Get The App

વાર્તા : ખોવાયેલો પ્રેમ પાછો મળ્યો

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
વાર્તા : ખોવાયેલો પ્રેમ પાછો મળ્યો 1 - image


- ''માયા, જીવન એક સપનું  છે. સપનામાં મહેલ બને છે,  પાંખો ફૂટે છે, માણસ ઊડી શકે છે. તે જ પ્રમાણે સપનામાં ભયાનક ખીણ, રાક્ષસો પણ દેખાય છે. તે સમયે કોઈ માઈનો  લાલ આવીને આપણને  રાક્ષસથી વબચાવી લે છે. મેં પણ એવું જ એક ભયાનક સપનું જોયેલું, જેમાંતી  હું મુક્ત થઈ ગઈ છું. એમ   કર તું ઘેર ચાલ, નિરાંતે બધી વાત કરીશ. '' વૃંદા દુ:ખી સ્વરે બોલી.

- '' એક રાત્રે દિયર મારી રૂમમાં આવ્યો. હું તરત જ ઊભી થઈ ગઈ અને સાસુને ફરિયાદ કરી. તે સ્ત્રી માતા કે સાસુ થવાને યોગ્ય જ ન હતી.  તેણે મને ઉપદેશ આપવા માંડયો. 'શાસ્ત્રોમાં  દિયર એટલે બીજો વર (દિવવર) એમ થાય છે. વેદ વ્યાસે ભાઈની પત્નીઓ દ્વારા ત્રણ સંતાનો પેદા કર્યો હતા. તને શો વાંધો છે?

રાજકોટથી મારી બદલી થઈ અને હું ભાવનગર આવી. આ વાતને હજી એકાદ   માસ થયો હતો. ૧૨-૧૨ વર્ષ બીજા શહેરમાં પસાર કર્યા પછી પોતાનું ગામ, ગામની ગલીઓ, દુકાનો અને મકાનો  બધું  ખૂબ ખૂબ ગમતું હતું. અહીંની મારી કોલેજ રાજકોટની કોલેજની  સરખામણીમાં   ખૂબ મોટી હતી. તેનું કમ્પાઉન્ડ વિશાળ હતું. વર્ગમાંથી કોલેજના દરવાજા સુધી પહોંચતા સહેજે દસ મિનિટ તો થઈ જાય.

તે  દિવસે હું થોડી ઉતાવળમાં  હતી. ગેસનો  બાટલો ખલાસ થઈ ગયો હતો. તે નોંધાવવા જવાનું  હતું.  ટ્રાફિક જામ  થઈ ગયો હતો.  અહીં ભાવનગરમાં દર વર્ષે ચોમાસામાં  ગટરનું  કામકાજ ચાલ્યા જ કરે. છે. 

એકાએક મારી નજર બાજુમાં ઊભેલી રિક્ષા પર પડી. તેમાં એક યુવતી બેઠી હતી. મને થયું કે, મેં આને ક્યાંક જોઈ છે. જરૂર  જોઈ છે. મનોમન થયું કે, 'આ શહેરમાં  મને બધાં ઓળખીતાં જ લાગે છે. એકાએક યાદ  આવ્યું આ તો મારી સાથે કોલેજમાં ભણતી તે વ-ંજાજળે કોલેજમાં તેની  ખૂબ જ ચર્ચા થતી હતી.  દર વર્ષે રસ્તા પૂજાના સમયે બહેન તેને સરસ્વતી દેવીની મોડોલ બનાવીને મુખ્ય હોલમાં  બેસાડતા બધાં તેને જોઈને દંગ રહી જતાં, ૧૫મી ઓગસ્ટના દિવસે પણ તે ફેન્સી ડ્રેસ ફંક્શનમાં 'ભારતમાતા' બની હતી.  તે દિવસથી અમે તેને 'ભારતમાતા' કહીને જ બોલાવતાં. 

ઓ વૃંદા.... ભારતમાતા... મેં બૂમ પાડી.

તે યુવતીએ મારી સામે જોયું. તેના કપાળે લાલ ચટક ચાંદલો હતો અને સેટ કરેલા વાળની વચ્ચે સેંથો પૂરેલો હતો. હોઠ પર લિપસ્ટિક અને મેકઅપ એકદમ વ્યવસ્થિત.  આ જોઈ હું જાણી જોઈને આડું જોઈ ગઈ.

હું વિચારવા લાગી, 'ના, ના, આ વૃંદા  ન હોય. રૂઢીચુસ્ત બ્રાહ્મણ કુટુંબની વિધવા સ્ત્રી આમ સૌભાગ્યવતી જેવી કેમ દેખાય છે?ે  વૃંદા વિધવા થઈ હતી. મારા મમ્મીએ મને વાત કરેલી. દસ વર્ષ પહેલાં  મેં છાપામાં તેના પતિની કરપીણ હત્યાના સમાચાર ફોટા સાથે વાંચ્યા હતા. હું મનોમન ઝંખવાઈ ગઈ. 

