Get The App

વાર્તા : શંકા-કુશંકા .

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
વાર્તા : શંકા-કુશંકા                                                        . 1 - image


- દક્ષા તેં તારા પરિવારની આબરૂ ખાતર ન ગમતા પુરુષને પરણી ગઈ. મેં બધું જ જતું કર્યું છે. દક્ષા પણ હવે તું મને જે સલાહ આપે છે તે મારા માટે સાવ જ નકામી છે. મનથી અને હૈયાથી અતૂટ બંધાયેલ પ્રેમની ગાંઠ છોડવી એ શું શક્ય છે? તારા વિશ્વાસે જિંદગીની નૌકા હકા૨તો રહ્યો પણ... મને એ ખબર નહતી કે મધ્ય દરિયે જ મારે ડૂબવું પડશે? 

સાસુબા તમારાં કપડાં કબાટમાં છે. મને કહેજો એટલે હું કાઢી આપીશ કહેતાં કહેતાં દક્ષાએ પોતાની કાંડા પરની ઘડિયાળની ચાવી ઠીક કરી. દક્ષા તું નોકરી કરવા જાય છે પણ આજકાલ દીકરી સંભાળીને ચાલવું. તમને ખબર છે માણસમાંથી માણસજ નીકળી ગયોછે. કોઈના પર વિશ્વાસ મૂકવો એ ભૂલભરેલું છે. મને તો તારી ચિંતા થયા જ કરે છે. તું છની જગ્યાએ પાંચ વાગે આવી જતી હોય તો ખૂબ જ સારું. ઓહ હો! મમ્મી! આ જૂનો જમાનો નથી. નવા જમાનાની હવાએ સંસ્કૃતિનું નામ જ બદલી નાખ્યુંછે. તમને ખબર છે આ મુંબઈમાં રાતના દસ દસ વાગ્યા સુધી મહિલાઓ ઓફિસો ચલાવે છે અને હું સુધીરના આવ્યા પહેલાં તો આવી જાઉ છું. પછી ચિંતા શાની?

મમ્મી! આજે આવીને રસોઈ હું બાવીશ. તમોને ખબર નહીં હોય મારા સસરા જીવતા હતા ત્યારે સુધીરનો જન્મ દિવસ કેવો ઉજવતા હતા? અરે હા, સારું થયું તમે યાદ કર્યું. હું યે કેવી મા છું દીકરાના જન્મદિવસને પણ ભૂલી ગઈ છું. પણ સુધીરે સવારમાં જતાં જતાં કશું જ કેમ ના કહ્યું. ક્યાંથી કહે મમ્મી! એ હમણાં હમણાં શેરબજારની મંદિને લીધે ખૂબ જ ચિંતિત રહે છે. રાત્રે આવીને પણ કશું જ ઘરનું પૂછતા નથી કે નથી કોઈસારી વાત કરતા... બસ એકાદ ઊંઘની ગોળી લઈને સૂઈ જાય છે. તું કાંઈ કહેતી નથી? ના, કહેવા જાઉં છું તો એવો ગુસ્સો કરે છે કે મારાથી કશું જ બોલાતું નથી. એ કેવા હતા. લગન ત્યારે મારા વિના જરાય રહી શકતા નહીં. પણ કોણ જાણે શું થયું છે છેલ્લાં બે વરસથી તો સાવ જ એકલા એકલા પોતાનું ધાર્યું કર્યા કરે છે. હોય! હવે ચડતી પડતી તો સૌને આવે છે એનાથી માણસ કાંઈ બદલાઈ ન જાય.

હિંમતથી માણસ ધારે તે કરી શકે છે. મમ્મી અમારા પિયરમાં પહેલાં શું હતું? અને અત્યારે કોઈ વાતની કમી છે? ચાલ્યા કરે.

આજે સુધીરને હું ખભેખભો લગાડીને કામ કરી રહી છું પણ એના હૈયામાં કંઈ વેદના ભરી છે તે કાંઈ જ સમજાતું નથી.

