વાર્તા : શમણાંની કિંમત

Updated: May 6th, 2024


Google NewsGoogle News
વાર્તા : શમણાંની કિંમત 1 - image


- સમયના સરકવા સાથે તેણે જ્યારે એક દિવસ તમરોઝને પોતે સગર્ભા હોવાની ખુશખબર સંભળાવી, ત્યારે તમરોઝ બનાવટી સ્મિત કરીને બોલ્યો, ''ના, રાબિયા! 'હજી તો આપણે જુવાનીનો ભરપૂર આનંદ માણ્યો જ નથી, ત્યાં આટલી જલદી મારે બાળક નથી જોઈતું.  કેમકે બાળકના જન્મ પછી તું તારા આ ખાવિંદને નાઝિયાની માફક ભૂલી જઈશ...''

વરસાદી વાતાવરણમાં રાત વધારે અંધારી લાગતી હતી. વીજળીના ઝબકારામાં પળવાર માટે સમગ્ર વિસ્તાર ઝળહળી ઊઠતો અને ફરી પાછો અંધકાર ઘેરાઈ જતો.

તે વિચારતી હતી, વાતાવરણનો અંધકાર તો વાદળો વિખેરાઈ જતાં દૂર થઈ જશે, પણ મારા જીવનમાં છવાઈ ગયેલો અંધકાર તો જાણે હજી જીવન સાથે જડાઈ ગયો છે...

ઘેઘૂર અંધકારમાં અચાનક એક ચહેરો વીજળીની માફક તેની નજર સામે ઝબકી ઊઠ્યો, ત્યારે તેનાથી અનાયાસ એક નિ:શ્વાસ મુકાઈ ગયો. 'શમ્સની વાત એ વખતે મેં જો માની લીધી હોત, તો આજે મારી જિંદગી આટલી અંધારી ન હોત. એ તો મને રોશની દેખાડતો હતો, પણ મેં જ આંખો મીંચી દીધેલી હતી... હવે આજે જ્યારે સારાસારનું ભાન આવ્યું છે ત્યારે ચારે બાજુ ઘનઘોર અંધકાર સિવાય કશું જ નજરે નથી પડતું. શમ્સને તો હું ગુમાવી જ ચૂકી છું અને તમરોઝખાન...''

ફરી એક વખત કડાકા સાથે વીજળી ઝબકી અને તમરોઝખાનની આકૃતિ તેની નજર સામે પ્રગટ થઈ ઊઠી... રુઆબદાર અને આકર્ષક ચહેરો, વિશાળ કપાળ નીચે મોટી મોટી પાણીદાર આંખો, સાફ ચહેરા પર ઘાટી મૂછોને લીધે તેનું વ્યક્તિત્વ વધારે રુઆબદાર લાગતું હતું. તેના આવા ધારદાર વ્યક્તિત્વનું એક પાંસુ તેની અપાર દોલત પણ હતું.

શ્રીમંતાઈનો અભરખો તો તેને સમજણી થઈ ત્યારથી હતો. તેનો જન્મ અને ઉછેર એક ગરીબ કુટુંબમાં થયો હતો, પણ તેનાં સપનાં હંમેશાં ટોચ પર પહોંચવાનાં રહેતાં. તેનું એક કારણ તેની અમાપ સુંદરતા હતું. પોતાના રૂપ પર તે ભારે ગર્વ અનુભવતી હતી. તદુપરાંત પોતાના કુટુંબની પરંપરા વિરુદ્ધ જઈને અબ્બાજાને તેને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. એ પોતાની પુત્રીને કોઈ અમીર કુટુંબમાં વળાવવા ઈચ્છતા હતા. રાબિયા પોતે પણ કંઈક એવી જ ઈચ્છા રાખતી હતી, એટલે સામાન્ય પ્રસ્તાવોને તે આગળ-પાછળનો વિચાર કર્યા વિના જ ઠોકરે ઉડાવતી રહી હતી. તેને કોઈ રાજકુમારની રાહ હતી, પણ એ રાહ કેવળ રાહ જ બની રહી. આમ ને આમ અબ્બાજાન પણ મોતની ચાદર ઓઢીને કબરમાં સૂઈ ગયા.