''પેલા બેનને બોલાવો તો ભાઈ,'' તેણે રિક્ષાવાળાને  કહ્યું.

હું શરમાઈ ગઈ હતી. મને અચકાતી જોઈને તે બોલી, 'માયા.... માયા.... તું માયા જ છે ને? ને બૂમ  પાડીને પછી આડું કેમ  જોઈ ગઈ?''

આ  સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો મારી આંખોમાં  આંસુ છલકાઈ ઉઠયાં તે ફરી બોલી ''આમ અચાનક ક્યાંથી?

''અત્યારે તો ગેસ નોેંધાવવા માટે જાઉં છું.''

તેણે  તેના રિક્ષાવાળાને પૈસા આપ્યા.

મારી રીક્ષામાં  આવીને બેસી ગઈ. પછી મને વળગી પડતાં બોલી, ''માયા, તું ભાવનગરમાં ક્યારે આવી?''

''લગભગ એક મહિનો  થયો. અહીં કોલેજમાં ઈતિહાસ વિભાગમાં રીડર છું.'' મેં કહ્યું.

વૃંદા હસીને બોલી, ''તારું ગેસ નોંધાવવાનું કામ મારે ઘેર બેઠાં થઈ જશે. મારા પતિ યુનિવર્સિટીમાં   કેમેસ્ટ્રી વિભાગમાં  રીડર છે. મિ. વિનય દેસાઈ.

''તારા વિશે મમ્મીએ તો મને જુદી જ કંઈ વાત કરેલી. ''મેં હિંમત કરી તેને પૂછી નાખ્યું. 

''માયા, જીવન એક સપનું  છે. સપનામાં મહેલ બને છે,  પાંખો ફૂટે છે, માણસ ઊડી શકે છે. તે જ પ્રમાણે સપનામાં ભયાનક ખીણ, રાક્ષસો પણ દેખાય છે. તે સમયે કોઈ માઈનો  લાલ આવીને આપણને  રાક્ષસથી વબચાવી લે છે. મેં પણ એવું જ એક ભયાનક સપનું જોયેલું, જેમાંતી  હું મુક્ત થઈ ગઈ છું. એમ   કર તું ઘેર ચાલ, નિરાંતે બધી વાત કરીશ. '' વૃંદા દુ:ખી સ્વરે બોલી.

લગભગ એકાદ કિ.મી. સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે વૃંદાએ  મારો હાથ પકડીને કહ્યું ''ચાલ, નીચે  ઉતર આ ભીડમાં  તો મને  ગભરામણ  થાય છે. આપણે ચાલીને ઘેર પહોંચી જઈશું. પ્રોફેસર કોલોની અહીંથી નજીક જ છે.

 મેં રિક્ષાવાળાને પૈસા ચૂકવી દીધા.  અમે  બંને ચાલવા માંડયા.

ચાર-પાંચ મિનિટ ચાલીને એક મોટા મકાન પાસે વૃંદા અટકી. તે હસીને બોલી,  ''ઉપર મારું ઘર છે, નીચે તારી કોલેજનોે એક ધૂની પ્રોફેસર રહે છે.''

''એ બદમાશ.... પ્રોફેસર તો તત્ત્વજ્ઞાાની  હોય છે. મૂર્ખાઓ  જ તેમને  ધૂની  ગણે છે.'' હું બિનધાસ્તપણે બોલી.

વૃંદા ખડખડાટ હસી પડી. અમે  દાદરો ચડી ઉપર આવ્યાં. બારણું ખુલ્લું જ હતું. વૃંદાએ આગળના રૂમમાં સોફા પર બેઠેલાં સજ્જને  કહ્યું, ''વિનય, આ માયા છે. કોલેજમાં મારી  સાથે જ હતી.

વિનયે મને નમસ્તે ક્યાં. મેં તેમની સામે જોયું  મેં ક્યાંક વાંચ્યું હતું. ચહેરો દિલનું દર્પણ હોય છે. મેં આ કથન સાચું  હોય તોે  મને વિનય સાચા પ્રેમી, ભાવનાશાળી પિતા અને તેજસ્વી વિધ્વાન લાગ્યા. જાડા કાચનાં ચશ્મા વાંકડિયા વાળ અને ગોરો રંગ, ઝભ્ભા-લહેંગામાં તે નખશીલ  પ્રભાવશાળી લાગતા હતા.

વૃંદા અંદર જવા લાગી, તો વિનયે કહ્યું,   તું રહેવા દે,  હું બાલુને કહું છું.''

''ચાની માથાકૂટ ન કરીશ. કોઈ જરૂરી નથી.  આટલા વર્ષો પછી મળ્યા  છીએ. ફક્ત ગપ્પા મારીશું તો  પેટ ભરાઈ   જશે. મેં પણ વૃંદાને અટકાવતાં કહ્યું.

