સ્વાઈન ફલુ - સરળ ઉપાયો .

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
સ્વાઈન ફલુ - સરળ ઉપાયો                                      . 1 - image


- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન  ભટ્ટ

આજે સ્વાઈન ફુલુ મહામારીના રૂપમાં જ્યારે ફેલાયો છે ત્યારે આ રોગ વિશે માહિતી હોવી ખૂબ જરૂરી છે, આ માહિતી વાચકમિત્રોને ખૂબ ઉપયોગી નીવડશે તે આશાથી આજે આ રોગ વિશે સમજ આપું છું.

સૌ પ્રથમ તો એ સમજ મેળવીશું કે, સ્વાઈન ફુલુ એ શું છે ? સ્વાઈન ફુલુ કે લ્લ૧શ૧ એક નવા પ્રકારનો વાઈરસ, દ્વારા ફેલાવાવાળો ચેપી રોગ છે. આ વાયરસ ૨૦૦૯માં ઓળખમાં આવ્યો, અને આના કારણે સમગ્ર વિશ્વમાં ઘણાં લોકોનું મૃત્યુ ગઈ ગયેલ છે. સામાન્ય રીતે આ વાયરસ સૂવર દ્વારા ફેલાય છે, આથી જ આને જુઠીખને કહેવામાં આવે છે. શરૂઆતમાં આ વાયરસ જાનવરો માટે કે મનુષ્ય માટે ઘાતકી ન હતો પરંતુ સમય સાથે આ વાયરસમાં બદલાવ આવી ગયો. અને આજે મહામારીનું રૂપ લઈ લીધું છે અને મનુષ્ય અને જાનવરો માટે અત્યારે તે અતીઘાતક સાબીત થઈ રહ્યો છે.

સ્વાઈન ફુલુના લક્ષણોની વાત કરીએ તો પુખ્ત વ્યક્તિઓને સ્વાઈન ફલુ થયો હોય તેમને

(૧) શ્વાસ લેવામાં મૂશ્કેલી પડે છે કે, હાંફ ચઢે છે,

(૨) શરીરનું તાપમાન ઓછું રહે છે , અને શરીર ઠંડુ રહે છે.

(૩) શરીરમાં મુંઝવણ રહે છે. ઘણીવાર અચાનક દર્દી બેભાન થઈ જાય છે.

(૪) છાતી કે પેટમાં દુખાવો કે દબાણ થાય છે.

(૫) દર્દીને સતત ઊલટી જેવું લાગ્યા કરે છે.

 બાળકોમાં સ્વાઈન ફ્લુનાં લક્ષણોમાં

(૧) ઝડપી શ્વાસોશ્વાસ લેવા માંડે છે, તો ઘણીવાર શ્વાસ લેવામાં અતીમૂશ્કેલી પડે છે.

(૨) ત્વચાનો રંગ વાદળી કે ભુરાશ પડતો થઈ જાય છે.

(૩) બાળક પૂરતું પ્રવાહી પી શકતું નથી.

(૪) ઘણીવાર બાળકને લાલ ચકામા સાથે તાવ આવે છે અને ખૂબ ઉધરસ શરૂ થઈ જાય છે.

(૫) બાળક ખાઈ શકતું નથી.

(૬) બાળક રડે ત્યારે તેની આંખોમાંથી આંસુ નીકળતા નથી.

(૭) બાળક ખૂબ ચીઢીયું થઈ જાય છે.

આ મહામારી રોગ આજે જ્યારે વ્યાપક રૂપમાં ફેલાયો છે, ત્યારે તેમાથી બચવાનાં ઉપાયો જાણવા જરૂરી છે.

પ્રથમ તો એ જાણી લેવું જરૂરી છે કે,સ્વાઈન ફુલુનાં લ્લ૧શ૧ વાઈરસ માટે પ્રવેશદ્વાર એ નાક અને મોં છે. આ બંને દ્વાર મારફતે જ આ વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે મહામારીનાં રૂપમાં આ રોગ ફેલાયો હોય ત્યારે અનેક સાવધાની રાખવામાં આવે છે. છતાં પણ આ વાયરસને શરીરમાં પ્રવેશતો અટકાવવા ખૂબ જ કઠીન છે. આ વાયરસનો પ્રસાર-ચેપ જે રીતે થઈ રહ્યો છે, તે ખૂબ ખતરનાક છે, અને તેના પ્રસારને અટકાવવું ખૂબ જરૂરી છે.