પિતાના મૃત્યુ પછી અમ્મીજાનની ખૂબ જ ઈચ્છા હતી કે રાબિયાની શાદી તેમના ભત્રીજા અસલમખાન જોડે થાય, પણ રાબિયાએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. તેણે તો મનમાં જાણે નક્કી કરી લીધું હતું કે તેને પોતાની પસંદગીનો પુરુષ ન મળે, ત્યાં સુધી શાદી કરવી જ નથી. કોઈ પર બોજારૂપ ન બને, એટલા ખાતર રાબિયાએ નોકરી માટે પ્રયત્ન શરૂ કર્યા અને થોડા જ પ્રયત્નોના અંતે એક ખાનગી ઓફિસમાં તેને પર્સનલ સેક્રેટરીની નોકરી મળી ગઈ. અહીંથી રાબિયાની જિંદગીનો એક નવો વળાંક શરૂ થયો.

ઓફિસના માલિક તમરોઝખાનના આકર્ષક વ્યક્તિત્વથી રાબિયા પહેલા દિવસથી જ પ્રભાવિત થઈ ગઈ. તમરોઝને જોઈને તેની કલ્પના જાણે સાકાર થઈ ઊઠી. રાબિયાને આવા દેખાવડા, ભણેલા-ગણેલા અને શ્રીમંત પુરુષની જ તમન્ના હતી.

મુખ્ય મુશ્કેલી એ હતી કે તમરોઝખાન શાદીશુદા હતો. એ પતિ હોવા ઉપરાંત કેટલાંક બાળકોનો પિતા પણ બની ચૂક્યો હતો. આવા સંજોગોમાં તેના વિશે વિચારવું પણ અર્થહીન હતું, પરંતુ એક દિવસ એવો આવ્યો કે તેના વિચારોનું વહેણ જાણે અચાનક અટકી ગયું!

એ દિવસે સવારે જ અસલમખાન બાબતમાં અમ્મીજાન જોડે જીભાજોડી થઈ ગઈ હતી. ઓફિસે પહોંચ્યા પછી પણ તેના મગજ પરથી એ ભારણ ઓછું નહોતું થયું. રોજ ખુશમિજાજ રહેતી રાબિયાની ઉદાસી તમરોઝખાનના ધ્યાન પર તરત જ આવી ગઈ. તેણે વિનાવિલંબે પૂછ્યું, ''કેમ આજે આટલી બધી ઉદાસ છે, રાબિયા? ઘરમાં કંઈ થયું છે?''

''ખાસ કશું નથી, પણ મારાં અમ્મીજાન શાદી કરી લેવાનું ભારે દબાણ કર્યા કરે છે.'' રાબિયાએ મ્લાન સ્મિત કરતાં તમરોઝખાનનો જવાબ આપ્યો.

''અરે, એ તો સારી વાત ગણાય. તને મૂંઝવણ શી છે? તમરોઝ આશ્ચર્યથી બોલી ઊઠયો, ''હું તો એવું જ સમજું છું કે દરેક છોકરીને પોતાનું ઘર વસાવવાનો ખૂબ ઉમંગ હોય છે...''

''તમારી વાત સાચી જ છે.'' તમરોઝની વાત વચ્ચેથી જ અટકાવીને રાબિયાએ કહ્યું, ''હું શાદીની વિરુદ્ધમાં નથી, પણ છોકરીની પસંદગીનું મહત્ત્વ જ ન હોય, એવી શાદીની હું વિરોધી છું.''

''હું સમજ્યો નહીં...'' તમરોઝે પૂછ્યું.

''એટલે એમ કે મારી અમ્મીજાન મારા મામાના દીકરા સાથે મારા નિકાહ કરાવવા ચાહે છે, જ્યારે એ મને બિલકુલ ગમતો નથી, કારણ કે એ ખાસ કંઈ ભણેલો નથી. તદુપરાંત તેનો ધંધો પણ ઠેકાણાસર નથી.'' રાબિયા બોલી.

''શું કરે છે એ?'' તમરોઝને રાબિયાની વાત વચ્ચેથી જ અટકાવીને રાબિયાએ કહ્યું, ''હું શાદીની વિરુદ્ધમાં નથી, પણ છોકરીની પસંદગીનું મહત્ત્વ જ ન હોય, એવી શાદીની હું વિરોધી છું.''

''હું સમજ્યો નહીં...'' તમરોઝે પૂછ્યું.

''એટલે એમ કે મારી અમ્મીજાન મારા મામાના દીકરા સાથે મારા નિકાહ કરાવવા ચાહે છે, જ્યારે એ મને બિલકુલ ગમતો નથી, કારણ કે એ ખાસ કંઈ ભણેલો નથી. તદુપરાંત તેનો ધંધો પણ ઠેકાણાસર નથી.'' રાબિયા બોલી.

