Get The App

રોજિંદા જીવન દરમિયાન ઉપયોગી ટિપ્સ

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
રોજિંદા જીવન દરમિયાન ઉપયોગી ટિપ્સ 1 - image


-  શેમ્પુમાં ચપટી બેકિંગ સોડા ઉમેરીને વાળ ધોવાથી વધુ ચળકતા અને મુલાયમ થાય છે. 

-  જીવજંતુના ડંખ પર વિનેગારમાં ભીંજવેલું કપડુ લાગેલા ડંખ પર મુકવાથી રાહત થાય છે. જેલીફિશના ડંખ પર પણ આ નુસખો અસર કરે છે. 

-  મહેંદીમાં બીટનો રસ ઉમેરી વાળમાં લગાડવાથી  કલર વધુ સારો આવે છે. 

-  અથાણું બનાવતી વખતે સંભારમાં ૧૦-૧૨ લવિંગ ઉમેરવાથી અથાણામાં ફંગસ થતી નથી. 

-  ચણાનો લોટની બરફી અથવા તો લાડુ બનાવતી ચણાના લોટમાં થોડો રવો ભેળવવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. 

-  ચણાનો લોટના પકોડા બનાવતી વખતે તેમાં અથાણાનો સંભાર નાખવાથી વધુ સ્વાદ આવે છે. થેપલાના લોટમાં પણ અથાણાનો સંભાર ઉમેરવાથી રંગ તેમજ સ્વાદ બન્ને વધે છે. 

-  ઇડાની આમલેટ બનાવતી વખતે તેમાં લીંબુનો રસ ઉમેરવાથી ગંધ નહીં આવે તેમજ  સ્વાદ પણ વધુ સારો આવશે. 

-  બટાકા બાફતી વખતે તેમાં વિનેગપર અને મીઠું નાખવાથી બટાકા વધુ બફાઇ તેમજ ફાટી જતા નથી. 

-  સોસમાં ગળપણ લાવવા માટે સાકર ઉમેરવાની બદલે ગાજર નાખવા.

-  ટામેટાની છાલ સરળતાથી કાઢવા માટે ટામેટાને એક મિનીટ ગરમ ઉકળતા પાણીમાં નાખી  બહાર કાઢીને ઠંડા પાણીમાં નાખવા.

-  કેક તેમજ બિસ્કિટ સાથે બ્રેડનો ટુકડો મુકવાથી લાંબા સમય સુધી તાજારહે છે. 

-  ચોખા રંધાઇ જવા આટલે તેમાં ઘી ભેળવવાથી ભાતની સોડમ વધે છે. 

-  કાકડીનો રસ કાઢી તેમાં થોડુ ંગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડી ૩૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પરના કાળા ધાબા અને આંખની આસપાસના કાળા કુંડાળા દૂર થાય છ.ે 

-  કોથમીરના રસથી હોઠ પર મસાજ કરવાથી ત્વચા મુલાયમ થાય છે. 

-  મોંમાંથી દુર્ગંધ આવતી દૂર કરવા માટે સવારના નયણાકોઠે ઓછામાં ઓછા પાંચ ગ્લાસ પાણી ગટગટાવી જવું.  જીસનસ્ટ્રોક થયો હોય તો આમળાનો રસ પીવાથી રાહત થાય છે. આમળામાં રહેલુ ંવિટાનિ સી રક્તને શુદ્ધ કરે છે. 

-  મૂળાનો તાજોરસ સવાર-સાંજ પીવાથી હરસમાં રાહત આપે છે.૬૦-૯૦  મિ.લી. પ્રમાણ લેવું. 

-  રાતના સૂતા પહેલા ચહેરા પર ફૂદીનાની પેસ્ટ લગાડવાથી ખીલમાં રાહત થાય છે તેમજ ત્વચાની રૂક્ષતા દૂર થઇને મુલાયમ થાય છે. 

-  બીટ, કાકડી  અને ગાજરનો રસ ભેળવીને પીવાથી કિડની અને ગોલ્ડબ્લેડર સાફ થાય છે.તેમજ કિડની અને ગોલ્ડબ્લેડરને લગતી તકલીફમાં રાહત આપે છે. 

-  સંતરામાં વિટામિન સી ્પ્રચુરમ ાત્રામાં સમાયેલું હોય છે. તેથી તેની ચીરીઓ અથવા તો જ્યુસ પીવાથી દાંત અને હાડકાં મજબૂત થાય છે. 

-  પેઢાના સોજા તેમજ દુખાવામાં એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ પીવાથી રાહત થાય છે. લીંબુનો રસ કાઢી તેમાં સંચળ ભેળવી પીવાથ ીરાહત થાય છે. તેમજ લીંબુની છાલ ફેંકી દેતા પહેલા પેઢા પર ઘસવાથી રાહત થાય છે. 

-  એનિમિયાના દરદીને નિયમિત કેળુ આપવાથી રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. કેળામાં પ્રચુર માત્રામાં આર્યન સમાયેલુ ંહોવાથી એનિમિયામાં ફાયદાકારક નીવડે છે. 

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News