Get The App

ભારતમાં પ્રાણીઓનું પૂજન અને દેરી બનાવાતી હતી

Updated: Mar 1st, 2021


Google NewsGoogle News
ભારતમાં પ્રાણીઓનું પૂજન અને દેરી બનાવાતી હતી 1 - image


- સંવેદના ઃ મેનકા ગાંધી

- દેશમાંથી નિકાસ થતી ચીજો પૈકી ૫૨ ટકા તો મીટ,ફીશ કે લેધરની છે

- બગલામુખી પણ ભૂત પ્રેતને ભગાડનાર દેવી તરીકે પૂંજાય છે. તે કોર્ટમાં ચાલતા કેસ જીતવા કે વિરોધીઓને ચૂપ કરવા કે તાકાત મેળવવા પૂંજાય છે.

પ્રાણીઓ પરના વધતા હિંસાચાર જોતાં એમ કહી શકાય કે ભારત આટલું ઘાતકી તો ક્યારેય નહોતું. ભૂતકાળ પર નજર કરીએ તો ભારતની ગણત્રી મોટા ભાગે શાંતિ પ્રિય દેશ તરીકે થતી હતી. જ્યાં માનવજાત અને પ્રાણીઓ એક સાથે રહેતા હતા અને બંને એક બીજાની મર્યાદાને માન આપતા હતા. પરંતુ છેલ્લા પચાસ વર્ષમાં બધું બદલાઇ ગયું છે. હવે પ્રાણીઓને ક્યાં તો ન્યૂસંસ ગણવામાં આવે છે કે ધંધો કરવા માટેની પ્રોડક્ટ ગણવામાં આવે છે તેમજ તેમને પરેશાન કરવાની વાત તો સાવ સામાન્ય બની ગઇ છે. 

જે દેશની સરકાર ખુશીખુશી એમ કહેતી હોય કે દેશમાંથી નિકાસ થતી ચીજો પૈકી ૫૨(બાવન) ટકા તો મીટ,ફીશ કે લેધરની છે (તેમની સાથે ઇંડાનો પણ સામવેશ છે) આમને શું કહેવું? કેટલાક દાયકાઓ પહેલાં દરેક ગામ અને સમાજ માટે એક ગ્રામદેવ જોવા મળતા હતા. આ ભગવાન કે માતાજીના પ્રતિક સમાન હતા. તે સમગ્ર વિસ્તાર પર નજર રાખતા હતા. તેમની એક નાની દેરી બનાવાતી હતી. તે ગામના લોકો અને પ્રાણીઓનું ધ્યાન રાખતા હોવાનું મનાતું હતું. બ્રહમારી  એક એવી માતા છે કે જે મધમાખી અને કીડીઓનો ખ્યાલ રાખતી હતી. તેને દુર્ગાનો અવતાર માનવામાં આવતી હતી. આવી દેરીની  નિયમિત પણે પૂજા કરાતી હતી. તેમનો ઉલ્લેખ દેવી ભાગવતમાં પણ કરાયો છે. તે માતાજીના મુખ્ય મંદિર ટ્રીસરોટા,જલપાઇગુરી અને નાસિકમંા આવેલા છે. 

બ્રહ્માને ખુશ કરવા અરુનાસુરાએ દશ હજાર વર્ષ તપ કર્યું હતું. પ્રથમ દશ હજાર વર્ષ તે સૂકા પાંદડા ખાઇને રહ્યા હતા. બીજા તબક્કામાં તે  માત્ર પાણીના ટીપા પર રહ્યા હતા. તે હવાને શરીરમાં ખેંચીને જીવતા હતા.  ચોથા અને  છેલ્લા તબક્કામાં તેમણે કશું લીધું નહોતું અને નક્કોરડા ઉપવાસ કર્યા હતા. તેમના શરીરમાંથી એવો ઝળહળતો પ્રકાશ બહાર નિકળ્યો કે પૃથ્વી બળવા લાગી હતી. ત્યારે ભગવાન બ્રહ્મા પ્રગટ થયા હતા અને વરદાન આપ્યું હતું કે તે બે અને ચાર પગના જીવો મારી શકસે નહીં. આવા વરદાનથી મજબૂત બનેલા અરૂનસુરાએ પોતાની ેએક નાની સેના તૈયાર કરી હતી અને ભગવાનને ખતમ કરવા પડકાર ફેંક્યો હતો. ભગવાન ઇન્દ્ર તેમની તાકાત જોઇને ધૂ્રજી ગયા હતા અને રક્ષણ માટે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પાસે ગયા હતા.

અરૂનસુરાએ ચંન્દ્ર,સૂર્ય અને ભગવાન શિવની ગુફા કૈલાશ પર્વત પર ચઢાઇ કરી હતી. કોઇ તેને હંફાવી શક્યું નહોતું એટલે પાર્વતીજીને બોલાવાયાં હતા. પાર્વતીજી વિશાળ રૂપ ધારણ કરીને આવ્યા હતા. તેમને ચાર હાથ અને છ પગ હતા. તેમના એક હાથમાં લાંબી તલવાર હતી. તેમણે આંખો  બંધ કરીને ધ્યાન ધર્યું હતું. તેમનો એક  પગ મધ માખીનો,  બીજો કીડીનેા અને ત્રીજો શિંગડા વાળા પ્રાણીનો  તેમજ એક પગ કરોળીયાનો હતો. તેમાંથી બહ્રમારી દેવી પ્રગટ થયા હતા. બંનેએ અરૂનસુરાને મારી નાખ્યો હતો અને તેના ટુકડા કરી નાખ્યા હતા. 

