સ્વસ્થ અને ચમકતી સુંદરતાનું રહસ્ય
વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની ખોટી આદતોનો કુપ્રભાવ સ્વાસ્થયની સાથેસાથે ત્વચા પર પણ પડે છે. ત્વચા પર ખીલ, ડાઘ, નિસ્તેજ થવી,ફાલિ લાઇન્સ અને કરચલી જેવી સામાન્ય તકલીફો થાય છે જેને દૂર કરવા માટે રોજિંદી આદતોમાં ફેરફાર કરવાની જરૂર છે.
પથારી પર સૂવા જતા પહેલા ક્લિજિંગ કરવું
પથારીમા સૂવા જતા પહેલા ચહેરા પરનો મેકઅપ દૂર કરવો. તેમજ દિવસ દરમિયાનની ભાગદોડ પછત્ત્વચા પર ધૂળ-માટી જામી જતી હોય છે. પરિણામે ખીલ થવાની શક્યતા વધી જાય છે. ક્લિંજગથી ત્વચા ઊંડાણથી સાફ થાય છેતેમજ ત્વચા મુલાયમ થવાની સાથેસાથે ચમકીલી થાય છે. ક્લિજિંગ રોમછિદ્રોને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને ખીલ થતા અટકાવે છે. ભીના ટિશ્યૂને લઇને પણ ત્વચા સાફ કરી શકાય છે.
મોઇશ્ચરાઝર
નિયમિત રીતે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની આદત પાડવી. નિયમિત રીતે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાથી ત્વચા મુલાયમ, ચમકીલી, યુવાન રહે છે.
સનસ્ક્રીન
સૂરજના યૂવી કિરણો ત્વચાને હાનિ પહોંચાડતા હોય છ. પરિણામે ત્વચા ચમક ગુમાવી દે છે અને રૂક્ષ થઇ જાય છે. ત્વચા પર ફાન લાઇન્સ, રિંકલ્સ અને ઢીલી થવા લાગે છે. તેથી ત્વચાને હેલ્ધી બનાવવા માટે નિયમિત રીતે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. ત્વચા પરસૂર્યના યૂવી કિરણોની અસરથી ત્વચાનુંકેન્સર, ડાઘા-ધાબાપડવાની શક્યતા રહે છે.
હેલ્ધી ફૂટ ખાવું
આહારનો પ્રભાવ પણ ત્વચા પર પડેછે. તેથી રોજિંદા આહારમાં વિટામિન સીથી ભરપુર ફળ અને શાકને સમાવવા. વિટામિન સીમાં એવા એન્ટી ઓક્સીડન્ટગુણ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને બચાવે છે.
વ્યાયામ
નિયમિત વ્યાાયમ ત્વચાની ચમક જાળવી રાખે છે.કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર થાય છે. શરીરની સાથેસાથે ત્વચામાં પણ ઓક્સિજિનનો સંચાર થાય છે. પરિણામે ત્વચા ગ્લોઇંગ અને હેલ્ધી નજરે ચડે છે. વ્યાયમ કરવાથી માનસિક તાણ દૂર થાય છે. શરીર હળવુંફુલ લાગે છે.ત્વચા ડિક્ટોક્સિફાઇ થાય છે. વ્યાયમ કરવાથી નીકળતો પરસેવો રોમછિદ્રોને સ્વછ્છ કરે છે.ડેડ સેલ્સ, વધારાનું તેલ અને ત્વચા પ જામેલી ધૂળ માટી દૂર કરે છે જેથી ત્વચા ચમકીલી થાય છે.
પૂરતી નિંદ્રા
પૂર્તી નિંદ્રા એટલે કે ઓછામાં ઓછી સાત-આઠ કલાકની એકસરખી ઊંઘ. અનેક સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે પૂરતી નિંદ્રા લેવાથી ત્વચા કોમ્પલેકશનમાં બદલાવ આવવાનો શરૂ થાય છે. ઊંઘ ન આવવાની સમસ્યાને કારણે ત્વચા પર ગોળ ચકડવા થવા, સોરાયસિસ અને સ્કિન એજિંગ જેવી તકલીફો થવાની શક્યતા રહે છે.
પાણી ખૂબ પીવું
ત્વચાની કાળજી માટે દિવસ દરમિયાન વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ઓછામાં ૮-૧૦ ગ્લાસ પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે.
માનસિક તાણને નિયંત્રિત કરવી
માનસિક તાણ એટલે કે સ્ટ્રેસની અસર ત્વચા પર પડે છે. તાણ થતાં જ શરીરમાં કોર્ટિસોલ હોમ્રોનની માત્રા અધિકથઇ જતી હોય છે. જેના કારણે ખીલ અને એજિંગની સમસ્યા થાય છે. સ્ટ્રેસને ઓછું કરવા સંગીત સાંભળવું તેમજ વોક લેવા જવું જેવી સામાન્ય કસરતો કરવી.
- જયવિકા આશર