Get The App

સુખી અને પ્રેમાળ લગ્નજીવનમાં શયનખંડની છે ખાસ ભૂમિકા

Updated: Feb 17th, 2025

Google NewsGoogle News
સુખી અને પ્રેમાળ લગ્નજીવનમાં શયનખંડની છે ખાસ ભૂમિકા 1 - image

બેડરૂમનો ઉપયોગ યુદ્ધમેદાન તરીકે કરવાને બદલે એકબીજા સાથે પ્રેમભર્યો સંવાદ કરવા માટે કરવો જોઇએ

લગ્નજીવનને પ્રેમાળ બનાવવામાં સંતોષકારક જાતીય જીવનની સાથેસાથે પતિ અને પત્નીએ એકબીજા સાથે ગાળેલી શાંતિમય પળોનો પણ મહત્વનો ફાળો હોય છે.

અજય અને સીમાના લગ્ન પછી અજય આખો દિવસ કામમાં વ્યસ્ત રહતો હતો જ્યારે સીમા ઘરે બેસીને કંટાળી જતી હતી. અજય જેવો સાંજે થાક્યોપાક્યો ઘરે આવે કે તરત જમ્યા પછી સીમા રોજ એક કલાક સુધી પોતાની ફરિયાદોનું પુરાણ ચલાવે. સીમાની આ આદતને કારણે અજયને લગ્ન પછીના ટુંકા ગાળામાં જ સીમા પ્રત્યે પ્રેમ જાગવાને બદલે તેના તરફ નફરત થઈ ગઈ અને તે પોતાની ઓફિસમાં જ કામ કરતી છોકરી પ્રત્યે આકર્ષાવા લાગ્યો. આમ, સમય સાચવી ન શકવાની સીમાની અણઆવડતને કારણે એક જ વર્ષમાં તેના લગ્નજીવનનો અંત આવી ગયો.

પતિ અને પત્ની વચ્ચે મતભેદ હોય એ બહુ સ્વાભાવિક છે, પણ આ મતભેદનો ઉકેલ ઝઘડો કર્યા વગર આવે એ વધારે મહત્વનું છે. આખો દિવસ કામ કરીને થાકીપાકીને ઘરે આવેલા પતિ સમક્ષ ફરિયાદોનો ઢગલો કરી દેવામાં આવે વાત વધારે વણસી શકે છે. આવું ન થાય એ માટે રાતે બેડરૂમમાં એકાદ કલાકનો જે અંગત સમય મળતો હોય એમાં ફરિયાદો કરીને એને યુદ્ધમેદાન બનાવી દેવાને ત્યારે એકબીજાની સાથે શાંતિભરી પ્રેમાળ ક્ષણો ગાળીને લગ્નજીવનને વધારે મજબૂત અને પ્રેમાળ બનાવવું જોઈએ.

જો તમારા દાંમ્પત્યજીવનમાં મધુર ક્ષણોનોે અભાવ હોય અને રાતના ભોજન પછીનો તમારો સમય વિવાદ અને ઝઘડામાં જ પસાર થતો હોય તો તમારો ચેતી જવાનો સમય પાકી ગયો છે. આવું કરતા દંપતીઓ દલીલ કરે છે કે અમને ત્યારે જ એકબીજા સાથે વાત કરવા મળે છે. જોકે દિવસમાં ત્યારે જ વાત કરવાનો સમય મળતો હોય એનો મતલબ એ નથી કે તમે એકબીજાનો ઇમોશનલ ડસ્ટબીન તરીકે ઉપયોગ કરો.

ઝઘડો કરવાથી વાતાવરણમાં એક પ્રકારની કડવાશ અને કટુતા ફેલાઇ જાય છે. આ કટુતા ભરેલા પ્રસંગો વારંવાર બને તો એમાંથી ઉગ્ર વિવાદો ઉભા થઈ જાય છે. ધીરેધીરે આખું વાતાવરણ એટલું નકારાત્મક બનતું જાય છે કે એક નાનકડો તણખો પણ મોટો ભડકો કરી નાખે છે. સંબંધોનો અર્થ થાય છે એકબીજાને સમજવાનો. જે સંબંધોમાં અપેક્ષાનો પ્રવેશ થઈ જાય છે એ સંબંધમાં સમસ્યાઓની શરૂઆત થઈ જાય છે. સંબંધોનો સાચો મતલબ એકબીજા પાસેથી કોઈ પણ આશા રાખ્યા વગર વ્યક્તિગત ધોરણે વિકાસ પામવાનો છે.

કોઈપણ અપેક્ષા વગરનો સંપૂર્ણ સ્વસ્થ અને પ્રેમાળ સંબંધનો અનુભવ કરવાનું શક્ય છે, પણ આવા સંબંધને બાંધવા અને જાળવવા ખાસ કાળજી રાખવી પડે છે. આવા સંબંધની અનુભૂતિ કરવા પહેલાં તો એ વાતનું ધ્યાન રાખવું પડે કે તમારો તમારા પતિ કે પત્ની સાથેનો સંબંધ આગવો છે અને એની કોઈ સાથે સરખામણી શક્ય જ નથી, તમારા માતા-પિતા કે દાદા-દાદીના લગ્નજીવન સાથે પણ નહીં. ક્યારેય તમારા પાર્ટનરને તમારા પતિ કે પત્ની તરીકેના હકોનો અહેસાસ ન કરાવો. તમારા માટે તમારા હકોના અહેસાસ કરતા તમારા જીવનસાથીના ચહેરાની મુસ્કાન વધારે મહત્વની હોવી જોઈએ, કારણ કે ચહેરા પરની મુસ્કાન જ પ્રસન્ન આંતરિક દામ્પત્યનું પ્રતિબિંબ છે.

