Get The App

ઓછી 'હાઈટ' છતાં ઊંચા કેમ દેખાવું?

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
ઓછી 'હાઈટ' છતાં ઊંચા કેમ દેખાવું? 1 - image


ઊંચી વ્યક્તિની એક આગવી પ્રતિભા પડે છે. પણ બધાને ઊંચાઈ નસીબમાં હોતી નથી. માતા-પિતાએ વારસામાં આપેલી ઊંચાઈ જ તેમને પ્રાપ્ત થાય છે. માતા પિતામાંથી એકાદ પણ ઓછી ઊંચાઈ ધરાવતું હોય તો તમને નવાણું ટકા ઓછી ઊંચાઈ જ મળશે. બંને ઊંચા હોય તોે નક્કી તમે ઊંચા થવાના, પણ તોય તમે નીચા હો તો શું કરવું?

''જીનેટીક ફેક્ટરનું જીવનમાં મહત્ત્વ છે અને  ઊંચાઈ તેને આંબી શકતી નથી. તમે પૃથ્વી પર અવતરી ચૂક્યા, મા-બાપની પસંદગીનો પણ પ્રશ્ન નથી ત્યારે તમને તમારી ઊંચાઈ માટે ઘણું લાગી આવે છે.'' બેલા કહેતી હતી!

''મેડમ, બહુ જ ખરાબ લાગે છે લઘુતાગ્રંથિ થાય છે. ઈશ્વરે રૂપ આપ્યું ને ઊંચાઈ ન આપી! બધા ટોળામાં અલગ પડી જવાય... કોલેજમાં બધા... ... બેલાથી ઓળખાવે ને ઘરમાં બધા ''ટેણકી'' કહે તો શું કરવું?''

બેલાએ કે બેલા જેવા ઘણાએ,  બહુ નિરાશ થવાની જરૂર નથી. આ વિશ્વમાં કશી વાત બહુ અઘરી નથી. હા એ વાત સાચી છે કે ઊંચાઈ ''બોનસ્ટ્રક્ચર'' પ્રમાણે રહે છે. હાડકાં સ્થિતિસ્થાપક નથી તેથી ખેંચાતા નથી અને 'સોળે'  સાન ન આવે પણ વીસે વાન.'' જરૂર આવી જાય છે. દાદીમાની વાતો એવું કહે છે કે સ્ત્રી રજસ્વલા થાય પછી ઊંચાઈ  ન વધે પણ એમના   જમાનામાં સત્તર અઢાર વર્ષે એવું થતું   હવે કિશોરી  અગિયાર બારમા વર્ષમાં તૈયાર થઈ જાય છે. તે પછી પણ વિકાસ થાય છે અને લગભગ અઢાર - વીસ વર્ષ પછી તે અટકી જાય છે.

આપણે ત્યાં યુવતીઓની સરેરાશ ઊંચાઈ ૫ ફૂટ ગણાય છે. તેની ઉપર જેટલા વધુ ઈંચ મળે તેટલા તમે સદ્ભાગી. પણ યુવતીઓએ ઘણું ખરું પોેતાની ઊંચાઈનું યોેગ્ય પ્રદર્શન કરતી નથી. જે લોકો ઓછી ઊંચાઈના છે તેઓે પ્રયત્ન દ્વારા થોડા ઊંચા જરૂર દેખાઈ શકે છે.

પોશ્ચર : 

ઊંચાઈમાંથી પોશ્ચર (દેહછટા)નું આગવું પ્રદાન છે. કરોડરજ્જુ સ્થિતિસ્થાપક છે, તેને ખેંચાય છે, ટટ્ટાર મસ્તક્, સમાંતર ખભા, ખેંચેલી છાતી, દબાયેલું પેટ, હિપ્સને  આપોઆપ બહાર લાવશે. અને સુંદર પોશ્ચર સર્જશે  જેના કારણે એકથી બે ઈંચ ઊંચાઈ વધુ દેખાશે.

પોશ્ચરને સુંદર બનાવવા માટે ઊંડોે શ્વાસ લેવાની આદત તેમજ પોેશ્ચરની કેટલીક કસરત નિયમિત કરવાથી થોડા સમયમાં આપોઆપ તે  સુધરી જાય છે.

બેસતાં ઉઠતાં ચાલતાં પ્રત્યેક પ્રવૃત્તિમાં પોશ્ચરની સભાનતા જાળવવી જરૂરી છે. 

વસ્ત્રોની પસંદગી : 

નીચી કે ઓછી ઊંચાઈની વ્યક્તિ માટે વસ્ત્રોની પસંદગી  બહુ ચોક્કસ જાણકારીથી  કરવી જોઈએ. ઊંચાઈનો ભ્રમ (ઈલ્યુઝન) ઊભો કરવા માટે કપડાની ડિઝાઈન એકદમ ઝીણી, નાની બોેર્ડર, એકદમ નાના ડોટ્સ, એકદમ નાની પાતળી લાઈનની ડિઝાઈન, ઊભી લાઈન પાસે પાસે હોય તેવી ડિઝાઈન વ્યક્તિને ઊંચી બતાવવામાં  ઘણા મદદ કરકે છે.

