Get The App

પતિ-પત્ની એકબીજાને પ્રેમથી સંબોધે ત્યારે...

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
પતિ-પત્ની એકબીજાને પ્રેમથી સંબોધે ત્યારે... 1 - image


''હાય  ડાલગ કેમ છે? શું કરે છે??''

જો  રોજ સાંજે તમારી પત્નીને   કહેશો તો પતિપત્ની  વચ્ચે    ક્યારેય ઝઘડો નહીં થાય. અરે ભાઈ, આ અમે નહીં, થોડા સમય પહેલાં  ખરગોન મધ્ય પ્રદેશની એક કોર્ટે  એક પરિણીત  દંપતી  વચ્ચે  થતાં રોજબરોજના ઝઘડા ઉકેલવા નિર્ણય લેતા કહ્યું. વિશ્વાસ કરો કોર્ટના આ અનોખા નિર્ણય પછી પરિણીત દંપતિ  વચ્ચેના  ઝઘડાનો ઉકેલ આવ્યો  અને બંને  ફરીથી એક થઈ ગયા.

પતિપત્નીનો સંબંધ ખાસ હોય છે. શરૂઆતમાં તો બધું બરાબર હોય છે, બંને વચ્ચે પ્રેમ હોય છે, પરંતુ સમય પસાર થતાં જીવનની ખેંચતાણ અને જવાબદારીઓ વચ્ચે સંબંધનું નવાપણું ખોવાય છે. જીવનભર સાથ નિભાવવાનું વચન ખબર નહીં ક્યાં ગાયબ થઈ જાય છે, આ સંબંધમાં નવાપણું, પ્રેમ અને વિશ્વાસ આજીવન રહે તે માટે નાનાનાના પ્રયત્ન કરવા જોઈએ, જે આ સંબંધમાં પ્રેમ વધારશે.

નાનીનાની વાતમાં મોટી મોટી ખુશી કહેવાય છે કે ખુશીઓ  આપણી આસપાસ  હોય છે.  બસ  તેને શોધવાની જરૂર છે, તેથી પતિ પત્ની બંનેએ જીવનની દરેક પળમાં ખુશી શોધવી જોઈએ. મોટાભાગે જોવા મળે છે કે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ તો સરળતાથી થાય છે, પરંતુ તે પ્રેમ નિભાવવો ખૂબ જ મુશ્કેલ  હોય છે. અનેક લોકો આવા સંબંધમાં રૂટિન લાઈફ જીવવા લાગે છે અને તેમના જીવનમાંથી પ્રેમ અને  રોમાન્સ ગાયબ થવા લાગે છે. જો  તમે  હેપી મેરેજ લાઈફ જીવવા ઈચ્છો છો તો કંઈ વધારે મુશ્કેલ નથી. તે માટે તમારે માત્ર કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. પતિપત્નીનો સંબંધ એકબીજા માટે અનેક નાનાનાના કામ  ક૨વાથી  મજબૂત  બને છે. જેમ  કે પ્રેમથી  ગળે મળવું, વખાણ કરવા, તેના માટે કંઈક ખાસ કરવું, તેની સામે જોઈને હસવું કે સાચા દિલથી પૂછવું કે આજે તારો દિવસ કેવો  રહ્યો? આ જ નાનીનાની બાબત પરિણીત જીવનમાં મોટીમોટી  ખુશી લાવે છે. પ્રેમભર્યું   આલિંગન લગ્નમાં પ્રેમ અને ખુશી જળવાઈ રહે, તે  માટે  સંબંધને  હંમેશાં પ્રેમથી સીંચતા રહો. પતિ-પત્ની વચ્ચે આ ક્ષણ સૌથી  વધારે  રોમેન્ટિક હોય છે જ્યારે તેઓ એકબીજાને પ્રેમથી ગળે મળે છે કે પ્રેમથી સ્પર્શે છે. તેમનો  એકબીજા પ્રત્યે આ વ્યવહાર  દર્શાવે છે કે તેઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે. હકીકતમાં, આ કરતી વખતે બંને એકબીજા સાથે ઈમોશનલી અટેચ હોય છે. પ્રેમનું આલિંગન પતિપત્નીના સંબંધમાં મોટી કમાલ કરે છે. મનોવૈજ્ઞાાનિકો  કહે  છે  કે  જ્યારે આપણે ઝઘડા દરમિયાન સામેની વ્યક્તિને ગળે મળીએ છીએ, ત્યારે તેના શરીરમાંથી ગુસ્સો વધારતું હોર્મોન  ઝડપથી ઘટવા લાગે છે. તે ગુસ્સો ભૂલીને તમારો પ્રેમ અનુભવે છે, એટલે તમારી પ્રેમની ઝપ્પી તેના ગુસ્સાને ક્ષણમાં દૂર કરે છે. દિવસની શરૂઆત કિસ ઑફ  લવથી  કરીને પોતાનો ડગમગતો સંબંધને સુધારીને પોતાના પ્રેમને ફરી યુવાન બનાવી શકે છે. એકબીજાને આલિંગન  કરવું અને કિસ કરવી પતિપત્ની વચ્ચે દિવસની શરૂઆતની સર્વોત્તમ રીતમાંથી  એક છે. તે પતિપત્નીના સંબંધ વચ્ચે રોમાન્સનું ઝનૂન જાળવી રાખે છે.

