ગ્રીન ફ્યુનરલ...નો લાકડા, નો કોફીન
- સંવેદના : મેનકા ગાંધી
- આપણા મૃત શરીરથી જમીનને નુકશાનના બદલે લાભ થવો જોઇએ એમ મારું માનવું છે
- એક ધર્મ બોડી મૂકવા કોફીન વાપરે છે તે ખૂબ મોંઘું હોય છે. અમેરિકામાં વર્ષે તે માટે ૨૦ મિલિયન જેટલું લાકડાનું બોર્ડ વપરાય છે. તેમજ ૧૭,૦૦૦ ટન જેટલું કોપર અને બ્રોન્ઝ વપરાય છે...
- બીજો ધર્મ અગ્નિદાહ આપે છે. જેના માટે લાખો વૃક્ષો કપાય છે.ખાસ કરીને કેરીના વૃક્ષો કપાય છે.
- સૌથી વધુ કેરી ઉગાડતા આપણા દેશમાં ૨૦ વર્ષ પછી કેરી જોવા નહીં મળેે એમ કહી શકાય
જે દિવસે કોવિડ ટેસ્ટીંગ ટીમ (આ ટીમ ક્યાંથી આવી તેની મને ખબર નહોતી કેમકે વિવિધ સરકારી ખાતા અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી લોકો આવતા હોય છે. મેં છેલ્લા કેટલાક સમયથી બહાર બહુ ફરવાનું બંધ કરી દીધું છે છતાં આ ટીમે મારા નાકમાં અને ગળામાં સ્ટીક નાખીને નિદાન કર્યું હતું) મારે ત્યાં આવી અને જાહેર કર્યું કે મને પોઝિટીવ વાઇરસ છે ત્યારે મને થયું કે મારે હવે મરી જવાનું છે. મેં જોયું છે કે ઘણા લોકોના મૃત્યુ થયા છે . બે લોકો તો એવા હતા કે તેમના માટે હું ઓક્સિજનની વ્યવસ્થા કરું તે પહેલા મોતને ભેટયા હતા. રોજ સવારે મને ઓળખતી એકાદ વ્યક્તિનું મૃત્યુ થયાનું જાણવા મળતું હતું.
જ્યારે મને પોઝિટીવ હોવાની ખબર પડી કે તરત મેં ત્યાર પછી મારા શરીર વિશે વિચારવાનું શરૂં કરી દીધું હતું. જોે મારું કોવિડના કારણે મૃત્યુ થાય તો કંઇ ખાસ કરવાનું નથી હોતું. મોટાભાગે તે લોકો મને લઇ જશે, પ્લાસ્ટિકમાં બોડી વીંટાળીને બાળવા માટેની લાઇનમાં મુકી દેશે. પરંતુ મારે બળવું નથી. મારે એક્ટર લકી પેરીની જેમ મરવું છે. વર્ષોથી હું મારા ફેમિલીને કહેતી આવી છું કે મને મારા ગાર્ડનમાં કે જેને મેં વર્ષોથી કામ કરીને તેને એક શાંત જંગલમાં રૂપાંતર કર્યું છે ત્યાં મને દાટજો. જ્યારે હું સવારે જાગું છું ત્યારે બારણું ખોલીને જંગલના સુંદર નજારાને માણું છું. દિવસ રાત હું ત્યાં પક્ષીઓનો કલરવ સાંભળ્યા કરું છું. ઝાડ જીવંત દેખાઇ રહ્યા છે. ત્યંાનું પીપળાનું ઝાડ જાણે બધાનો ખ્યાલ રાખતું હોય એમ ઉભું હોય છે. મારી નાની પૌત્રી નાના છોડવાની સાથે રોજ કાલી ઘેલી વાતો કરતી હોય છે. હું કોઇ અતિશયોક્તિ નથી કરતી પણ હકીકત કહું છું.
મને આ જંગલમાં દટાઇ જવું છે. મારે ખોટા લાગણી વશ થઇને સરકારી સ્મશાન ગૃહમાં લાકડા સાથે નથી બળવું. જો આવી સ્થિતિ આવશે તો મારા માટે તે બહુ શરમજનક હશે. મારે માત્ર સફેદ કપડામાં અને આસપાસ મીઠા સાથે પણ નથી દટાવવું. મારે એકટર લકી પેરીની જેમ મરવું છે.
લકી પેરીનું મૃત્યુ ૫૨ વર્ષે થયું હતું. તેના મૃત્યુ પહેલાં હું તેમને નહોતી ઓળખતી. પરંતુ મૃત્યુ પછી જે રીતે તેમને દાટવામાં આવ્યા તે જોઇને મને તેમનામાં રસ જાગ્યો હતો.તેમના ફાર્મમાં તેમને મશરૂમની પથારી પાથરીને ઉપર કોફીન રખાયું હતું. મશરૂમના જાળામાંથી બનાવેલા કોફીનનો ઉપયોગ થયો હતો. જે ઝડપથી જમીન સાથે ઓગળી જાય છે. તે જમીનમાંના ટોક્સીનને ઓગાળી નાખે છે અને ત્યાં અન્ય છોડવા પણ રોપી શકાય છે.
ર્ર્ભીૈ.ર્બસ નામની કંપની અમેરિકામાં આવા કોફીન બનાવે છે. ડેડ બોડીમાંના ટોક્સીનને જમીન માટેના ઉપયોગી પદાર્થમાં તે ફેરવી શકે છે. આમ એક વ્યક્તિ માટીમાં મળી જાય છે પણ બીજા જીવને ઉછેરવા માટે જગ્યા કરી આપે છે. લકી પેરીની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારા પિતાએ આવું કોફીન શોધી કાઢ્યું હતું. મશરૂમ આચ્છાદીત સ્યૂટમાં મરવાની તેમની છેલ્લી ઇચ્છા હતી. તેમની આ વાત ખુબ સુંદર છે તેને હું સૌ વાચકો સાથે શેર કરવા માંગુ છું.
