વાર્તા : દગાબાજ .

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
વાર્તા : દગાબાજ                                              . 1 - image


- સમીર સભ્યતા, સંકોચ, માર્દવ કે મુગ્ધતાના બંધનોથી મુક્ત થયેલ આક્રમક પ્રાકૃત પુરુષ હતો. તેણે મને જકડી રાખી. બીજી જ ક્ષણે મેં અનુભવેલ પહેલ-વહેલી સ્પર્શવેદના મટી ગઈ. મારા દેહમાં સુખ અને આનંદનો સંચાર થયો. મારો ભય અદ્રશ્ય થઈ ગયો. અરુચિ ઓસરી ગઈ અને તન-મનની તન્મયતા સાથે હું પણ સમીર સાથે કેલિમાં ગુંથાઈ ગઈ. 

કોલેજમાં બે વર્ષથી હું ભણી રહી છું પણ છોકરા-છોકરીઓના મુક્ત સહચાર સામે મને પહેલેથી જ અણગમો બલકે જુગુપ્સા. તેથી કોઈ છોકરા સામે મેં ઊંચી આંખ કરીને જોયેલું નહોતું. નિયમિત કોલેજ જવું. કોલેજ પુરી થાય એટલે ઘેર પાછા ફરવું એ મારો નિત્યક્રમ, નટખટ નીતા, ચિબાવલી  ચારું, મસ્તીખોર મોના, વગેરે સૌ બહેનપણીઓ મને આધુનિક સરસ્વતી કહી મારી મજાક ઉડાવતી પણ મને તેની પરવા ન હતી.

એક દિવસ કોલેજના એકસ્ટ્રા કલાસ ભરી ઘેર પાછા આવતા મારે ઘણું મોડું થયું વચ્ચે બે-એક કિલોમીટરનો રસ્તો થોડો ઉજ્જડ હતો. મને સ્ત્રી સહજ ભીતિ લાગી. રખેને કોઈ મને સતાવશે તો? હું ઉતાવળે પગલે ચાલતી હતી ત્યાં બાજુમાંથી મોટર સાયકલ પસાર થઈ. તેના પર મારો સહપાઠી સમીર બેઠો હતો.

'સુમન, બહુ મોડું કર્યું? તેણે બાઈક થોભાવી પૂછ્યું.

'હા, એકસ્ટ્રા કલાસ હતા, તેથી મોડું થયું'. મેં જવાબ આપ્યો.

'રસ્તે અંધારું છે. કોઈ અવરજવર નથી. તમારી ઇચ્છા હોય તો ઘર સુધી મૂકી જાઉં.' સમીરે ઓફર કરી.

પહેલા તો મને સાફ સંભળાવી દેવાનું મન થયું કે મારી દયા ખાવાની જરૂર નથી. હું જતી રહીશ. પરંતુ નિર્જન રસ્તો, અંધારું અને મારું એકાકીપણું તેમ જ મનમાં થતો ભયસંચાર, આ બધાથી હું તેવું અપમાનિત વેણ ન કાઢી શકી. બલકે સમીરની ઓફર સ્વીકારી લેવાનું મન થયું. મેં અચકાતા-અચકાતા હા પાડી. સમીરે મને બાઈક પર બેસાડી. પણ તેનો વર્તાવ ઘણો સંયમશીલ હતો. ડબલ સવારીમાં નજીક બેસવા છતાં તેણે મને સ્પર્શવાનો જરાય પ્રયત્ન ન કર્યો. ઉલટાનો સંકોચાઈને ચૂપચાપ બેસી ગાડી ચલાવતો હતો. 

થોડી મિનિટોમાં જ મારું ઘર આવતાં હંુ ઉતરી પડી. મેં સમીરને ઘરમાં આવવાનો વિવેક કર્યો. પણ તેણે ના કહી. મેં લિફટ માટે આભાર માન્યો.

