Get The App

વાર્તા : સૂનો એકરાર .

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
વાર્તા : સૂનો એકરાર                                  . 1 - image


- નદીમ-નતાશાના લગ્નને સાત વર્ષ વીતવા છતાં બાળક ન થયું. આ જ કારણે બંને ઉપર કુટુબીઓેએ ખૂબ સિતમ ગુજાર્યો હતો. બંનેને લવ-મેરેજ કર્યા હતા. નતાશા ખૂબ મક્કમ મનોબળ ધરાવતી લાગણીસભર સ્ત્રી હતી. તેણે સમાજથી લડીને મારી સાથે લગ્ન કર્યા હતા. જો નતાશાથી બાળક ન થાય તો તે બીજા લગ્ન કરી લે અને નદીમ તેમના દબાણ આગળ ઝુકી ગયો હતો.

સવારના પહોરમાં સાહિલનો ફરી ફોન આવ્યો. દર વખતની જેમ તેનો અવાજ તાણયુક્ત જ હતો.'' નદીમભાઈ, તમારી નઝમ હજી સુધી પહોંચી નથી. ફક્ત તમારા લીધે જ બુકનું  કામ પૂરુ થઈ શક્યું નથી.''

તેની વાત સાંભળીને નદીમે ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું ''પ્લીઝ ફક્ત આજની મહેતલ આપ, આજે તો ગમે ત્યાંથી હું તને ગોતી દઈશ.''

સોહિલે આજીજી કરતા કહ્યું, 'પ્લીઝ આજે તો આ કામ કરી આપજો.'

નદીમને કારણે જ કામ મોડું થઈ રહ્યું હતું. સાહિલની એક પ્રકાશન સંસ્થા હતી અને તેણે નદીમની ઉર્દુ નઝમનું એક પુસ્તક થોડા સમય પહેલા પ્રકાશિત કર્યું હતું. હવે તે નદીમના નવા સંકલનનું પુસ્તક પ્રકાશિત કરી રહ્યો હતો, નદીમના હિસાબે આ વખતની તેની નઝમો કોઈ ખાસ નહોતી. ફક્ત તેની એક નઝમ 'મહોબ્બત' સાહિલનેે ખૂબ ગમતી હતી, અને આ નવા પુસ્તકમાં તેને આ નઝમ મુકવી હતી તેથી તે વારંવાર નદીમને ફોન કરતો હતો. પરંતુ ત્રીસ-ચાળીસ વર્ષ પહેલા લખેલી નઝમ નદીમને બરોબર તે ખૂબ પ્રસિદ્ધિ પામી હતી. ઘણા લોકોના પત્રો આ નઝમ વાંચ્યા બાદ નદીમ ઉપર આવ્યા હતા. પરંતુ અત્યારે મુશ્કેલી એ હતી કે આ નઝમ ક્યાંક મુકાઈ ગઈ છે. અને મળતી નથી. આ નઝમ શોધવા નદીમે આખું ઘર ફેંદયું પરંતુ તે ન મળી.  ફરી એક વાર શોધવા તેણે હિંમત ભેગી કરી અને બપોરના જમ્યા પછી તેણે પોતાના રૂમના બધા જ કબાટો તથા કાગળિયા તપાસ્યા. ડ્રોઈઁગરૂમમાં પડેલા પુસ્તકો પણ તથા ઉથલાવ્યા, એવું કોઈ જુનું મેગેઝિન પણ હાથ ન લાગ્યું જેમાં તે નઝમ છપાઈ હોય. હવે છેવટના ઉપાય તરીકે ઉપરના માળે આવેલા એક રૂમને જોવાનો હતો જેમાં વર્ષો પુરાના કબાટ તથા પુસ્તકો- કાગળિયા પડયા હતા. છેવટે નદીમે ત્યાં જવાનું નક્કી કર્યું.

ઉપલા માળે આગળની બાજુ પડેલા કબાટમાં તો જુની ઘરવખરી તથા નકામી વસ્તુ ભરી હતી. ત્યારબાદ ત્યાં રહેલા ભીંતના કબાટોમાં પડેલા પુસ્તકો તથા કાગળીયા તપાસતા તે અંદર સુધી પહોંચ્યો અને અચાનક તેનું ધ્યાન તેની પત્નીને દહેજમાં મળેલા વર્ષો જુના કબાટ ઉપર ગયું. આ કબાટને પચાસ વર્ષ થવા આવ્યા હતા છતાં હજી તે બહુ જુનો લાગતો નહોતો. આ કબાટ લગ્ન વખતે નદીમે કપાળ બાંધેલો સહેરાની સરો, હનીમુનની ટિકિટ, પહેલા પગારની દસ રૂપિયાની નોટ, નાનપણમાં ફોટા, વગેરે જાત-જાતની યાદોથી ભરેલો હતો. તે સિવાય નતાશાએ મૂકેલા જુના મેગેઝિનો, પત્રો તથા રેસીથી બુક હતી. એક ક્લાક આ કબાટને તપાસ્યા બાદ નદીમના હાથમાં એક જુની નોટબુક આવી. તે નોટબુક ઉપર પડેલી ધૂળને સાફ કરતો હતો ત્યાં તેમાંથી એક કવર પડયું. 'ફિરોઝ લેબોરેટરી'લખેલા આ કવરને ખોલતા તેમાંથી નતાશાનો ટેસ્ટ રીપોર્ટ નીકળ્યો.