ડેનમાર્કના વિજ્ઞાાની બોબ હેન્ડ્રીક્સે આ કોન્સેપ્ટ શોધી કાઢ્યો હતો. જેમાં ફંગસના જાળા વેલાના તાંતણા વગેરે ભેગા કરીને તેમાં માટી ભેળવીને તેમાંથી કોફીનનો આકાર બનાવવામાં આવતો હતો. જેના કારણે કોફીનની માટીમાં ભળી જવાની પ્રોસેસ વધુ ઝડપી બની શકે છે. આ રીતના કારણે બોડી અને કોફીન કેટલાક વર્ષમાં જમીન સાથે ઓગળી જાય છે. કોફીનમાંનુ માયસીલીયમ એકાદ અઠવાડીયામાં કોફીનને ઓગાળવાનું શરૂ કરી દે છે. આ પ્રોસેસ કુદરતી હોય છે જેમાં કોઇ ગરમી કે પ્રકાશની જરૂર નથી પડતી. જેવું કોફીન તૂટવા લાગે છે કે તેના કારણે હેવી મેટલ્સ, પેટ્રોેલીયમ વાળા બળતણ,ફાર્માસ્યુટીક્લ્સ વગેરે ઓગળવાના શરૂ થાય છે.
હેન્ડ્રીક્સ કહે છે કે આ સિસ્ટમના કારણે સ્થાનિક કોર્પોરેશનોને જમીનોના શુધ્ધિકરણમાં પણ ઉપયોગમાં આવી શકે છે. મૃત્યુના કારણથી પણ પૃથ્વીનો નાશ થઇ શકે છે. કેટલાક ધર્મમાં મૃતદેહને એવી રીતે બાંધી દેવામાં આવે છે કે જાણે તે સૂઇ ગયેલું હોય. માત્ર અમેરિકાની વાત કરીયે તો કોર્નલ યુનિવર્સીટીના સંશોધન પ્રમાણે દર વર્ષે ૪.૩ મિલિયન ગેલન એમ્બલેમીંગ (બોડીને સાચવતું) પ્રવાહી વાપરે છે. તેમજ ૮૨૭,૦૬૦ ગેલન ફોર્માલ્ડીહાઇડસ મિથેનોલ, બેન્ઝીન ગ્લુટાર્લેડીહાઇડ અને ફિનોલ વાપરે છે.બોડી મુકવા જે કોફીન આ લોકો વાપરે છે તે ખુબ મોંઘુંં હોય છે. તે માટે ૨૦ મિલિયન જેટલું લાકડાનું બોર્ડ વપરાય છે. તેમજ ૧૭,૦૦૦ ટન જેટલું કોપર અને બ્રોન્ઝ વપરાય છે. તેમજ હજારોે કિલો ટોક્સિક પ્લાસ્ટીક વપરાય છે. ફ્યુનરલ (અંતિમવિધિ સાથે સંકળાયેલી ચીજો વેચતી) ઇન્ડસ્ટ્રી ૨૦ અબજ ડોલરની છે. આવા કોફીન જમીનમાં ઓગળતા ૧૦ વર્ષ થાય છે. કોફીનમાંનું મટીરીયલ જમીનમાં ટોક્સીન ફેલાવે છે.
બીજો ધર્મ અગ્નિદાહ આપે છે. જેના માટે લાખો વૃક્ષો કપાય છે.ખાસ કરીને કેરીના વૃક્ષો કપાય છે.સૌથી વધુ કેરી ઉગાડતા આપણા દેશમાં ૨૦ વર્ષ પછી કેરી જોવા નહીં મળેે એમ કહી શકાય. ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં અંતિમવિધી કરવાથી કોઇ ફેર નથી પડતો. ૧૯૦૦ ડિગ્રી ફેરનહીટ ગરમી બે કલાક આપીને થતા અગ્નિદાહથી હવામાં ડાયોક્સિન અને મરક્યુરી છૂટે છે. બાય પ્રોડક્ટ તરીકે નાઇટ્રોજન ઓક્સાઇડ અને એસિડ રેઇનમાં દેખાતા પાર્ટીકલ્સ છોડે છે.
મારા કારણે પર્યારણને નુકશાન થાય અને તેનાથી અન્યને નુકશાન થાય તે મને પસંદ નથી. એટલેજ પર્યાવરણ ફ્રેન્ડલી રીત શેાધવી પડે. એટલેજ લોકોએ ગ્રીન ફ્યુનરલ માટે વિચારવું જોઇએ. મૃતદેહની રાખથી જમીન સમૃધ્ધ બને એવું કંઇક વિચારવાની જરૂર છે. આપણા મૃત શરીરથી જમીનને નુકશાન ના બદલે લાભ થવો જોઇએ એમ મારું માનવું છે. અત્યાર સુધી મારી સાથે રહેતા પ્રાણીઓ મારા પતિ જ્યાં રહે છે ત્યાં પહોંચી ગયા છે. તેમને જ્યાં દાટવામાં આવ્યા છે તેની ઉપર મેં ઝાડ ઉગાડયા છે. તેમણે ખાલી ખોળયું બદલ્યું છે. મારા મૃત્યુ પછી મને પણ આવી સુંદર જગ્યા આપજો.
લેખક મેનકા ગાંધીનો સંપર્ક : gandhim@nic.in