'ગપ્પા મારવા માટે પણ શક્તિ તો જોઈએ ને? તમે બેસો... હું હમણાં આવું છું.  વિનયે હસીને કહ્યું.

હું  વૃંદાની  બાજુમાં બેસી ગઈ.  મેં તેને કહ્યું ''તું  તો છૂપી રૂસ્તમ નીકળીને કાંઈ! તારી માફક મારા પતિને તુંકારે બોલાવતાં મારે ચાર વાર વિચારવું પડે. જ્યારે તું, માતા સરસ્વતી  અને ભારતમાતા ની મોડેલ બનનાર વૃંદા, પતિને વિનય... એ વિનય.. એ વિનય' કહેવાની  હિંમત  કરે છે,  એ પણ અહીં ભાવનગર જેવા નાના નગરમાં? હિંમત છે તારી!

'એ ભદ્રંભદ્રની દીકરી, હવે તો સુધર! વિનય મારો પતિ જ નહીં, બાળપણનો મિત્ર  પણ છે. સ્કૂલથી  લઈને કોલેજ સુધીનો અમારો સાથ હતો. સાચું કહું તો માયા, હું એફ.વાય.માં હતી ત્યારે જ મારું સગપણ થઈ ગયું હતું. એ વખતે આ ભાઈ સાહેબ તો બિલકુલ ગુમસુમ થઈ ગયેલા. હું એની પાસે  પાછી આવી ગયઈ છું.'' વૃંદાએ કહ્યું.

હું કંઈ તેને પૂછું એ પહેલાં જ વિનય આવી ગયા.

''ભાવનગરમાં  ક્યાં રહો છો, માયા? વિનયે  વિવેકપૂર્વક પૂછ્યું.

''હાય, હાય!  મેં આ વિશે  હજી કંઈ પૂછ્યું જ નથી?  વૃંદા બોલી.

''એ તો બને એવું  હોં મેડમ, બહેનપણી વર્ષો પછી મળે એટલે સુધબુધ ન રહે. પણ એટલું ચોક્કસ કે તમારા બંનેની દોસ્તી છે ખૂબ પાકી.''

''પાકી દોસ્તી અને તે  વૃંદા સાથે? જો  જો ભ્રમમાં રહેતા? એ તો પરીક્ષામાં કોપી કરવા જ મારી બાજુમાં બેસતી, સમજ્યાં?'' હું બોલી.

વૃંદાએ મને જોરથી એક ચીમટો ખણ્યો. પછી ખોટું ગુસ્સે થતાં બોલી. ''બહુ  થયું, હવે મો બંધ રાખ.  એમ બધી વાતો જાહેરમાં ન કહેવાય. સમજી?

વિનયે સ્નેહ નિતરતી આંખે વૃંદા સામે જોયું. તે એવા જ ભાવથી બોલ્યા, ''તમારી વાત સાચી છે. તે કોઈનીય પાછળ પાગલ થતી નથી. ભલે લોકો એની પાછળ પાગલ  થઈને મરી જાય.''

''હા, હા, સૌથી મોટો પાગલ વિનય અને બીજી પાગલ છે આ માયા. હવે કહેવું છે કાંઈ?''  વૃંદા બોલી ત્રણેય  ખડખડાટ હસી પડયા.

નોકર ફૂટ્સ બ્રેડ પકોડા, બિસ્કિટ અને કાજુના નાસ્તાની પ્લેટ અને ચા ટ્રોલીમાં  ગોઠવી લઈ આવ્યો.

''તું મને ખાઉધરી  સમજે છે કે શું? મેં  કહ્યું.

''અરે, આને વધારે કહો છો? આમાંથી ત્રણ ભાગ તો વૃંદાના છે. બાકીના  બે આપણા બંને માટે કેમ ખરું ને. ''વિનય જરા રંગમાં આવી ગયા.

''જી, સાહેબ, નાસ્તો વધારે  હોય કે ઓછો, ખાવ અને એના માટે ગેસ નોેંધાવવાની વ્યવસ્થા કરી દો.''  વૃંદાએ  કહ્યું.

નાસ્તો કર્યા પછી વિનયે પ્રેમથી ત્રણેય કપમાં ચા રેડી. એક કપ મને આપતાં તેમણે  મારા પતિ, બાળકો, ઘર વગેરે વિશે પૂછપરછ કરી. ફોન ખરાબ હતો  એટલેે  ગેસ નોંધાવવા  માટે જાતે જ મેઈન બજાર ગયા. 

સ્કૂટર સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો. એ પછી વૃંદાએ મને પૂછ્યું, ''મારું ઘર- ઘરવાળા કુટુંબ જોયુને?''

બાળકોના ફોટા જોયા, બાળકો ક્યાં છે? મેં પૂછ્યું.

''મારો દીકરો લોક ભારતી-સણોસરા ભણે છે. દીકરી તેના દાદા પાસે ગામડે ગઈ છે. આ વર્ષે વિનયના  આંબાવાડિયામાં કેરીનોે ફાલ ખૂબ આવ્યો છે.'' વૃંદાએ કહ્યું.