રિપોર્ટ વાંચતા-વાંચતા નદીમની નજર તેની તારીખ ઉપર પડી તે દંગ થઈ ગયો. આ તો તેમની લગ્નતિથિના ત્રણ અઠવાડિયા પહેલાની તારીખ હતી. અચાનક નદીમનું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું અને તે પરસેવે રેબઝેબ થઈને જમીન ઉપર બસી પડયો. બેસીને વિચારતા તેને પોતાની ડાયરી યાદ આવી. ધીરે ધીરે તે ઊભો થઈને નીચે પોતાના રૂમમાં આવ્યો તથા કબાટ ખોલી ડાયરી લઈને પાછો ઉપર આવ્યો.

ઉપર જઈને ડાયરી અને રિપોર્ટને પાસે-પાસે મૂક્યા પછી ડાયરીના પાના ઉથલાવતા તે એક જગ્યાએ અટકી ગયો. જે તારીખ તે ગોતતો હતો તે તેને મળી ગઈ. તેણે બંને તારીખ મેળવી અને તેને ચક્કર આવવા લાગ્યા. તેની આંખ સામે વર્ષો જુની તે સાંજની યાદ તાજી થઈ ગઈ.

કેટલી ઉદાસ સાંજ હતી. નદીમ અને નતાશઆ લોનમાં સામ-સામે ખુરશીમાં બેઠા હતા. વચ્ચે ટિપોઈ ઉપર પડેલી ચા ઠંડી થઈ ગઈ હતી. બીજે દિવસે સવારની ટ્રેનમાં નદીમે ભોપાલ જવાનું હતું. ત્યાં તેેેને અબ્બા-અમ્મીએ તેના બીજા લગ્ન માટે છોકરી શોધી હતી.

એ થોડા અઠિવાડિયામાં તેના બીજા નિકાહ થવાના હતા. નતાશા સાથેની આ તેની છેલ્લી રાત હતી. ત્યારબાદ તેના જીવનમાં કોઈ અન્ય સ્ત્રી આવનાર હતી.

નદીમ-નતાશાના લગ્નને સાત વર્ષ વીતવા છતાં બાળક ન થયું. આ જ કારણે બંને ઉપર કુટુબીઓેએ ખૂબ સિતમ ગુજાર્યો હતો. બંનેને લવ-મેરેજ કર્યા હતા. નતાશા ખૂબ મક્કમ મનોબળ ધરાવતી લાગણીસભર સ્ત્રી હતી. તેણે સમાજથી લડીને મારી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ એક કમીને લીધે નદીમે મા-બાપ તથા બહેનોએ તેના ઉપર દબાણ કર્યું કે જો નતાશાથી બાળક ન થાય તો તે બીજા લગ્ન કરી લે અને નદીમ તેમના દબાણ આગળ ઝુકી ગયો હતો.

નતાશાને આ વાતની થોડી જાણ હતી. અને એક દિવસ નદીમે તેને પૂરી વાતથી વાકેફ કરી હતી. હા, હૃદય ઉપર પથ્થર મૂકીને તેણે આ વાત કરી હતી. હવે આ તેમની છેલ્લી રાત હતી. ત્યારબાદ તો લાંબી જુદાઈ હતી......

ચા પીધા પછી ઘણીવાર સુધી બંને લોન ઉપર આંટા મારતા હતા. અચાનક નદીમને યાદ આવ્યું કે આજે શનિવાર છે. અને દર શનિવાર તેઓ ફિલ્મ જોવા જતા, પરંતુ નતાશાને પૂછ્યું ''નતાશા'' આજે આપણે ફિલ્મ જોવા નહીં જઈએ.?''