વર્ષોથી વીંછીને પૂજવામાં આવે છે. વીંછીના વિશ્વની એક અલગ ઓળખ છે. તમિળમાં તેને  ૅેાર ્રીન ેંનચંે કહે છે. બ્રહ્મપુત્રાના કાંઠે આવેલા ગુવાહાટીના પીકોક ટાપુપર તે વીંછીના રુપમાં પૂંજાય છે.

કર્ણાટકના કંદાકૂર ગામમાં છેલીના જાત્રે નામે ઉજવાતા નાગપંચમીના ઉત્સવને વીંછીના ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. 

રસપ્રદ વાત એ છે કે આ વિસ્તારમાં ંવીંછી કરડયાની કોઇ ઘટના બનતી નહોતી. વીંંછીઓના દેવીને કોન્ડામાઇ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની આસપાસ વીંછી ફરતા જોવા મળતા હતા. આંધ્ર અને તેલંગાણા જેવા નજીકના રાજ્યના લોકો પણ વીંછીના ઉત્સવમાં ભાગ લેવા આવતા હતા. 

તેમના અનુયાયીઓ  માનતા હતા કે તેમની ભક્તિ કરવાથી આપણને વીંછી નહીં કરડે. તો કોલાકના મંદીરમાં કોલારામા તરીકે પૂજાતા હતા.ત્યાં એક પ્રાચીન હૂંડી આવેલી છે જેમાં છેલ્લા એક હજાર વર્ષથી લોકો પૈસા નાખે છે. 

રાજસ્થાન, હિમાચલ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ગુજરાત વગેરે રાજ્યોમાં સાપના દેવ તરીકે ગોગાજી કે ગોગા મહારાજ પૂંજાય છે.  તે ગોગા વીર કે ગોગા રાણા તરીકે પણ ઓળખાય છે.  પ્રાચીન કથા અનુસાર ગુરૂ ગોરખનાથના આશિર્વાદથી  ગોગાજીનો જન્મ થયો હતો. ગાયોની સેવા કરવા તેમનો જન્મ થયો હતો. કહે છે કે ૧૨મી સદીમાં ગમગાનગર નજીક બગડા દેદગા નામે તેમનું સાસન ચાલતું હતું. તે ચૌહાણ સમાજના વંશજ ગણાતા હતા.

ગોગા તેમના અનુયાયીઓને સાપ કે અન્ય ઝેરી જીવાતથી રક્ષણ આપતા હોવાનું મનાય છે. હિન્દુની સાથે તેમના મુસ્લિમ અનુયાઇઓ પણ હતા. તેમની દરગાહને એક રૂમમાં રખાતી હતી. તેના દરેક ખૂણે એેક નાની કબર રખાતી હતી. તેના ચારે ખૂણે વાંસની લાકડીઓ અને સફાઇ કરાતી હતી.

તેમને સિમ્બોલ બ્લેક સ્નેક હતો. તે દિવાલ પર ચિતરવામાં આવતો હતો.રાજસ્થાનના હનુમાનગઢમાં તે જોવા મળે છે. ત્યાં લોકો પોતાના ગળેે સાપ વીંટાળેલો જોવા મળતા હતા. 

પંજાબ પ્રાંતના ગુગાજમાં આવેલા સ્થાનકમાં એવી લોકવાયકા ચાલતી હતી નજીકમાં આવેલી ઉજ્જડ જમીનમાંથી જે લાકડી ઉંચકી લાવે તો તે લાકડી સાપ થઇ જાય છે. ત્યાં સાપ રહે છે એટલે લોકો ત્યાં જમવાનું આપવા આવતા હતા . સ્નેકમાતા નાગછૈયામા એ રાઠોડ રાજપુત કોમના કુળદેવી છે. તેમના શરીરનો ઉપરનો અડધો ભાગ સ્ત્રીનો અને નીચેનો ભાગ સાપનો જોવા મળતો હતો. તેમનું મેઇન મંદિર જોધપુર નજીક નાગના ગામે છે. રાવ દુધાતે તે  લીમડાના ઝાડ નીચેે તેમની સ્થાપના કરી હતી. જે જે ગામમાં રાઠોડ રહેતા હતા ત્યાં ત્યાં આ માતાના મંદિર જોવા મળતા હતા.

ગુજરાતના ખાખરાચીમાં પણ તે પૂજાતા જોવા મળે છે. જ્યાં રાઠોડોએ માનસા દેવીનું મંદિર બનાવ્યું છે. જે મુખ્યત્વે બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતમાં પૂંજાય છે. તે વિષહારા તરીકે પણ ઓળખાય છે. એટલે કે વિષનો નાશ કરનાર. 

એવીજ રીતે બગલામુખી પણ ભૂત પ્રેતને ભગાડનાર દેવી તરીકે પૂંજાય છે. તે કોર્ટમાં ચાલતા કેસ જીતવા કે વિરોધીઓને ચૂપ કરવા કે તાકાત મેળવવા પૂંજાય છે. બગલામુખીનું મેઇન મંદિર પાટણ અને મધ્યપ્રદેશના દેતીયાગામમાં આવેલું છે. 

જુલાધાટ અને પંચેશ્વર ક્ષેત્રમાં તે પ્રાણીઓના રક્ષક તરીકે  છાઅુમા પૂંજાય છે. તેમને ધંટ અને દૂધ ચઢાવાય છે આવાતેા અનેક પ્રાણીઓ છે કે જેમની પૂંજા થાય છે .તમારી પાસે આ બાબતે વધુ કોઇ વિગત હોય તો મને મોકલજો..યચહગરૈસજ્રહૈબ.ૈહ


Google NewsGoogle News