વૃંદા, વિનય તારા બાળપણના મિત્ર છે, પણ તેમનું  ઘર ગામડામાં છે, એમ કેમ? મને જરા માંડીને વાત કર. મેં પૂછ્યું.

વૃંદા  આંખોે બંધ કરીને અતીતમાં ખોવાઈ જતાં બોલી, ''ચાલ ફરી એકવાર એ કડવા સ્મરણોને યાદ કરું. સાંભળ, ખરું કહું  તો એ 

વાત ક્યારેય નહીં ઉખેડવાનું મનેં વિનયને  વચન આપ્યું છે.

મને ઘડીભેર એમ થયું, હું તેને તેની આપવીતી કહેતાં અટકાવી દઉં,  પણ તે મારી બાળપણની  સહેલી હતી. વહું મારી ઉત્સુકતા રોકી ન શકી. વૃંદા સામેની ટિપોય  પર પગ  લંબાવી  સોફા પર માથું ઢાળીને  આરામથી બેઠી હતી. તેણે કહેવાનું  શરૂ કર્યું.

વિનયના  બાપુજી અમારે ઘેર રસોઈ કરતા  સાધારણ  બ્રાહ્મણ, રસોઈ  કરીને, આખા ઘરનાને જમાડવા   એજ એમનું  કામ, મને દૂધપાક  અને દહીંવડા બહુ ભાવે. હું ઘણીવાર રસોડામાં  જઈને  કહેતી, નાનુકાકા, મારા માટે આજે  અમુક વાનગી  બનાવી રાખી મૂકજો.

''ભલે દીકરી, મારા વિનયને પણ આ  વાનગી ખબૂ ભાવે  છે. એટલે મારે તો ભાવતું તું  નૈવેદ્ય દેખાડયું. દીકરી મારું ભાણું હું ઘરે લઈ જાઉં છું. મારા ભેગો વિનયે મોજથી જમે છે. નાનુ કાકા હસીને કહેતાં.

એક દિવસ મારા ભાગનો દૂધપાક બિલાડી ખાઈ ગઈ.  હું ખૂબ રડી. વધેલું દૂધ નાનુ કાકાએ મેળવી દીધેલું. અને સવાર સુધી રાહ જોવા હું તૈયાર ન હતી. મારો રડવાનો અવાજ સાંભળી નાનુકાકા પોતાના ભાગનો દૂધપાક લઈને મમ્મીને   આપવા આવ્યા. મમ્મીએ  કાકાને નમ્રતાથી કહેલું, ''નાનુભાઈ, વિનય નમાયું  છોકરું છે. એના  માટે કોઈ સારી ચીજ આપવાની તો દૂર રહી, ઉલટાનું તમારી પાસેથી પાછું લઈ લેવાનું! ના, ના, મારાથી એમ નમાયા છોકરાનો કિળોયો નહીં ઝુંટવાય.

મને તે જ દિવસે  જ ખભર પડી કે, વિનયને  મા નહોતી.  મારા પિતા  જમીનદાર તો નહોતા, પણ રાજપુરોહિત હોવાથી ઠાઠમાઠ જમીનદાર જેવા જ હતા. એમાંય   મારા દાદા- પરદાદા રાજાના દિવાન હતા, એટલે ખાસ્સું ભેગું કરી શક્યા હતા. હું ચાર ભાઈની એક જ બહેન હતી એટલે   બહુ લાડમાં  ઉછરી હતી. હું જ્યારે હાઈસ્કૂલમાં  ભણતી હતી,   ત્યારે વિનયને દરરોજ મળવાનું  બનતું. તે મારા કરતાં  બે ધોરણ આગળ હતો. એક દિવસ રસ્તામાં  તેણે મને પૂછ્યું હતું, વૃંદા તું તારા નામનો અર્થ સમજે છે?

'હાસ્તો વળી! વૃંદાનો અર્થ તુલસી થાય છે મેં જવાબ  આપેલો.

 વિનય એસ.એસ.સી.માં  ૮૫ ટકા ગુણથી પાસ થયો. મારા પિતાજીએ નાનુકાકાને અભિનંદન આપ્યા. તેને શહેરની સ્કૂલમાં  દાખલ  કરવાની સલાહ આપી. જવાબમાં  નાનુકાકાએ કહ્યું, 'વિનય મને છોડીને   શહેરમાં   જવા નથી ઈચ્છતો. બારમા ધોરણ સુધી અહીં જ ભણશે.

વિનયે ેક દિવસ રસ્તામાં મને કહ્યું, ''ત,ે મને એમ પૂછ્યું કે હું ભણવા શહેરમાં  કેમ ન ગયો.

મેં નીરસપણે કહ્યું, ''નાનુકાકા સાથે રહેવા માટે, બીજું શું વળી.''

વિનય ચાલતાં- ચાલતાં અટકીને બોલ્યો.