''શું કરે છે એ?'' તમરોઝને રાબિયાની વાતમાં રસ પડવાથી તેણે પૂછ્યું.

''એ કાર મિકેનિક છે.'' રાબિયાએ મોં બગાડીને કહ્યું. ''આખો દિવસ તેના ખંડેર જેવા ગેરેજમાં મોટરોનું રિપેરિંગ કર્યા કરે છે...''

''એ કામ પણ કંઈ ખરાબ તો નથી જ...'' તમરોઝે ધ્યાનથી તેની સામે જોઈને કહ્યું. ''એમાંથી તો એ સારું એવું કમાઈ લેતો હશે. આજકાલના ભણેલા-ગણેલા બેકારો કરતાં તો સારું જ છે...''

''પણ એ માણસ  મને પસંદ નથી.'' તેણે તમરોઝની વાત વચ્ચેથી જ કાપી નાખી.

''એના ન ગમવા પાછળ કોઈ ખાસ કારણ તો હશે જ ને?'' આ વખતે તમરોઝે તેની નજરમાં નજર પરોવીને પૂછ્યું.

''એ તો તમને કેમ કરીને સમજાવું!'' રાબિયા સહેજ મૂંઝાઈ જતાં બોલી, ''એમ સમજો ને કે સહુના પોતપોતાની પસંદગીના અલગ માપદંડ હોય છે અને મારી પસંદગીના માપદંડમાં એ માણસ પાર નથી ઊતરતો...''

આમ કહીને રાબિયા ચૂપ થઈ ગઈ, પણ મનોમત તમરોઝને કહી રહી હતી કે, ''તમે જ મારા માપદંડ પ્રમાણે લાયક ઠર્યા છો, એની તમને ક્યાંથી ખબર હોય, સર! આપણે ઘણા વહેલા મળવાની જરૂર હતી...''

થોડો સમય તમરોઝખાન કશુંક વિચારતો રહ્યો. પછી એક ઊંડો નિ:શ્વાસ નાખતાં બોલ્યો, ''તમે સાચું કહો છો, રાબિયા! દરેક માણસને પોતપોતાની આગવી પસંદગી પ્રમાણે મળતું નથી. ઘણાં સંજોગોમાં બીજાંની પસંદગી પણ સ્વીકારવી પડતી હોય છે અને... અને હું પણ એમાંનો એક છું...''

''એટલે...!'' રાબિયાએ પહેલી વખત ચમકીને તમરોઝ સામે જોતાં પૂછ્યું.

''એટલે એમ કે ક્યારેક મારા મનમાં પણ ઉમંગો અને રંગ-બેરંગી સપનાં હતાં, પણ નાઝિયા સાથે શાદી કર્યા પછી એ બધું જ વિખેરાઈ ગયું...'' તમરોઝે એક નિ:શ્વાસ નાખીને આગળ કહ્યું, ''નાઝિયાને મારાં મા-બાપે પસંદ કરી હતી, એટલે અનિચ્છાએ પણ મારે એને સ્વીકારવી પડી.

મારી બીબી ઓછું ભણેલી છે એટલું જ નહીં, પણ તેનામાં બીજાં સાથે હળવા-મળવાની તમીઝ સુદ્ધાં નથી. તેને મારી સાથે ક્યાંય લઈ જવી  હોય, ત્યારે મારે ખૂબ જ સાવધ રહેવું પડે છે. નાઝિયાના સ્વરૂપમાં મને એક જીવનસાથી તો મળી ગઈ, પણ દરેક રીતે મારો સાથ આપી શકે તેવી પત્ની નથી મળી શકી.''

તમરોઝના મોંએ આ વાત સાંભળીવે રાબિયાને અચરજ થયું, પણ નાઝિયા બેગમને જોયા પછી તેને તમરોઝની વાતમાં તથ્ય લાગ્યું.

