Get The App

ચપટી વગાડતા સામા માણસને પારખી લેવાની કળા

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
ચપટી વગાડતા સામા માણસને પારખી લેવાની કળા 1 - image

 

કોઈપણ વ્યક્તિનું નિરીક્ષણ કરીએ ત્યારે તે તમારી સાથે કેટલા રસથી વાતચીત કરે છે તે જાણો. જો તેને તમારામાં રસ હશે તો તે તમારી સાથે હસીને, લળી લળીને, તમારી પ્રત્યેક વાતમાં સૂર પૂરાવતા વાતચીત કરશે. જો કોઈ વ્યક્તિ ખૂબજ ઠંડકથી  એક ચોક્કસ અંતર રાખીને તમારી સાથે વાતચીત કરે તો જાણો કે આ વ્યક્તિને ઓળખવી ખૂબ  મુશ્કેલ છે. 

લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે અને સ્ત્રી પુરુષનું મિલનધરતી ઉપર થાયછે એ કહેવત સાચી છે અને તેથી જ  જ્યારે કોઈ યુવક કે યુવતી પોતાને મનગમતા પતિને મળે કે તેને કોઈ પતિ ગમે, જેની સાથે જીંદગી કાઢવી એવી ઈચ્છા ધરાવે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખરેખર મારી યોગ્યતા અને અપેક્ષા  પ્રમાણેનીઆવડત  આપતિમાં  છે? પ્રત્યેક વ્યક્તિએ પોતાના જીવનસાથીની પસંદગી બાબતનો નિર્ણય પોતેજ કરવાનો હોય છે.આ બાબતે લોકો તેને સલાહ અને શીખ આપી શકે પરંતુ અંતિમ ફેસલો તેણે પોતે જ કરવાનો હોયછે.તેથી બધા માટેઆ એક જટીલ પ્રશ્ન બની રહે છે.

ઘણા સાયકોલોજીસ્ટો અને સંબંધ નિષ્ણાતો કહેછેકે તમે કોઈ વ્યક્તિને મળો તેની સાથેની દસ મિનિટની વાતચીતમાંજતમનેતેના વિશેઘણી માહિતી મળીજશે. જોકે, આમાહિતીના આધારે તેને જીવનસાથી બનાવવો કે નહિ તે નિર્ણય ન કરી શકાય પરંતુ તેની સાથે આ દિશામાંવિચારવા અંગેઆગળ વધવું   કે નહિં તેનો ખ્યાલ તમને જરૂર આવી જશે. તો ચાલો જોઈએ કે દસ મિનિટમાંતમેવ્યક્તિના બાહ્ય વ્યક્તિત્વ ઉપરથી તેના આંતરિક વ્યક્તિત્વને કેવી રીતે ઓળખવું જોઈએ.

બ્રિટીશ લેખિકા અને માનસ ચિકિત્સક ફીલીપાડે વીસ શારીરિક મુદ્રાઓ વ્યક્તિના વિચારો દર્શાવેછે તે વિશે જણાવે છે કે, કોઈપણ વ્યક્તિનું નિરીક્ષણ કરીએ ત્યારે તે તમારી સાથે કેટલા રસથી વાતચીત કરે છે તે જાણો. જો તેને તમારામાં રસ હશે તો તે તમારી સાથે હસીને, લળી લળીને, તમારી પ્રત્યેક વાતમાં સૂર પૂરાવતા વાતચીત કરશે.તે ઉપરાંત તે તમને પણ  વાતચીત કરવા પ્રોત્સાહિત  કરશે. જો કોઈ વ્યક્તિ ખૂબજ ઠંડકથી  એક ચોક્કસ અંતર રાખીને તમારી સાથે વાતચીત કરે તો જાણો કે આ વ્યક્તિને ઓળખવી ખૂબ  મુશ્કેલ છે. 

કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો-

- જોતેવ્યક્તિ  તમારી સાથે આંખ મેળવવાનું ટાળેતો સમજવું કે તે તમને ટાળે છે અથવાતેમને તમારામાં રસ નથી.

''તમને તીક્ષ્ણ નજરે જુએ તો તમારા ઉપર પોતાની છાપ પાડવાની કોશિશ કરેછે.

-  જો તે વ્યક્તિ હાથ વાળીને (અદબ વાળીને) તમારી સાથે વાત કરે તો તે તમારો સામનો કરવા તૈયાર છ ેએમ  સમજો.

-  જો તે આજુબાજુ જુએ તો સમજો કે તે તમારાથી કંટાળી ગઈ છે, અથવા તોતેનેતમે ગમતા નથી અથવા તેને તમે ગમો છો પણ તમને તે વધુ પ્રાધાન્ય આપવા માંગતી નથી.

જો કોઈપુરુષ તમારી મુખ સામે સતત તાકી રહેતો સમજવુંકેતે કેસનોવા પ્રકારનોછે. તમે પણ ઘણી વખત આખી વ્યક્તિને જોતા નથી અને મોટેભાગે બધાનેતેજ જોઈતું હોય છે. જેથી કરીને તે તમારી સામે એક બીજું વ્યક્તિત્વ જ ઉભારી શકે.