''વિનય ચાલતા-ચાલતાં  અટકીને  બોલ્યો. 

''વૃંદા, બાપુજી પ્રત્યે મને ખૂબ જ પ્રેમ છે. તેમાં કોઈ શંકા નથી,  પણ તું જાણે છે?  અહીં દરરોજ તને જોઈ શકું એટલે જ હું    શહેરમાં ન ગયો.

તેની વાત મને જરા ખૂંચી.  હું નોકરના છોકરાને નોકર જ સમજતી હતી. માયા સાચું કહું તો ત્યારે  મને પૈસાદાર પિતાની પુત્રી હોવાનું અભિમાન હતું. મેં ગુસ્સે થઈને  કહેલું, 'એ વિનય, તારું મગજ ઠેકાણે છે કે નહીં? તું મને જોવા માટે કેમ તલસે છે? હું તારી કોણ  છું?

વિનયના  ચહેરા પરના ભાવ ક્ષણમાત્રમાં  બદલાઈ ગયા તેણે કહ્યું, ''તું અમારા શેઠની  દીકરી છે એટલે બીજું શું?

ત્યારે  હું થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી. મેં ક્યારેય વિનયને મહત્ત્વ આપ્યું ન હતું. પણ આજે હું ખાતરીપૂર્વક કહી શકું કે વિનય મને  ત્યારે એટલું જ ચાહતો હતો અને આજે પણ, તે મારું મારા અભ્યાસનું મારી તબિયતનું  પોતાની જાત કરતાં વધારે ધ્યાન રાખતો હતો. ગણિત, વિજ્ઞાાન, કેમેસ્ટ્રી જેવા વિષય તે મને ભણાવતો. મમ્મી પલંગ પર બેઠાં હોય. વિનય બાજુમાં  ખુરશી પર બેસીને  ખૂબ જ  ધ્યાનપૂર્વક મને સમજાવતો. હું જ્યારે ગણિતમાં  ૯૮ટકા માર્ક સાથે  પાસ થઈ ત્યારે તેણે  મને  કહ્યું, ''વૃંદા, હું તને મારી જેમ જ ૧૦૦ ટકા હોંશિયાર બનાવવા ઈચ્છું છું.

એચ.એસ.સી.માં  એડમીશન લેવા વિનય શહેરમાં ગયો.  તેણે મારા મમ્મીને કહ્યું, ''બા અહીંની શાળામાં જરાય  સારું ભણતર નથી. બધા શિક્ષકો બેકાર છે. વૃંદાને  શહેરમાં ભણવા મોકલો.

બિચારા શિક્ષકોને બદનામ  કરીને તેણે મને શહેરમાં ભણવા મોકલાવી, પણ મારા જૂનવાણી પિતાએ મને મહિલા કોલેજમાં દાખલ કરી. વિનયે મને જોવા માટે દૂધવાળા સાથે દોસ્તી કરી  લીધી અને અમારી હોસ્ટેલમાં  તે દૂધ લેવા આવતો.

મને ખૂબ જ નવાઈ લાગી. તેણે કહ્યું ''આ બહાને શેઠની દીકરીને જોવા માટે આવું છું.'' તે આવતો રહ્યો. તે મને ટીકી ટીકીને જોયા  કરતો. હું મારા અભિમાન કે મૂર્ખાઈમાં જ રાચતી હતી.

વિનય જ્યારે  બી.એસ.સીના છેલ્લા વર્ષમાં હતો ત્યારે મારું સગપણ નક્કી થઈ ગયું. તે કોઈ બહાનું કાઢીને મને મેળવવા માટે હોસ્ટેલમાં આવ્યો. તેણે કહ્યું, ''વૃંદા, તું આ સગપણ ફોક  કરી દે. મારા માટે...'

''વિનય તું કદાચ પાગલ થઈ  ગયો છે.  હું શા માટે સગપણ ફોક થવા દઉં?

જીવનમાં  પહેલીત જ વાર ત્યારે તેણે એકાએક મારો હાથ પકડીને કહ્યું, ''વૃંદા,  હું તને ખૂબ જ ચાહું છું, હું તારી યોગ્ય બનવા  માટે કઠોર પરિશ્રમ કરી રહ્યો છું. મને  આમ તરછોડ નહીં.... હું મરી જઈશ, વૃંદા...''

મેં  જવાબમાં કહેલું, ''જો વિનય, તું મને ગમે છે એની  ના નથી, પણ  લગ્ન તો મા-બાપની ઈચ્છા પ્રમાણે જ થાય. પ્રેમની આવી વાત તું ક્યારેય મારા પપ્પાને  કે ભાઈઓને ન કહીશ. નહીંતર તે લોકોને તને જીવતો નહીં છોડો. હું  તને કે કોઈને પ્રેમબેમ નથી  કરતી, એટલે પપ્પાની મરજી મુજબ જ લગ્ન કરીશ.  તું પણ નાનુકાકાની મરજી  મુજબ  જ લગ્ન કરી લેજે.''