મમ્મી હું જાઉ છું... મારે હવે જલ્દીથી ઓફિસમાં પહોંચી જવાનું છે. સુધીરના જન્મદિનની કોઈને વાતના કરતાં... ઘરમાં આપણે ત્રણ જ જાણીએ... આજે તો બનશે તેટલી હું જલ્દીથી આવીશ. ભલે! કહેતાં કહેતાં સાસુબાએ ઘરનો દરવાજો બંધ કર્યો...

દક્ષા ઘરથી થોડે દૂર ગઈ ને તરત જ..

હાય! દક્ષા...

કેમ છે.

તું તો પરણ્યા પછી સાવ જ બદલાઈ ગઈ છે.

એક ફોન પણ નથી કરતી.

આખર છે શું?

જો સુનિલ.

હવે... તું મને મળવાનું બંધ કરી દે.

કોલેજના દિવસો કોલેજમાં ગયા. મારે ઘર છે. પતિ સાસુ છે. મને હવે મારા સંસારને બનાવવા દે. હા... તું મારા પર પ્રેમ વરસાવતો અને હું ભીંજાઈ ભીંજાઈને તારી ઉષ્મામાં સદાયને માટે બધું જ ભૂલી જતી પણ સુનિલ લગ્ન પછી એ પ્રેમ યાદ કરીને કરવાનું પણ શું? હું હવે કોઈકના માટે જીવી રહી છું. તું હવે કોઈ સારી છોકરી પસંદ કરી લગ્ન કરી લે.

આમ અવારનવાર મળવાથી મારા સાસુ સુધીરને ખબર પડશે તો મારે તો કમોતે મરવું પડશે. પ્લીઝ સુનિલ પ્લીઝ... સમજી જા... પ્લીઝ.

દક્ષા તને ખબર છે ને... એ દરિયાની છાલકોમાં આપણે પાળથી પગ બોળતાં બોળતાં કેવું હસતાં અને કેવી કેવી વાતો કરતાં.

તું તો એમ જ કહેતી કે સુનિલ તારા વિના જીવનમાં જીવવું એ શક્ય જ નથી... ઠીક છે દક્ષા તેં તારા પરિવારની આબરૂ ખાતર ન ગમતા પુરુષને પરણી ગઈ. મેં બધું જ જતું કર્યું છે. દક્ષા પણ હવે તું મને જે સલાહ આપે છે તે મારા માટે સાવ જ નકામી છે. મનથી અને હૈયાથી અતૂટ બંધાયેલ પ્રેમની ગાંઠ છોડવી એ શું શક્ય છે? હું લગ્ન કરીશ તો પણ દક્ષા તારો ચહેરો તો મારી નજર સામે જ રહેવાનો છે. ખરેખર સ્ત્રીઓ બધી જ આવું જ હશે? તમારી ભૂલ તમે કબૂલ ન કરો અને પછી પુરુષો પ્રત્યે નફરત કરીને આખી જાતને વગોવોએ તો કેમ ચાલ? દક્ષા તારા એક એક શબ્દ પ્રમાણે મારી પ્રત્યેક પળને ભરી દીધી છે. તેં કહ્યું તેમ જ રહ્યો અને તારા વિશ્વાસે જિંદગીની નૌકા હકા૨તો રહ્યો પણ... મને એ ખબર નહતી કે મધ્ય દરિયે જ મારે ડૂબવું પડશે? દક્ષા કિનારાની આશાએ ને આશાએ પ્રત્યેક પ્રેમી પોતાનાં વહાણ હંકારે છે પણ કિનારો ક્યારેક નદીને ભૂલી જાય છે ત્યારે દરિયો કે નદી કોઈનાં યે ક્યાં થાય છે?

ઓકે! સુનિલ... બસ થયું... હવે મને જવા દે. પ્લીઝ સુનીલ. હું પણ કાંઈ સુખી નથી...

દક્ષા... આવજો પણ નથી કહી શકતી...

આવજો...

બસ...

