આરાધ્યદેવ ગણપતિની પૂજા-વંદના
ગણપતિને આરાધ્યદેવ તરીકે પૂજનારા ભાવુકોની સંખ્યા નિયમિત વધતી જાય છે. પરંતુ કેટલાય લોકોને ગણેશપૂજનની સાચી વિધિ ખબર નથી. અહીં શ્રી લક્ષ્મી પ્રાપ્ત માટેના સ્ત્રોતની વિગતો આપી છે.
સંપૂર્ણ સૌખ્ય અપાવનાર સચ્ચીદાનંદ સ્વરૂપ વિઘ્નરાજ ગણેશને મારા નમસ્કાર હોજો. જે દુષ્ટ-અરીષ્ટ ગ્રહોનો નાશ કરનાર પરાત્પર પરમાત્મા છે તે ગણપતિને નમસ્કાર કરું છું. જે મહાપરાક્રમી, લંબોદર, સર્પમય યજ્ઞાોપવિતથી સુશોભિત અર્ધ ચંદ્રધારી અને વિઘ્ન સમુહનો વિનાશ કરનારા છે તે ગણપતિને હું વંદન કરું છું. ઓમ હૉં હી હૂૅં હૌં હં: હેરમ્બને નમસ્કાર હોજો હે ભગવંત તું સિદ્ધિનો દાતા છે તું અમારા માટે સિધ્ધિ-બુદ્ધિ દાયક છે. તને સદેવ મોદક (લાડવા) પ્રિય હોય છે. તું મનવાંચ્છિત ધન દેનારો છે. સીંદૂર અને લાલ વસ્ત્રથી પૂજારનાર તું હંમેશ વરપ્રદાન છે. જે મનુષ્ય ભક્તિભાવથી આ ગણપતિ સ્ત્રોતનો પાઠ કરે છે તેનું દેહઘર છોડીને લક્ષ્મી જતી નથી.
'શ્રી'ની સાધના કરવા માટે કેટલાક મંત્રો ખૂબ પ્રભાવી છે. તેમાંના અમુક મંત્ર નીચે આપીએ છીએ.
સર્વ પ્રકારના કષ્ટ નિવારવા માટે અચુક ઉપાય.
'ઓમ ગં ગણપતેય નમ :
આ મંત્રનો જપ વીધિ આ પ્રમાણે છે.
પ્રાત : કાળે સ્નાનાદિથી શુદ્ધ થઈને પવિત્ર જગ્યા કુશ અથવા ઘરોના આસન પર પૂર્વ અથવા ઉત્તરાભીમુખે બેસવું અને ભગવાન શ્રી ગણેશની પ્રતિમા અથવા મઢાવેલી તસ્વીર પોતાની સમક્ષ રાખવી, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ આદીથી શ્રી ગણેશનું પૂજન કરીને પહેલાં દિવસે સંકલ્પ કરવો કે અમુક કાર્યની સિધ્ધિ માટે આ મંત્રના પ્રતિદિન આટલા ૪૫ કરીશ.' ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને એકાગ્ર ચિત્તે જપ કરવો. જપ કરતી વખતે શરૂઆત શ્રી કરીને છેવટ સુધી ઘીનો દિવો શ્રી ગણેશ પ્રતિમાની જમણી બાજુએ પ્રજ્વલિત રાખવો. દિપની નીચે અક્ષત (ચોખા) મુકવું. દરરોજ ૧૦૮ માળાનો જપ કરવો ઉત્તમ નહિતર સગવડ પ્રમાણે ૫,૧૧,૩૧ માળાનો પણ જપ કરી શકાય. જપ વ્યક્તિ પોતે કરી શકે અથવા સદાચારી,સાત્વિક બ્રાહ્મણ પાસેથી પણ તેણે યોગ્ય દક્ષિણા આપીને કરાવી શકાય. જેનો વ્રત બધ થયેલ ન હોય તેણે ઓમ કાર સિવાય કેવર ગં ગણપતેય નમ: મંત્રનો જપ કરવો.
કોઈપણ ઈચ્છા રાખ્યા વિના ભગવાન શ્રી ગણેશની પ્રસન્નતા અર્થે કેવળ આ મંત્રનો રોજ ૫,૧૧,૨૧, માળાનો જપ કરવાથી જપ કરનારનું બધા પ્રકારે કલ્યાણ થાય છે. આ પરમ મંગલકારક મંત્ર છે. આનું અવલંબન કરનારને ભગવાન શ્રી ગણેશની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. મંત્રોચ્ચાર સ્પષ્ટ હોવાનું આવશ્યક છે.
એંકાક્ષરી ગણેશ મંત્ર : ઓમ ગં, ઓમ
ષડાક્ષરી ગણેશ મંત્ર : ઓમ વક્રતુંડાય હં ઓમ
અષ્ટાક્ષરી ગણેશમંત્ર : ઓમ ગજાનનાય નમ :
પુત્ર પ્રાપ્તિ માટેના મંત્ર : ઓમ ઉમાપુત્ર તર્પ યામી
આ મંત્રથી ૪૪૪ વખત ફુલથી અથવા દુર્વાશી તર્પણ કરવું.
