Get The App

પ્રાણીઓ પણ માણસ જેટલા જ સ્માર્ટ છે

Updated: Apr 26th, 2021


Google NewsGoogle News
પ્રાણીઓ પણ માણસ જેટલા જ સ્માર્ટ છે 1 - image


- સંવેદના : મેનકા ગાંધી

પૃથ્વી પરના તમામ જીવો કરતાં માણસ વધુ બુધ્ધિશાળી છે તે ભ્રમમાંથી બહાર આવો..  

 નાના કદના પ્રાણીઓ જેવાંકે વાનરના બચ્ચાં વગેરે કોઇ કામ કરવા માટે જમણા હાથનો ઉપયોગ કરે છે. પરંતુ આંચકીને ખોરાક લેવો હોય ત્યારે ડાબા હાથનો ઉપયોગ કરે છે..

ડોગ પોતાના પગ બીજા પગની ઉપર રાખવા ટેવાયેલો હોય છે.  ડોગને તાલીમ આપતા લોકોેએ તેમની ટેવ બદલવા પ્રયાસ કર્યો હતો પણ ફાવ્યા નહોતા...

આપણે માનવજાત એમ માનતા આવીએ છીએ કે પૃથ્વી પરના તમામ જીવો કરતાં જુદા પણ તરી આવીએ છીએ અને વધુ બુધ્ધિશાળી પણ છીએ. પરંતુ સમય જતાં જેમ જેમ નવા સંશોધનો થતા ગયા એમ એમ જોવા મળ્યું કે માનવ જાત પોતાને જે અદ્દભૂત અને બુધ્ધિની દ્રષ્ટીએ બહુ સુપર સમજતી હતી એવું નથી અન્ય પ્રાણીઓ પણ માણસ જેટલાજ સ્માર્ટ છે. પ્રાણીઓની સ્માર્ટનેસ અને બુધ્ધિ ચકાસવા માટેના પ્રયોગો જીવાણુઓ, ફીશ,કાગડા અને વાનર પર કરાયા હતા.

આ સંશોધનનું એક પાસું સમજવા જેવું છે. બ્રેનના ગોળાર્ધ પર સંશોધનો થયા છે. તેમાં ડાબો ભાગ અને જમણો ભાગ એમ બંનેને સમાવાયા છે. બ્રેનનો ડાબો ભાગ શરીરના જમણા અંગનું સંચાલન કરે છે એમ જમણો ભાગ ડાબા અંગનું સંચાલન કરે છે.મોટા ભાગના લોકો જમણેરી-જમણા હાથનો ઉપયોગ કરનારા હોય છે. એટલેકે તેમના બ્રેનનો ડાબો ભાગ રાઇટ સાઇડને વધુ મજબૂત બનાવે છે. આમ પણ ૯૦થી ૯૨ ટકા લોકોમાં બ્રેનનો ડાબો ભાગ શરીર પર નિયંત્રણ રાખે છે. અહીં પ્રશ્ન એ છે કે શું પ્રાણીઓ માણસ કરતાં જુદા છે?

પ્રાણીઓના વિવિધ આકારના કારણે ઘણા સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, ફીશ કે કરોડરજ્જૂ વિનાના પ્રાણીઓમાં પણ મગજના બે ભાગ હોવાનું મનાય છે. કેટલાક પ્રાણીઓ જમણીના બદલે ડાબી આંખ અને ડાબા કાનનો ઉપયોગ કરે છે. જે બતાવે છે કે તેમનું જમણી સાઇડનું બ્રેન એક્ટીવ છે. ડાબોડી એટલેકે ડાબા હાથનો ઉપયોગ કરનારા વધુ સંવેદનશીલ હોય છે. એવી રીતે જમણા હાથનો ઉપયોગ કરનારા પાસે રોગ પ્રતિકાર   શક્તિ વધુ હોય છે.

પ્રાણીઓની વર્તણૂક પર સાયન્ટિસ્ટ મેક નિલેજે કરેલા એક અભ્યાસ અનુસાર મકાઉ પ્રકારના વાનર ડાબી તરફના મગજનો ઉપયોગ કરે છે. જ્યારે તમને કશુંક શિખવાડાય છેે ત્યારે તે ડાબા હાથનો ઉપયોગ કરે છે અને જ્યારે કોઇ વસ્તુ લેવી હોય ત્યારે તે જમણા હાથનો ઉપયોગ કરે છે.

નાના કદના પ્રાણીઓ જેવાંકે વાનરના બચ્ચાં વગેરે કોઇ કામ કરવા માટે જમણા હાથનો ઉપયોગ કરે છે. પરંતુ આંચકીને ખોરાક લેવો હોય ત્યારે ડાબા હાથનો ઉપયોગ કરે છે. યુવાન ઘોડા તેમના જમણા નસકોરાથી શ્વાસ લેવાનું રાખે છે. જે ઘોડામાં સંવેદનશીલતાની માત્રા વધુ હોય તે જોવા માટે ડાબી આંખનો ઉપયોગ વધુ કરે છે. તાજેતરમાં પ્રાણીઓની વર્તણૂક પર થયેલા એક અભ્યાસ અનુસાર ૫૩ ટકા જેટલા ઘોડા પહેલા જમણો પગ આગળ મુકે છે. ૪૦ ટકા પહેલાં ડાબો પગ આગળ મુકે છે. ૭ ટકાનું કઇ ચોક્ક્સ નથી હોતું. 