તેણે મારી વાત સાંભળી ન સાંભળી કરી, પ્રેમના ઉન્માદમાં  ભાવનગર આવી મારા પપ્પાના હાથ પકડીને તેમને કહ્યું, ''હું વૃંદા સાથે લગ્ન કરવા ઈચ્છું છું.''

વાત  પૂરી થાય એ પહેલાં જ મારા પપ્પાએ તેને આઘો હડસેલી દીધો, પછી પપ્પા તાડૂકેલા, ''તું તારી  લાયકાત જોઈને  વાત કર... નાલાયક.''

અને.... વિનય ઝેર  ઘોળ્યું...

મેં  ચોંકીને પૂછ્યું, ''ઝેર? શું વાત કરે છે? ''વૃંદાએ આગળ વાત ચલાવી, ''હા, માયા તે બચી શકે તેમ ન હતો. મારાં  મમ્મીએ નાનુકાકાને પૈસા આપીને તેમને શહેરમાં મોકલ્યા. ત્યાં હોસ્પિટલમાં  વિનયની  તરત જ સારવાર કરવામાં આવી અને તે બચી ગયો.

નાનુકાકા નોકરી છોડીને દીકરા સાથે રહેવા શહેરમાં  ચાલ્યા ગયા. મારાં લગ્ન ડોક્ટર પ્રમોદ સાથે થઈ  ગયા. ડોક્ટર સાહેબ ઉચ્ચ કુટુંબના સુપુત્ર હતા. પૈસાદાર હતા,  સુંદર હતા પણ તેથી શું?

તેમની  સાથે મારો સંબંધ માત્ર શરીર પૂરતો જ હોવા છતાં તે ખૂબ જ કષ્ટદાયક હતો. તે નશો કરતા. સહશયન સમયે તે પશું જેવા બની જતા. હું પીડાથી તરફડતી ત્યારે એ મને  કહેતા,  તું પણ મારી માફક નશીલી  સિગારેટ પીવાનું શરૂ કર. તને ક્યારેય પીડા નહીં થાય.

હું ઘૃણાથી  મોં  ફેરવી લેતી.  સિગારેટ પીવાની વાત માનતી નહીં એટલે તે કામક્રીડા દરમિયાન જ મને  સિગારેટના ડામ દેતા! હું ચીસો પાડતી અને બહાર ભાગી જવા ઈચ્છતી, તો  મારા સાસુ બહારથી બારણા બંધ કરી દેતાં!

ડોક્ટર સાહેબ અશ્લીલ,  ગંદી ફિલ્મો  જોતા. મને તે મૂર્ખ અને મણિબેન માનતા, જેની પાસે સૌંદર્ય  સિવાય બીજું કંઈ ન  હતું. હું રોતી-કકળતી તો મારા સાસુ અને ઠપકો આપતાં.

'મજા કર. મજા. તારા જેવી મૂર્ખ છોકરીને આવો યોગ્ય ડોક્ટર પતિ  મળ્યો છે. ખોેટા નખરાં ન કર. દુનિયામાં તું જ એકલી સહન  કરે છે એવું નથી.  બધી  સ્ત્રીઓએ સહન કરવું  પડતું  હોય છે,  પણ તારી જેમ  કોઈ સ્ત્રી બૂમાબૂમ નથી કરતી.''

''હું  શું કરું? પપ્પા, ભાઈ મળવા માટે આવતા,  હું રડતી અને પિયર જવાની  જીદ કરતી. સાસુ  તુરત બોલતી અટકાવીને કહેતાં, 'તમારી દીકરીને પૂછી જુઓ. અહીં કોઈ  વાતની તકલીફ નથી. ફરવા જવા કે સિનેમા જોવા જવાની કોઈ ના  કહેતું નથી. 

હું  ઈચ્છતી   હતી કે બધાને સ્પષ્ટપણે કહી દઉં કે, મને ગંદી  ફિલ્મો  દેખાડવામાં આવે છે. હલકી સ્ત્રીઓની માફક અકુદરતી શારીરીક  ચેષ્ટાઓ મારે મારા મારવામાં આવે છે. પતિ નામનો 'રાક્ષસ' મને તેવું બધું કરવાનું કહે છે. જે કોઈ પોતાની પત્નીને ન કહી શક!

હું શરમમાં ચૂપ જ રહેતી. ડોક્ટર સાહેબ અને દારૂ પીતા, ગોળીઓ ખાતા અને જ્યારે આલિંગનમાં લેતા ત્યારે હું વાઘના પંજામાં  સપડાયેલી  હરણીની માફક થરથર ધુ્રજતી. મને  તેમની આંખોમાં  હિંસક જંગલી પશુનું  દર્શન થતું. તે સમયે મને વિનયની  પ્રેમાળ આંખો યાદ આવી જતી. આંખોમાં ચાંદની ઘોળીને વિનયે મને એકવાર કહેલું  'વૃંદા' હું તને બેહદ પ્રેમ કરું છું. ઘઉંનાળાનું વેકેશન પૂરંું થયું.  હું ફરી કોલેજમાં  જવા લાગી. ડોક્ટર સાહેબ પણ કોઈ પરીક્ષા આપવા મુંબઈ ગયા. મેં રાહતનો  શ્વાસ લીધો. બે માસના લગ્નજીવનમાં જ હું તનમનથી જાણે ભાંગી પડી હતી. 