નાઝિયા બેગમ ઓછું ભણેલી હોવા ઉપરાંત દેખાવમાં પણ સાવ સાધારણ હતી. બાકી રહેતી કસર તેના ભેદભર્યા બેડોળ શરીરથી પૂરી થઈ જતી હતી. કોઈપણ દ્રષ્ટિથી એ તમરોઝે જેવા દેખાડવા, તંદુરસ્ત પુરુષની પત્ની નહોતી લાગતી. તેને જોયા પછી રાબિયાને તમરોઝ સાથે થયેલા અન્યાયની ખાતરી થઈ ગઈ અને તેને તમરોઝ માટે દિલસોજી જન્મી, પરંતુ આ દિલસોજીએ પછીથી એક નવું જ રૂપ ધારણ કરી લીધું...

ધીમે ધીમે તમરોઝની વાચાળતા વધવા લાગી હતી. અવારનવાર રાબિયા પાસે એ પોતાની બીબીની  વાત શરૂ કરી બેસતો. રાબિયા જોતી કે વાત કરતાં કરતાં અચાનક તમરોઝ અટકી જતો અને પછી કંઈક ખાસ વાત કહેવા ઈચ્છતો હોય તેવા ભાવ સાથે તેની સામે જોઈ રહેતો, પણ મનની વાતને શબ્દો દ્વારા રજૂ નહોતો કરી શકતો.

જોકે તમરોઝના દિલમાં શું હશે, તેનો અણસાર તો રાબિયાને આવી જ ગયો હતો, કેમકે તેની આંખોમાં એ જે કંઈ જોતી હતી, એના પરથી અનુમાન કરવું જરા પણ મુશ્કેલ નહોતું કે તમરોઝ પણ રાબિયાને પસંદ કરતો હતો.

એમ તો શમ્સ પણ તેને પસંદ કરતો હતો, તેમ છતાં રાબિયાએ તેને કદી મહત્ત્વ નહોતું આપ્યું, કેમકે એ પણ તેના માપદંડમાં ઊણો ઊતરતો હતો.

અસલમની સરખામણીએ શમ્સ વધુ ભણેલો અને દેખાવડો પણ હતો. એ પણ તમરોઝની ઓફિસમાં જ કામ કરતો હતો. તેનો પગાર કંઈ બહુ ઓછો નહોતો, તેમ બહુ વધારે પણ નહોતો. આમ છતાં રાબિયાનાં સપનાં સાકાર કરવાની તેની ત્રેવડ નહોતી. એ સપનાં તો તમરોઝખાન જેવો જ પૂરાં કરી શકે તેમ હતો.

જ્યારે શમ્સે તેની સામે શાદીનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેને કશો વિચાર કરવાનું પણ જરૂરી ન લાગ્યું અને તેની દરખાસ્તનો તરત જ અસ્વીકાર પણ કરી નાંખ્યો, કારણકે તેને તો માત્ર તમરોઝખાન તરફથી પ્રસ્તાવ આવવાનો ઈન્તેજાર હતો. જોગાનુજોગ તેની આ ઈચ્છા પણ જલદી પૂરી થઈ ગઈ. તેની સામે શાદીની દરખાસ્ત મૂકતાં પહેલાં તમરોઝે વિગતવાર ભૂમિકા બાંધી હતી. તેણે કહ્યું હતું, ''રાબિયા, નાઝિયા સાથેનો મારો સંસાર તદ્દન ફિક્કો છે. હવે મુશ્કેલી એ છે કે એને છોડી શકાય એવા સંજોગો નથી રહ્યા, કારણકે એ મારી બીબી હોવા ઉપરાંત મારાં સંતાનોની અમ્મી પણ છે. બાળકોને તેમની માથી વિખૂટા પાડવાનું હું જરા પણ પસંદ નથી કરતો.'' આટલું કહીને એ જરા અટક્યો પછી આગળ બોલ્યો, ''એટલે મને વિચાર આવે છે કે નાઝિયાને તેનાં બાળકોની સંભાળમાં જ વળગાડી રાખીને તેમજ ઘરનો વ્યવહાર સંભાળવાનું સોંપી દઈને, મારી પોતાની સંભાળ રાખવાની જવાબદારી તને સોંપી દઉં...'' ''આ... આ તમે કેવી વાત કરો છો!'' પોતાનો ઉછાળા મારતો હર્ષ કાબૂમાં રાખીને, ચોંકી ઊઠવાનો પ્રયત્ન કરતાં તેણે પૂછ્યું, રાબિયા જાણતી હતી કે વહેલી કે મોડી આ પ્રકારની વાત તેની સમક્ષ મુકાવાની જ હતી. ''હું ખરું કહું છું. રાબિયા!'' તમરોઝ કહેતો હતો, ''મારી બેટર-હાફ માટેની જે કંઈ કલ્પના છે, એ બધી જ તારામાં મને દેખાય છે. મને ખરેખર તો તારે વહેલાં મળવાની જરૂર હતી.''