અભ્યાસ કરનારાઓએ પહેલા ક્યો પગ ઉપાડવો તે માટે ફોેર્સ કરવા પ્રયાસ કર્યા હતા પરંતુ કોઇ ફર્ક નહોતો પડયો. ડોગ પોતાના પગ બીજા પગની ઉપર રાખવા ટેવાયેલો હોય છે. ડોગને તાલિમ આપતા લોકોે તેમની ટેવ બદલવા પ્રયાસ કર્યો હતો પણ ફાવ્યા નહોતા. ડોગ ડાબી કે જમણી એમ કોઇ પણ દિશામાં તેના માલિક ચલાવે એમ ચાલે છે પશુઓ કોઇ પણ નવી ચીજ ડાબી આંખથી જુવે છે . એવુંજ ફીશ,મરઘીના બચ્ચાં વગેરે પણ કરે છે. ચામાચિડીયાં ઉપર ચઢવા કે ખોરાક આંચકી લેવા ડાબા હાથનો ઉપયોગ કરે છે.  કાંગારૂ તેમના ડાબા પગનો ઉપયોગ કોઇ વસ્તુ પોતાની તરફ ખેંચવા કરે છે જ્યારે જમણા પગનો ઉપયોગ પોતાની શક્તિ બતાવવા કરે છે. 

    મોટા ભાગના પોપટ કોઇ વસ્તુ પકડવા કે ખાવાનું પકડવા ડાબા પગનો ઉપયોગ કરે છે. રેઇનબો પ્રકારની ફીશ પોતાના ગૃપ તરફ જો જમણી આંખે જુવે છે તો ડાબી તરફ તરીને જાય છે અને  જો ડાબી આંખેથી જુવે છે તો  જમણી તરફ જાય છે.  ૧૯૮૬માં કરેલા સંશોધન પ્રમાણે ઝિબ્રા મેલ જ્યારે ફિમેલ તરફ જુવે છે ત્યારે જમણી આંખે જુવે છે. એમી મ્યુઝિક પ્રકારના દેડકા સંવનન માટેના સિગ્નલનો અવાજ જમણા કાને પકડી લે છે અને કોઇ હુમલાખોરનો અવાજ ડાબે કાનેથી પકડી લે છે. કૂતરા અને બિલાડી કોઇ પણ પગનો ઉપયોગ કરે છે. જો ટકાવારી પ્રમાણે જોવા જઇએ તો ૪૬ ટકા બિલાડીઓ ખોરાક પકડવા પહેલાં જમણો પગ આગળ કરે છે. ૪૪ ટકા બિલાડી ડાબો પગ આગળ લાવે છે. ૧૦ ટકા બિલાડી ગમે તે પગ આગળ લાવે છે. બિલાડીની મોટાભાગની જાત તેમના સ્વભાવ અને મૂડ પ્રમાણે ખોરાકને ખેંચે છે.

     બિલાડી ક્યા પંજાનો ઉપયોગ કરે છે તે બાબતે અનેક સંશોધનો થયા છે. તે પ્રમાણે જોવા જઇએ તો તેમાં મેલ અને  ફિમેલના પણ ભાગ પડાયા છે. ૯૫ ટકા ફિમેલ કેટ પહેલાં જમણો પગ ઉપાડે છે. જ્યારે ૯૫ ટકા મેલ કેટ પહેલાં ડાબો પગ ઉપાડે છે.  જ્યારે બિલાડી ટેન્શનમાં હોય ત્યારે ક્યો પગ ઉપાડે છે તે પર પણ સંશોધન થયા છે. કેટલાક લોકો ડોગ ખરીદવા જાય ત્યારે તે ડાબોડી છે કે જમણેરી છે તે ખાસ જુવે છે. ડોગનો માલિક પોતે સ્ટ્રેસમાં હોય ત્યારે તેને ગમતા ડોગ હિલીંગ ટચ આપતા હોય છે.  મરઘી જમીન પર ફૂડ શોધવા માટે તેનો જમણા પગથી જમીન ખોતરે છે.આ માટે તે તેની જમણી આંખનો ઉપયોગ કરે છે. ૧૯૮૦ના દાયકામાં થયેલા સંશોધન અનુસાર જમીન પર પડેલા દાણા શોધવામાં મરઘીની ડાબી આંખ કરતાં જમણી આંખ વધુ સારું કામ કરે છે. તે જ્યારે ખાવાનું શોધે છે ત્યારે તેની ડાબી  આંખ હુમલાખોરો પર નજર રાખે છે. કબુતરમાં પણ જમણી આંખનું પ્રભુત્વ હોય છે. પરંતુ કબુતર ખોરાક શોધવા પગનો ઉપયોગ નથી કરતું એટલે તે જમણા પગના ઉપયોગનું મહત્વ તે સમજી શક્યું નથી. જ્યારે આકારની વાત આવે છે ત્યારે પક્ષીઓના બ્રેન અને માનવના બ્રેન એક સરખા લાગે છે.  સંશોધકો એ જણાવે છે કે જમણેરી ડોગ કરતાં ડાબોડી ડોગ વધુ નિરાશાવાદી હોય છે.  ડોગના માલિકો પણ ડોગ ડાબોડી છે કે જમણેરી તે જાણવા પ્રયાસ પણ કરે છે. 

ડોગની મુવમેન્ટ પરથી ખબર પડે છે કે તેના બ્રેનનો ક્યો ભાગ કામ કરે છે.આમ માત્ર ડોગની મુવમેન્ટ પરથી ક્યો ડોગ સારો સર્વિસ ડોગ બની શકે છે તે જાણી શકાય છે. આમ માણસ સુપીરીયર છે તે માન્યતા આ મુદ્દે પણ ખોટી પડે છે.


Google NewsGoogle News