'ના, મન નથી માનતું ' નતાશાએ ઉદાસ સ્વરે કહ્યું રાતનું ભોજન પણ પૂર્વવત હતું. આજે તેણે ખૂબ સરસ રસોઈ બનાવી હતી. અચાનક યાદ આવ્યું, તે કહેતી'' નદીમ જેમ તારી રચનામાં દર્દને લીધે હુશ્ન પેદા થતું તેમ મારી રસોઈમાં લજ્જત જન્મે છે. હું ઉદાસ હોઉ છું ત્યારે ખૂબ સારી રસોઈ બને છે.''

નતાશાએ મારી થાળી પીરસી, 'તારી થાળી ક્યાં છે.?'' નદીમે પૂછ્યું.

'મને ભૂખ નથી.''

''તો શું મને ભૂખ છે.? નદીમે પૂછયું.

''ફાંસીના કેદીની ભૂખ મરે છે. ફાંસી દેનારની નહિં'' તેણે ફિક્કા હાસ્ય સાથે કહ્યું અને તે સાથે જ તેની આંખમાં આંસું આવી ગયા.

'નતાશા તું જ જો આમ ઢીલી પડીશ તો મારું શું થશે ?'' પરંતુ મોઢુ ફેરવીને અંદર જતી રહી.

રાત ધીરેધીરે વધતી ગઈ. બંને જણ સમય પસાર કરવા પુસ્તક હાથમાં લઈને બેઠા પરતુ વારંવાર બંને એકબીજા સામે જોઈ લેતા. છેવટે નદીમે મૌન તોડયું'' નતાશા, હું ક્યારેક નહિ બદલાવ, મેં મારા જીવનમાં તને ફક્ત તને જ પ્રેમ કર્યો છે. 

હું તારી જેટલું મોટું બલિદાન તો નહિ કરી શકું પરંતુ જો જે કે, આપણા જીવનમાં ક્યાંક ફરીથી બદલાવી નાખીશ પણ તારી આંખમાંથી આંસુ નહિ જોઈ શકું.

નતાશાએ સપાટ સ્વરે કહ્યું.'' તમે કોઈ નથી વાત નથી કહેતા હજારો વર્ષોથી પ્રત્યેક પતિ આવી રાતમાં આવી જ વાત કરતા હોય છે.''

નદીમ એકદમ તડપી ઉઠયો. નતાશાનો  હાથ પકડી બોલ્યો, આવી વાત ન કર. તુ મારી સ્થિત નથી જાણતી. મારી તારા સહારાની જરૂર છે.''

''મારો સહોરો તો તમે હતા, અને બેસહારા કરીને મારી પાસે સહારો માંગો છો પુરુષ તો હંમેશા સ્ત્રીનો સહારો બનતા  આવ્યા છે.

નદીમે નતાશાની પરવાનગી લઈને લગ્ન કરવાનું વિચાર્યુ હતું છતાં જુદાઈની આ ઘડીમાં તેનાથી રહેવાયુ નહિ અને તે રડી. તેની આ દશા નદીમથી જોવાઈ નહિ તેથી તેણે ઝડપથી લાઈટ બંધ કરી અને નતાશા બાથરૂમમાં જતી રહી.

બંને જણ પલંગમાં પડઘા ધસતા હતા. બંનેના મન-મગજમાં તુમુલ યુદ્ધ ચાલતું હતુ. છેવટે અચાનક શું થયું કે બંને એકબીજાને વળગીને ખૂબ રડયા. રડી-રડીને શાંત થયા ત્યારબાદ નદીમ ઘરની બહાર લોનમાં આવ્યો અને સવારના બંને નિત્યકર્મ કર્યું અને નાસ્તાના ટેબલ ઉપર બેઠા આજે નતાશાએ નદીમને પસંદનો નાસ્તો ટોસ્ટ, બટર અને કોફી બનાવ્યા હતા. 

પરંતુ નદીમના નાસ્તો ન ઉતર્યો, છેવટે બેગ લઈને તે સ્ટેશન જવા ઊભો થયો ત્યારે સુની નજરે નતાશાએ તેની સામે જોયું અને તે નદીમ ફક્ત 'ખુદા હાફિઝ' માંડમાંડ બોલીને ઝડપથી નીકળી ગયો.

ટ્રેનમાં બસીને તે ઉદાસ ચિત્તે ભૂતકાળને વાગોળી રહ્યો હતો, થોડા ક્લાકો બાદ ટ્રેન એક નાના સ્ટેશને ઊભી રહી અને નદીમને શું સુઝ્યુ તો તે નાના સ્ટેશન ઉપર ઉતરી ગયો, અને પછી ત્યાંના પ્લેટફોર્મની બહાર નીકળીને એક બાકડા ઉપર બેસી ગયો. અચાનક તેને એક ફ્રારસી વાર્તા યાદ આવી તેની લેખિકાએ લખ્યું હતું કે '' મેં મારી જીંદગીમાં ત્રણ બિચારા ચહેરા જોયા છે. જેને હું મારી જીંદગીની અંતિમ ક્ષણોમાં પણ ભૂલી નહિ શકું.''