રાબિયાને સમજાતું નહોતું કે શો જવાબ આપવો. શરમને લીધે તેના ચહેરા પર લાલી પ્રસરી ગઈ. થોડો વખત ઢળેલા ચહેરે તે બેસી રહી, પછી સહેજ અટકી-અટકીને બોલી,'' પણ સર! આવું કઈ રીતે બની શકે? તમારી બીબી અને સંતાનો...''

તમરોઝે પોતાના માથા ઉપરથી મોટો બોજો હટી ગયો હોય, તેમ ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ''એ બધું તું મારા પર છોડી દે. આ માટે તારે ચિંતા કરવાની જરૂર નથી. ખરેખર તો નાઝિયાની હયાતીનું મારે મન કશું જ મહત્ત્વ નથી. અમારા સંબંધ પણ નામપૂરતા જ રહ્યાં છે. મોટા ભાગનો સમય એ પોતાનાં સંતાનોની આળ-પંપાળમાં જ ગાળે છે, એટલે મારા માટે એક સાથીની ખાસ જરૂર છે.'' તમરોઝે સહેજ અટકી રાબિયાના ચહેરાના હાવ ભાવ વાંચતાં ફરી આગળ ચલાવ્યું, ''એટલા માટે જો તું ઈચ્છે, તો મારા જીવનનું એકલવાયાપણું દૂર કરી શકે છે. વળી આમાં કોઈ ગુનો પણ નથી બનતો, કેમકે આપણો મજહબ પણ એની રજા આપે છે...'' તમરોઝની આ દલીલનો રાબિયા પાસે કોઈ જવાબ નહોતો, એટલે એ ચૂપચાપ બેસી રહી. તમરોઝ આગળ બોલ્યો, ''તું બરાબર વિચાર કરી જો. મારે એવી કશી ઉતાવળ નથી. હા, એટલી સ્પષ્ટતા કરી દઉં છું કે તારે નાઝિયા સાથે નહીં રહેવું પડે. શાદી પછી આપણે જુદા ઘરમાં રહીશું.  વધારે તો કશી આશાઓ નથી આપતો, પણ મારા તરફથી તને કદાપિ અસંતોષ નહીં રહે તેની ખાતરી આપું છું.''

પોતાને મનપસંદ જીવનસાથી મળવાનો છે એ વાતનો આનંદ તેના નાનકડા અંતરમાં ઉછાળા મારવા લાગ્યો. તમરોઝની એક બીબી પહેલેથી હયાત હોવા છતાં તેનો સઘળો પ્રેમ પોતાની ઉપર જ વરસવાનો છે, એ ખાતરી તેના મનમાં હોવાથી તેને કશો ખચકાટ નહોતો રહ્યો. તેને મન થઈ ગયું કે તમરોઝની વાતનો એ જ ક્ષણે એકરાર કરી લે, પણ એવી ઉતાવળ તેને વાજબી ન લાગી. તેણે ધીમા સ્વરે જવાબ દીધો, ''અત્યારે તો મારાથી કોઈ નિર્ણય નહીં લઈ શકાય. ઠંડા કલેજે વિચાર્યા પછી જવાબ આપીશ...'' એ દિવસ પછી બંને એકબીજાની વધારે નિકટ આવી ગયા. હવે તમરોઝ રાબિયાને પોતાની સાથે ફરવાં પણ લઈ જતો હતો. રાબિયાને પણ તેમાં કશું આયોગ્ય નહોતું લાગતું. તમરોઝની તે દિવસની સ્પષ્ટતા પછી સમાજનો પણ હવે ડર નહોતો રહ્યો. ધીમે ધીમે એ બંનેની વધતી જતી નિકટતાની છાનીછપની ચર્ચા ઓફિસના સ્ટાફમાં વધવા લાગી, પણ તમરોઝ કે રાબિયાને રૂબરું કશું કહેવાની હિંમત કોઈ નહોતું કરતું.

એક દિવસ લંચ-બ્રેકમાં રાબિયા કેન્ટનમાં બેઠી હતી, ત્યાં શમ્સ તેની પાસે આવીને બેસી ગયો. શમ્સનો પ્રસ્તાવ તેણે સ્વીકાર્યો નહોતો તે માટેનો કોઈ ડંખ તેના મનમાં નહોતો. એ હજુ પણ એક શુભેચ્છક મિત્ર તરીકે જ રાબિયાને જ મળતો હતો.