હું ખૂબ જ દુ:ખી અને ઉદાસી રહેતી. દર મહિને  ૪-૫ દિવસ માટે   ડોક્ટર આવતા ત્યારે હું રડી પડતી. તે હવે મને જબરજસ્તીથી ઈંજેક્શન દેવા લાગ્યા. તે પછી મારા શરીર પર મારો કાબૂ ન રહેતો. આમ, એ રાક્ષસ જેવા ડોક્ટરે મને નશાની  કુટેવ પાડી દીધી.  તેનો નાનો ભાઈ પૂના મેડિકલ કોલેજમાં ભણતો હતો. તેણે  મને વધારે પ્રોત્સાહન આપ્યું.  માથું દુખતું, તો તે તરત જ મને એક સ્પેશ્યલ ગોેળી ખવડાવી દેતો. બંને ભાઈઓ નશાના ગુલામ હતા.

''અનામત આંદોલનને કારણે પરીક્ષાઓ  દૂર ઠેલાતી હતી.  આખરે માર્ચમાં  પરીક્ષા લેવાઈ. હોેળીનો તહેવાર નજીક આવતો હતો. ડોેક્ટર સાહેબે ફોન પર કહ્યું. 

વૃંદા, કાલે  સ્ટેશન લેવા આવજે. હું હમણાં નીકળું જ છું. કર્ણાવતી એક્સપ્રેસનોે  ફર્સ્ટ ક્લાસમાં રિઝર્વેશન મળી ગયું છે.

હું અને મારા સાસુ કાર લઈને ્ટેશને ગયાં. ટ્રેન સમયસર  આવી ગઈ, પણ તેમાંથી ડોેક્ટર સાહેબ ન ઉતર્યાં? રિઝર્વેશનના ચાર્ટમાં  તેમનું નામ  હતું પણ તે સીટ ખાલી  હતી.  સહપ્રવાસીઓએ કહ્યું, 'તે આવ્યા જ  ન હતા, એટલી  સીટ ખાલી હતી.

મારો દિયર તરત મુંબઈ ગયો. હોસ્ટેલના  વિદ્યાર્થીઓએ કહ્યું, ''તે તો અહીંથી કાલે ચાલ્યા ગયા છે. 

પોલીસમાં  ફરિયાદ  કરવામાં આવી.  બધા તાબડતોબ શોધખોળ થઈ. છેવટે હોસ્ટેલની  પાછળ આવેલી આદિવાસીઓની  ચાલીમાં એક જૂના કૂવામાંથી તેમની લાશ  મળી. છરો મારીને તેમનું  ખૂન  કરવામાં આવ્યું હતું.

પોલીસ  તપાસ થઈ તો સાચી વાત બહાર આવી. હોસ્ટેલમાં કચરા- પોતાં કરતી ગરીબ આદિવાસી યુવતીને ડોેક્ટરે નશાની લતે ચડાવી તેનો ગેરલાભ લીધો હતો. તેણે ઘરે જઈને પતિને કહેલું કે, 'જે આનંદ તેને ડોક્ટરની સાથે આવે છે, તે પતિની સાથે નથી આવતો.''

'તેના પતિએ તેને ભોળવીને ડોક્ટરનું  પૂરું નામ-સરનામું અને મળવાનું  ઠેકાણું જાણી લીધાં. હોળીના તહેવારમાં ઘરે આવવાના  આગલા દિવસે યુવતીને મળવા ટેકરી પાછળ ગયા. ત્યાં તેનો પતિ છૂપાઈને  તૈયાર જ બેઠો હતો. ડોક્ટર અને પેલી યુવતીની  લીલા શરૂ થઈ અને છુપાયેલી વ્યક્તિએ ડોેક્ટરને મારી નાખવાં!

'માયા, ભલે જેવી હતી તેવી, મારી દુનિયા લૂંટાઈ ગઈ. હું વિધવા બની. મારા  સાસુ  પુત્રના મોત માટે મને જ જવાબદાર માને છે. દિયર પણ કહેતો હતો કે, મેં મારા પતિને અતૃપ્ત રાખ્યો એટલે તેને બીજી સ્ત્રી પાસે જવું પડયું.  હું માંદી પડી ગઈ. મારા દિયરની  દાનત ખરાબ હતી. તેણે દવાઓએને બહાને નશાની ગોળીઓ મને દેવા માંડી.