આજ પ્રમાણે ીઓ પણ પોતાનું માથું નીચું રાખીને મારકણી આંખોથી ઉપર જોતી હોયછે. ફીલીપા કહે છે કે, પુરુષો એમ સમજેછે કે ીઓ સામાન્ય રીતે રક્ષણ અનેપ્રશંસાજ ઈચ્છતી હોય છે. પરંતુ જ્યારે તે પોતાના અમુક નિર્ણયોમાં મક્કમતથા ઘરગંભીર હોય છેત્યારે અસંમજસમાં પડી જવાય છે.

જો કોઈ વ્યક્તિ કપરકાબી સરખા કરે અથવા કાર્પેટ પરનો કચરો સાફ કરે, એસ્ટ્રે સાફ કરે તો સમજો કે તેને ચોખ્ખાઈ ખૂબ પસંદ છે અને તેને તેની આજુબાજુ બધું જ વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે. જો તમને તમારી જાતમાં વિશ્વાસ હોય કેતમેતમારું બધું જ કામ વ્યવસ્થિત કરો છો અનેતમે પણ કામ પ્રત્યે ગંભી૨ છો તો જ આવી વ્યક્તિ સાથે આગળ વધવાનું વિચારજો.

જો તમારે પહેલી થોડી ક્ષણોમાં જાણવું હોય કે તે વ્યક્તિ ખોટું બોલી રહી છે તોધ્યાનરાખોકેજોતેવારંવાર મોઢા ઉપર  હાથ ફેરવેકે ના કનેડેતો  સમજવું ક ેતે ખોટું બોલેછે.તે ઉપરાંત તેની આંખો ખૂબ  જ ઝડપથી  ફરતી હોય, તમારી વાતનો પણ ખૂબ ઉતાવળે પ્રત્યુત્તર આપે. ઉપરાંત અવાજ પણ થોડો મોટો થાય. ખોટાબોલી વ્યક્તિ જરૂર કરતાં વધુ માહિતી આપતીહોયછે.

કોઈ  વ્યક્તિ તમને કંઈ રીતે મળે છે. તેના ઉપરથી  તેના વ્યક્તિત્વનો  અંદાજ આવી જાય છે. આવનારી  વ્યક્તિ એકદમ ઝડપથી આવેછે? વાતચીતમાં  મજાક કરે છે કે મોઢું  ગંભીર રાખીને બેસેછે? ખૂબ જ શાંતિથીપગ નીચે રાખીને બેસે છે.  વગેરે બાબતો પણ ધ્યાનમાં લેવી જરૂરીછે.

ઈમેજકન્સલ્ટન્ટલીઝ  બેકરના  મતે કોઈપણ વ્યક્તિ ઉપર પ્રભાવ પાડવા માટેફક્ત ચાર મિનિટનીજજરૂર હોય છે. ૯૩ ટકા  પ્રભાવ તમારી વાતચીત સિવાયના હાવ-ભાવઅને છત્રમાંથી પડેછે-૫પટકાતમારા કપડા ઉપરથી ૩૮ ટકા તમારા શારીરિક હાવભાવ અને મુદ્રા અને અવાજઉપરથી તથા છટકા તમેજે બોલ્યા હા ેતેના ઉ૫૨થી સામેની વ્યક્તિ ઉપર પ્રભાવ પડેછે.

''તેઓ કહે છે કે, તમે જે બોલો છો તેને જ ફક્ત ધ્યાનમાં નથી રખાતું પરંતુ વ્યક્તિ બધી જ  તપાસવિસ્તૃત રીતે કરે છે. સ્ત્રી   પુરુષના  બુટ અને નખ ઉપર ધ્યાન આપશે. જો બુટપોલીશ કરેલા અને નખ દાંતેથી કોતરેલા હોય તો? આ બાબત તમારા વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કહી જાય છે.

ઘણી વખત આપણે એમ  વિચારીએ કે સારી રીતે વાતચીત કરવી જરૂરી છે. બાકી બાહ્ય દેખાવની  કોઈ જરૂર નથી, પરંતુ ના, એવું નથી તમારી વાત સાથે તમારા બાહ્ય વ્યક્તિત્વ પણ એટલું જ મહત્ત્વ રાખે છે. જે  વ્યક્તિના બુટ ધૂળવાળા, કે કપડા અસ્તવ્યસ્ત કે ચોળાયેલા હોય તો  સમજવું કે તે તમારી સામે નર્વસ થાય છે અથવા  તેને તમારી કંઈપડી નથી. કોઈવ્યક્તિ એવી  ઈચ્છાન રાખે કે તેઓ જે વ્યક્તિ સાથે સમય ગુજાર ે છે તેનેસામે જોવાની પણ દરકાર નથી.

પર્સનલ ડેવલપમેન્ટ ટ્રેનર અને સાયકોથેરાપીસ્ટ  સેન્ટ્રા ડોનાલ્ડસન કહે છે તેની પાસે  આવતા લોકો અંગે મત બાંધવા તે તેમને ભોગ બનેલા, જુલ્મ ગુજારનારા કે બચાવ કરનારા એમ ત્રણ ભાગમાં વિભાજીત કરી દે છે.