મનોમન થોડો વિચાર કર્યા પછી ગંભીર સ્વરે શમ્સ બોલ્યો, ''રાબિયા, તેં મને તારો લાયક નથી ગણ્યો, તેમ છતાં હું હજી પણ તને પસંદ કરું છું અને એટલા માટે લોકો તારા વિશે જેમ-તેમ બોલે, એ હું જરાય સહી નથી શકતો. તને કદાચ ખબર નહીં હોય, પણ આજકાલ ઓફિસમાં તારી અને સરની બાબતમાં જાતભાતની ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે?''

''શી બાબતની અફવાઓ ફેલાઈ છે?'' રાબિયાએ શમ્સની આંખોમાં આંખો પરોવી સ્મિત કરતાં પૂછ્યું, પછી આગળ બોલી, ''અફવાઓ તો પાયા વિનાની હોઈ શકે છે, શમ્સતમરોઝ પણ અમે તો બંને ખરેખર એકબીજાને ચાહીએ જ છીએ...''

''શું!'' આશ્ચર્યની શમ્સની આંખો ફાટેલી જ રહી. તેને રાબિયા તરફથી આટલી બધી સ્પષ્ટ વાતની અપેક્ષા નહોતી. થોડી ક્ષણો અચંબાથી તેની સામે તાકી રહ્યા પછી શમ્સ બોલ્યો, ''રાબિયા, અણસમજમાં તું કયા માર્ગે આગળ વધે છે, તેનો તને ખ્યાલ નથી. આવા માર્ગનો કોઈ છેડો નથી હોતો, એ તું જાણે છે?''

''મારા માર્ગમાં કોઈ છેડો નહીં આવે, તેમ શા ઉપરથી તમે કહી શકો, શમ્સ? હું કોઈ અણસમજુ છોકરી નથી. મારું દરેક પગલું હું સમજી-વિચારીને ઉઠાવ્યું છે. સહુના પ્રણયની જે મંઝિલ હોય છે, એ મારી પણ હશે... એટલે કે શાદી!'' રાબિયાએ શમ્સને સ્પષ્ટ જણાવ્યું.

''શી વાત કરે છે?'' શમ્સે સહેજ ચમકી ઊઠતાં પૂછ્યું, ''તું સર સાથે નિકાહ પઢીશ? એમની શાદી થયેલી છે, એની તને ખબર નથી?'' ''હું બધું જ જાણું છું. મને ખબર છે રે એ શાદીશુદા છે અને તેમને ચાર સંતાન પણ છે.'' મર્માળુ સ્મિત કરતાં રાબિયા બોલી.

''અને છતાં તું તેમની જોડે શાદી કરવા માંગે છે?'' શમ્સનો અચંબો વધતો જતો હતો.

''હા, એમાં વાંધો શો છે?'' બેપરવાઈથી વાળને ઝટકો મારીને પાછળ ધકેલતાં રાબિયા બોલી, ''એક મર્દ એક કરતાં વધારે બીબીઓ ન રાખી શકે? આપણો મહજબ જ આ માટે રજા આપતો હોય, પછી એ ગુનો પણ નથી બનતો.'' તમરોઝે કરેલી દલીલ આગળ ધરતાં રાબિયાએ કહ્યું.

''મજહબ!'' શમ્સે નિસાસો નાખતાં કહ્યું, ત્યારે તેના સ્વારમાં થોડી કડવાશ પ્રવેશી ગઈ હતી,  ''આ પણ કેવી વિચિત્રતા છે કે આપણા માટે ફાયદાકારક હોય તેવા જ મજહબના સિદ્ધાંતો આપણને યાદ રહે છે. મજહબ તો આ સિવાય પણ ઘણું બધું સમજાવે છે. આપણે એ બધું શા માટે યાદ નથી રાખતાં?''

રાબિયાએ કશો જવાબ ન આપ્યો, કેમકે શમ્સની દલીલનો તેની પાસે કશો જવાબ નહોતો.