'નો મેન્શન' કહી તેણે વિદાય લીધી પછી તો ઘણીવાર અમે કોલેજમાં ભેગા થતાં પણ સ્મિતની આપલે સિવાય અમારો વ્યવહાર આગળ નહોતો વધતો. પોતે કરેલા નાનકડા ઉપકારનો લાભ લઈ વધુ નિકટ આવવા સમીરે પ્રયત્ન ન કર્યો તેથી મને તેને માટે વધુ માન થયું.

એકવાર હું કોલેજ કેન્ટિનમાંથી નીકળતી હતી. સમીર પ્રવેશતો હતો. હું આભારવશ તો હતી જ મેં રેવડીનું પેકેટ લઈ સમીરને ધર્યું.

'થેક્યું'ના જવાબ સાથે તેણે સ્વીકાર્યું. મેં કૃતાર્થતા અનુભવી.

પછી તો કોઈવાર તે મને કંઈક ઉપહાર પેકેટ આપે. હું લઈ લઉ. વળતાં બીજીવાર હું આપું. તે સ્વીકારી લે. ખાસ વાતચીત ન થાય, પણ  ખાદ્ય પદાર્થનું આદાનપ્રદાન થયા કરે. મારો આદર તેના તરફ વધતો ગતો.

એકવાર સમીરે શરમાતા-શરમાતા મને પૂછ્યું, 'સુમન, ફરવા આવશે?'

હું માનવશ હતી જ. મેં હા પાડી. અમે ફરવા ગયા. સમીરે કશી છૂટ લેવા કોશિશ ન કરી. મને તેનું સંયમિત વર્તન સમભાવ પ્રેરતું હતું પુરુષો આછકલા જ હોય છે તેવો મારો પૂર્વગ્રહ મને સુધારવા યોગ્ય લાગ્યો.

પછી તો કોઈ વાર અમે જુદેજુદે સ્થળે બાગમાં, દરિયાકાંઠે, પિકચરમાં, હોટલમાં ફરવા જતા થઈ ગયા. તે ક્યારેય ઉતાવળ કરતો નહીં. પણ મને તેની ધીરજ હવે અકળાવતી હતી. હું મારો અંચળો ક્ષણાર્ધ દૂર કરી, સ્પર્શ, હસ્તમર્દન  ચુંબન, આદિ પ્રાથમિક  ચેષ્ટાઓ કરતી, તેને તેમ કરવા પ્રેરતી. સમીર સસંકોચ પ્રત્યુત્તર આપતો. થોડા અઠવાડિયામાં અમે નિકટ આવવા લાગ્યા. સમીરના ગુલાબી ગાલ, રતંુબડા ઓષ્ઠ, ગોરો ચહેરો, કાળા ભમ્મર વાળ, વિશાળ બાહુ, પહોળું વક્ષ:સ્થળ મને આકર્ષી રહેતા. હવે મને આંશિક સ્પર્શમાં સંતોષ થતો ન હતો. મારો દેહ અને મન સંપૂર્ણ આશ્લેષ ઝંખવા લાગ્યા. 

એકવાર અમે ફરવા ગયા. સાંજનો આથમતો સૂરજ, આકાશી સૌંદર્ય, અનુકૂળ એકાંત, સમીરનું સાનિધ્ય આ બધું મને વિવિશ અને વિહવળ કરવા માટે પૂરતા હતા. મેં ઝડપથી તેની નજીક જઈ તેના કપાળ પર એક ચુંબન ચોડી દીધું. મારો ઉરપ્રદેશ આગળ કર્યો અને સમીરના હાથને મારા હાથમાં લઈ જોરથી દાબ્યો. મારો આટલો સંકેત સમીરના પૌરુષને જાગૃત કરવા માટે પૂરતો હતો.