સુનિલના ચહેરાની આભા ઉદાસીમાં ફેરવાઈ ગઈ. પોતાની જાતને ફીટકારતો સુનિલ દક્ષાનું નામ ભૂલવા જાતજાતના નુસખા કરવા લાગ્યો પણ... જરાક વિચારોમાં ડૂબી જાય કે તરત જ દક્ષા તેની સામે આવીને ઊભી રહે.

છ વાગ્યા સુધી મહાલક્ષ્મીના દરિયા ખડકો પર બેસી રહ્યો. ઘરે જવાનું મન પણ થતું નથી. ધીરેધીરે પોતાની કલ્પનાઓનો બોજ માથે લઈ સુનીલ રસ્તા પર આવ્યો ત્યારે વીજળીના થાંભલાઓ ઝીણો ઝીણો પ્રકાશ રેલાવી રહ્યા હતા.

ક્યાં જવું? દક્ષા તો દોસ્તીમાંથી પણ ગઈ. હવે કોને કહેવું... શું વાત કરવી? ઘરે જઈને પણ પસ્તાવો પીધા જ કરવાનો છે. વિચારમાં ને વિચારમાં રોડક્રોસ કરતો હતો અને અચાનક જ... પૂરપાટ આવતી ટેક્ષીએ ટક્કર લીધી. 

સુનિલ દૂર ફેંકાઈને પડયો. ટેક્ષી તો ચાલી ગઈ પણ લોકોનું ટોળું સુનિલને ઘેરી વળ્યું.

કોઈએ કહ્યું... ઉઠાવો... બાજુમે હોસ્પિટલ હૈ લે ચલો બિચારે કો... અને સુનિલ બેશુધ્ધિમાં જ એકાદ અઠવાડિયા પછી સુનિલ ઠીક થયો. દક્ષાએ તો પોતાના મન પર જે કાબૂ રાખ્યો હતો તે રહ્યો નહીં અને ઊંઘમાં ને ઊંઘમાં સુનિલનું નામ બબડવા લાગી ત્યારે સુધીરે જોયું તો દક્ષા ઘસઘસાટ ઊંધી રહી હતી.

સુધીરના જન્મદિનની ઘર પૂરતી પાર્ટીનો થાક કદિયે ન લાગે એટલો દક્ષાને લાગ્યો હતો. એ શરીરથી સુધીરમાં હતી પરંતુ હૈયાથી સુનિલના દિલમાં ધડકી રહી હતી.

કોણ જાણે કેમ આજે દક્ષા કેમ ઊઠતી નથી? બેટા સુધીર તા૨ો નાસ્તો ક૨વાનો છે.

આ વહુ કદિયે નહીં ને આજે આમ...

રહેવા દે મા

મમ્મી... હું કેન્ટીનમાં નાસ્તો કરી લઈશ... દક્ષાને થાક લાગ્યો છે. ભલે ઊંઘે અને સુધીરે છાપામાં નજર ફેરવી લીધી. અચાનક જ બારીના પ્રકાશે રતુમડી દક્ષાના ગાલ ચૂમી લીધા અને ફટાક દઈને દક્ષા ઉભી થઈ ગઈ... ઘડિયાળના કાંટા સામે જોયું અને બોલી... ઓ બાપરે! ઘણો સમય થઈ ગયો છે.

સાસુબા...

દક્ષા... વહુ બેટી... સુધીર તો ગયો.

હેં... તેમનો નાસ્તો?

ના પાડી તેને.

પણ દીકરી આટલું મોટું કેમ ત્રણ જણમાં પાર્ટીનો મોટો થાક લાગ્યો નહિ?

ના સાસુબા... કોણ જાણે કેમ? કાંઈ નહીં... તારે ઓફિસે તો જવાનું છે ને?

હાસ્તો.

પછી તૈયાર થા... આ થોડીક દાળ બનાવી છે. ભાત પણ તૈયાર છે જ તું જમીને જ જા. ભલે મમ્મી... સાસુમા ધીમે વધારે પ્રેમ કરે તો વિશ્વમાં સાસુ વહુનો સહિયારો સંસાર પેઢીને ઉજળી કરી મૂકે... ખરેખર મારી સાસુ મને માથીયે અધિક રાખે છે. મનોમન દક્ષા તૈયાર થવા લાગી.