''પહેલો ચહેરો એક ગરીબ બાળકનો હતો જેની મા હજી ફુગ્ગાની કિંમત પણ ચૂકવી નહોતી અને ફુગ્ગો તેના હાથે ફૂટી ગયો. બીજો ચહેરો એક બદનસીબ સ્ત્રીનો હતો જેનો પતિ ઝુંપડીમાં બીજી સ્ત્રી સાથે મજા કરતો હતો. અને ઝુંપડીના દરવાજે બેસીને રડતી હતી. અને ત્રીજો ચહેરો એક માતાનો છે. જે હાથમાં ફુલ લઈને સ્ટેશન ઉપર ઊભી છે. તેને કોઈએ ખોટા ખબર આપ્યા છે કે તેનો દિકરો યુદ્ધના મેદાનમાંથી સહિસલામત પાછો આવી રહ્યો છે. આ ત્રણ ચહેરા સદાય મારો પીછો કરતા રહેશે.'' આ વાર્તાના બીજા પાત્રના સ્થાને તેને નતાશાનો ચહેરો દેખાયો અને તેના હૃદયની ગતિ વધી ગઈ ઘણી કશ્મકશ બાદ તેણે અંતિમ ફેસલો કર્યો નિર્ણય લીધો કે તરત જ તેણે એક હળવાશ અનુભવી. ત્યાં બેઠા-બેઠા તેણે તેના અબ્બા-અમ્મીને પત્ર લખ્યો કે જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યુ કે તે ક્યારેય બીજા લગ્ન નહિ કરે, તનો આ ફેંસલો અટલ છે, હવે જો તેેને કોઈ બીજા લગ્ન કરવાનું કહેશે તો તે બધાની સાથે સંબંધ તોડી નાખશે.'' આ પત્ર પોસ્ટ કરીને તેણે ઝડપથી રાત થતા પહેલા ઘરે પાછો પહોંચવા બસ પકડી.

નદીમ પરત ફરવાથી નતાશા ખુશ થઈ ગઈ. તે એટલી પ્રફુલ્લિત થઈ ગઈ જાણે તેના કદમ નાચવા લાગ્યા. નદીમના પાછા આવ્યાના ત્રણ અઠવાડિયા પછી તેમના લગ્નની સાતમી વર્ષગાઁઠ આવતી હતી. તે વર્ષગાંઠે નતાશાએ મને ભેટ આપવા કંઈ ખરીદી ન કરી. તે દિવસે કેક કાપ્યા બાદ નતાશાએ નદીમના હાથમાં એક કવર મૂક્યું. નદીમે કવર ખોલ્યુ જેમાં લખ્યું  હતું કે તમે પપ્પા બનવાના છો'

આ વાંચીને નદીમ નાચી ઊઠયો તેને ખૂબ આનંદ થયો. નવ મહિના પછી તેમના ખાનદાનને રોશન કરનાર ચિરાગ નો જન્મ થયો. તે સમયે સંતોષ અને સુખની સ્થિતમાં તેણે 'મહોબ્બત' નઝમ લખી હતી.

ત્યારબાદ સુખી લગ્નજીવન વિતાવીને દસ વર્ષ પહેલા નતાશાએ આ દુનિયામાંથી વિદાય લીધી. નદીમ વહુ-દીકરા સાથે રહેતો હતો.

વર્ષો પછી નઝમની શોધ દરમિયાન જે કવર હાથમાં આવ્યુ તેની તારીખ અનુસાર, નદીમની ડાયરીની તારીખ પાના ઉપર લખ્યું હતું ક '' આજે હું ભોપાલ જતા-જતા પાછો આવ્યો '' તે ટેસ્ટમાં નતાશા ગર્ભવતી હોવાનો રિપોર્ટ હતો.

ભોપાલ જવાના ૨૦ દિવસ પહેલા તેને જાણ થઈ ગઈ હતી કે તે માતા બનવાની છે છતાં તેણે મને ભોપાલ જવા દીધો અને મને સાચી વાત કરીને રોક્યો નહિં. આ વાતે આજે મારુ માથું શરમથી ઝુંકી ગયું. ખરેખર નતાશાએ દિલથી મહોબ્બત કરી હતી. અને તેનો પૂરાવો આજે મારી આંખ સામે હતો. તેણે સાહિલને નઝમ ન મળ્યાનો અફસોસ વ્યક્ત કરતો ફોન કરી દીધો.


Google NewsGoogle News