આજ સુધીનો લજ્જાશીલ સમીર અદ્રશ્ય થયો અને આક્રમક, સમીર પ્રગટ થયો. તેણે મારા સંકેતનો વળતો પ્રતિસાદ ઉષ્મા અને ઉત્તેજનાપૂર્વક આપ્યો. ચુંબન, અંગમર્દન, અંગૂલીનર્તન, ગલી-ચૂંટીની પ્રણય ચેષ્ટા વડે મને ઉત્તેજિત કરી. મેં પણ હકારભર્યો પ્રતિસાદ આપ્યો. અમે બન્નેએ ઉત્કટ ઉત્તેજના અનુભવી. અમને લાગ્યંુ કે વસ્ત્રો હવે પુરુષ પ્રકૃતિના એકત્વમાં અતંરાય રૂપ છે. હળવેકથી અમે તે દૂર કર્યા. એકમેકના અનાવૃત દેહને આંખોથી પી રહ્યા. પણ અનાવૃત સમીર મને જુદો લાગ્યો. વસ્ત્રોવૃત્ત સમીર મને હંમેશાં મૃદુ, મોહક અને મુલાયમ લાગતો પણ વસ્ત્રવિહોણો સમીરમાંથી મૃદુતા, મુલાયમતા અને મોહિની ઓછા થઈ જવા લાગ્યા. પહાડની ઉત્તુંગતા, વડલાની વિશાળતા, નદીપૂરની ધસમસાટ અને યોદ્ધાની અધીરતાના મને સમીરમાં દર્શન થયા. મારો સુકુમાર દેહ માટે આ પ્રચંડ પુરુષનો અજગરસમ આશ્લેષ કેટલો કષ્ટપ્રદ બનશે તેના ભયથી હું હબડી ગઈ. મેં નજીક ધસતા સમીર તરફ હાથ આડો કર્યો. પણ મદમસ્ત ગજરાજ હસ્તિની પર આરૂઢ થવા હવે અધીરો-અધીરોને ઉત્સુક હતો. મારા હકારભર્યા વિરોધને ગુણકાર્યા વગર તેણે મને બળપૂર્વક બાથમાં લીધી. પ્રારંભની ક્ષણે મારાથી ધીમી ચીસ પડાઈ ગઈ. પણ તત્કાલીન સમીર સભ્યતા, સંકોચ, માર્દવ કે મુગ્ધતાના બંધનોથી મુક્ત થયેલ આક્રમક પ્રાકૃત પુરુષ હતો. તેણે મને જકડી રાખી. બીજી જ ક્ષણે મેં અનુભવેલ પહેલ-વહેલી સ્પર્શવેદના મટી ગઈ. મારા દેહમાં સુખ અને આનંદનો સંચાર થયો. મારો ભય અદ્રશ્ય થઈ ગયો. અરુચિ ઓસરી ગઈ અને તન-મનની તન્મયતા સાથે હું પણ સમીર સાથે કેલિમાં ગુંથાઈ ગઈ. કેટલીય વાર સુધી અમે સ્વર્ગ સુખ માણ્યું.

ઉત્તેજનાની ક્ષણો વીતી જતા અમે ઉઠયા, સ્વસ્થ થયા. પ્રથમ સ્પર્શનો અનુભવ એટલો અદ્રશ્ય અને રોમાંચકારી હતો કે કશી વાતો કરવાની જરૂર નહોતી. મનોમન અમે સુખાનુભૂતિ વાગોળતા ઘરે આવ્યા. પથારીમાં પડયા પછી પણ મોડીરાત સુધી એ અનિર્વચનીય આનંદની સ્મૃતિને હું ચગળતી રહી.

થોડા દિવસ બાદ  મેં અને સમીરે વધુ એકવાર સ્પર્શ સુખની પુનરાનુભૂતિ કરી. પણ આ વખતે નહોતી પ્રથમ સ્પર્શની દેહપીડા કે નહોતો કશો   ક્ષોેભ. અવર્ણનીય આનંદના સાગરમાં અમે સહેલ કરી, સખીઓની મશ્કરી મને સાર્થક લાગી.