ઓફિસે પહોંચતાં દક્ષાને થોડીકવાર લાગી. ટેબલ પર કામ કરતાં કરતાં સુનિલના ચહેરાએ દક્ષાનો મનોવિસ્તાર ઘેરી લીધો. એકાએક પોતાના ભૂતકાળના કોમળ પ્રેમના પ્રદેશમાં એ ડોલવા લાગી. તેનાથી રહેવાયું નહીં. ઊભી થઈ અને રસ્તા પરના પબ્લિક ફોન પર આવી... આંગળીઓનાં ટેરવાં ખચકાઈ ખચકાઈને નંબર પર પડતાં હતાં ત્યારે આંખની પાંપણોના ભાર દક્ષાથી ઝિલાતો નહતો.

એકાએક નંબર લાગી ગયો... 

હલ્લો...!

કોણ?

સુનિલ...

યસ મેડમ ...

હું દક્ષા...

ઓહ હો... દક્ષા... ક્યાંથી બોલે છે?

'ઓફિસેથી.'

બોલ શું કામ છે?

સુનિલ પ્લીઝ તું પાંચ વાગે અહિં મારી ઓફિસે આવી જા ને...

પછી હું બધી જ વાત કરીશ સુનિલ સ્યોર... આવી જજે... મૂકુંછું.

અને સુનિલના પ્રેમનો દરિયો ભરતી ભખે છલકાવા લાગ્યો. ક્યારે પાંચ વાગે અને પહોંચી જાઉં. દક્ષા ટેબલ પર બેઠી બેઠી પાંચના ટકોરાની રાહ જોતી હતી ત્યાં તો ફોનની ઘંટડી રણકી.

દક્ષાને આપોને.

સુધીર તેનો મીસ્ટર બોલું છું.

યસ... સુધી.... બોલ શું કામ છે?

દક્ષા આજે આપણે એક મિત્રને ઘેર જવાનું છે. હું તારી ઓફિસે આવું છું. પાંચેક વાગે આવી જઈશ...

સુધીર... કાલે જઈએ તો ન ચાલે.

કેમ? તારે વધારે કામકાજ છે?

સુધીર બોસ હાજર નથી ... મતે આજ ેબેસવું પડશે. ઘરે પણ મોડી આવીશ. પ્લીઝ સુધીર ખોટું ન લગાડતો. કાલે જઈશું?

ઓકે... જેવી તારી મરજી તો ... હું તો સીધે ઘરે જઈશ ભલે....

દક્ષાના ચહેરા પરના પરસેવે હોઠ પરની લિપસ્ટિક ભીની કરી નાખી.

સ્વસ્થ થતાં થોડીક વાર લાગી. આમ તેમ કામ આટોપી પોતાની બેગમાં કાંઈક શોધતી હોય તેમ જોવા લાગી. એટલામાં પાંચના ટકોરા પડયાને... દક્ષા બેગ હાથમાં લઈ ઊભી થઈ...

સડસડાટ ઓફિસનો દાદર નીચે ઊતરીને સુનિલને કહ્યા પ્રમાણે રાહ જોતી ઊભી રહી...

એટલામાં બાઈક પર સુનિલ આવ્યો.

દક્ષા... હાય!

સુનિલ જલ્દી કર... આપણે ક્યાંક જઈને બેસી જઈએ... કેમ ઉતાવળ છે?

ના સુનિલ... પણ...

અને દક્ષા સુનિલની પાછળ બાઈક પર બેસી કે સુનિલે કીક મારી.

ઓહ હો... સુધીરસાબ!

આપ અહિંયાં...

યસ સર... દક્ષા ગઈ.

ક્યારનીયે... ઓહ... સ્યોરીસર.

પણ... આવો. બેસો... તમે કોઈ દિવસ અમોને દર્શન દેતા જ નથી કહેતાં કહેતાં દક્ષાની ઓફિસના બોસે સુધીરનો હાથ પકડયો અને બેસવાનું કહ્યું.