''સમજાતું નથી કે એક પરણેલા અને બાળ-બચ્ચાંવાળા માણસમાં તને એવું તે શું દેખાયું કે ભાન ભૂલીને તું તેને પરણવાની રઢ લઈ બેઠી છે?'' શમ્સે તેને સમજાવતાં કહ્યું, ''સર તારી સાથે શા માટે શાદી કરવા તૈયાર થાય છે, એનો ઊંડાણથી વિચાર કરી જો... તેની બીબી છે, બાળકો છે, પછી તેના જીવનમાં શી ઊણપ છે કે એ...''

''એ તને નહીં સમજાય, શમ્સ! અમુક બાબતો માત્ર અનુભવથી જ સમજાય. તેમનું શબ્દો દ્વારા વર્ણન ન જ થઈ શકે...'' રાબિયા બોલી. તેના કહેવામાં પણ તથ્ય હતું કે તમરોઝમાં તેને શું દેખાયું. એનું વર્ણન કરવાનું તેને માટે કપરું હતું.

''તું ગમે તે કહે, રાબિયા!'' શમ્સે એક શુભેચ્છકની રીતે કહ્યું, ''તું આ સારું નથી કરતી. કોઈના હકમાં બળજબરીથી ભાગીદાર બનીને તું સુખ-શાંતિ નહીં પામી શકે. યાદ રાખજે કે એક દિવસ તને જરૂર પસ્તાવો કોરી ખાશે...''

''એ વખતે હું તને જરૂર યાદ કરીશ, શમ્સ!'' રાબિયા હજી પણ મલકાતી હતી.

નિકાહ ખૂબ જ સાદાઈથી પત્યા. તેમાં તમરોઝના ચાર-પાંચ મિત્રો સિવાય કોઈની પણ ખાસ હાજરી નહોતી. તમરોઝમાં કોઈ કુટુંબીઓ શાદીમાં હાજર નહોતાં રહ્યાં. પછીયે રાબિયાને મળવા માટે પણ કોઈ નહોતું આવ્યું. જોકે તમરોઝ સિવાય કોઈની પણ રાબિયાને પરવા નહોતી. તમરોઝ તરફથી ભરપૂર પ્રેમ તેને મળતો હતો, એનું જ તેને મહત્ત્વ હતું.

તમરોઝે તેને શહેરના એક સમૃદ્ધ વિસ્તારમાં સરસ ફ્લેટ ખરીદી આપ્યો હતો. તેમાં તમામ પ્રકારની સગવડો હતી. શહેરના સમૃદ્ધ લોકો ત્યાં વસતા હોવાથી એ વિસ્તાર તદ્દન શાંત રહેતો હતો. આ ઉપરાંત પાડોશીઓને પણ એકબીજા સાથે કશી લેવા-દેવા પૃષ્ઠ ૮૩નો શોષભાગ રહેતી નહીં. રાબિયા આખો દિવસ એકલી રહીને કંટાળી જતી, કેમકે તેના શૌહર તમરોઝનો મોટા ભાગનો સમય પોતાની ઓફિસમાં અથવા તો નાઝિયા અને તેના સંતાનો જોડે પસાર થતો. રાબિયા પાસે આવવા માટે તેને રાતના સમયે જ નવરાશ મળતી.

સમયના સરકવા સાથે તેણે જ્યારે એક દિવસ તમરોઝને પોતે સગર્ભા હોવાની ખુશખબર સંભળાવી, ત્યારે આનંદિત થવાને બદલે તમરોઝ થોડો ચિંતામાં પડી ગયેસો લાગ્યો. રાબિયાને નવાઈ લાગી. તમરોઝ જોકે પરિસ્થિતિ સાંભળી લેવાના ઈરાદે બનાવટી સ્મિત કરીને બોલ્યો, ''ના, રાબિયા! 'હજી તો આપણે જુવાનીનો ભરપૂર આનંદ માણ્યો જ નથી, ત્યાં આટલી જલદી મારે બાળક નથી જોઈતું. આબાબતમાં નિરાંતે વિચારીશું, કેમકે બાળકના જન્મ પછી તું એનામાં જ ખોવાઈ જઈશ અને તારા આ ખાવિંદને નાઝિયાની માફક ભૂલી જઈશ...''

પછી આંખોમાં તોફાની હાસ્ય સાથે રાબિયાની નજરમાં નજર પરોવતાં તે બોલ્યો, ''હવે તું પણ નાઝિયાની જેમ મને અળગો કરી મૂકે એ મારાથી સહન નહીં થાય, એટલે હાલ પૂરતું તો આ જવાબદારીમાંથી છૂટી જા. પછીની વાત પછી જોઈ લઈશું...''

