંડામાંથી નિકળતા લાર્વાની અંદરની પેશીઓ ખાવાની શરૂ કરે છે. મેગોટસ થેરાપીમાં આવીજ માખી વપરાય છે. આ થેરાપીમાં વપરાતી માખી ગ્રીન બોટલ ફ્લાય (લુસીલીયા સેરીકેટા) તરીકે ઓળખાય છે. આ થેરાપીમાં નોર્ધન બ્લો ફલાય(પ્રોટોફોર્મીયા ટેરાઇનોવી) વપરાય છે.
એક સ્કેવર સેન્ટીમિટરના ઘા પરની સપાટી પર ૫-૧૦ લાર્વાનો ડોઝ વપરાય છે. તેના પર ડ્રેસીંગ કરીને ૪૮-૭૨ કલાક માટે રખાય છે. મેડિકલ મોગોટ્સની ખાસિયત એ હોય છે કે તે તંદુરસ્ત ટીસ્યુને પોષણ આપે છે અને ઘાની અંદર ફરીને તેને સાફ રાખે છે. ડોક્ટરોેએ નોંધ્યું છે કે મોટી સંખ્યામાં રહેલા નાના મેગોટ્સ ઘાને વ્યવસ્થિત રીતે સાફ કરી નાખે છે. તેમાંના બેક્ટેરિયાનોે નાશ કરે છે. સર્જન ઘાને જે રીતે સાફ કરે છે તેજ રીતે તે પણ કરે છે.
લાર્વા બેક્ટેરિયાને મારે છે. તે ઘામાં જઇને નેચરલ એન્ટી બાયોટિક્સ તૈયાર કરે છે અને ઘાને બેક્ટેરિયાથી રક્ષણ આપે છે તેમજ હીલીંગ પુરું પાડે છે.
જેમ જેમ તે ઘામાંનો બગાડ ખાય છે એમ મોટા થતા જાય છે એટલે તેને બે દિવસમાં બહાર કાઢી નખાય છે.
લાર્વા બેક્ટેરિયાને મારી નાખે છે. તે એન્ટી બાયોટિક્સ જેવા એજન્ટ ઉભા કરે છે તેમાંથી બેક્ટેરીયાને ંમારે એવા પ્રવાહી ઝરે છે. તે એમેનિયા પણ છોડે છે જેથી ઘા વધુ આલ્કલાઇન બને છે. અભ્યાસ પરથી જણાયું છે કે મેગોટ્સ પેથોજનિક બેક્ટેરિયા મારે છે જેમાં મિથેસિલીન, સ્ટેફાયલોકોકસ, વગેરેનો સમાવેશ થાય છે. બેક્ટેરિયાને હટાવીને તે બીજી તંદુરસ્ત પેશીઓને વધુ વિકસવા દે છે. આવી વિકસતી પેશીઓ પગમાંના ચાંદા, ડાયાબીટીસ વાળો પગ, ઓસ્ટીયો માયલીટીસ, ઘા પર થયેલા ઇન્ફેક્શન વગેરેમાં ઉપયોગી બની રહે છે.
ફ્રાન્સના ડોક્ટર ઓમ્બોરોઇસ પેરે પ્રથમ એવા ડોક્ટર હતા કે જેમણે નોંધ્યું હતું કે ઘા પર લાર્વા ઉપયોગી બને છે. નેપોલિયનના સર્જન બેરોન ડોમિનિક જીન લેરીએ નેપોલિયનના લશ્કરના અનેક સૈનિકોને મેગોટસની સારવાર હેઠળ રાખ્યા હતા.
અમેરિકાની સિવિલ વોર દરમ્યાન મરિલેન્ડ ખાતે પ્રથમવાર જ્હોન ફોર્નીએ મેગોટ્સના ઉપયોગથી કરેલા સારવારને દસ્તાવેજ સાથે મુકી હતી. તેમણે એ લખ્યું હતું કે વર્જીનીયા ખાતે ડેનવેલી હોસ્પિટલમાં મારી સર્વિસ દરમ્યાન હોસ્પિટલમાં આવતા ગેંગરીનના કેસોમાં હું મેગોટ્સ વાપરતો હતો. પહેલા દિવસેજ ધા સાફ થઇ ગયો હતો. સેપ્ટીકેમિયા સિવાય બધાજ કેસોમાં મેં તેનો ઉપયોગ કર્યો હતો અને અસરકારક પરિણામો મેળવ્યા હતા.
જો કે તેની સાથે એવી પણ માન્યતા હતી કે મેગોટ્સ ગંદા હોય છે અને ચેપગ્રસ્ત હોય છે. ૧૯મી સદીના અંત સુધીમાં ભાગ્યેજ કોઇ એવો ડોક્ટર હશે કે જેણે માખીઓના લાર્વાનો ઉપયોગ ના કર્યો હોય.