ના રમેશભાઈ... આજે નહીં... વળી કોઈક દિવસે આવીશ...

ઓકે. કોઈઉતાવળમાં છો?

યસ...

માય ફ્રેન્ડ...

ચાલો... તો તો આવજો!

અને સુધીરે પોતાના ઘ૨ તરફ બજાજ હંકાર્યું.

બરાબર આઠના ટકોરે સુધીરે ઘરમાં પગ મૂક્યો અને સુધીરની મમ્મી બોલી બેટા આજે દક્ષા કેમ નથી આવી?

મમ્મી! દક્ષાની ચિંતા તું શું કામ કરે છે? આવશે... જરૂર આવશે એ પોતાનું કામ પુરું કરે ત્યારે ને! અને હમણાં હમણાં ઓફિસમાં કામ પણ ઘણું જ રહે છે.

રાત થવા આવી. સુધીરે જમી લીધું. સુધીરની મમ્મી દક્ષાની રાહ જોતી બેઠી હતી. એટલામાં ફોનની ઘંટડી રણકી...

હલ્લો!

કોણ... કોણ બોલેછે?

એ તો હું મમ્મી... દક્ષા... સુધીરને ફોન આપો ને! સુધીર બેટા... કહેતાં કહેતાં સુધીરની

મમ્મીએ બૂમ મારી...દક્ષાનો ફોન છે... આવ્યો... કહીને સુધીરે ફોન હાથમાં લીધો.

સુધીર...

હલ્લો સુધીર...

હું જરા લેઈટ આવીશ... ઓફિસમાં અમારી સાથે કામ કરનારના ઘરે તેની બર્થડે પાર્ટી છે... ઓકે સુધીર...

દક્ષા... આજે કાલે ગમે ત્યારે આવી શકે છે અને ધડાક દઈને સુધીરે રિસિવર મૂક્યું. પરણિત સ્ત્રી પોતાના પતિને ઉલ્લું બનાવીને ગમે ત્યાં ચાલી જાય... શું સાલું આ સંસાર છે? બબડતો સુધી પોતાના રૂમમાં ગયો અને લાઈટ બંધ કરી. 

દક્ષાની રાહ જોતાં સાસુબાને પણ ઝોકાં આવતા હતા.

એક વાગ્યો હશે ને દક્ષાએ ઘરનું બારણું ધકેલ્યું. દક્ષાની સાસુએ દરવાજો ખોલ્યો અને તરત જ બોલ્યાં.

દીકરી... તું તો મારા ઘરની વહુ છે. આમ ઘરમાં ઘણી એકલો હોયને તું પાર્ટીઓમાં જાય એ ઠીક નથી.

અરે... પેલું કોણ છે? સુનિલ પર નજર જતાં જ સુધીરની મમ્મી બોલી.

સુનિલ...

મને મૂકવા આવ્યાં છે.

સુધીર બધો જ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. પોતાના રૂમમાંથી એકદમ જ આવ્યો અને બોલ્યો મિસ્ટર સુનિલ... દક્ષાને તમારા વિના ફાવતું નથી. તમારા ઘરે ૨હેશે તો વાંધો નથી. આખરે એ હૈયાથી તો મારી સાથે છે જ નહીં. વચ્ચમાં જ દક્ષા બોલી...

સુધીર તમોને શું થયું છે?

આ શું બોલો છો?

જરા વિચાર તો કરો...

શાનો વિચાર... તું જ સાચું કહી દે ને...

સુનિલ તારો ફ્રેન્ડ છે કે પતિ?

બસ કરો... સુધીર.... બસ કરો... લગ્નની ચોરીએ સુનિલ નહતો પણ તમે હતા તમે અને આજે...

હા... હું મારી દોસ્તીના પ્રેમને તમારા વાસનામય પ્રેમ કરતાં ચડિયાતો માનું છું... સુધીર... તમે તો મારા શરીર સાથે જ રમ્યા છો ક્યારેય દિલની ધડકનોને વાચા આપી છે? અને પાછા..

મેં શું ભૂલ કરી એ તો કહો...

