નવવધુના આકર્ષક લિપસ્ટિક શેડ્સ .
દરેક યુવતી લગ્નના દિવસે સૌથી સુંદર દેખાવા ઇચ્છતી હોય છે. દુલ્હન બનવા માટે યુવતીઓ કેટલીય તૈયારી કરતી હોય છે. લગ્નના કેટલાંક મહિના પહેલાંથી જ કપડાં, જ્વેલરી, મેકઅપ જેવી નાની-મોટી વાતોનું ધ્યાન રાખતી હોય છે. જો કંઈ ખરાબ પણ થાય તો તેનો લુક થોડો બગડી પણ શકે છે. યુવતીની મેકઅપ કીટમાં લિપસ્ટિકનો ખૂબ જ મહત્ત્વનો હિસ્સો હોય છે. યોગ્ય કલરની લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી ચહેરાનો લુક ખૂબ જ સારો લાગે છે આજે અમે તમને જણાવીશુ કે બાઇડલ લુક માટે દુલ્હને કયા લિપસ્ટિક શેડ્સ ખરીદવા જોઈએ. આમ તો સામાન્ય રીતે પિન્ક અને રેડ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા લિપસ્ટિક શેડ્સ છે, પણ લિપસ્ટિક શેડ્સની પસંદગી તમે સ્કિન ટોન અને લિપ્સ સાઇઝને અનુસાર કરો તો ચહેરો ખીલીને નજરે પડશે.
પિન્ક શેડ્ લિપ કલર
જો તમારો સ્કીન ટોન મીડિયમ કલરનો હોય તો પિન્ક શેડ તમારા લુકને ખૂબ જ સરસ લુક આપશે. મીડિયમ કલર શેડ એટલે વધુ ગોરો પણ નહીં અને વધુ કાળો પણ સ્કીન ટોન હોય તો લિપસ્ટિકનો આ શેડ ઉત્તમ ઠરે છે. પિન્કના પણ કેટલાંય શેડ્સ હોય છે. તમે તમારા ડ્રેસ અને જ્વેલરી મુજબ તેમાંથી એક શેડને પસંદ કરી શકો છો.
ક્લાસિક રેડ લિપસ્ટિક
આ એક શાનદાર બ્રાઇડલ કલર છે. લગ્ન ઉપરાંત દરેક પ્રસંગે આ એક ઓકેઝન માટે પણ ક્લાસિક રેડ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો શેડ છે. આ લિપસ્ટિક શેડને લગાડવાથી ખૂબ જ સ્ટાઇલિસ્ટ અને બોલ્ડ લુક નજરે પડે છે. જો તમે ખૂબ જ હેવી આઈ મેકઅપ નહીં કર્યો હોય તો તમે રેડ લિપસ્ટિક લગાવીને ઘણાં ખૂબસુરત નજરે પડી શકો છો. આની સૌથી ખાસ વાત તો એ છે કે આ લિપસ્ટિક શેડ દરેક પ્રકારના સ્કિન ટોન પર સારો લાગી શકે છે. હંમેશા વોટરપ્રૂફ અને લોંગ-લાસ્ટિક લિપસ્ટિકને જ પસંદ કરવી જોઈએ. આ એક મેટ-ફિનિશિંગ લુક આપશે અને હોઠને ડ્રાઈ પણ નહીં બનાવે.
ન્યૂડ પિન્ક
ન્યૂડ પિન્ક લિપસ્ટિક શેડ સોફ્ટ અને રોમેન્ટિક શેડ છે. આ એક એવો નેચરલ લિપ કલર છે, જે લિપની સાઇઝને મોટા બતાવે છે. જો તમે બ્રાઇડલ-લુક અપનાવી રહ્યા છો તો ન્યૂડ પિન્ક કલરની લિપસ્ટિક તમારા માટે ઉપયુક્ત છે. ન્યૂડ પિન્ક લિપસ્ટિક શેડથી તમારા લિપ્સને ટેક્સચર સ્મૂદ દેખાય છે. ન્યૂડ લિપસ્ટિક ફોટોમાં પણ ખૂબ સારો દેખાય છે. આ તમારી નેચરલ બ્યુટિને હાઈલાઈટ્સ કરે છે અને તમારા ફેશને બ્રાઇટ અને રિફ્રેશિંગ લુક આપે છે. આ રંગની લિપસ્ટિકને મેન્ટેઇન કરવી ખૂબ જ સરળ હોય છે કેમ કે આ લિપ કલર લાંબા સમય સુધી ટકી રહે છે અને જો થોડો ફેડ પણ થઈ જાય તો નોટિસ પણ નથી થતો.