પ્રથમ વિશ્વ યુધ્ધ દરમ્યાન ખુલ્લા ઘાના કારણે મૃત્યુ પામનાર સૈનિકોની ટકાવારી ૭૦ ટકા જેટલી વધી હતી. ત્યારે એન્ટિસેપ્ટીકની કોઇ દવાઓ કામ નહોતી કરતી. ત્યારે ૧૯૧૭માં ફ્રાન્સના લશ્કરના સર્જને વિલિયમ બેરે પેટ પરના ઘા અને ખુલ્લા ફ્રેક્ચર પર મેગોટ્સનો ઉપયોગ કર્યો હતો. યુધ્ધ પછી તે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં ઓર્થોપેડિક સર્જન બન્યા હતા.
૧૯૨૯થી તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી તે નિષ્ફળ ગયેલા કેસોમાં પણ મેગોટ્સનો ઉપયોગ કરતા હતા. ૧૯૩૧માં તેમણે ઘા ઉપર મેગોટ્સની ્અસર પર એક સાયન્ટિફિક અભ્યાસ પ્રસિધ્ધ કર્યો હતો.
દર્દી કે સ્ટાફને કંઇ અજુગતું ના લાગે એટલે બેન્ડેજનો ઉપયોગ કરાયો હતો.૩૦ અને ૪૦ના દાયકામાં મેગોટ થેરાપીની બોલબાલા હતી. ૧૦૦૦થી વધુ અમેરિકન, કેનડીયન અને યુરોપની હોસ્પિટલોએ મેગેાટ થેરાપીને અમલમાં મુકી હતી. લેડરલી ફાર્માસ્યુટીકલ નામની કંપનીએ સર્જીકલ મેગેાટ્સ વેચતી હતી.
પછી પેનેસિલીન અને અન્ય એન્ટિબાયોટિકસ આવતાં ડોક્ટરોએ મેગોટ્સ થેરાપીને પડતી મુકી હતી. ૧૯૫૦ સુધીમાં તો મેગેાટ્સ સાવ ભૂલાઇ ગઇ હતી.
૧૯૮૦ના દાયકામાં લાખો દર્દીઓ પેનેસિલીન અને અન્ય એન્ટિબાયોટિક્સની અસર વિહોણા બનવા લાગ્યા હતા. એટલે અલ્સર, ડાયાબીટીસ ફૂટ જેવા કેસો મોટા પાયે બનવા લાગ્યા હતા. વર્ષે ઓછામાં ઓછા ૭૦,૦૦ લોકોના પગ કપાવવા પડતા હતા.
જે લોકોના ખુલ્લા ઘા પર એન્ટિબાયોટિક્સની અસર નથી થતી એવા લોકો પર મેગોટ્સ થેરાપી અપનાવવાની શરૂઆત ૧૯૮૯માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ડો.રોનાલ્ડ શેરમેન અને એડવર્ડ પીચરે કરી હતી. તેમણે નોંધ્યું હતું કે થેરાપી અસરકારક છે અને ચારેક અઠવાડીયામાં ઘા રુજવા લાગે છે. યુ.કેમાં સર્જન જ્હોન ચર્ચ અને સ્ટીફન થોમસે બાયો સર્જીકલ યુનિટ ઉભું કર્યું હતું અને સ્ટરાઇલ લાર્વા વહેંચવા શરૂ કર્યા હતા.
૧૯૯૬માં બાયોથેરાપી પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ હતી. જેના પગલે ઇન્ટરનેશનલ બાયોથેરાપી સોસાયટી બની હતી. ૨૦૦૪માં એફડીએ દ્રારા અમેરિકામાં મેડિકલ ડિવાઇસમાં મેગોટ્સનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી હતી. જેનો ઉપયોગ અલ્સર અને નહીં રૂજાતા ઘા પર સારવાર કરી શકાતી હતી.
યુ.કેની સરકારે સિરિયા,યેમન અને દક્ષિણ સુદાનના યુધ્ધગ્રસ્ત વિસ્તારો માટે ૨,૫૦૦૦ ડોલરનો (૧૯૬૦૦૦ પાઉન્ડ) ખર્ચ કર્યો હતો અને ગ્રીન મેગોટ્સ મોકલી આપ્યા હતા. યુ.કેએ પ્રોજેક્ટ મેગોટ્સ માટે અન્ય મેગોટ્સ લોકેશનો પણ ઉભા કર્યા હતા. જ્યારે માંખી ઇંડા મુકે છે ત્યારે તેને સ્ટરાઇલ કરીને એક બે દિવસ માટે ઇનક્યુબેટરમાં મુકાય છે.
જ્યારે મેગોટ્સને સીધા જ ઘા પર મુકાય છે ત્યારે કે બાયો બેગ્સમાં મુકીને ઘા પર મુકાય છે. કહે છે કે ૨૦૨૧ના અંત સુધીમાં મેગોટ્સ જાતે બનાવી શકાય એવી સ્ટર્ટર કીટ રીસર્ચરો બનાવી રહ્યા છે તેના કારણે દુર ગામડામાં રહેતા લોકોને પણ તે ઉપયોગી બની શકે.
માણસ સિવાયના પૃથ્વી પરના દરેક જીવો ઉપયોગી છે.