''એક રાત્રે એ મારી રૂમમાં આવ્યો. હું તરત જ ઊભી થઈ ગઈ અને સાસુને ફરિયાદ કરી. તે સ્ત્રી માતા કે સાસુ થવાને યોગ્ય જ ન હતી.  તેણે મને ઉપદેશ આપવા માંડયો. 'શાસ્ત્રોમાં  દિયર એટલે બીજો વર (દિવવર) એમ થાય છે. વેદ વ્યાસે ભાઈની પત્નીઓ દ્વારા ત્રણ સંતાનો પેદા કર્યો હતા. તને શો વાંધો છે?

''મને  ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં એમને સંભળાવી દીધેલું. હું મહારાણી સત્યવતીની પુત્રવધૂ નથી  અને  નથી હું  ધૃતરાષ્ટ્રની માતા બનવા તૈયાર મારા પતિ જેવા હતા તેવા મેં નિભાવ્યા તા પણ હવે દિયરની સાથે હું આ સહન નહીં કરું.''

એમણે મને  ૨-૪ તમાચા ચોડી દીધા.  પણ મને જાણે ઝનૂન  ચડયું હતું. મેં પલંગ પરથી મચ્છરદાનીનો દંડો લઈને દિયરના માથે ફટકાર્યો. તેનો નશો ઉતરી ગયો. એ પછી તો માં -દીકરીએ મને ખૂબ જ મારી. હું લગભગ અધમૂઈ થઈ ગઈ.

'મને  જ્યારે ભાન આવ્યું ત્યારે હું હોસ્પિટલમાં હતી. પપ્પાના જે ડોક્ટર મિત્રે પોતાના હોશિયાર વિદ્યાર્થી સાથે મારા લગ્ન પૈસાને જોરે કરાવ્યા હતા, તેમની   જ હોસ્પિટલમાં  હું હતી. તેમણે મમ્મી-પપ્પાને બોલાવી લીધાં હતાં. હું દુ:ખ શોકમાં ડૂબેલી હતી અને મારાં મા-બાપના પસ્તવાવાનો પાર ન હતો.   

'ડોક્ટર મારી નશીલી દવાઓની લત છોેડાવવા ઈચ્છતા હતા, પણ હું તેનાથી  ટેવાઈ ગઈ હતી.  નશા કર્યા વિના મારા હાથપગમાં કળતર થતી. હું ધીમે ધીમે મૃત્યુ તરફ સરકતી જતી હતી. તે સમયે વિનય જીવન બનીને ત્યાં હાજર થયો. તેણે બધું સાંભળ્યું  જાણ્યું પછી શાંતિથી પપ્પાને કહ્યું ''કાકા, હું ભાવનગર યુનિવર્સિટીની  સર્વશ્રેષ્ઠ કોલેજમાં પ્રોફેસર છું. મારી પાસે પદ, પ્રતિષ્ઠા અને પૈસા છે.  વૃંદા મોતના મોેમાં છે. હવે ફેંસલો તમારા હાથમાં છે. તેને મોતને હવાલે કરશો કે મારે હવાલે  કરશોે?

''પપ્પા અવાક થઈ ગયા હતા. મમ્મી પણ જડ જેવાં બની ગયા હતા. હું પોલીસ,  ડોક્ટર બધાને પતિ, સાસુ અને દિયરની વાત કહી ચૂકીૂ હતી.  ઘણાં લોકોે મને નફરત ભરી દ્રષ્ટિથી જોવા લાગ્યા હતાં. તેમ છતાં ડોક્ટર પ્રમોદ કરતાં વધારે દેખાડવડો તેજસ્વી પણ ગરીબ વિનય દેસાઈ મને ખૂબ જ પ્રેમ પૂર્વક ફરી માગી રહ્યો હતો.

નાનુકાકા હયાત હતા.  તે પણ પપ્પાના પગે પડીને પોતાના  પુત્ર માટે મારી માગણી કરતા હતા. ડોેક્ટર કાકાએ શરૂઆત કરી. તેમમે પપ્પાને કહ્યું, એકવાર મેં વૃંદાને  માટે ભૂલથી  ખોટી દવા જેવા પ્રમોદની ભલાણ કરી હતી. મિત્ર, આજે હું મારી ભૂલ સુધારીને વિનય માટે તને ભલામણ કરું છું. તેનો પવિત્ર પ્રેમ વૃંદાને  નવી જિંદગી આપશે. દોસ્ત, તું 'હાં'  પાડી દે.

''પપ્પા માની ગયા અને વિનયે મારી સાથે લગ્ન કર્યાં.''

ત્યાં સુધીમાં વિનય ગેસ નોેધાવીને આવી ગયા ને હસતાં હસતાં બોલ્યા, ''તમે  બંનેએ બીજી કોઈ વાતો કરી કે પછી મારી ખણખોદમાંથી જ  નવરા નથી પડયા? હું એ સજ્જનની સજ્જનતા પર હસી પડી.


Google NewsGoogle News