Get The App

આકરા તાપથી કેમ બચવું? .

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
આકરા તાપથી કેમ બચવું?                             . 1 - image


- ઘરના વડીલો, દાદી, નાનીના અનુભવોનો ભાદરવી ગરમીથી બચવા માટે લાભ લેવો જોઈએ. ક્યાં ફળનો અથવા ફળના રસનો ઉપયોગ કઈ યોગ્ય રીતે કરી શરીરમાં આંતરીક ઠંડકનું પ્રમાણ સમતોલ રાખી શકાય તેનો અભ્યાસ કરીએ. કારણ હવે દરેક ગલીઓમાંથી ઠંડા પાણીની પરબો કાલબાહ્ય થઈ ગઈ છે. 

શાળામાં એક કવિતા વંચાતી મારી મહેંદીનો રંગ ઊડી જાય રે... સુરજ ધીમા તપો.  સૂરજદાદાના ઉગ્ર તાપ તળે દરેક પ્રાણી શેકાતો માલુમ પડશે. ત્રાહિમામ પોકારાવતી ગરમીથી બચવા માટે આ મોસમમાં ચીભડું, કાકડી, તરબૂચ જેવા રસાળ અને ફાઈબરયુક્ત ઠંડક આપવાવાળા ફળફળાદી મળે છે. જેના સેવનથી શરીરને બાહ્ય ગરમીથી સંરક્ષણ મળી રહે છે. ઘરના વડીલો, દાદી, નાનીના અનુભવોનો ભાદરવી ગરમીથી બચવા માટે લાભ લેવો જોઈએ. ક્યાં ફળનો અથવા ફળના રસનો ઉપયોગ કઈ યોગ્ય રીતે કરી શરીરમાં આંતરીક ઠંડકનું પ્રમાણ સમતોલ રાખી શકાય તેનો અભ્યાસ કરીએ. કારણ હવે દરેક ગલીઓમાંથી ઠંડા પાણીની પરબો કાલબાહ્ય થઈ ગઈ છે.

* ધોમધમખતા બપોરીયા તાપમાં શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તેથી ઘરની બહાર નીકળતા પહેલાં એક ગ્લાસ ઠંડુ પાણી પી નીકળવું.

* શક્ય હોય તો આમલીનું ગોળ નાંખેલું ખાટું મીઠું 'પન્હુ' (સરબત) પીવું ખૂબ હિતાવહ છે.

* પ્લમ, ફાલસા અને લીંબુની શિકંજી, બિલીયાનું શરબત પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે.

* મિલ્ક શેક, સ્મુધી, આઈસ્ક્રિમનું સેવન પૌષ્ટિક સાબીત થઈ શકે છે. પણ તેમાં મીઠું હોતું નથી તેથી તેમનું સેવન સવારના સમયમાં હિતકારક છે.

* લસ્સી-ઠંડાઈ જેવા પારંપારિક પીણામાં ગુલકંદ અથવા આમલાનો મુરબ્બો ભેળવી પીવું જોઈએ.

* 'સત્તુ' બજારમાં મળી રહે છે. જે અલગ અલગ પ્રકારના અનાજના લોટનું મિશ્રણ હોય છે. નમકીન સત્તુને ઘીમાં શેકી તેમાં ગોળ ઉમેરી ખાવાથી પેટને ઠંડક મળશે અને પેટ ભરેલું લાગશે.

* શક્કરટેટી, તરબૂચ, ચીભડું, કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી અને ફાઈબર હોય છે જે ગરમી સામે શરીરને આંતરીક ઠંડક આપે છે. પરંતુ આ બધા ફળોનું સેવન ક્યારેય ખાલી પેટે કરવું નહીં.

* શક્કરટેટી ચાલીસ દિવસ સુધી લગાતાર સવારના નાસ્તા અને બપોરના ભોજનના વચ્ચેના સમયમાં સિંધાલૂણ નાંખી ખાવામાં આવે તો વર્ષભર પેટને લગતી સમસ્યાઓ થતી નથી. ચીભડું અને તરબુચ સાથે દૂધ દહીંનું સેવન કરવું નહીં.

* તરબૂચ પર સિંધાલૂણ અથવા મીંઠુ ભભરાવી ખાવું જોઈએ. શક્કરટેટી પર સાકર અથવા બુરુ ખાંડ ભભરાવી ખાવી જોઈએ.

* તરબૂચનો સફેદ ભાગ ઠંડક આપતો હોય છે. તેની છાલ ઉતારી છીણ કરી લો અને રાયતું બનાવી ઉપયોગ કરો. તેને ધીમાં શેકી કાંજી બનાવી ઉપયોગમાં લઈ શકાય છે. આ સફેદ ભાગનાં પીતાં કરી આંખો પર રાખવાથી ગરમીને લીધે થતી આંખોની બળતરામાં આરામ મળે છે. આંખોને ત્વરીત ઠંડક મળે છે.

* ગરમીને લીધે તાવ આવી જતો હોય ત્યારે એલોવીરાનો લંબાઈમાં કાપી પગના તળિયે અને હથેળીમાં તેના પોચાં ભાગની માલીશ કરવાથી તાવ જલ્દીથી ઉતરી જશે અને તળિયામાં થતા દાહથી રાહત મળશે. એલોવીરાના ગરને સનબર્ન થયેલી ત્વચા પર લગાડવાથી ત્વચા કાળી પડતી અટકશે.

* કાચો કાંદો, લીંબુ, કોથમીર અને ફુદીનાની બનાવેલી સ્વાદિષ્ટ ચટણી સ્વાદમાં ટેસ્ટી લાગે છે. પરંતુ તેના સેવનથી ખોરાક સહેલાઈથી પચી જઈ આંતરડામાં ઠંડક થાય છે. પિત્ત પ્રકોપથી દૂર રહેવાય છે. ભોજનમાં કાચો કાંદો લેવાથી લૂ લાગતી નથી.

 તડકાથી બચવા માટે જો ઉપર દર્શાવેલી તરકીબોનું ધ્યાન રખાય તો લૂ લાગવી અને ગરમીને કારણે ઉત્પન્ન થતી શારીરિક વ્યાધીઓમાંથી છૂટકારો મળી રહે છે.


Google NewsGoogle News