ઓમ નમો લક્ષ્મી ગણેશાય મહયં પુત્ર પ્રવચ્છ સ્વાહા।
(આ મંત્ર લક્ષ્મી ગણપતિ મંત્ર છે)
શ્રી ગજાનન જય ગજાનન ।
ઓમ નમો ભગવતે ગજાનનાય ।
ઓમ શ્રી ગણેશાય નમ : ।
શ્રી ગજાનન જય ગજાનન જય જય ગજાનન ।
ઓમ વક્રતુંડાય નમ : ।
નીચેના ત્રણમાંથી કોઈપણ એક મંત્રનો પ્રત્યહી ૬ હજાર ૪૫ કરવા. એટલે તે દિર્ધાયુષ્ય, આરોગ્ય, બુદ્ધિ અને સંપત્તિનો લાભ થાય છે.
(૧) નમો હેરંબ (આ પંચાક્ષરી મંત્ર)
(૨) ઓમ નમો હેરંબ (ષડાક્ષરી મંત્ર)
(૩) ઓમ નમો ભગવતે ગજાનનાય (દ્વાદશાક્ષરી મંત્ર)
ઉપરોક્ત મંત્ર બદલ મહાન ગણેશ ભક્તોનો અનુભવ છે સાધકે કોઈપણ એક મંત્રને પસંદ કરીને સંકલ્પ કરી મંત્ર જપ કરવો. શ્રધ્ધા રાખશો ફળ નિશ્ચિત જ મળશે.
સર્વ સાધારણ સાધના :
શ્રી ગણેશના મંદિરે હૃદયપૂર્વક ૨૧ દિવસ દર્શને જવું. ત્યાં પ્રતિદિન ૨૧ પ્રદક્ષિણા કરવી. કાયમ સાતત્યથી (નિત્ય) ગણપતી દર્શન કરવા. લાલ ફૂલ ચઢાવવા, પ્રતિદિન ગણપત્ય પર્વશીર્ષના ૨૧ આવર્તન કરવા. શક્ય હોય તો તે આવર્તનથી ગણેશમૂર્તિ પર દૂધથી શ્રી અભિષેક કરવો. ગણપતીને દુર્વા ચડાવ્યા સિવાય જમવું નહીં. દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણે વેળા નારદકૃતત સંકટ નાશન સ્ત્રોત નિયમિતપણે બોલવો, આ પૈકી બની શકે તો વિધિ નિયમિત કરવી અને નિયમ પાકો રાખવો.
બધા જ માટેની સુલભ સાધના :
આસ્તિક, શ્રધ્ધાળુ, ભાવિક બ્રાહ્મણ સિવાયના સ્ત્રીઓને પણ કરવા યોગ્ય એવું શ્રી સિધ્ધિ વિનાયક ષોડશ જપાત્મક એક સુલભ સાધન છે.
''સુમુશ્ચ કહન્તચ્ચ કપિલો ગજકર્ણક : ।
લમ્બોદરચ્ચ વિકટો વિઘ્નરાજો ગણાધિય : ।।
ધૂમ્રકેતુગ્રેણાહચઓ ભાલચંદ્રો ગજાનન :
વક્રતુણ્ડ : શૂર્પકર્ણો હેરમ્બ : સ્કદપૂર્વજ : ।।
શૂચિમૂત થઈને શ્રી સિધ્ધિ વિનાયકની ભક્તિપૂર્વક યથાશક્તિ પૂજા કરીને કામના (ઈચ્છા)નો સંકલ્પ કરી અગરબત્તી, ઘીનો દિપ (જપ પૂર્ણ થાય ત્યાં સુધી અખંડ રાખવો) કરીને સ્વસ્થપણે ધ્યાનથી આ સોળ નામનો એકવીસ વખત જપ કરવો. જપ પૂર્ણ થયા બાદ તે જપ દેવને અર્પણ કરીને ઈષ્ટકામના સિધ્ધિ માટે પ્રાર્થના કરવી. આ પ્રમાણેનો જપ એકવીસ દિવસ સુધી ત્રિકાળ સવારે ૬.૦૦ બપોરે ૧૨ અને સાંજના ૬-૦૦ વાગે) કરવાથી ઈષ્ટકામના ફળીભૂત થયાનો ઘણાને અનુભવ છે. વિશિષ્ટ કામના ઈચ્છાની સિધ્ધિ માટે આ નામ જપ આજ પધ્ધતિથી ૪૮ દિવસ કરવો જોઈએ. અને મહત્ત્વની કામના સિધ્ધ ફળદાયી થવા માટે આ જ પ્રમાણે આજ જપ ૧૨૧ દિવસ નિયમિત (અખંડ) કરવાથી કામનાની પરીપૂર્ણ સફળતા માટે સંશય નથી. ભાવિકોએ અવશ્ય લાભ લેવો.