 રાબિયાનું મન ન હોવા છતાંય તમરોઝ તેને ડૉક્ટર પાસે લઈ ગયો અને ગર્ભપાત કરાવી નાખ્યો. શરૂઆતમાં રાબિયાને સંતાન ગુમાવવાનું દુ:ખ તો ખૂબ જ થયું, પણ તમરોઝની અનર્ગળ પ્રેમવર્ષાને પરિણામે તે બધું જ દુ:ખ વીસરી ગઈ.

સમયના વહેણ સાથે તમરોઝના પ્રેમની ઉષ્મા ઓછી થવા લાગી. હવે એનો વધારે સમય તેની પ્રથમ પત્ની અને સંતાનો જોડે પસાર થતો હતો, એટલે તેની મુલાકાત પણ ઓછી થઈ ગઈ હતી. 

હવે તો એ જ્યારે પોતાની બિઝનેસ ટૂર પર જૃતો, ત્યારે જ તેનો સહચાર માણવા મળતો હતો, કેમકે બિઝનેસ ટૂર પર જતી વખતે તમરોઝ રાબિયાને અચૂક પોતાની સાથે લઈ જતો અને રાબિયાને આટલાથી જ સંતોષ માનવો પડતો.

તમરોઝે શરૂઆતથી જ પોતાનાં સગાં-સંબંધીઓને રાબિયાથી દૂર રાખ્યાં હતાં, એટલું જ નહીં, પણ કોઈની સાથે સંપર્ક રાખવાનીય ચોખ્ખી મના કરી દીધી હતી. વધારામાં તેણે પોતે પણ હમણાં હમણાંથી આવવાનું ઓછું કરી નાખ્યું હતું, એટલે રાબિયા એકલી પડી ગઈ હતી. આ એકલતા દરમિયાન તેનું મન સંતાન મેળવવા માટે તરફડવા લાગ્યું હતું.

તેને થયું કે જો નાઝિયા બેગમની માફક પોતાને પણ ત્રણ-ચાર બાળકો હોત, તો એકલતામાં ઘણો સહારો મળતો હોત, પણ એવું કશું જ નહોતું. કંઈ નહીં તોય એકાદ બાળક હોય, તોપણ કેવું સારું રહે!

એક દિવસ એક વિચિત્ર વિચારને લીધે તેની શાંતિ જાણે ખળભળી ઊઠી.

રાબિયાએ વિચાર્યું, 'થોડા થોડા દિવસના અંતરે પણ તમરોઝ મને મળે તો છે જ, તો પછી બાળક ન થવાનું કારણ શું? ક્યાંક મારામાં તો ખામી નથી ઊભી થઈ ને? અચાનક ઘેરી વળેલી આ ચિંતાના સમાધાન માટે જ એ ડૉક્ટર પાસે દોડી ગઈ.

મહિલા તબીબે ખૂબ ધ્યાનથી તેની વાત સાંભળી અને ઝીણવટથી તેની તપાસ કરી. આ દરમિયાન રાબિયાનું મન જાતજાતની શંકા-કુશંકા કરતું રહ્યું. એ પોતે પણ જાણતી હતી કે એક વખત ગર્ભપાત કરાવ્યા પછી સ્ત્રીના શરીરમાં ફરીથી સંતાન ન થઈ શકે તેવી ગરબડ પણ પેદા થઈ જતી હોય છે.

પોતાના શરીરમાં એવી ગરબડ ન થઈ ગઈ હોય તો સારું એમ મનોમન રાબિયા ઈચ્છી રહી હતી, પણ તપાસને અંતે હોઠ પર હાસ્ય ફેલાવતી મહિલા તબીબનો ચહેરો તેના જોવામાં આવ્યો, ત્યારે તેને ઠંડક વળી કે પોતાના મનની સઘળી શંકાઓ પાયાવિહોણી પુરવાર થઈ લાગે છે.

ડૉક્ટરે તેને પોતાનું નિદાન જણાવતાં કહ્યું, ''રાબિયા બેગમ, તમે કેટલાં ભોળાં છો! ઓપરેશન કરાવી લીધા પછી કોઈને બાળક થતું હશે?''

રાબિયાને લાગ્યું કે ડૉક્ટરના શબ્દો રૂપે તેના પર જોરદાર વીજળી ત્રાટકી હતી અને તેમાં શરીર રાખનો ઢગલો બની ગયું હતું.


Google NewsGoogle News