Get The App

જ્યારે પાડોશી સાથે પ્રેમ થઈ જાય..... .

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
જ્યારે પાડોશી સાથે  પ્રેમ થઈ જાય.....            . 1 - image


પ્રેમ  ક્યારે અને કોેની સાથે થઈ જાય એ   કોઈ  જાણતું નથી.  પ્રેમ  તમને કોલેજમાં પણ થઈ શકે  છે અને ચાલતા  ચાલતા બજારમાં પણ થઈ  શકે છે.  પ્રેમ તો તમને પાર્ટીમાં  પણ થઈ  શકે છે અને મિત્રના મિત્ર સાથે પણ થઈ શકે  છે અને આવો  જ  પ્રેમ તમને પાડોશમાં  રહેતી કોઈ ખૂબ જ વ્હાલી વ્યક્તિ  સાથે પણ થઈ  શકે છે. પણ  મુંઝવણ  અને મુશ્કેલી તો આવા સંબંધ  વચ્ચે પણ આવી શકે  છે.  તમે બીજા  પ્રેમભર્યા સંબંધોની  સરખામણીમાં  આ સંબંધોમાં  ઘણા પાપડ  વણવા  પડે  છે, જે તમને ખૂબ જ મુશ્કેલીરૂપ  બની  રહે  છે.  ખરેખર  તો તમારે  ઘણાં  બધા સામાજિક  બંધનોનું ધ્યાન  રાખવું પડે  છે.  ક્યાંક  અહીંના  માસી કંઈ ન કહી દે તો  સારું  તો પછી પેલા અંકલને કોઈ વાત સમય પહેલાં જ જાણ થઈ ગઈ તો?

બસ આવી જ  વાતો સાથે  તમારા પ્રેમની  ગાડી આગળ વધતી જાય છે. જો તમારી  સાથે આવું  જ કંઈક  બન્યું  કે તમને  કોેઈ  પડોશી સાથે  પ્રેમ થઈ ગયો તો કેટલીક ખાસ વાતો  તમારી નાવડીને  ધીરે ધીરે કિનારે પાર પાડી  દેશે.  એ વાતો કઈ કઈ છે, ચાલો એ જાણીએ.

ટેરેસવાળો  પ્રેમ

પાડોશમાં  જ જો તમને પ્રેમ થયો હશે તો એ જરૂર ટેરેસવાળો  પ્રેમ હશે.  તમે એકબીજાને  ત્યાં જ  જોયા હશે અને ત્યાં પણ  પ્રેમ એકબીજાને થઈ ગયો હશે. આ  બધુ  કરો અને જરૂર કરો.  ખૂબ જ યાદોં  વાગોળો.  આમ  છતાં  આ  સમય  દરમિયાન  જ એ વાત યાદ રાખો  કે આ બધુ બધાની  સામે ન થવું  જોઈએ.  સમયની પહેલા જ જો કોઈ વાતની જાણ અન્યને  ખબર પડી જશે  તો તમને સારું નહીં લાગે.  અને આ બાબત સેટ થાય એ પહેલા જ  બગડી જશે. એવું  કહી શકાશે  કે તમે બંને સંબંધો માટે  જ્યારે  નિશ્ચિત હો ત્યારે જ ખુલ્લેઆમ  ટેરેસવાળો પ્રેમ બતાવવાનું શરૂ કરો. નહીં તો  મામલો  આંખો-આખો વાળો પ્યાર જ યોગ્ય  રહેશે. 

બધાને  જણાવતા  પહેલા 

જ્યારે  તમને પડોશમાં જ રહેતી વ્યક્તિ  સાથે   પ્રેમ થઈ જાય  છે. સૌથી મોટી મુંઝવણ  તો મહોલ્લામાં  બધાને  જાણ થાય  કે નહીં તેની હોય  છે - તમે એવું વિચારી જ  નહીં શકતા  હો કે તેમને  જણાવીએ કે  નહીં.  તો પછી  આ નિર્ણય  લેવાનો સૌથી  ઉત્તમ તરકીબ એ હોય છે કે   તમે સૌથી પહેલા  તમારા  પ્રેમ  અને તેને નિભાવવાની વાત પાકી કરી  લો.  સમજી-વિચારી  લો કે  તમે બંને સામાજિક  નિયમ કાયદાને  તોડવા માટે તૈયાર  છો કે નહીં ?  ક્યાંક એવું  નહીં બને  કે સમગ્ર મહોલ્લા  અને પડોશીને જાણ  થાએ પછી તમારા લોકોની  હિંમત  જ ભાંગી પડે.  આવા સમયે એવું બનશે  તમારા પરિવારને  સામાજિક  મુશ્કેલીઓ  સહેવી પડશે અને તેને કારણે આ બધુ તો  થશે અને નહીં પણ થાય.  આથી બંને જણા એકબીજા સાથે વાત  પાકી કરી લો.