જે વ્યક્તિનોસ્વભાવ બીજાને હેરાન કરનારો હશે તેઓ સતત કોઈપણ બાબતની ટીકા જ કર્યા કરતા રહેશે. જો શરૂઆતમાં તમનેતેનો અંદાજ મળી જાય તો સમજી જો કે પાછળથી સંબંધ બંધાયા પછી તેઓ વખોડશે.તેઓ સતત વિવાદ કરવાતૈયાર જહોયછે. જો તમનેવિવાદ કરતા આવડે તો જ તમે તેની સાથે આગળ વધજો .

જ્યારેભોગબનનાર વ્યક્તિ સતત તમારી સહાનુભૂતિ  મેળવવા દયામણો બનશે. તેઓ એમ સમજ ેછેકે  આખી દુનિયા મારી  વિરુધ્ધ છે. તેની સાથે સંબંધ બંધાયા પછી જો ઝઘડા થાય તો તે ઝઘડા ટાળીને પીછે હઠ કરશે. આવી વ્યક્તિ પહેલી દસ મિનિટમાં  તમારું ધ્યાન આકષત  કરવા બાળકની જેમ વર્તશે. જો તમને કોઈ એવા સાથીદારની  જરૂર હોય  જે  તમારી સાથે સતત રમતિયાળ જીવન જીવે તો આવી વ્યક્તિ ઉપર પસંદગી ઉતારજો.

જે વ્યક્તિનો સ્વભાવ બીજાને બચાવવાનો, મદદ કરવાનો હશેતેતમારી પણ મદદ કરશે તથા તમારામાં રસ લેશે. પછીથી તમને ખબર પડશે કે આવા લોકો રસ  લેશે., પછીથી તમને ખબર પડશે કે આવા લોકો બીજા ની મદદ કરવામાં એટલા લીન હોય છે કે પોતાની પ્રત્યે હંમેશા બેદરકાર હોય છે.

માનસચિકિત્સક ડો, ગે ફોલ્ડીંગના મતે જેવી કોઈ વ્યક્તિ તમારી સાથે વાતચીત ચાલુ કરે કે તેના બોલવા પરથી તમારું મગજ તેના વ્યક્તિત્વ વિશેના અંદાજો બાંધવાનું શરૂ કરી દે છે.

સ્પીચ રેટ: આપણે મોટેભાગે બોલવાની ઝડપને 

બુધ્ધિમતા સાથે જોડી દઈએ છીએ. આપણે એમ નથી જોતા કે તે કેટલું ઝડપથી બોલે છે પરંતુ એમ વિચારીએ છીએ કે તે સામાન્ય કરતા વધુ ઝડપથી બોલે છે એટલે તે વધુ બુધ્ધિશાળી હશે.

સ્વરની  ગુણવત્તા: 

કેટલાંકનો અવાજ રૂક્ષતો કેટલાંકનો  કોકિલ કંઠ હોય છે. જેનો સ્વર મધુર હોય છે તેસમાજ ખૂબ પ્રચલિત હશે તથા તે ખૂબ જ સારો હશે એવું આપણે ધારીએછીએ. જો કોઈનો  અવાજ રૂક્ષ  હોય તો આપણે સમજીએ કે ઠંડી અને ક્ર હશે.

ઉચ્ચારણનોસ્વરભાર:

જેવ્યક્તિના ઉચ્ચારોસામાન્ય હોય, જેમ  કે  સમાચાર  વાંચનારા જેવા તેને આપણે બુધ્ધિશાળી  ગણીએ  છીએ પરંતુ  પ્રત્યેક વખતે તે ગમે તેવું જરૂરી  નથી.

જેમ  જેમ કોઈ  વ્યક્તિથી આકર્ષાઈએ તેમ તેમ તેના ઉપરનો વિશ્વાસ પણ વધતો જાય છે.

જો તમારે કોઈપણ વ્યક્તિને પહેલી દસ મિનિટમાં  ઓળખવી હોયતો તેની સાથેની વાતચીતમાં વારંવાર બે પ્રશ્ન જ પૂછો, તમને આ બાબતે શું લાગ્યું? તમે પેલી બાબત માટે શું વિચારો  છો?

વિચારો કદાચ ઠંડા હશે પણ લાગણી તો હૃદયમાંથી  નીકળે છે. જો કોઈ વ્યક્તિ તમને કોઈ રસપ્રદ  કિસ્સો કહેતી હોય તે  સમય ે વચ્ચે વચ્ચે તેની તે સમયની લાગણી વિશે  પૂછવાથી અને બરોબર  પ્રત્યુત્તર આપવાથી તમારું  કામ  થઈ જશે અને  તમને તેના વ્યક્તિત્વ વિશેના માહિતીની રૂપરેખા  મળી  જશે. બાકી તો  તમે સમજદાર છો.


Google NewsGoogle News