ડીપ પ્લમ લિપસ્ટિક
ડીપ પ્લમ લિપસ્ટિક શેડ ઘણો રિચ અને લકઝરિયસ લુક આપે છે. આ ડ્રેમેટિકલ કલર છે, જેને ગહેરાઈ અને ઇન્ટેસિટીથી જોડવામાં આવે છે. જો લગ્ન શિયાળામાં હોય તો ડીપ પ્લમ લિપસ્ટિક શેડ નવવધુને માટે શ્રેષ્ઠ રહેશે. બ્રાઈડ માટે આ એક પરફેક્ટ કલર છે. પ્લમ લેપસ્ટિક શેડ ચિયરફુલ અને વાઇબ્રન્ટ શેડ છે. આ તમને ઘણો બ્રાઈટ લુક આપશે. આ લિપસ્ટિકની ખાસિયત એ છે કે આ ઓવરપાવર થયા વિના મેકઅપમાં રંગ સામેલ કરે છે. ડીપ પ્લમ લિપશેડ ખૂબ જ સુંદર અને આકર્ષક રંગ છે, પણ આ લિપસ્ટિક શેડ દરેક માટે ઉપયુક્ત નથી. આ એ લોકો માટે ખૂબ જ સરસ ઓપ્શન છે, જે હોઠને અનોખો આકર્ષક લુક આપવા માટે લહેરાઈભર્યો લિપસ્ટિક ઇચ્છો છો.
બેરી લિપસ્ટિક શેડ
બેરી લિપસ્ટિક શેડ લગાવીને નવવધુ વધુ બોલ્ડ અને વર્સેટાઈલ નજરે પડે છે. ા એક એલિગેન્ટ સોફિસ્ટિકેટેડ આઉટફિટ્સ માટે ખૂબ ઉત્તમ લુક આપે છે. બેરી શેડ હેમંત ઋતુ માટે શ્રેષ્ઠ છે. આ ફ્લાવરિંગ લુક આપે છે અને ગાર્ડન સાથે સંકળાયેલી લગ્નો માટે આ શેડ પરફેક્ટ માનવામાં આવે છે.
પીચ લિપસ્ટિક શેડ
પીચ લિપસ્ટિક શેડ ખૂબ જ ફ્રેશ અને યુથફૂલ લુક આપે છે. હળવી ત્વચાના રંગ ધરાવતી નવવધુ માટે આ બેસ્ટ કલર છે. સ્પ્રિંગ સિઝનના લગ્ન હોય કે પછી આઉટડોર લગ્ન માટે પીચ એક પરફેક્ટ લિપસ્ટિક શેડ છે.
રોઝવુડ પિન્ક
રોઝવુડ લિપસ્ટિક શેડ લગાવીને નવવધુ ખૂબ જ એલિગન્ટ અને ન્યૂ લુકમાં નજરે પડે છે. રોઝવુડની ખાસિયત એ છે કે તે ગુલાબ અને બ્રાઉનના મિશ્રણ કરીને બનાવાયેલો રંગ છે, જે લગ્નના દિવસે નવવધુને એક ડિફરન્ટ લુક આપે છે. આ પિન્ક ફેમિલીનો સૌથી ક્લાસિક શેડ હોય છે અને તેને ઉનાળા, શિયાળા અને ચોમાસા એમ બધી જ ઋતુઓમાં લગાવી શકાય છે. તેને તમે દિવસે થતાં લગ્ન માટે પણ ટ્રાઈ કરી શકો છો.
મોવ લિપસ્ટિક શેડ
આ લિપ કલર શેડ પિન્ક અને પર્યલ કલરનું મિશ્રણ હોય છે. આ શેડ બહુ કુલ અને ક્લાસિક આપે છે. આજકાલના લગ્નો સૌથી વધુ મોવ કલરનું ચલણ છે. શહેરોમાં થતાં લગ્નોમાં નવવધુ માટે મોવ લિપસ્ટિક પરફેક્ટ કલર છે.
વાઇન લિપસ્ટિક શેડ
આ શેડ બોલ્ડ અને રિચ લુક આપે છે. આને ડીપ કલર માનવામાં આવે છે અને એક મજબૂત પર્સનાલિટીને શો કરે છે. આ લિપસ્ટિક શેડ ગ્લેમરસ લુક્સ માટે શ્રેષ્ઠ છે. સાંજે થતાં લગ્ન માટે વાઈન લિપસ્ટિક ખૂબ જ સારો કલર આપે છે.
બ્લશ પિન્ક
આ લિપસ્ટિક શેડની ખાસિયત એ છે કે આ રોમેન્ટિક અને ફેમિનિન લુક આપે છે, જે છોકરીઓને વ્યાપક પ્રમાણમાં પસંદ છે. રોમેન્ટિક થિમ્સ અથવા પછી ક્લાસિક બ્રાઈડલ લુક્સ માટે બ્લશ પિન્ક શેડ એક પરફેક્ટ કલર છે. આને તમે લગ્ન ઉપરાંત અન્ય પ્રસંગોએ પણ અજમાવી શકો છો.
કોરલ લિપસ્ટિક શેડ
આ લિપસ્ટિક શેડ નવવધુનો બ્રાઈડ અને આત્મવિશ્વાસ વધારે છે. આ શેડ ફેટર સ્કિન ટોન ધરાવતી યુવતીઓથી માંડીને ડસ્કી સ્કિન ઉપરાંત કેટલીય ડિફરન્ટ સ્કિન ટોનની સાથે મેચ કરવામાં આવે છે. આ માટે લગભગ બધા જ લોકો તેને લગાવી શકે છે. આ શેડ તમારા સમગ્ર લુકને આકર્ષક બનાવે છે અને રિફ્રેશિંગ નેચરલ લુક આપવામાં મદદરૂપ બને છે.
- ભૂપેન્દ્ર પટેલ