પાડોશમાં   મુશ્કેલી 

મોટા ભાગના  પરિવારોને પાડોશમાં  સંબંધ વિકસાવવાનું  જરાય  ગમતું નથી.  મોટા ભાગના લોકો એવા સંબંધોને સારો નથી માનતા.  આથી,  પોતાના પરિવાર સાથે આ બાબતમાં  જરૂર વાત કરી લો. તેમની પાસે  તેમના વિચારો  અંગે   બધુ જાણી લીધા પછી આગળ કદમ  વધારો.  એવું ન થાય કે  તેઓ ના પાડી દે અને તમારા  બંનેના  દિલ  તૂટી જાય.  આવા સમયે  તમે બંને પરિવારને  મનાવવાના  પ્રયાસો  પણ કરી શકો છો.  પ્રેમ સાચો  હશે  તો વિશ્વાસ  રાખો   કે તમારા  પરિવારને  માન મળી જશે.

પ્રેમમાં  વિશ્વાસઘાત 

પાડોશી  સાથે  પ્રેમાલાપ  કરાતં પહેલા   જ દિલ તૂટી  જવાના  કિસ્સા  જરૂર સાંભળવા મળે  છે.  એ જાણી  લો કે  પ્રેમ  તૂટી જતાં દર્દ ત્યારે વધુ  થાય  છે જ્યારે  દિલ તોડનારી  વ્યક્તિ  રોજ નજર સામેથી પસાર થાય  છે.    ધારો કે રોજ  નહીં તો  અઠવાડિયામાં  એકવાર  તો તેની સુરત  એકવાર તો જરૂર  જોવા મળે  છે.   તમે દુ:ખી  ન થાવ  તો પણ પેલો શખ્સ  તમને દુ:ખ  આપવાનો કોઈપણ તક છોડશે નહીં.  હવે તો એ પણ જરૂરી  છે કે એ શખસની  સામે  પ્રેમ વ્યક્ત કરવા પહેલા તેના અંગે   સંપૂર્ણ જાણકારી અને  જાણ-પડતાલ  કરી લેવી  જોઈએ. તેની રહેવાની  સ્ટાઈલ, આદતો અને વિચાર અંગે જાણી લેવું જોઈએ   જે રીતે એ છોકરીઓ- યુવતીઓની ઈજ્જત  કરે  છે કે નહીં?  ભણવા  તેનું દિલ લાગે છે કે નહીં?   કે પછી  પોતાના કેરિયર  અને સંબંધો અંગે તેના વિચાર કેવા છે?  આ વાતોનો   ઉત્તર તમારા સંબંધો  અંગે  નિર્ણય   લેવામાં મદદરૂપ બનશે. 

સોશિયલ  લાઈફ અંગે વિચારો

તમને પાડોશી  સાથે પ્રેમ થઈ ગયા પછી  ઘણા બધા  સામાજિનક  મુદ્દા અંગે વિચારવું પડશે.  આથી  પોેતાના પ્રેમની એક વાત જાણી  લો. એ વાત જાણી  લો  કે  ક્યાંક ે વ્યક્તિ સામાજિક મુદ્દાને બાબતે તે બહુ રૂઢિવાદી  તો નથી ને?  એવું નહીં બને કે એ કોઈ મુશ્કેલી  - મુંઝવણને  કારણે તમારી  સાથે અંતર નહીં  બનાવી  દે અને કહી દે કે 'લોકો  શું વિચારશે? એ તો સમય તમારા માટે અત્યંત  કઠિન બની શકે.  આથી આ બાબતો અંગે  પહેલેથી જ વાત કરી શકો છો. 


Google NewsGoogle News