સંક્રષ્ઠી ચતુર્થી :
સંક્રષ્ઠી ચતુર્થી એ ગણેશવ્રતોમાંનું એકવ્રત છે. તે દર મહિનાના વદ પક્ષની (બીજા પખવાડિયામાં) ચતુર્થીના દિવસે કરવાનું હોય છે. આ દિવસે આખો દિવસનો ઉપવાસ કરીને રાત્રે શ્રી ગણેશજીની પૂજા કરી નૈવેદ ધરાવી અને ચંદ્રદર્શન કરી ત્યારબાદ ઉપવાસ છોડવાનો હોય છે. કોઈ પણ સંકટના પરિહાર માટે આ વ્રત કરવાનું મહત્ત્વ છે. આ દિવસે સંધ્યાકાળે સ્નાન કરીને સૂચિભૂત થઈને શ્રી ગણેશની પૂજા કરવી. પૂજા કરતી વખતે જે કામના (ઈચ્છા માટે વ્રત કરતા હોઈએ તેનો સંકલ્પ કરવો. તે સંકટનો (કામનાનો) ઉચ્ચાર કરવો. તે સંકટ નિવારણ કરવાની વિનંતી દેવ સમક્ષ કરવી. ત્યારબાદ ચંદ્રપૂજા કરવી. નૈવેધ ધરાવી ઉપવાસ છોડવો એટલું અવશ્ય યાદ રાખવું કે આ દિવસે ચંદ્રદરેશન અવશ્ય કરવાના.
વિનાયકી :
સંક્રષ્ઠી પ્રમાણે શ્રી ગણેશની પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવો. પણ એ ઉપવાસનું પારણું બીજે દિવસે કરવું. (ઉપવાસ બીજે દિવસે છોડવો) સર્વ પ્રકારની મનોકામના પૂર્ણ થવા માટે આ વ્રત કરવામાં આવે છે. જે દિવસે અંગારિકા, વિનાયકી યોગ હોય છે તે પણ ખૂબ જ મહત્ત્વનો છે.
અંગારિકા :
મંગળવારે સંક્રષ્ઠી આવે તો તેને અંગારીકા કહેવામાં આવે છે. આ દિવસે સંક્રષ્ટી પ્રમાણે જ પૂજા અર્ચના ઉપવાસ કરવા અને ઉપવાસ તેમ જ દિવસે છોડવો. (ચંદ્રદર્શન કરીને) એક અંગારીકાનું વ્રત મહાત્મય ૨૧ સંકષ્ટી વ્રત જેટલું છે. તો ભાવિકોએ અંગારીકાવ્રત હંમેશા કરવું.
સાધના માટેની માહિતી :
''શ્રી''ને તમારી શ્રધ્ધાભરી ભક્તિ જ જોઈએ. તે તમે કાવિકા, વાચિક, માનસિક, આર્થિક એટલે જ શરીર કષ્ટ દ્વારા ગણેશ વિષયક્ર સાહિત્ય વાંચીને ધ્યાન માનસમુદાયિ ચિન્તનાત્મક અથવા દ્રવ્ય અર્પીને.
કાયિકા : ૭, ૧૧, ૧૨૧ પ્રદક્ષિણા ગણેશમૂર્તિની કરવી. વિગેરે શારીરિક શ્રમ વડે ત્યાંનું કામકાજાદી સેવા કરવી, સંક્રષ્ટી વિનાયકીના મંગળવારના ઉપવાસ નારદકૃત સંકટ નાશક સ્ત્રોતો સ્વહસ્તે લખીને અન્યને વહેંચવા.
વાચિક : ગણેશ વિષયક, ધ્યાન-ધારણાદી, માનસપૂજા, ચિંતન, મનન ઈત્યાદિ કરવું.
આર્થિક : ગણેશ મંદિરના જીર્ણોધ્ધારના નિમિત્તે કિંવા તત્સમ કાર્ય માટે આર્થિક સહાય કરવી. અથવા ગણેશ વિષયક, પુસ્તકો, ગ્રંથોની લહાણી કરવી. કામના પૂર્ણ થયે આ ગ્રંથની ૨૧ પ્રત વહેંચવી.
ઉપરોક્ત તત્ત્વોમાંથી જે તત્ત્વ આપને પસંદ પડે તે દર્શાવ્યા પ્રમાણે ''શ્રી'' સાધના શ્રધ્ધાપૂર્વક કરવી, હઠ પકડવી નહીં. પરંતુ ''શ્રી''ની શ્રધ્ધાપૂર્વક ભક્તિ કરવાથી જ શ્રી અમુક તમારી મનોકામના પૂર્ણ કરે જ છે. કારણ તમારી મનોકામના પૂર્ણ કરનાર એજ એક માત્ર છે.