પણ  તે પછી કોણ જાણે કેમ પણ સમીરે મારી જોડેના સંબંધ કાપી નાંખ્યો. દિવસો સુધી  મળ્યો નહીં. મળ્યો ત્યારે  મોં  ફેરવી જતો રહ્યો. પછીથી સાંભળ્યું કે તેની સગાઈ એક શ્રીમંત ઘરની અધિક સ્વરૂપવાન કન્યા સાથે  થઈ ગઈ છે.

ગમે તેવા સ્વાદિષ્ટ ભોજનની સ્મૃતિ પણ થોડા દિવસ પ્રબળ રહે છે. પછીથી  ઉપરાળ પામે છે. મેં પણ મારું મન અભ્યાસમાં પરોવ્યું.

સમીર  મિલનને દોઢ-બે મહિના થયા. તેની માનસિક  અસરથી તો હું મુક્ત થઈ પણ  દૈહિક પરિણામ વિકાસ પામતું લાગ્યું. બે મહિના થયા હું માસિક ધર્મમાં આવી ન હતી. તેથી મને ચિંતા થવા લાગી. ક્યાંક કુંવારા માતૃત્વની તૈયારી તો નહીં હોય ને? મારી મૂંઝવણ વધવા લાગી.

એકવાર રીસેસમાં  નેહા સાથે એકલા મળવાનું થયું. તેને ગાર્ડનમાં લઈ જઈ મારી મૂંઝવણ જણાવી. નેહા રમતિયાળ 'સુમન' એમાં મુંઝાય શું? માતૃત્વ એમ કાંઈ રેઢું નથી પડયું કે એક-બે વારના પુરુષ મિલનથી મળી જાય. પુરુષ પ્રકૃતિના વારંવારના મિલન પછીથી ઘણાને તે મળતું નથી. ગભરાવાની  જરૂર નથી.

પણ નેહા! મને તો બીક લાગે છે. કંઈ થશે તોે નહીં ને? ' મારો અજંપો મેં વ્યક્ત કર્યો.

થાય શું? આજ સુધી તું કરડું રહેલી, એટલે પહેલવહેલાં અનુભવથી તું ગભરાય છે. બાકી અમે તો આવા કેટલાય અનુભવ કરી નાખ્યા. હવેથી કોન્ટ્રાસેપ્ટીવનો ઉપયોગ જરૂર પડયે કરવાનું રાખજે. નેહાએ અનુભવી અભિનેત્રીની અદાથી સલાહ આપી.

'પણ માન કે આ વખતે કંઈ થયું તો?'' મારી શંકા-કુશંકા હજુ દૂર થતી ન હતી.

''તો શું? તેનો રસ્તો પણ છે જ.''

''શો?''

'એબોર્શન'. હવે તો એ પણ  કાયદેસર અને ખાનગીમા ંથઈ શકે છે. ચિંતા  કરવાની જરૂર નથી.'

નેહાના ઉકેલથી મને થોડી નિરાંત થઈ. છૂટા પડયા.  હું ઘેર આવી બાએ મારા હાથમાં  મોટી બહેનનો  આવેલો કાગળ વાંચવા મૂક્યો. મોટીબહેન લખતી હતી.

'પૂજ્ય બા તથા બાપુજી'

સુમન માટે મારા દિયરનું ગોઠયું છે. બંને પક્ષ એકમેકને જાણે છે. ઔપચારિક વિધિ પૂરતા મારા દીયર નરેશભાઈને ત્યાં મોકલું છે. સુમનની અને તેમની મુલાકાત કોઈ હોટેલમાં ગોઠવજો. સુમન શરમાયા વગર નરેશભાઈની જોડે ભળે. બંને પરસ્પરને સારી રીતે ઓળખતા હોવાથી ફાઈનલ કરી લે. વેવિશાળ અને લગ્ન બંને દોઢ-બે માસમાં કરી નાખવા છે. પછી નરેશ ભાઈ પરદેશ જવાના છે.

