ફળ અને શાકને તાજા રાખવાની ટિપ્સ
ફળ અને શાક એકસાથે વધુ પ્રમાણમાં ખરીદીને તેને તાજા કઇ રીતે રાખવા તેની સમસ્યા મોટા ભાગની ગૃહિણીઓને થાય છે.ફળ અને શાકમાં પોશ્ટિકતા જળવાઇ રહે તે રીતે તાજા રાખવાની ટિપ્સ અહીં આપવામાં આવી છે.
રંગીન પોલિથિનમાં પેક કરેલા ફળ તથા શાક ખરીદવા નહીં તેમજ રેફ્રિજરેટરમાં પણ ન રાખવા. આમ કરવાથી થેલીમાં બગડેલા હશે તો તેની ખબર નહીં પડે તેમજ રંગીન થેલીમાં રાખવાથી પ્રદૂષિત પણ થઇ જાય છે.
શાકને સમારીને રેફ્રિજરેટરમાં રાખવા નહીં. શાકમાં સમાયેલા પોષક તત્વોનું પ્રમાણ નહીંવત થઇ જાય છે. તેથી રાંધવાના થોડા સમયના થોડીવાર પહેલાં જ શાક સમારવું.જોકે ફ્રોઝન શાક તાજા શાક જેટલું જ પોષણ તત્વો ધરાવતા હોય છે.સમારેલા શાક કરતાં ફ્રોઝન શાકનો ઉપયોગ વધુ ઊચિત છે.
ભીની થેલીમાં શાક-ફળ રાખવા નહીં તેનાથી બગડી જવાની શક્યતા રહે છે.
સમારેલા શાકને વધુ સમય પાણીમાં પલાળી રાખવા નહીં તેમ કરવાથી પોષ્ટિકતા નાશ પામે છે. તેથી રાંધથી વખતે વહેતા પાણીથી ધોવા.
કાંદાને સૂકી તેમજ ઠંડી જગ્યામાં રાખવા. કાંદા ત્રણ-ચાર અઠવાડિયા સુધી બગડતા નથી.
મશરૂમને બ્રાઉન ભીના પેપર ટોવેલથી વીંટાળી બ્રાઉન પેપરની થેલીમાં રાખવાથી ત્રણ-ચાર દિવસ સુધી તાજા રહે છે.
ટામેટાનો સ્વાદ બકરાર રાખવા રેફ્રિજરેટરની બદલે બહારના તાપમાનમાં રાખવા.
પાલકને વગર ધોયે અખબારમાં લપેટી પછી જ પ્લાસ્ટિકની થેલીમાં રેફ્રિજરેટરમાં રાખવી. બનાવતા પહેલા સમારી હુંફાળા પાણીથી ધોવી.
કેરીને બે-ત્રણ દિવસ રેફ્રિજરેટરમાં રાખીને ખાઇ શકાય છે.
ઠંડીમાં સંતરાને લાંબો સમય તાજા રાખવા રેફ્રિજરેટરમાં રાખવા.
આદુને થેલીમાં ન રાખવા તેનાથી આદુ ચીકણા થાય છે. આદુને ફેલાવીને જ રાખવું.
- જયવિકા આશર