જો તમે એકબીજા પ્રત્યેના સાચા પ્રેમનો અહેસાસ કરવા માગતા હો તો સૌથી પહેલાં એકબીજાની ભૂલ શોધવાનું બંધ કરી દો. પાર્ટનરની સતત ભૂલ શોધવાનું તમારું વલણ બતાવે છે કે તમે સાબિત કરવા માગો છો કે તમારા પાર્ટનર કરતા તમે વધારે શ્રેષ્ઠ છો. દરેક વ્યક્તિને પ્રેમાળ સહજીવનની ઇચ્છા હોય છે, પણ સહજીવનને સુખદ બનાવવાની જવાબદારી બન્ને પાર્ટનરની સહિયારી હોય છે. સહજીવનને સુખદ બનાવવાની સુવર્ણ ચાવી છે દરેક વખતે પોતાને સાચા સાબિત કરવાની જીદનો ત્યાગ. જ્યારે તમને તમારા પાર્ટનર પર ગુસ્સો આવે, તેના પર બૂમ પાડવાની કે તેની સાથે ઝઘડો કરવાની ઇચ્છા થાય ત્યારે આ ઇચ્છાને તાબે ન થવું જોઈએ અને પોતાની જાતને સાચી સાબિત કરવાને બદલે સહજીવનને પ્રેમાળ બનાવવાનું લક્ષ્ય રાખવું જોઇએ. આવી સતર્કતા અને વિચારસરણી પોતાની જાતને સાચી સાબિત કરવાની આક્રમકતા કરતા અનેકગણી વધારે મદદરૂપ થઈ શકશે.

વારંવાર થતા ઝઘડા થતા ટાળવાનો બીજો એક આદર્શ રસ્તો છે એકબીજાને યોગ્ય માન આપવાનો. એક ચાઇનીઝ કહેવત છે કે તમારા પાર્ટનરને માનવંતા મહેમાન જેવું માન આપો. જો આ કહેવતને ધ્યાનમાં રાખીને જો પાર્ટનરને નાનીમોટી ભૂલને હળવાશમાં લઈ લેવામાં આવે તો જીવનમાંથી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય. આદર્શ લગ્નજીવન માટે પતિ અને પત્નીન એકબીજા માટે માનની લાગણી હોય એ બહુ જરૂરી છે.

લગ્નજીવનમાં શાંતિ જળવાય એ માટે બન્ને પાર્ટનરની માનસિક શાંતિ જળવાયેલી હોય એ બહુ જરૂરી હોય છે. વ્યક્તિગત રીતે માનસિક અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવા માટે એકસાથે મેડિટેશન કરવાની આદત પાડો. રાત્રે શાંત વાતાવરણમાં કમર સીધી રાખીને આરામદાયક સ્થિતીમાં બેસો અને તમારા પ્લેયરમાં મેડિટેશન સીડી લગાવી દો. ત્યારબાદ આધ્યાત્મિક સંગીત અને શબ્દોના તાલે અલગ જ આનંદની મજા માણો. આ મેડિટેશનને કારણે તમને અને તમારા પાર્ટનરને મગજ અને આખા શરીરમાં અલગ જ ચેતના અને શાંતિની અનુભૂતિ થશે અને આ અનુભૂતિ તમારા લગ્નજીવનમાં શાંતિ ફેલાવશે.

આ સિવાય એકબીજા પ્રત્યેનું આકર્ષણ ટકી રહે એવા નાનાનાના પ્રયાસો કરીેને પણ લગ્નજીવનને સતત જીવંત રાખી શકાય છે.

- જો તમે એકબીજા પ્રત્યેના સાચા પ્રેમનો અહેસાસ કરવા માગતા હો તો સૌથી પહેલાં એકબીજાની ભૂલ શોધવાનું બંધ કરી દો. પાર્ટનરની સતત ભૂલ શોધવાનું તમારું વલણ બતાવે છે કે તમે સાબિત કરવા માગો છો કે તમારા પાર્ટનર કરતા તમે વધારે શ્રેષ્ઠ છો. દરેક વ્યક્તિને પ્રેમાળ સહજીવનની ઇચ્છા હોય છે, પણ સહજીવનને સુખદ બનાવવાની જવાબદારી બન્ને પાર્ટનરની સહિયારી હોય છે. 

સુખી અને પ્રેમાળ લગ્નજીવનમાં શયનખંડની છે ખાસ ભૂમિકા 2 - image

-  લગ્નજીવન જીવંત રાખવાની ટિપ્સ

* સુતી વખતના સમયનો ઉપયોગ ઝઘડો કરવાને બદલે કામની ચર્ચા કરવામાં કરો.

* એકબીજાને પીઠ પર હળવા હાથે મસાજ કરો.

* પથારીમાં પડયાપડયા એકબીજાનો હાથ પકડીને હળવા સંગીતની મજા માણો.

* ધીમેથી વાત કરો.

* એકબીજાના ગુણોને બિરદાવો.

* દિવસમાં બની હોય એવી પાંચ સારી વસ્તુની ચર્ચા કરો.

* એકબીજાનો ચહેરો અને વાળ પસવારો.

* સાથે બેસીને કોઈ કોમેડી શો જોઈને સાથે ખડખડાટ હસવાની મજા માણો.

* સુતા પહેલાં એકબીજાનો હાથ પકડીને સાંનિધ્યની મજા માણો.

Google NewsGoogle News