લિ. તમારી પુત્રી તેજલ.

કાગળ વાંચતા જ મેં એક સુખદ રોમાંચ અનુભવ્યો. મનોમન વિચારતા મારી મૂંઝવણનો તોડ પણ નીકળી ગયો.

મને થયું કે લગ્ન પછી તો  સ્ત્રીઓ નરભ્રમરથી ચુસાવાનું અને આદમીના અંકોડામાં આશ્લેષાનું છે જ. તો લગ્ન પહેલાં જ તેની શરૂઆત કાં ન કરી દેવી? મોટે ભાગે માણસને પૂરી થાળી પિરસાય ત્યાં સુધી વાટ  જોવી ગમતી નથી. ઝટ જમવાનું ચાલુ કરવા તે અધીરો હોય છે. હું નરેશ આગળ મારા સ્ત્રીત્વનો ઉપહાર ઝટ ધરી તેને જમાડી દઈશ. આથી તેની પુરુષ સહજ ભૂખ સંતોષાશે અને વેવિશાળને લગ્ન ઝટ આટોપાતા મારી મૂંઝવણ મટી જશે. પરણ્યા પછી હું પરદેશ પણ જઈશ. સુખ જ સુખ. ભાવિની સુમધુર વૃષ્ટિમાં હું રમણે ચડી. બીજે દિવસે નિયત સમયે નરેશ આવ્યો. આજ સુધી તો હું તેને બહેનના દિયર તરીકે જ જોેતી અને  મારા સંકાચશીલ સ્વભાવ  પ્રમાણે ખાસ્સું અંતર રાખીને વર્તતી પણ હવે તો તે મારો સ્વામી અને સર્વસ્વ બનનાર હતો. વળી મારી મુંઝવણનો મુક્તિદાતા ય હતો.  મેં તેને લજ્જા કરમદના ઓઢણા આઘા મૂકી પૂરા દિલથી સત્કાર્યો. તેને અને ઘરનાને પણ મારા પલટાયેલા વલણથી થોડી નવાઈ લાગી. ખબર અંતર, ચા-પાણી, ભોજન વગેરે પતાવી હુંને નરેશ એક હોટેલમાં ગયા. એક કમરો બુક કરાવ્યો. અમે  અંદર પ્રવેશી બેઠક લીધી. નરેશ મારી સામેની ખુરશી પર બેઠો. અમારી વચ્ચે કેટલીક ઔપચારિક વાતો થઈ. પણ તે તો કરવા પૂરતી જ હતી. બાકી તો બધું ગોઠવાયેલું જ હતું. એકમેકનો પૂરો પરિચય હોવાથી વધુ કશું પૂછવાનું હતું નહીં. મેં બાજી ખેલવી શરૂ કરી.

'હવે આમ અંતર ક્યાં સુધી રાખીશ.'  મેં લાગલો સવાલ જ  કર્યો. મને બહુ વચનમાંથી એકવચન પર એકાએક આવી ગયેલી  જોઈ નરેશ ચમક્યો. તેને એમ કે છૂટ લેવાની શરૂઆત પુરુષે જ કરવી પડતી હશે. સ્ત્રી તો શરમાતા-શરમાતા આગળ વધતી કે વધવા દેતી હશે. અહીં તો મેં જ ધડાકો કર્યો.

'તુ  રખાવે ત્યાં સુધી'  નરેશનો જવાબ પણ ચાતુરીપૂર્ણ હતો.

'મને તો આડયવાક્ય  બિલકુલ પસંદ નથી. આવને.  કહેતા  ખુરશી પરથી મેં સોફા પર જગ્યા લીધી. નરેશ મારી પાસે સોફા પર  આવી બેઠો. પણ તેની બેઠક હજુ પૂરી ભાંગી નહોતી  મારાથી અડધો ફૂટ દૂર બેઠો.

