ઠંડીમાં ખટમીઠાં સંતરા સ્વાસ્થ્ય માટે લાભદાયી
સંતરામાં વિટામિન સી, બીટા-કૈરોટીન અને અલગ-અલગ ફ્લેવોનોઇડ જેવા એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. સંતરામાં ૮૬ ટકા જેટલુ ંપાણી સમાયેલું હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મિનરલ્સ પણ સમાયેલા હોય છે. તેમાં ફાઇબરની માત્રા ભરપુર હોવાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેથી દિવસ દરમિયાન જંક ફૂડ ખાવાથી બચી જવાય છે. આંખ માટે પણ સંતરા ફાયદાકારક માનવામાં આવે છે.
એક રિપોર્ટના અનુસાર, દિવસ દરમિયાન એક સામાન્ય વ્યક્તિ ૨ થી ૩ સંતરાનું સેવન કરે તો તેને પ્રચૂર પ્રમાણમાં ફાઇબર અને વિટામિન સી મળે છે.
સંતરામાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં આવેલું છે. ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે વિટામિન સી જરૂરી છે. સંતરાનો જ્યુસ અથવા ફળનું સેવન બપોરના સમયમાં કરવાથી વધુ ફાયદો થાય છે.
વાળ
શિયાળામાં વાળ રૂક્ષ અને નિસ્તેજ થવાનું સામાન્ય છે. ઋતુમાં ફેરફાર થવાથી વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. નિયમિત રીતે સંતરા ખાવાથી વાળને કમજોર થતા બચાવી શકાય છે તેમજ ઘટ્ટ અને ચમકીલા કરવામાં મદદ કરે છે.
ઇમ્યુનિટી
સંતરામાં વિટામિન સી પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. જે ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે. સારી ઇમ્યુનિટી શરીરને ઘણા ઇન્ફેકશનથી બચાવવામાં મદદ કરે છે. ઠંડીમાં ઇમ્યુનિટી નબળી પડી જવાથીજલદી વાયરસના સપાટામાં આવી જવાય છે.
ત્વચા
ત્વચાને હેલ્ધી રાખવા માટે સંતરાના સેવનથી કરચલી નથી પડતી, તેમજ ફાઇનલાઇન્સને ઓછી કરવામાં મદદ કરે છે. સંતરામાં સમાયેલા ગુણ સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
વા
વા ની તકલીફમાં ખાસ કરીને ગઠિયા વા, પગમાં દુખાવાની ફરિયાદ ઠંડીમાં વધી જતી હોય છે. સંતારનું સેવન શરીરમાંના યૂરિકએસિડને ઓછું કરવામાં મદદ કરે છે. તેમજ સંતરા હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશર ઓછું કરે
સંતરા વિટામિન બીત્રથી ભરપુર હોય છે. જે હેમોગ્લોબીનને વધારવામાં મદદ કરે છે. તેમજ તેમાં સમાયેલ મેગેન્શિયમ હાઇ બ્વડપ્રેશરને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.
હૃદય માટે ફાયદાકારક
સંતરામાં સમાયેલા વિભિન્ત પોષક તત્વ તેમજ વિટામિન સી, ફ્લેવોનોઇડ અને કૈરોટીનોયડ, હૃદયના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે.
આંખ
આંખ માટે સંતરાનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં સમાયેલા વિટામિન એ આંખમાં મ્યૂક્સ મેમ્બ્રેનને સ્વસ્થરાખવામાં મદદ કરે છે.
બ્લડ સુગર લેવલને સામાન્ય કરે
સંતરામાં સમાયેલા ફાઇબર બ્લડ સુગરના લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. ઉપરાંતં સંતકરામાં ફ્રુક્ટોઝ જેવી સિંપલ સુગર હોય છે, જે શરીર માં બ્લડ સુગરના સ્તરને સ્થિર કરે છે.
પાચનતંત્ર
નિયમિત ૧ સંતરાનું સેવન કરવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને બીમારીઓથી બચાવી શકાય છે. તેમાં સમાયેલા ફાઇબર તમારા પાચનતંત્રને મજબૂત કરે છે અને વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. સંતરાના સેવનથી ભૂખને કાબુમાં રાખી શકાય છે.
મૂડને સુધારે છે
સંતરાનું સેવન માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં સમાયેલા વિટામિ સી અને અન્ય પોષક તત્વ મૂડને બહેતર બનાવવા માટે અને માનસિક તાણને દૂર કરવામાં મદદ કરે છે.
શરદી-ઉધરસ
વિટામિન સીની ઉચ્ચ માત્રાના કારણે સંતરા શરદી અને ઉધરસના લક્ષણોને ઓછા કરવામાં મદદ કપરે છે.
કબજિયાત
સંતરામાં ફાઇબર સમાયેલું હોવાથી કબજિયાત જેવી તકલીફો થતી નથી.
કિડનીની પથરી
કિડનીની પથરીથી પીડાતા લોકોએ નિયમિત સંતરાના રસનું સેવન કરવું જોઇએ. તે પથરીને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમજ શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે.
- જયવિકા આશર