સ્વાઈન ફ્લુનાં વાયરસનો પ્રસાર અટકાવવા માટે કેટલાંક સરળ ઉપાયો બતાવું છું. જે આ મહામારીમાંથી બચવામાં અવશ્ય મદદરૂપ થશે જેમાં,

(૧) વારંવાર હાથ ધોવા જ્યારે પણ ઘરમાંથી બહાર જઈએ અને પાછા આવીએ ત્યારે હાથ પગ બંને સાબુથી બરાબર ઘસીને ધોવા જોઈએ.

(૨) ઈમ્યુનીટી શક્તી જે વ્યક્તિઓની ખૂબ સારી, હોય તેને સ્વાઈન ફ્લુ બહુ અસર કરી શકતા નથી, જેથી રોગપ્રતીકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે.

રોગ પ્રતીકારક શકતી વધારવા વિટામીન સી (આમળા, સંતરા, નારંગી) તેમજ અન્ય ફળોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. વિટામીન-સી ઉપરાંત ઝીંક પણ રોગપ્રતીકારક શક્તી વધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તેથી ઝીંક જેમાં વધુ હોય તેવો આહાર તેમજ અખરોટ અંજીર વગેરે ખોરાકમાં લેવું જોઈએ.

(૩) હાથને શક્ય તેટલા ચહેરાનાં સંપર્કમાં લાવવાનું ટાળો.

(૪) જમતા પહેલા હાથ ડેટોલથી બરાબર સાફ કરવા.

(૫) નવશેકા મીઠાવાળા પાણીથી દિવસમાં બે વાર, કોગળા કરવા જેથી વાઈરસનો પ્રસાર અટકાવામાં ખૂબ મદદ મળશે. આ સરળ અને સસ્તી પધ્ધતી વાઈરસનો ફેલાવો અટકાવવા માટે ખૂબ શક્તીવાળી સાબીત થયેલ છે.

(૬) વળી, મીઠાવાળા પાણીથી કોટન દ્વારા દરરોજ નાકના બંને નસકોરાં સાફ કરવાં જેથી સ્વાઈન ફ્લુનાં વાઈરસનું સંક્રમણ નાક દ્વારા થતુ અટકાવી શકાય.

(૭) ગરમ ચા, ગરમ કોફી વગેરે વધારે માત્રામાં લેવાનું રાખવું, ગરમ પ્રવાહી વિકસતા વાઈરસને ગળામાંથી સીધા જ પેટમાં પહોંચાડે છે. જ્યાં તેમનાં માટે બચવું મૂશ્કેલ છે ત્યાં પહોંચીને આ વાઈરસ શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકતા નથી.

સ્વાઈન ફ્લુના વાઈરસને પ્રસરતા અટકાવવા ખૂબ જરૂરી છે. સ્વાઈન ફ્લુ એક ખૂબ ચેપી રોગ છે, આનો ફેલાવો એક વ્યક્તીમાંથી બીજી વ્યક્તીમાં બહુ જલ્દીથી થાય છે. જ્યારે સ્વાઈન ફ્લુથી પ્રભાવીત વ્યક્તી ઉધરસ કે છીંક ખાય છે ત્યારે તેનાં મોં અને નાક દ્વારા સુક્ષ્મ બુંદો સાથે આનો વાયરસ પણ બહાર આવી જાય છે. અને વાતાવરણમાં તે ૨૪ કલાક સુધી જીવીત રહે છે. વ્યક્તીની શ્વાસોચ્છાવાસની ક્રિયા દ્વારા તેને સરળતાથી ચેપ લગાડી શકાય છે. જેથી આ વાયરસને પ્રસરતાં અટકાવવા માટે મોં પર માસ્ક રાખવું મહામારી વખતે ખૂબ જરૂરી છે.

૫૫ વર્ષથી વધારે મોટી ઉંમરના લોકો તેમજ ૫ વર્ષથી નાની ઉંમરનાં બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓ અને ડાયાબીટીસ કે બ્લડપ્રેશરવાળા દર્દીઓ આ રોગનો શીકાર ઝડપથી બની શકે છે. ઉપરાંત જે વ્યક્તીની રોગપ્રતીકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તીઓ પણ આ .... નો શીકાર બની શકે છે.

દિન ચર્યામાં થોડી સાવધાની આ સંક્રમિક રોગથી બચવામાં મહત્વની ભૂમીકા ભજવી શકે છે.


Google NewsGoogle News