દોસ્તી કરી છે દોસ્તી કોઈ લગન નથી કર્યાં સમજ્યા? રાત વીતી રહી હતી. સુધીરની મમ્મીના ચહેરાની રેખાઓ ભયથી રંગાઈ ગઈ હતી... ચિંતાતુર ગંભીર ચહેરાની આંખો ફાટું ફાટું થઈ રહી હતી અને આખાયે ઘરમાં દક્ષા અને સુધીરના શબ્દોએ દીવાલોની સ્થિરતાને ખંડિત કરી હતી.

એકાદ ક્ષણ સૌ ચૂપ હતું ત્યાં તો સુનિલે કહ્યું... દક્ષા.. ધીરજથી કામ લ્યે... હું જાઉં છું... ખૂબ જ મોડું થયું છે.

ના સુનિલ... મને લીધા વિના જવાનું નથી. આ ઘરમાં શંકા કુશંકાનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. હવે આખી જિંદગી જો આમજ જાય તેના કરતાં મારે મારો રસ્તો કરી લેવો જોઈએ.

મારે પિયર પણ નથી જવું. કોઈને કશું જ નથી કહેવું... સુનિલ... આજે તું મને અહિંથી લઈ જા...

સુધીર એક શબ્દ બોલે તે પહેલાં તો સુનિલે દક્ષાનો હાથ પકડયો અને ચાલવા માંડયું.

વાહ... નાટક ઘણા સમયથી ચાલતું હતું... છેલ્લો અંક આજે જ પૂરો થયો છે મમ્મી.

બેટા સુધીર... વહુ ને પાછી બોલાવ... હશે એકાદ ભૂલની ખાતર આખી જિંદગી તરછોડવી એ સારું નથી દીકરા.

સારું ખોટું હું સમજું છું મમ્મી. હું પણ બીજાં લગ્ન કરી લઈશ. દક્ષાઓ અનેક છે. એના પર જ છાપ થોડી મારી છે. 

આવું ન બોલ સુધીર... કેટલા વરસ જુનો સંબંધ આમ એકાએક તોડતાં તને કશું જ થતું નથી?

ધીરેથી દક્ષાએ જોયું તો સુધીર પૂતળાની જેમ ઊભો હતો અને સુધીરની મમ્મી અંધારાના અવાજને સાંભળી રહી હતી... ભાંગેલા મને બંને જણ પોતપોતાના ઓરડામાં ગયાં ત્યારે બરાબર સવારના પાંચ વાગ્યા હતા.

અને ફોનની ઘંટડી રણકી.

સુધીરે ફોન લીધો...

ગુડમોનગ... સુધીર... સુનિલ બોલું છું...

સુધીર... દક્ષા... તો...

જોયું?

માથે કલંક લગાડીને તમે મારો જાન લીધો.

સુધીર...

પણ હું તમારો પડછાયો બનીને આ ઘરમાં જ છું.

તને ખબર છે ને સુધી૨.

લગ્ન પહેલાં આપણે કેવી કેવી વાતો કરેલી...

અને.

આજે... તું મને ભૂલી જવા બેઠો... પણ નહિ હું તારાથી જરાય દૂર નથી સુધી... સુનિલનો મારો મિત્ર છે મિત્ર... આ રાત પડી... મારું નામ તમે લીધું પણ હું... હા ... મારો ચહેરો તમારા ચહેરામાં જ છે. ડબલ બેડ પર જ સૂઈ રહેજો હું બાજુમાં આવીને સૂઈ જઈશ... 

હજી તમોને ખબર છે ને મારે મા બનવાનું છે. સુધીર... પેલાં ફૂલ તમોને મેં આપેલાં તે ટેબલ પર રોજ મૂકજો... સૂકાય તે પહેલાં પાણી નાખજો... 

મમ્મીની સેવા કરજો... જુઓ કાલે 'રક્ષા' નામે તમોને પરણવા કોઈ ચાહે તો હા પાડજો એ રક્ષામાં દક્ષા હશે... 

અને સુધીર ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયો બરાબર રાતના બે વાગ્યા હતા.


Google NewsGoogle News