ખાસ પળને યાદ રાખો

પતિપત્ની  એકબીજાની લાઈફ સાથે જોડાયેલી ખાસ પળ યાદ રાખો. એકબીજાનો બર્થ-ડે, એનિવર્સરી, પહેલી મુલાકાત, પ્રમોશન વગેરે યાદ રાખો. તેની સાથે આ ખાસ અવસરે એકબીજા માટે કોઈ ખાસ સરપ્રાઈઝ પણ પ્લાન કરો. આ કોઈ મુશ્કેલ કામ નથી, પરંતુ આ નાનાનાના કામથી તમે તમારા લાઈફપાર્ટનરના જીવનમાં પોતાની એક ખાસ જગ્યા અચૂક બનાવો છો.

કનેક્ટિવિટી દિલના તાર સાંધે

તમે ગમે તેટલા બિઝી કેમ ન હોય, એકબીજાને દિવસમાં ફોન જરૂર કરો, મેસેજ મોકલો. એ જાણવા માટે કે બધું કેવું ચાલે છે, લંચ કર્યું કે નહીં. આ નાનીનાની વાત પતિપત્નીને જોડે છે અને એક સફળ લગ્નને પસાર થતા સમય સાથે વધારે સુંદર અને મજબૂત બનાવે છે. તે સિવાય જ્યારે પણ  સમય મળે વિચારો કે શું તમે શું તમારા પાર્ટનરની માનસિકતા અને તેની લાગણીને સમજો છો? કેટલી વાર તેના વખાણ કરો છો? શું તેના તે ગુણો વિશે વિચારો છો, જેને જોઈને તમે તેની બાજુ આકષત થયા હતા અને જીવનસાથી બનાવવાનો નિર્ણય લીધો હતો?

પ્લીઝ, સોરી, થેંક્યૂથી ચલાવો. જાદુ તમે મેટ્રોમાં કોઈનાથી ટકરાવા પર પણ સોરી કહો છો. તે લોકો કદાચ જ જીવનમાં આપણને ફરી મળે. જ્યારે આપણે તેમને નાનકડી વાત પર સોરી કહીએ છીએ તો ઘરમાં પતિ કે પત્ની એકબીજાને  ઈમોશનલી  હર્ટ કરી સોરી કહેવું જરૂરી કેમ સમજતા નથી? આવું બિલકુલ ન કરો. ભૂલ થતા માફી અચૂક માગો. સોરી કહેવું ખરાબ વાત નથી અને ન માફ કરવું મુશ્કેલ કામ છે, માફી માગવાથી ઝઘડો આગળ વધતો નથી, તેથી માફી માગવામાં કંજૂસાઈ ન કરો. આ રીતે જો તમારા પાર્ટનરે તમારા ઘર અને તમારા માટે કંઈ સ્પેશિયલ કર્યું છે તો તેને થેંક્યૂ જરૂર કહો. તમે કહેલા થેંક્યૂ તેને કેટલી ખુશી આપશે, તેનો અંદાજ તમે લગાવી શકતા નથી.

પ્રશંસાથી દિલ જીતો

તમારા પાર્ટનરે કોઈ નવી ડિશ બનાવી, કોઈ નવો ડ્રેસ પહેર્યો, નવી હેરસ્ટાઈલ બનાવી તો તેના વખાણ કરવાનું ન ભૂલો. આ પ્રશંસા શક્ય હોય તો પરિવારજનો, મિત્રો સામે પણ કરો. આમ પાર્ટનરના દિલમાં તમારા માટે પ્રેમ વધશે. જો તમારા પાર્ટનરે કંઈ નવું કર્યું છે તો તેની પ્રશંસા જરૂર કરો.

અપશબ્દોથી દૂર રહો

પરસ્પર  વાતચીત  દરમિયાન  હંમેશાં શાલીનતાનું  ધ્યાન  રાખો. ક્યારેય  અપશબ્દ કે  દિલ દુભાય  તેવી વાત  ન કરો. વિવાદ કરતી વખતે  સ્વયં  પર કંટ્રોલ રાખો કારણ કે ઝઘડા દરમિયાન કહેલા અપશબ્દો દિલને જખમી  કરે છે  અને સંબંધમાં  અંતર પેદા કરે છે.


Google NewsGoogle News