રંગોેનું વિજ્ઞાાન પણ એવું છે કે આખા શોડ્સ વધુ ઉઠાવ આપે છે. પ્રિન્ટ હોય કે પ્લેઈન ડિઝાઈન રંગો બહુ ''ગોડી'' કે મલ્ટીકલર સારા નહીં લાગે. આછા સૌમ્ય રંગો વધુ શોેભશે. સાડી પહેરતા  હો તો કોેન્ટ્રાસ્ટ કલરનો બ્લાઉઝ પસંદ કરવાને બદલે બદલે એક જ રંગનો  બ્લાઉઝ ઊંચાઈ દેખાડશે.

નીચી વ્યક્તિઓના પગની લંબાઈ ઓછી હોય છે. તેની કમરની નીચેનો ભાગ નીચો લાગે છે.

ઉપરના ભાગને વધુ ધ્યાન ખેંચે તેવોે બતાવી ''હાઈલાઈટ'' કરી શકાય.

સલવાર કમીઝ, ચૂડીદાર વ. પહેરતા હોે તો એક જ રંગના પસંદ કરવા. સ્કર્ટ પહેરતાં તોે હો તો પાતળી  પ્લિટ્સવાળી લેન્થના (ઘૂંટણ સુધીના) પહેરવા. પેન્ટ બહુ શોેભશે નહીં.

નીચી વ્યક્તિને પહોેળાઈ ઓછી હોય તો તે ઊંચાઈ આપે છે. તેથી વજન વધુ હોય તો થોડી સ્લીમ બોડી કરવાની જરૂર છે. વધુ વજન હોય તો ઘટાડવાની તથા ચરબી  જે ભાગમાં હોય તે ઓછી કરવાથી ઘણો ફાયદો થાય છે.

ડ્રેસિઝ પહેરતાં હો તો તેની સીલાઈમાં ગજવા, ફ્રિલ, ઝૂલ, લેસ, મોટી  એમ્બ્રોઈડરી  વિ. ન કરાવો. બને ત્યાં સુધી સીમ્પલ સેટિંગ્સ સારું લાગશે. ''વી''  જેકના ગળા સ્ટેન્ડપટ્ટી સારા લાગે છે.

કાપડની પસંદગી કરતી વખતે પણ ધ્યાન રાખવા જેવું છે. વધૂ  ફૂલેલા જાડા સ્ટાર્ચવાળા કાપડને બદલે પાતળા પણ  પારદર્શક નહીં એવા કપડાં લેવા સુંવાળું  પોત લેવું. આ રીતે કપડાંની યોગ્ય પસંદગી એકાદ ઈંચ જેટલી ઊંચાઈ દેખાડવાની સુવિધા કરી આપે.

કેશભૂષા : 

 હેરસ્ટાઈલથી વ્યક્તિની ટોટલ પર્સનાલિટી બદલાઈ શકે છે. નીચી વ્યક્તિઓ મોટા ભાગે ગોેળમટોળ ચહેરાવાળી હોય છે. તેથી કપાળ નાનું, ગરદન ટૂંકી હોય ત્યારે વાળને એ રીતે ઓળવા જોઈએ કે જેનાથી ચહેરાનો આકાર ગોળમાંથી લંબગોળ બતાવી શકાય.

આ માટે વાળમાં પાંથી ન પાડવી અને ઊભુ માથું પણ  ઊંચાઈ આપે તેવું ઓળવું. થોડુંક બેક કોમ્બીંગ કરી વાળ ઊંચા લઈ શકાય, ઉપર  રહે તેવી વાળની ઊંચી સ્ટાઈલ, કોરા વાળ અને કાપેલા હોય તો શોલ્ડર કટ પણ આગળથી ફુગ્ગો  કરી ઓળેલા કે કટ કરેલા વધુ સારા લાગે છે. અર્ધાથી એક ઈંચ જેટલી ઊંચાઈ વધુ દેખાઈ શકે છે.

શરીરની જેમ ચહેરો પણ પાતળો બતાવવાથી જાડાઈ ઓછી લાગી, ઊંચાઈ વધુ લાગી શકે છે. તેથી કાન પર વાળ ન લેવા, સાઈડમાં બેક કોમ્બિંગ ન કરવું હિતાવહ છે. પર્મિંગ (વાંકડિયાવાળા) કરાવી શકાય જે વાળને જથ્થો આપે છે.  વિગ કે સ્વિચ પહેરી શકાય છે.

પગરખાં : 

 ઊંચા દેખાવા માટે અતિશય ઊંચી એડીના પગરખાં પહેરવાની  જરૂર નથી. એક કે દોઢ ઈંચ  ચાલશે અને તે એક 'ગ્રેઈસ ફૂલ' ચાલ આપશે.

આ સાથે ઓછો મેકઅપ, સ્મિતભર્યો ચહેરો અને આત્મવિશ્વાસ સાથેની વાતચીત તમારી નીચાઈને જરૂર એક નવી ઊંચાઈ આપશે!

Tags :