'અરે, જોેગીરાજ મારાથી આટલો બધો  ભડકે છે. તો સગાઈ કરવા આવ્યો શું કામ? કહેતા હું તેની સાવ નજીક સરકી. તેનો હાથ મારા હાથમાં દબાવ્યો.  મારી મસ્તી ભરી આંખ તેની આંખોમાં પરોવી  નરેશનું યૌવન અબોટ હતું. પણ હું તો બબ્બેવાર ચંપાઈ ચૂકેલી સ્પર્શિતા હતી. મેં બે-ત્રણ વધુ પ્રણયતીર  છોડયા અને મૃગ વીંધાઈ ગયો. નરેશની સંયમ નિયમની પાળો તૂટી ગઈ. તેનામાં રહેલ પ્રાકૃત પુરુષ પ્રગટ થયો. તેણે મને આશ્લેષમાં લીધી. મને તો ભાવતું  જ હતું.  મેં સંકોચ રહિત થઈ કાયા સમર્પિત કરી. નરેશ માટે દેહસુખની ચરમસીમા હતી. મારે માટે પણ સ્પર્શ અનુભવ બેવડો આહ્લાદજનક હતો. સ્પર્શ સુખ ઉપરાંત મૂંઝવણમુક્તિની માનસિક નિરાંત.

ઘરે આવતાં હું તો  સાવ હળવીફૂલ હતી. પણ નરેશ થોડો ગંભીર જણાયો. લગ્નપૂર્વે સ્પર્શનો થોડો અપરાધભાવ હશે તેમ મેં માન્યું.

બીજે દિવસે નરેશે વિદાય લીધી. તેના મૌનને અમે સંમતિ સૂચક માન્યું.

ચોથા દિવસ ટપાલમાં બે  પત્રો આવ્યા. મોટી બહેન લખતી હતી. 'ત્યાંથી આવીને નરેશભાઈએ વેવિશાળની સાફ ના પાડી છે. તેથી  વાત અત્યારે તો બંધ થાય છે.' વાંચતા જ બા-બાપુજીને આઘાત  લાગ્યો. બીજી પુત્રીને પણ સારે ઘરે વળાવવાના તેમનાં સ્વપ્નો રોળાઈ ગયા.

બીજો  પત્ર નરેશનો મારા પર ટૂંકમાં જ હતો 'સુમન, બા-બાપુજી પાસેથી  શિસ્ત, સંયમના સંસ્કાર મને ગળથૂંથીમાં જ મળેલા. પણ તે દિવસે  હું મારું  પ્રણ ચૂક્યો અને લપસ્યો. તેના પ્રાયશ્ચિતરૂપે આવતાં પાંચ  વર્ષ માટે લગ્નનો વિચાર મેં બંધ રાખ્યો છે. મને માફ કરજે. નરેશ, પત્ર વાંચતા જ હું ગમ ખાઈ ગઈ. મારું અસ્તિત્વ  અભડાયું પણ પોબારો ન પડયો. આથી હું બબડી 'પુરુષ મન આદિકાળથી ભ્રમરવૃત્તિનો છે ને સ્વાર્થી. સૂર્યએ કુંતિને ભોળવીને ભોગવી પછી ખસતી મૂકી. દુષ્યંતે શકુંતલાને ફસાવીને ટાણુ આવ્યે તરછોડી.

સમીરે  મને દગો દીધો અને આ સંયમની પૂંછડી નરેશે તો મને ક્યાંયની ન રહેવા દીધી. શિસ્તનો આગ્રહી  હતો તો લગ્ન પહેલાં  શા માટે મને ચૂંથી? અને હવે ફરી ગયો. મોટો દંભીને ડરપોક.  હવે તો નેહાએ  કહ્યા પ્રમાણે મારી મૂંઝવણ એબોર્શન દ્વારા જ દૂર કરવી પડશે. પુરુષ જાત સાલી સાવ નગુણી.


Google NewsGoogle News